Monday, November 18, 2019

બટુકેશ્વર દત્ત --- Batukeshwar Dutt

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 18 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰🔘🎯🔰🔘🎯🔰🔘🎯🔰
*બટુકેશ્વર દત્તની આજે જન્મજયંતી*
💠🔘💠🔰💠🔘💠🔘🔰💠
ચલો યાદ કરીયે બટુકેશ્વર દત્તના સંસ્મરણો

*88 વર્ષ પૂર્વે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હી એસેમ્બલીમાં બોમ્બ ઝીંક્યા હતા(8 એપ્રિલ)*

પોતાનોઅવાજ જનતા સુધી પહોંચાડવા માટે તેમણે જાતે પોતાનો કેસ લડ્યો હતો. મામલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તને આજીવન કારાવાસની સજા ફટકારાઇ હતી. 

*1929માં 8 એપ્રિલના દિવસે ક્રાંતિકારી ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે દિલ્હી એસેમ્બલીમાં બોમ્બમારો કર્યો હતો. જ્યારે વાઈસરોયે પબ્લિક સેફ્ટી બિલને કાયદો બનાવવા માટે રજૂ કર્યું હતું ત્યારે બોમ્બમારો કરાયો હતો. બંનેએ ઇન્કલાબ જિંદાબાદનો સૂત્રોચ્ચાર કર્યો હતો. સાથે તેઓએ કેટલાક પેમ્ફલેટ્સ પણ ફેંક્યા હતા તેમાં જનતાનો રોષ પ્રકટ કરવાના પ્રયત્નો કર્યા હતા. બોમ્બ ઝીંક્યા બાદ બંનેએ આત્મસમર્પણ કરી દીધું હતું. બંનેને સજા ફટકાર્યા બાદ લાહોરની જેલમાં મોકલી દેવાયા હતા.*

🎯🔰કાકોરી કાન્ડ અને લાહોરના પોલીસ અધિકારી સેન્ડર્સની હત્યા પછી અંગ્રેજ સરકારે કેન્દ્રીય એસેમ્બલીમાં શ્રમિકોની હડતાલ પર પ્રતિબંધ મુકતુ બીલ રજુ કર્યું તેના વિરોધમાં અને દેશવાસીઓનું ધ્યાન દોરવા ૮-એપ્રિલ-૧૯૨૯ ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે એસેમ્બલીમાં જાન હાની ન થાય તેવા હળવા બોમ્બ ફેંકી ભાગી છુટવાની કોશિષ કર્યા વગર વિરોધ દર્શાવતી પત્રિકાઓ ફેંકી અને ધરપકડ વ્હોરીલિધી, જેથી અંગ્રેજ સરકારની ઉંઘ ઉડે અને ભારતવાસીઓમાં આઝાદી માટે લડવાની હિંમત જાગે. ૬-જુલાઇ-૧૯૨૯ ના રોજ ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે કોર્ટમાં જે ચોટદાર બયાન આપ્યું તેનો ભારતવાસીઓ પર ઘણો પ્રભાવ પડ્યો. આ કેસમાં બન્નેને આજીવન કેદની સજા થઇ. પાછળથી લહોર ષડયંત્રનો કેસ ચલાવી ભગતસિંહને ફાંસી અને પુરાવાના અભાવે બટુકેશ્વર

🎯👉બટુકેશ્વર દત્તને આજીવન કેદ માટે આંદામાન મોકલી દીધા. લોકોની લાગણીને ધ્યાનમાં લઇ ગાંધીજીની વિનંતીથી અંગ્રેજ સરકારે તેમને કોઇ પણ ગતિવિધીઓમાં ભાગ ન લેવાની શરતે ૧૯૩૮ માં ( દશ વર્ષ પછી ) જેલમાંથી બહાર કાઢ્યા. આમ છતાંય ૧૯૪૨ ના ભારત છોડો આંદોલનમાં ભાગ લીધો હતો અને ફરી જેલમાં ગયા હતાં ( સો સો સલામ છે આ દેશભક્તને ). સદભાગ્યે તેમને આઝાદીના દિવસો જોયા. ૧૦-જુલાઇ-૧૯૬૫ માં દિલ્હીમાં એક દુર્ઘટનામાં તેમનું મૃત્યુ થયું.
〰👁‍🗨👁‍🗨〰〰👁‍🗨👁‍🗨〰〰
💠👉ભગતસિંહના સાથી બટુકેશ્વર દત્તને ગુમનામ જીંદગી મળી
>આઝાદી બાદ ક્રાંતિકારી બટુકેશ્વર દત્તને ગુમનામ જીંદગી મળી
>બટુકેશ્વર દત્તે એસેમ્બલીમાં ભગતસિંહ સાથે બોમ્બ નાખ્યો હતો
>બટુકેશ્વર દત્તે આઝાદી માટે 15 વર્ષનો કારાવાસ ભોગવ્યો હતો
>તેમને વ્યવસાયમાં ઉપરાઉપરી અસફળતાઓ મળી હતી
>તેઓ 1964માં ગંભીરપણે બિમાર પડાય હતા
>તેમને દિલ્હી સારવાર માટે લાવવામાં આવ્યા હતા
*>બટુકેશ્વર દત્તે કેન્સરને કારણે 20 જુલાઈ, 1965ના રોજ જીવ છોડયો
દેશની આઝાદી માટે તમામ પ્રકારની પીડાઓ સહન કરનારા ક્રાંતિકારી અને સ્વતંત્રતાસેનાની બટુકેશ્વર દત્તનું જીવન ભારતની આઝાદી બાદ પણ પીડાઓ અને સંઘર્ષોની ગાથા બની રહી અને તેમને એ સમ્માન મળી શક્યું નહીં કે જેના તેઓ હકદાર હતા.*

🎯👉આઝાદી માટે 15 વર્ષ જેલના સળિયા પાછળ ગુજરાનારા બટુકેશ્વર દત્તને આઝાદ ભારતમાં એક સિગરેટ કંપનીમાં એજન્ટ તરીકે કામ મળ્યું, જેના કારણે તેઓ પટનાની સડકો પર રઝળપાટ માટે વિવશ થયા હતા.

🎯👉બાદમાં તેમણે બિસ્કિટ અને ડબલરોટીનું એક નાનું કારખાનું ખોલ્યું, પરંતુ તેમાં તેમને ઘણું નુકસાન ઉઠાવવું પડયું અને તેને ઝડપથી બંધ પણ કરવું પડયું હતું. થોડો સમય તેમણે ટૂરિસ્ટ એજન્ટ અને બસ પરિવહનનું કામ પણ કર્યું, પરંતુ એક પછી એક કામોમાં અસફળતા જ તેમના હાથમાં લાગી હતી.

🎯👉બટુકેશ્વર દત્તના જીવનના આ અજ્ઞાત પાસાંઓનો ખુલાસો નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત પુસ્તક (બટુકેશ્વર દત્ત, ભગતસિંહના સહયોગી)માં થયો છે. અનિલ વર્મા દ્વારા લિખિત આ કદાચ પહેલુ પુસ્તક છે કે જે તેમના જીવનનો પ્રમાણિક દસ્તાવેજ હોવાની સાથે સ્વતંત્રતા સંઘર્ષ અને આઝાદી બાદ જીવન સંઘર્ષને ઉજાગર કરે છે.

🎯👉બટુકેશ્વર દત્ત 1964માં અચાનક બીમાર થયા બાદ તેમને ગંભીર હાલતમાં પટનાની સરકારી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. તેના સંદર્ભે તેમના મિત્ર ચમનલાલ આઝાદે એક લેખમાં લખ્યું છે કે ‘શું દત્ત જેવા ક્રાંતિકારીએ ભારતમાં જન્મ લેવો જોઈએ, પરમાત્માએ આટલા મહાન શૂરવીરને આપણા દેશમાં જન્મ આપીને ભૂલ કરી છે. ખેદની વાત છે કે જે વ્યક્તિએ દેશને સ્વતંત્ર કરાવવા માટે જાનની બાજી લગાવી દીધી અને જે ફાંસીથી માંડમાંડ બચ્યા, તેઓ આજે નિતાંત દયનીય સ્થિતિમાં હોસ્પિટલમાં પડીને એડીઓ રગડી રહ્યાં છે અને તેમને કોઈ પુછનાર નથી.’

🎯👉ત્યાર બાદ સત્તાના વર્તુળોમાં હડકંપ મચી ગયો અને આઝાદ, કેન્દ્રીય ગૃહમંત્રી ગુલઝારીલાલ નંદા અને પંજાબના મંત્રી ભીમલાલ સચ્ચરને મળ્યા. પંજાબ સરકારે એક હજાર રૂપિયાનો ચેક બિહાર સરકારને મોકલી ત્યાંના મુખ્યમંત્રી કે. બી. સહાયને લખ્યું કે જો તેઓ તેમનો ઈલાજ કરાવવામાં સક્ષમ નથી, તો તેઓ તેમને દિલ્હી અથવા ચંદીગઢમાં ઈલાજ કરાવવા માટે તૈયાર છે.

🎯👉બિહાર સરકારની ઉદાસિનતા અને ઉપેક્ષાને કારણે ક્રાંતિકારી બૈકુંઠનાથ શુ્કલા પટનાની સરકારી હોસ્પિટલમાં અસમયે પ્રાણત્યાગ કર્યો હતો. અંતે બિહાર સરકાર હરકતમાં આવી અને પટના મેડિકલ કોલેજમાં ડૉ. મુખોપાધ્યાયે બટુકેશ્વર દત્તની સારવાર શરૂ કરી હતી. પરંતુ તેમની સ્થિતિ ખરાબ થઈ હતી, કારણ કે તેમને યોગ્ય સારવાર મળી શકી ન હતી અને 22 નવેમ્બર, 1964ના રોજ તેમને દિલ્હી લાવવામાં આવ્યા.

🎯👉દિલ્હી પહોંચતા તેમણે પત્રકારોને કહ્યું હતું “મને સ્વપ્નમાં પણ ખ્યાલ ન હતો કે હું એ દિલ્હીમાં જ્યાં મે બોમ્બ નાખ્યો હતો, એક અપંગની જેમ સ્ટ્રેચરમાં લાવામાં આવીશ.” તેમને સફદરજંગ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પીઠના અસહ્ય દર્દના ઈલાજ માટે કરવામાં આવતી કોબાલ્ટ ટ્રીટમેન્ટની વ્યવસ્થા માત્ર એમ્સમાં હતી, પરંતુ ત્યાં પણ રૂમ મળવામાં વિલંબ થયો. 23 નવેમ્બરે પહેલી વાર તેમને કોબાલ્ટ ટ્રીટમેન્ટ આપવામાં આવી અને 11 ડિસેમ્બરે તેમને એમ્સમાં ભરતી કરવામાં આવ્યા.

*🎯👉બાદમાં ખબર પડી કે બટુકેશ્વર દત્તને કેન્સર છે અને તેમના જીવના થોડા દિવસો બાકી બચ્યા છે. ભીષણ વેદના સહન કરી રહેલા બટુકેશ્વર દત્ત પોતાના ચહેરા પર દર્દની એક લહેરખી પણ આવવા દેતા ન હતા.*

🎯👉પંજાબના મુખ્યમંત્રી રામકિશન જ્યારે બટુકેશ્વર દત્તને મળવા પહોંચ્યા અને તેમને પુછયું કે તેઓ તેમને કંઈ આપી શકે છે, જે પણ કંઈ તમારી ઈચ્છા હોય માંગી લો. આંસુ છલકતી આંખો અને ફીકા સ્મિત સાથે તેમણે કહ્યું હતું કે તેમને કંઈ જોતું નથી. બસ તેમની એ અંતિમ ઈચ્છા છે કે તેમનો અંતિમ સંસ્કાર તેમના મિત્ર ભગતસિંહની સમાધિની બાજુમાં કરવામાં આવે.

🎯👉લાહોર ષડયંત્ર કેસના કિશોરીલાલ અંતિમ વ્યક્તિ હતા કે જેમણે તેમને ઓળખ્યા હતા. તેમની બગડતી હાલત જોઈને ભગતસિંહની માતા વિદ્યાવતીને પંજાબથી કાર દ્વારા બોલાવવામાં આવ્યા હતા. 17 જુલાઈએ તેઓ કોમામાં ચાલ્યા ગયા અને 20 જુલાઈ, 1965ની રાત્રે 1-50 કલાકે બટુકેશ્વર દત્ત કે જેમણે ભગતસિંહ સાથે એસેમ્બલીમાં બોમ્બ ફેંકયો હતો, તેમણે દુનિયામાંથી વિદાય લીધી. તેમનો અંતિમ સંસ્કાર તેમની ઈચ્છા મુજબ, ભારત-પાક સરહદ નજીક હુસૈનીવાલામાં ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની સમાધિ નજીક કરવામાં આવ્યો.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment