Saturday, November 30, 2019

એક રૂપિયાની નોટ જારી થયાને એક સદી પૂર્ણ

💷💶💴💷💶💴💷💶💴💷💷
*એક રૂપિયાની નોટ જારી થયાને એક સદી પૂર્ણ*
💵💸💵💸💵💸💵💸💵💸💵
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

*👌30 નવેમ્બર 1917ના દિવસે સૌ પ્રથમ એક રૂપિયાની નોટ દેશમાં જારી કરવામાં આવી હતી.*

👌એક સદી બાદ, ઘણી બધી વસ્તુઓ બદલાઈ ગઈ છે. અત્યાર સુધી છપાયેલી એક રૂપિયાની નોટમાં પણ એ તફાવત જોવા મળે છે.

💫એ સમયે આ એક રૂપિયાની નોટ ઇંગ્લૅન્ડમાં છપાઈ હતી. નોટની આગળની બાજુ ડાબી તરફ પર કિંગ જ્યોર્જ પંચમની તસવીર છે.

*🌈આ એક રૂપિયાની નોટ પર લખાયેલું છે કે 'હું ધારકને એક રૂપિયાની રકમ ચૂકવવાનું વચન આપું છું.' મતલબ કે આ વચનપત્ર છે.*

*😒આ પછી ભારતમાં છપાયેલી કોઈપણ એક રૂપિયાની નોટમાં આ વચન નથી.*

*🌈🌈આ નોટની પાછળની તરફ આઠ ભારતીય ભાષામાં 'એક રૂપિયો' લખાયેલું છે.*

💠 19મી સદીમાં બ્રિટિશ સરકારે પેપર નોટ છાપવાનું શરૂ કર્યું હતું.

⭕️એ પહેલાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના બંગાળમાં શાસન દરમિયાન પેપર નોટ રજૂ કરવામાં આવી હતી.

🌈પરંતુ છેક 1917માં પહેલી એક રૂપિયાની નોટ છપાઈ હતી.

🌈પોર્ટુગિઝ અને ફ્રેન્ચ સરકારોએ ત્યાર બાદ પોતાની એક રૂપિયાની આવૃતિ રજૂ કરી હતી. જે અનુક્રમે 'નોવા ગોવા' અને 'રોપિ' હતી.

*💠👑ભારતમાં કેટલાક રજવાડાનું પોતાનું ચલણ હતું. તેમાંના હૈદરાબાદ અને કાશ્મીરને તેમની પોતાની એક રૂપિયાની નોટ છાપવાની પરવાનગી મળી હતી.*

🎯🎲ભારતમાં કરન્સી નોટ્સ ૧૮૬૧માં મૂકવામાં આવી હતી. એક રૂપિયાના સિક્કા સહિત ચાંદીના સિક્કાઓ ઘણા લાંબા સમય સુધી અસ્તિત્વમાં રહ્યા હતા. અમુક સિક્કા તો છેક ૧૫૪૦માં શેર શાહ સુરીના શાસન વખતથી ચાલતા હતા. એક રૂપિયાની કાગળની ચલણી નોટ ઈંગ્લેન્ડમાં છાપવામાં આવતી હતી અને એની પર ડાબી બાજુએ રાજા જ્યોર્જ પાંચમાની સિલ્વર કોઈન ઈમેજ દર્શાવવામાં આવી હતી. તે વખતે એક રૂપિયો પ્રોમિસરી નોટ તરીકે રજૂ કરાયો હતો.
📓
🧤બીજા વિશ્વયુદ્ધ વખતે બર્મામાં ઉપયોગમાં લેવા માટે ખાસ પ્રકારની એક રૂપિયાની નોટ જારી કરવામાં આવી હતી.

🧤ભારતીય ચલણ એ સમયે દુબઈ, બહેરિન, ઓમાન જેવા કેટલાક મધ્યપૂર્વના દેશોમાં પણ ચાલતું હતું.

🎯વિશ્વ યુદ્ધ વખતે એક રૂપિયાના ચાંદીના સિક્કાઓને ગાળી નાખવાનું ચલણ લોકોમાં વધી ગયું હતું. એને લીધે બજારમાંથી સિક્કાઓ ખૂબ ઘટી ગયા હતા. એ વખતે બ્રિટિશ સરકારે એક રૂપિયાની નોટને ચલણમાં મૂકવાનું નક્કી કર્યું હતું.

💵💵રસપ્રદ બાબત તો એ હતી કે, ભાગલા પછી પણ કેટલાક સમય સુધી પાકિસ્તાનમાં એક રૂપિયાની નોટનો ઉપયોગ થતો હતો.

💸આઝાદી પછી ભારતના રાષ્ટ્રીય પ્રતીકે શાહી પ્રતીકનું સ્થાન લઈ લીધું. એક રૂપિયાની નોટ પર પણ આ ફેરફાર દેખાયો.

💵છેલ્લાં 100 વર્ષમાં 28 જુદીજુદી ડિઝાઇનવાળી, લગભગ 125 જેટલી અલગઅલગ પ્રકારની એક રૂપિયાની નોટ ચલણમાં છે.

*💰👇રકમ ઓછી પણ મૂલ્ય ઊંચું*

*🎯🎲જેમજેમ ભારતે પોતાના જ ચલણનું અવમૂલ્યન કર્યું, તેમ તેમ એક રૂપિયાએ વ્યવહારોના સંદર્ભમાં મહત્વ ગુમાવી દીધું છે, પરંતુ એક રૂપિયાની નોટનું મૂલ્ય વધી ગયું છે.*

❇️🎲એક રૂપિયાની નોટ વિશે કેટલીય જાણવા જેવી વાતો છે. ભારતીય ચલણમાં એક રૂપિયાની કિંમત સૌથી ઓછી છે, પરંતુ તે સૌથી નોંધપાત્ર ચલણ છે.

*🎯🎲એક રૂપિયાની નોટ ભારત સરકાર જારી કરે છે. જ્યારે કે બાકી બધી ચલણી નોટ રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા જારી કરે છે.*

*📓એટલે જ એક રૂપિયાની નોટ પર ભારત સરકારના નાણાંસચિવની સહી હોય છે. બાકીની બધી ચલણી નોટ પર રિઝર્વ બેંકના ગર્વનરની સહી હોય છે.*

*🎯❇️આ એક રૂપિયાની નોટને છાપવા માટેનો ખર્ચ ઘણો વધારે હોય છે. એટલે જ વર્ષ 1995માં ભારત સરકારે તેને છાપવાનું બંધ કરી દીધું.*

*❇️🎲પરંતુ 2015ના વર્ષમાં એક રૂપિયાની નોટની નવી સિરીઝ રજૂ કરવામાં આવી હતી.*

જોકે, બહુ ઓછા પ્રમાણમાં એક રૂપિયાની નોટ વ્યવહારમાં છે.

🎯જ્યોર્જ પંચમે ૧૯૧૭માં આ દિવસે રૂપિયા એકની નોટ ચલણમાં મૂકી હતી. તે નોટ પર તેમની તસવીર પણ હતી. તેનું પ્રિન્ટિંગ ઇંગ્લેન્ડમાં થયું હતું. તે નોટ પર નંબર અને ભારત સરકારના અધિકારીના હસ્તાક્ષર પણ હતા.

🎯કેન્દ્ર સરકાર એક રૂપિયાની નવી ચલણી નોટ બહાર પાડવાની તૈયારી કરી રહી છે. નવી નોટની ડિઝાઇનમાં કોઇ ફેરફાર કરવામાં નથી આવ્યો પણ એનો રંગ ગુલાબી અને લીલો હશે. એક રૂપિયાની નવી નોટના પાછળના ભાગમાં ઓઇલ રિંગ સાગર સમ્રાટનો ફોટો હશે. જો કે જૂની નોટો ચલણમાં રહેશે. લગભગ બે દાયકા સુધી એક રૂપિયાની નોટ છાપવાનું બંધ રાખ્યા બાદ ૨૦૧૫માં એક રૂપિયાની નોટ ફરી લોન્ચ કરવામાં આવી હતી. એક રૂપિયાની નોટ સરકાર બહાર પાડે છે. અને એના પર નાણામંત્રાલયના સચિવની સહી હોય છે. જ્યારે અન્ય ચલણી નોટો પર રિઝર્વ બેન્કના ગર્વરની સહી હોય છે. એક રૂપિયાની નોટ છાપવાનું મોઘું પડતું હોવાથી ૧૯૯૪માં એ છાપવાનું બંધ કરવામાં આવ્યું હતું. ૧૯૯૫માં બે અને પાંચ રૂપિયાની નોટની છપાઇ બંધ કરવામાં આવી હતી.

 👊🏻🙏🏻🤠એક રૂપિયાની નવી નોટ છાપવાનો ખર્ચ અંદાજ ૯૪ પૈસા આવે છે. જ્યારે એક રૂપિયાના સિક્કા તૈયાર કરવાનો ખર્ચ ૭૦ પૈસા આવે છે.એક રૂપિયાની નવી નોટની છપાઇ કયારની ચાલુ હોવાથીએ આગામી થોડા દિવસોમાં રિલીઝ કરવામાં આવશે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

No comments:

Post a Comment