Saturday, November 30, 2019

વિન્સ્ટન ચર્ચિલ --- Winston Churchill

🔰🔰🔰🔰🔰🔰🔰🔰
*👁‍🗨👁‍🗨વિન્સ્ટન ચર્ચિલ♻️*
👁‍🗨♻️💠👁‍🗨♻️💠♻️👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

આધુનિક ઇંગ્લેન્ડના અગ્રિમ ઘડવૈયા વિન્સ્ટન ચર્ચિલે હમણાં(1964માં) 90 વર્ષની વયે જાહેરજીવનમાંથી નિવૃત્તિ લીધી ત્યારે ઇન્ગ્લેન્ડની પાર્લામેન્ટે ખાસ ઠરાવ કરી, તેને પોતાના સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ મારફત મોકલાવીને ચર્ચિલનું જ નહિ ખુદ પોતાનું પણ બહુમાન કર્યું છે. જે લોકશાહી પોતાના વિશિષ્ટ પ્રતિભાવાળા સંતાનને આદરનો અર્ઘ્ય આપી શકવા જેટલી જાગ્રત ને કદરદાન છે તે લોકશાહી પોતાનાં મૂળિયાં દૃઢ કરે છે.
જાહેરજીવનના કોઇ પણ ગજથી માપીએ તો વિન્સ્ટનચર્ચિલ અસાધારણ પુરુષ છે.તેની હિમ્મત અજોડ પુરવાર થઇ છે, પણ તેની સમય પ્રમાણેની સમાધાનવૃત્તિ પણ અજોડ હતી. બીજા મહાયુદ્ધમાં સ્ટૅલિનના વ્યક્તિત્વ અને કાર્યપદ્ધતિથી અકળાયા છતાં હિટલરને હરાવવો તે પોતાના દેશ અને લોકશાહી જગત માટે અનિવાર્ય છે એવી એક વાર ખાતરી થયા પછી સ્ટૅલિન સાથે જોડાઇને એ જોડાણ ન તૂટે તે માટે બધી સમાધાનવૃત્તિ તેણે રાખેલી. પંડિત નેહરુને તેણે જે અંજલિ આપી હતી(પંડિત નેહરુ 27મી મે,1964ના રોજ અવસાન પામેલા)તે પણ પ્રાપ્ત પરિસ્થિતિમાંથી ઉત્તમ રસ્તો કાઢવાની શાણપણભરી તેની શક્તિનો પુરાવો છે.

યુરોપ ને દુનિયા આખી હિટલરનાં હિમપ્રપાત જેવાં ધાડાંથી મૃતવત્ બની ગઇ હતી ત્યારે પોતાના અંગૂઠા જેવડા બેટ પરથી તેણે અણનમ રહીને કહેલુંકે ‘અમે દરિયામાં, દરિયાકાંઠે, પાદરમાં, હોટેલોમાં ને મકાને મકાને લડીશું.’ ને આ કૃતનિશ્ચયપણાએ ઇન્ગ્લેન્ડને ટટાર રાખ્યું ને અમેરિકાને મદદે આવવા પ્રેર્યું.
પણ ચર્ચિલને ઇન્ગ્લેન્ડની પ્રજા એક સમર્થ ગદ્યસ્વામી તરીકે યાદ રાખશે.એનો બીજી લડાઇનો છ વિભાગમાં લખાયેલો ઇતિહાસ અંગ્રેજી ભાષાનું બહુમૂલ્ય આભૂષણ છે, ઇતિહાસ લખવાવાળો પુરુષ જ ઇતિહાસ ઘડનારો હોય તેવું સદીઓમાં કોઇક વાર બને છે, અને આવો ઇતિહાસ લખવાવાળો પાછો ગદ્યસ્વામી હોય તે તો હજારો વર્ષે એકાદ વખત બને. હેરોડોટસ, એકલીસ સામે લડનારાં સૈન્યનો વડો નહોતો કે, જ્યુસીડાઇટિસ ઍથેન્સનો કર્તા નહોતો.

ચર્ચિલના ઇતિહાસમાં ભાષાની છટા, હકીકતોની મોકળાશ, ભાવનો ઉદ્રેક, ને ઇતિહાસકારની અનિવાર્ય દૂરદર્શનની શક્તિ એકીસાથે પ્રગટ થયાં છે. આનું સચોટ ઉદાહરણએણે પોતાના ગ્રંથનું લક્ષણ મૂક્યું તે છે. ‘ગ્રંથસાર’ પેટા-મથાળું બાંધી નીચે મૂક્યું છે:
યુદ્ધમાં: કૃતનિશ્ચયતા પરાજયમાં: બેપરવાહી વિજયમાં: ઔદાર્ય શાંતિમાં: શુભેચ્છા લોકશાહી સમાજ માટે આથી વધારે મહિમાપૂર્ણ નિશાન શું હોઇ શકે?
અને છતાં પોતાની પ્રસ્તાવનામાં ચર્ચિલ નમ્રપણે કહે છે: ‘આને હું ઇતિહાસ કહેતો નથી, કારણ કે તે કામ તો બીજી પેઢીએ કરવાનું છે. પણ હું એવો દાવો વિશ્વાસપૂર્વક કરું છું કે ભવિષ્યમાં ઉપયોગી થનાર ઇતિહાસને આ મદદરૂપ થશે.

♻️👁‍🗨💠♻️👁‍🗨

👁‍🗨💠ઈતિહાસમાં પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન સર વિન્સ્ટન ચર્ચિલનું નામ અને કામ કઠોર નિર્ણય લેનારા રાજકારણી તરીકે જાણીતું છે. ૫૭ વર્ષના લગ્નજીવન અને રાજકારણને આજીવન સમર્પિત સર ચર્ચિલ રોમાન્ટિક યુવાન હોવાની વાત કોઈ માની શકે તેમ નથી. પરંતુ ઈતિહાસકારો કહે છે કે યુવાનીમાં ચર્ચિલ નરમ દિલના રોમાન્ટિક હીરો હતા. સોનિયા પુર્નેલના પુસ્તક ‘Her own history, First Lady: the Life and Wars of Clementine Churchill’ માં ચર્ચિલને ક્લેમેન્ટાઈનની દૃષ્ટિએ મૂલવવામાં આવ્યા છે. ચર્ચિલે ખુદ પોતાની જાતને ‘કોઈ પણ અપરિણીત યુવતીની વહારે દોડી જતા શેખીખોર નાયક’ તરીકે ગણાવી છે.

ઈતિહાસકારોના મતે લિજ્જત અને ઉત્સાહ સાથે રોમાન્ટિક જીવન માણતા યુવાન ચર્ચિલને પત્ની શોધવાની જરૂર લાગી હતી. ઈતિહાસકારોના દાવા અનુસાર રંગીન યુવાનીમાં ચર્ચિલ પ્રાઈવેટ સેક્રેટરી અને મિત્ર એડી માર્શ સાથે પાર્ટીઓમાં ભાવિ ગર્લફ્રેન્ડ્સનું મૂલ્યાંકન કરતા રહેતા અને તેમના માટે વિશ્વ જીતી લેવાની ઓફર કરતા હતા. એક ઈતિહાસકારે દાવો કર્યો છે કે ચર્ચિલ કોઈ સમસ્યાને ઉકેલવા પ્રયાસ કરતા તેટલા જ ઉત્સાહથી રોમાન્ટિક લાઈફને માણતા હતા. એવો પણ દાવો કરાયો છે કે પોતાની લગ્નની પ્રથમ રાત્રિએ ચર્ચિલે માતાની સલાહ પણ માગી હતી અને સાસુ લેડી બ્લાન્કેને પત્ર લખી પ્રથમ રાત્રિ સુંદર રહ્યાનું જણાવ્યું હતું.

તેમની પત્ની ક્લેમેન્ટાઈન ચર્ચિલ વિશે પુસ્તકના સંશોધન દરમિયાન ઈતિહાસકાર લેખિકા સોનિયા પુર્નેલ દ્વારા મોડી રાત્રે સેક્રેટરીઓને ડિક્ટેશન માટે બોલાવવી અને ધૂનમાં બાથરુમમાંથી વસ્ત્રો વિના જ બહાર આવી જવા જેવી ચર્ચિલના તરંગીપણા સહિત જીવનની અજાણી વાતો બહાર આવી છે. તેમના બ્રિટનમાં પ્રસિદ્ધ અને લોકપ્રિય રાજપુરુષની રાજકીય અને લશ્કરી તાકાતના આવરણમાં તેમના પત્ની અત્યાર સુધી ભૂલાઈ ગયા હતા. જોકે, પતિ સર ચર્ચિલ પર તેમનો ભારે પ્રભાવ રહ્યો હતો.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
ચર્ચિલની ઐતિહાસિક ભૂલો
💠💠💠💠💠💠💠💠💠
*🔰🔰વિન્સ્ટન ચર્ચિલ🔰🔰*
👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨

૧૯૨૮માં નેવિલ ચેમ્બરલેઇન ઇંગ્લેન્ડના વડા પ્રધાન હતા ત્યારે એમણે પોતાના એક અંગત પત્રમાં વિન્સ્ટન ચર્ચિલ વિષે લખેલું કે એ બહુ જ તેજસ્વી છે પરંતુ તરંગી અને જિદ્દી છે.

બીજા વિશ્વયુદ્ધમાં ચર્ચિલ ઇંગ્લેન્ડના વડા પ્રધાન હતા ત્યારે એમના સ્વભાવની આ ખાસિયતોએ બહુ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. ઇ.સ. ૧૯૪૦ પછી એમના તરંગી અને જિદ્દી સ્વભાવે શું કર્યું અને શું ના કર્યું એ જાણવા જેવું છે.

ભૂલ કરવી એ તો મનુષ્યમાત્રનો સ્વભાવ છે. નાના માણસો નાની ભૂલો કરે. એ એમને અને એમના પરિવારને નડે, પણ મોટા માણસો મોટી ભૂલો કરે એ એમના દેશને અને જગતને નડે.

એક રીતે જોઇએ તો એમની હઠે અને એમના 

પ્રચંડ આશાવાદે ઇંગ્લેન્ડને દુશ્મનોના હાથમાં જતાં બચાવી લીધું છે અને બીજી રીતે એમની હઠે ઇંગ્લેન્ડને નાલેશી પણ અપાવી છે.

ચર્ચિલ માનતા હતા કે લડાઇ વખતે હાથપગ ઝાલીને ચૂપચાપ બેસી ન રહેવાય. કંઇ ને કંઇ કરતા રહેવું જોઇએ. અને એમના તરંગી સ્વભાવે એમને બ્રિટિશ લશ્કર ફ્રાન્સમાં મોકલવાને બદલે ગ્રીસમાં મોકલવા પ્રેર્યા. જ્યાં જવાનો કશોય હેતુ નહોતો. અને ત્યાંથી જર્મનોએ બ્રિટિશ સૈનિકોને મારી હટાવ્યા અને એમના વિચિત્ર નિર્ણયોને લીધે જ બ્રિટનને ૧૯૪૨માં સિંગાપુર અને ટોબ્રુક ગુમાવવાં પડયાં.

ઇ.સ. ૧૯૪૪ની ઘટનાઓએ ઇંગ્લેન્ડની અને ચર્ચિલની સારી એવી બેઇજ્જતી કરી. એમના સાથીઓના વિરોધને અવગણીને અને સાથી દળોના વડા આઇઝેન હોવરે ઇંગ્લેન્ડને મદદરૂપ થવાની ના પાડવા છતાં ચર્ચિલે ઇજીઅન સમુદ્રમાં આવેલા.

ડોડે કેનીસ નામના ટાપુનો કબજો લેવા માટે બ્રિટિશ સૈન્યને મોકલવાની મૂર્ખાઇ કરી અને ચર્ચિલની આ મૂર્ખાઇ ઇંગ્લેન્ડને ભારે પડી ગઇ. જર્મનોએ બે બ્રિટિશ ઇન્ફન્ટ્રી ડિવિઝનને ખતમ કરી નાખ્યા, કેટલાંય બ્રિટિશ જહાજોને ડૂબાડી દીધાં અને એકસો તેર લડાકુ વિમાનોનો નાશ કરી નાખ્યો. આ બધા માટે જવાબદાર કોણ? ચર્ચિલનો તરંગી અને જિદ્દી સ્વભાવ જ તો.

લડાઇ દરમિયાન અંગ્રેજી ભાષા બોલતી પ્રજાના પ્રવકતા તરીકે ચર્ચિલે બહુ જ મોટી મોટી વાતો કરી. લડાઇમાં આ પ્રજાનો જ વિજય થશે એવા બણગાં ફૂંક્યાં. પણ યુરોપની ભૂમિ પર ખેલાઇ રહેલા આ યુદ્ધમાં અંગ્રેજી બોલતી પ્રજાનું ઉધારપાસું જ ઉઘાડું પડ્યું. એકલા ઇ.સ. ૧૯૪૪ના વર્ષમાં જ સિત્તેર હજાર બ્રિટિશ સૈનિકો માર્યા ગયા અને વીસ લાખ રશિયન સૈનિકોનોય ભોગ લેવાયો અને લડાઇના પૂર્વીય મોરચે દસ જર્મન દીઠ નવ જર્મનોની કતલ થઇ હતી.

આ લડાઇમાં બ્રિટનની હાર થવાનાં કારણોય જાણવા જેવાં છે. બ્રિટિશ લશ્કરના અધિકારીઓ કુશળ નહોતા અને અધિકારીઓ નબળા હોય ત્યાં એમના હાથ નીચે લડતા સૈનિકો ય નબળા હોય એમાં શી નવાઈ? એમને લડવાનો જરાય ઉમંગ નહોતો અને સંખ્યાની દષ્ટિએ જર્મન સૈન્ય એમના કરતાં કેટલાયગણું મોટું હતું અને અધૂરામાં પૂરું લડાઇમાં માર્યા ગયેલા સૈનિકોની ખાલી જગા પૂરવા માટે બ્રિટિશ નાગરિકોની લશ્કરમાં ભરતી કરવામાં આવી. એમને આ હારની લડાઇમાં લડવાનો ઉત્સાહ જ ક્યાંથી હોય?

ધીરે ધીરે ચર્ચિલને પોતાના લશ્કરની મર્યાદાઓનું ભાન થતું ગયું અને એમને લડાઇમાંથી પોતાના પગ પાછા ખેેંચવા માંડ્યાં અને અમેરિકનો કે જે લડાઇથી અત્યારસુધી દૂર રહ્યા હતા એમણે બે વર્ષથી એમાં ભાગ લેવા માંડ્યો હતો. તેઓ પણ ચર્ચિલના આવા વલણથી નારાજ થયા અને બ્રિટિશરો અમેરિકનો તરફ નારાજ હતા. આમ એમની પરસ્પરની નારાજગીની છાયામાં જ લડાઇનો અંત આવ્યો.

વર્ષો પછી અમેરિકાના રાષ્ટ્રપતિ જ્હોન કેનેડીએ કહ્યું કે ચર્ચિલને એમ થતું હતું કે એમનાં તીખાં અને તમતમતાં ભાષણોથી લડાઇ જીતાશે, પણ એ ચર્ચિલની ભૂલ હતી. ચર્ચિલને ત્યારે સમજાયું નહોતું કે લડવા માટે સંખ્યાબળ જોઇએ. આજે પણ અંગ્રેજો એ વાત માનવા તૈયાર નથી.

આ વાતના સમાપનમાં એક વાત નોંધવી જોઇએ કે આ લડાઇમાં સ્વતંત્રતા અને સંસ્કૃતિ બંનેને બચાવી લેવાયાં છે એનો યશ આડકતરી રીતે ચર્ચિલને મળવો જોઇએ. જો ચર્ચિલ ૧૯૪૦માં મરી ગયો હોત તો હિટલરને હરાવી શકાત નહીં અને ૧૯૪૨માં ચર્ચિલ જો મરી ગયો હોત તો જર્મનીની હાર એટલી વહેલી થાત. આમ ચર્ચિલે બીજા વિશ્વયુદ્ધમાં પૉઝિટિવ અને નૅગેટિવ બેઉ ભાગ ભજવ્યો છે એમ કહી શકાય. 

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*💠👉વિચારોના વૃંદાવનમાં,ગુણવંત શાહ*
👇👇👇👇👇👇👇👇
ગુણવંત શાહ: ગાંધીજી અને ચર્ચિલ
👇👇👇👇👇👇👇👇
ગાંધીજી અને ચર્ચિલ

👉મહાત્મા પાસે કેવળ આત્મબળ હતું,જ્યારે ચર્ચિલ પાસે સામ્રાજ્યનું સેનાબળ હતું.

👉મહાત્મા પાસે સત્યાગ્રહ હતો અને ચર્ચિલ પાસે સત્તાગ્રહ હતો.
👉મહાત્મા રેંટિયો ચલાવતા હતા અને ચર્ચિલ બ્રિટિશ સામ્રાજ્યના તાણાવાણા મજબૂત કરવામાં મગ્ન હતા.

💠બંને પોતપોતાની વાતે મક્કમ હતા.એકને પૂર્ણ સ્વરાજથી ઓછું કશુંય ખપતું ન હતું અને બીજાને સામ્રાજ્યમાં ગાબડું પડે તે મંજૂર ન હતું. 

💠એક બાજુ નિર્બળ અને નિર્મળ એવા મહાત્મા ગાંધી હતા, જ્યારે બીજી બાજુ બ્રિટિશ સામ્રાજ્યના માંધાતા એવા વિન્સ્ટન ચર્ચિલ હતા. 

💠ટૂંકી પોતડીમાં શોભતા સત્યની સામે વિરાટ સામ્રાજ્યનું સમર્થ અસત્ય ઊભું હતું. વીસમી સદીનાં આવાં બે ઐતિહાસિક પાત્રોને juxtapose કરીને સાથોસાથ મૂલવવાનું સહેલું નથી. આર્થર હર્મને પોતાના મહાગ્રંથ ‘Gandhi & Churchil’ (બેન્ટમ બૂકસ, ન્યૂ યોર્ક, મે ૨૦૦૮ પાન ૭૨૨)માં આ બંને પાત્રોને સંશોધનને આધારે આબાદ પ્રગટ કર્યા છે. 
ગ્રંથના કવર પર એક બાજુ ગાંધીજીનો અને બીજી બાજુ ચર્ચિલનો ફોટો આપ્યો છે. એ બંને ફોટા વચ્ચે મોટા અક્ષરે શબ્દો લખ્યા છે: ‘વીરત્વની એવી હરીફાઇ, જેણે સામ્રાજ્યને ખતમ કર્યું અને આપણા યુગનો આરંભ કર્યો.’ આવું વજનદાર અને વિચારદાર થોથું અત્યારે મારા હાથમાં છે. (પુણેના પ્રિય વાચક ડૉ. જે. કે. વાઘેર મને આવા ઉત્તમ ગ્રંથો પ્રેમપૂર્વક મોકલતા રહે છે.) ગ્રંથમાં સચવાયેલી અમૂલ્ય સામગ્રીનો સાર અહીં થોડાક શબ્દોમાં ધરી દેવાનો ઉપક્રમ છે. 

👁‍🗨♻️મહાત્મા ગાંધીને ત્રણ મહાનુભાવોએ ખાસ મચક ન આપી : મહંમદઅલી ઝીણા, ચર્ચિલ અને આંબેડકર. ૧૯૪૮ની ૩૦મી જાન્યુઆરીએ ગાંધીજીનો દેહવિલય થયો ત્યારે પ્રાપ્ત થયેલા પ્રતિભાવો લેખકે નોંધ્યા છે.
🗣ઝીણાએ કહ્યું: ‘હિન્દુ સમાજે પેદા કરેલા મહાન માણસોમાંના તેઓ એક હતા.’ (પાન-૫૮૬) ચર્ચિલ તરફથી મહાત્માને કોઇ શબ્દાંજલિ પ્રાપ્ત થઇ ન હતી. ડૉ. આંબેડકરનો પ્રતિભાવ હતો: ‘મારો ખરો શત્રુ ગયો! વિધાતાનો આભાર કે ગ્રહણ પૂરું થયું.’ (પાન-૫૮૬) બ્રિટિશ કેબિનેટમાં મહત્વનું સ્થાન ધરાવતા સર સ્ટેફર્ડ ક્રપિ્સના શબ્દો હતા: ‘મને કોઇ પણ સમયના કે પછી નજીકના ઈતિહાસના એવા બીજા કોઇ પણ મનુષ્યની જાણ નથી, જેણે આટલી બુલંદી સાથે અને આટલી પ્રતીતિપૂર્વક ભૌતિક બાબતો કરતાં આત્માની સત્તા ચડિયાતી છે એવું બતાવી આપ્યું હોય.’ (પાન-૫૮૮) વિખ્યાત નવલકથાકાર અને નોબેલ પારિતોષિક વિજેતા પર્લ બકે ગાંધીજીની હત્યાને ‘બીજા ક્રૂસારોહણ (crucifixion)’ તરીકે ગણાવ્યું હતું. આઇન્સ્ટાઇને કહ્યું: ‘સંપૂર્ણ નૈતિક અધ:પતન પામેલા આપણા સમયમાં તેઓ (ગાંધીજી) એકમાત્ર એવા રાજપુરુષ હતા, જેઓ રાજકારણના ક્ષેત્રે ઊંચા પ્રકારના માનવસંબંધો માટે અડીખમ ઊભા રહેનારા હતા.’ (પાન-૫૮૮) પંડિત નહેરુએ કહ્યું હતું: ‘મિત્રો અને સાથીઓ! આપણા જીવનમાંથી પ્રકાશ ચાલી ગયો છે અને સર્વત્ર અંધકાર છવાયો છે.’ (પાન-૫૮૬)ગાંધીજીનો નશ્વર દેહ બિરલા ભવનમાં રાખવામાં આવ્યો ત્યારે ગાંધીપુત્ર દેવદાસે બાપુની છાતી ખુલ્લી રહે તે માટે આગ્રહ રાખ્યો હતો. એણે કહ્યું હતું: ‘કોઇ પણ સૈનિકની છાતી બાપુની છાતી કરતાં અધિક ભવ્ય ન હતી.’ (પાન-૫૮૬) લેખક એક જગ્યાએ જણાવે છે કે દક્ષિણ આફ્રિકાની જેલમાં ગાંધીજીએ સોક્રેટિસની જીવનકથા વાંચી હતી. પુસ્તકનું મથાળું હતું: ‘The story of a True Warrior’. સોક્રેટિસ એવો પ્રથમ ચિંતક હતો, જેણે કહ્યું હતું કે: ‘બીજાઓને નુકસાન પહોંચાડવા કરતાં પોતે પીડા ભોગવી લેવી સારી.’ ગાંધીજીને સોક્રેટિસની આ વાત ગમી ગઇ હશે! ૧૯૦૭ની સાલમાં ગાંધીજીના શબ્દો હતા: વરુની નિંદા કરવાથી ઘેટાંને ઝાઝો લાભ નહીં થાય. વરુની ચુંગાલમાં ન ફસાવાનું ઘેટાંએ શીખી લેવું રહ્યું! વાઇસરોય લોર્ડ માઉન્ટબેટન ભારતના ભાગલા માટેની યોજના સ્વીકાર પામે તે માટે મથી રહ્યા હતા,ત્યારે તેમણે ચર્ચિલને કહ્યું કે પોતે નહેરુનો ટેકો પત્ર દ્વારા મેળવી ચૂક્યા છે. ચર્ચિલે પૂછ્યું: ‘મિ. ગાંધી તરફથી કોઇ મુશ્કેલી નડે તેવું તમને લાગે છે?’ માઉન્ટબેટને કહ્યું: ‘ગાંધી શું કરશે તે કળવું મુશ્કેલ છે (Gandhi is unpredictable), પરંતુ તેઓ એવી કોઇ મુશ્કેલી નહીં સજેઁ, જેને નહેરુ અને (સરદાર) પટેલ પહોંચી ન વળે. ખરી સમસ્યા ઝીણા અંગેની છે.’ તરત જ ચર્ચિલે કહ્યું: ‘ઓહ ગોડ! એ તો એક એવો માણસ છે, જે બ્રિટનની મદદ વિના ટકી જ ન શકે. તમારે એને ધમકી જ આપવી જોઇએ. જો બધું નિષ્ફળ જાય, તો ઝીણાને મારો અંગત સંદેશો આપજો. એમને કહેજો કે જો તેઓ આ ઓફર બંને હાથે ન સ્વીકારે તો પાકિસ્તાન માટે એ જીવન-મરણનો પ્રશ્ન છે.’ આ સંદેશો માઉન્ટબેટને ઝીણાને કહ્યો. ઝીણા માટે તો કોઇ પણ જીવતા મનુષ્ય કરતાં ચર્ચિલ વધારે પ્રશંસનીય હતા. ચર્ચિલનો સંદેશો સાંભળીને ઝીણા અવાક બની ગયા. તેમની બોલતી બંધ થઇ ગઇ! એમણે હકારમાં માત્ર ડોકું ધુણાવ્યું. ચર્ચિલને કારણે ભારતના ભાગલા સામેની આખરી મુશ્કેલી દૂર થઇ ગઇ. હવે ભાગલાની યોજના ઊંધી વાળે તેવું કોઇ હોય તો માત્ર ગાંધીજી જ હતા. (પાન-૫૬૮)આ ગ્રંથ વાંચ્યા પછી કેટલીક એવી હકીકતો જાણવા મળી, જે ખૂબ જ ટૂંકમાં વહેંચવાનું મન થાય છે. સાંભળો: - સન ૧૮૫૮ના નવેમ્બરની પહેલી તારીખે રાણી વિક્ટોરિયાનો ઐતિહાસિક ઢંઢેરો બહાર પડ્યો. આ ઘટના પછી રાણીએ હિન્દી ભાષા શીખવાનું શરૂ કર્યું હતું. (પાન-૨૫) - કોઇકે ચર્ચિલને પૂછ્યું: ‘હાઉસ ઓફ કોમન્સમાં ૪૫ મિનિટનું ભાષણ તૈયાર કરવામાં તમને કેટલો સમય લાગે?’ ચર્ચિલે જવાબ આપ્યો : ‘પૂરા અઢાર કલાક.’ (પાન-૪૨૩). - વાઇસરોય માઉન્ટબેટન ઝીણા માટે કેવો અભિપ્રાય ધરાવતા હતા? જવાબ છે: સાવ ઠંડાગાર (frigid), ઘમંડી (haughty), ઘૃણાથી ભરેલા (disdainful) માનસિક વિકૃતિવાળા (psychopathic), છિનાળના પેટના (bastard). (પાન-૫૬૫). - ગાંધીજીનાં માતા પૂતળીબાઇ પ્રણામી પંથનાં હતાં. પ્રણામી મંદિર ઘરથી ૨૦૦ વાર છેટું હતું. તે પંથના લોકો શરાબ અને માંસાહારથી દૂર રહેનારા હતા. એ મંદિરમાં નૈવેધ્ય ચડાવવાની વેદી પર કુરાન પણ ગોઠવાયું હતું. (પાન-૫૨). - ચર્ચિલે ૧૯૫૪ના એપ્રિલમાં કહ્યું હતું: ‘આપણે આપણું ગૌરવવંતું સામ્રાજ્ય ફંગોળી દીધું છે અને આપણું અદ્ભુત ભારતીય સામ્રાજ્ય પણ!’ (પાન-૫૮૮). - ચર્ચિલે સ્ત્રીઓને મતાધિકાર મળે તેનો વિરોધ કર્યો હતો. (પાન-૧૫૩). - શાંત મહાસાગરમાં મહાન સ્ટીમર ડૂબી રહી છે. (પાન-૫૪૦). * * *** પુસ્તક વાંચ્યા પછી આજની નવી પેઢીને એટલું જ કહેવું છે કે ગાંધીજીને સમજવા હોય, તો જૂની પેઢીના કંડિશનિંગ (અભિસંધાન)થી દૂર રહીને સીધા ગાંધીજીને જ મળવાનું રાખશો. યુવાન ગાંધીને મળવું હોય તો પ્રભુદાસ ગાંધીનું પુસ્તક ‘જીવનનું પરોઢ’ વાંચજો. એમાં તમને (પડદા પરના અમિતાભ બચ્ચન જેવા) એન્ગ્રી યંગ મેનનો પરિચય થશે. ગાંધીજીનું નામ સાંભળીને ધૂણવા માંડવાની જરૂર નથી. ખરી જરૂર એમની સત્યનિષ્ઠાથી રસાયેલી જીવનશૈલીને વિચારપૂર્વક, સ્વતંત્રપણે સમજવાની છે. આજે એમની પુણ્યતિથિ છે. જીવનની છેલ્લી ક્ષણ સુધી મહાત્મા ગાંધી ‘યુવાન’ રહ્યા હતા. માનવતાને એવરેસ્ટનું આરોહણ કરવાની ઇચ્છા થઇ. ગાંધીજીએ એ ઇચ્છા પૂરી કરી! પાઘડીનો વળ છેડે ‘એ સિત્તોતેર વર્ષના યુવાનને મળવું તે હંમેશાં આનંદજનક અને પ્રેરણાદાયી હોય છે. તેમને મળ્યા પછી કંઇક અંશે વધારે યુવાન અને સબળ હોવાનો આપણને હંમેશાં અનુભવ થાય છે, અને આપણે વહન કરતા હોઇએ એ બોજો થોડો હળવો થયેલો લાગે છે.’- પંડિત નહેરુ નોંધ : ૧૯૪૬ના ડિસેમ્બરની ૩૦મી તારીખે પંડિત નહેરુએ નોઆખલીના શ્રીરામપુર ગામે ગાંધીજીની મુલાકાત લીધી પછી દિલ્હીના પત્રકારોને કહેલા શબ્દો આવા હતા. (‘પૂર્ણાહુતિ-૨’, લે. પ્યારેલાલ, પાન-૧૭૭) આવા શબ્દો કહેતી વખતે નહેરુ ‘યુવાન’ હતા. 

*💠👉વિચારોના વૃંદાવનમાં,ગુણવંત શાહ*

No comments:

Post a Comment