Monday, November 11, 2019

ડો. મૌલાના અબુલ કલામ આઝાદ --- Dr. Maulana Abul Kalam Azad

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 11 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*૧૧ નવેમ્બરનો દિવસ એટલે ડો. મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ દિવસ.*

*તેઓ એક મહાન શિક્ષણ શાસ્ત્રી, તત્વદર્શી ધર્મગુરુ, રાષ્‍ટ્રવાદી રાજપુરુષ, તેજસ્વી પત્રકાર અને ભારતની સ્વતંત્રતાના મહાન નેતા હતા.*

*🔰🎯૧૧ નવેમ્બરનો દિવસ દર વર્ષે ‘નેશનલ એજ્યુકેશન ડે’ તરીકે મનાવાય છે.*

આ દિવસે સ્કૂલોમાં રજા હોતી નથી.

*🔰🎯નાની વયે જ ગાઢ વિદ્વતા, કુશાગ્ર બુદ્ધિમત્તા તથા તેજસ્વી લખાણથી માનભર્યું સ્થાન પ્રાપ્‍ત કરનાર મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ ઈ. ૧૮૮૮માં મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો.

👉તે વખતનું તેમનું મૂળ નામ અહમદ અબુલ કલામ કુનિયત હતું.

*“આઝાદ” તો તેમણે પાછળથી ધારણ કરેલું તખલ્લુસ હતું.*

*👉દશ વર્ષની ઉંમરે તેઓ કુટુંબ સાથે ભારત આવ્યા. અરબી તથા ઉર્દૂનું જ્ઞાન પહેલેથી જ હતું.*

*ભારતમાં કલકત્તામાં વસી તેમણે વાચન અને શિક્ષણ પાછળ ખૂબ મહેનત લીધી.*

*🔰👉વિશાળ વાચન અને તલસ્પર્શી અવલોકનોને કારણે ૧૪ વર્ષની અલ્પ વયે જ ‘લિસાનુસ્સિદ્દક‘ (સત્યની વાણી) નામનું પત્ર શરૂ કર્યું.*

*કવિતાનો શોખ હોવાથી મુશાયરા તથા કવિબેઠકોમાં ભાગ લેતા.*

*ઈ. ૧૯૦૫માં ઇજિપ્‍તમાં કેરોના અલ-અઝહાર વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા.*

*અરબી તથા ફારસી ભાષા ઉપરાંત ઇસ્લામ ધર્મ અને દર્શનશાસ્ત્રમાં પારંગત થયા.*

🎯🔰ઈ. ૧૯૦૯માં પિતાનું મૃત્યુ થતાં ઇસ્લામનું ઉજ્જવળ ભાવી બનાવવા અને દેશને આઝાદ કરવા પાછળ મંડી રહેવાનો નિર્ણય લીધો.

*⭕️💠🎯તેમણે ‘અલ હિલાલ‘ (બીજનો ચંદ્ર) નામનું સાપ્‍તાહિક કાઢી ભારતના મુસલમાનોને સ્વરાજપ્રાપ્તિ માટે તૈયાર કર્યાં.*

🎯સરકારે એ પત્ર બંધ કરાવતાં તેમણે બીજું પત્ર શરૂ કર્યું.

👉સરકારે તેનું પ્રકાશન પણ બંધ કરાવી કેટલાંયે રાજ્યોમાં આઝાદની પ્રવેશબંધી ફરમાવી.
છેવટે તે નજરકેદ થયા.

*🎯🔰તેમણે શરૂ કરેલ કાર્યવાહીથી ખુશ થઈ લાહોરની હજાર ઉપરાંતની ઉલેમાઓની સભામાં તેમને ઈમામ નીમવાનો ઠરાવ થયો.*

*🎯🔰ઇંગ્લેન્ડના પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્‍કાર કરવામાં આગેવાની લીધી. – પરિણામે એક વર્ષની જેલની સજા થઈ.*

🔰🎯સજા પૂરી કરી ‘ફેરવાદી‘ અને ‘નાફેરવાદી‘માં કૉંગ્રેસમાં પડેલાં તડાં વચ્ચે આઝાદે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો.

*🇮🇳🔰ત્યાર પછી તે કૉંગ્રેસના પ્રમુખ થયા. એમની કુનેહથી કૉંગ્રેસના ભાગલા થતા બચી ગયા.*

🎯ત્યારથી શરૂ કરી જીવનના અંત સુધી અનેક રીતે તેમણે રાષ્‍ટ્રસેવા બજાવી.

પણ મૌલાનાનું પ્રિય સ્થાન હતુ: પોતાનું પુસ્તકાલય.

👉તેઓ વાચન કે લેખનમાં મગ્ન હોય ત્યારે પુરબહારમાં ખીલતા.

*👉તેમણે ૨૦ ઉપરાંત ગ્રન્થો લખ્યા છે. આઝાદ પ્રાચ્યવિદ્યાવિદ્દ અને ભાષાશાસ્ત્રી હતા.*

👉તેમનું વક્તવ્ય પણ ઝમકદાર અને સચોટ હતું. તેમની રહેણીકરણી અતિ સાદી હતી.

*આવા શિક્ષણવિદના જન્મદિને શુ આપણે વિચારી પણ શકીયે ખરા કે , “રોટી, કપડા અને મકાન” ની સાથે દેશમાં મૂળભૂત જરૂરિયાત તરીકે “શિક્ષણ” પણ હોય ?*
〰〰〰〰〰➖➖➖➖➖
*🙏🙏🙏અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ🙏🙏🙏*

*અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ (૧૧-૧૧-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧) એક ગુજરાતી સાહિત્યકાર હતા. તેઓ વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર અને સંપાદક તરીકે જાણીતા છે.*

*🎯👉તેમનો જન્મ ૧૧ નવેમ્બર ૧૯૩૫ના રોજ પાટણમાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ વડોદરામાંથી લીધું. ૧૯૫૮માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે વિનયન વિદ્યાશાખામાંથી સ્નાતક અને ૧૯૬૦માં અનુસ્નાતકની પદવી મેળવીને ડભોઈની આર્ટસ કોલેજમાં અધ્યાપન કાર્યનો પ્રારંભ કર્યો અને બાદમાં બીલીમોરાની કોલેજમાં પ્રાધ્યાપક બન્યા. તેઓએ ૧૯૬૮થી ગુજરાત યુનિવર્સિટીનાં ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર તરીકે સેવાઓ આપી, આ ઉપરાંત તેઓ ‘ભૂમિકા’ (પછીથી ‘કિમપિ’) સામાયિકના તંત્રી પણ રહી ચૂક્યા છે. પ્રભાવક વકતા. ૧૯૮૧ની ૩૧મી જુલાઈના દિવસે લ્યુકેમિયાને કારણે અમદાવાદમાં તેમનું નિધન થયું.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

👏💐👏💐👏💐👏💐👏💐👏
*મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય કૃપલાણીને તેમની જન્મજ્યંતિએ સ્મરણાંજલિ*
👏🙏👏🙏👏🙏👏🙏👏🙏👏
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*👏💐👏આજના દિવસે આપણે આઝાદી પહેલા અને બાદ ભારતના ઈતિહાસમાં અત્યંત અગત્યનું યોગદાન આપનાર બે પ્રેરણાદાયી સપૂતોને યાદ કરીએ. મૌલાના અબુલ કલામ આઝાદ અને આચાર્ય જે.બી.કૃપલાણીને તેમની ૧૨૯મી જન્મજ્યંતિ પર શ્રધ્ધાંજલિ પાઠવીએ. એક જ વર્ષે જન્મેલા આ બંને મહાપુરુષોએ તેમનું સમગ્ર જીવન દેશની સેવા કાજે ખર્ચી કાઢ્યુ.*

*💠મૌલાના અબુલ કલામ આઝાદને પરિચયની જરૂર નથી. નિયતીએ કદાચ જીવનના શરૂઆતના વર્ષોથી જ તેઓ ક્રાંતિકારી કાર્યોને અંજામ આપે એમ નિર્ધારિત કર્યું હતુ. ૧૯૧૨ માં તેમણે અલ-હિલાલ અખબાર શરૂ કર્યું, જેમાં કોઈ ખચકાટ રાખ્યા વિના સામ્રાજ્યવાદી શાસકોનો વિરોધ કરવામાં આવ્યો. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તેમણે કોંગ્રેસમાં મહત્વના પદ સંભાળ્યા. ૧૯૪૦ ના દાયકાની મધ્યના નિર્ણાયક વર્ષો દરમ્યાન તેમણે પક્ષ પ્રમુખનો હોદ્દો સંભાળ્યો. તેમણે ભારતના સૌપ્રથમ શિક્ષણમંત્રી તરીકે સેવાઓ આપી અને તેમના કાર્યકાળ દરમ્યાન જ ખડગપુરમાં પહેલી આઈઆઈટીનું ઉદઘાટન કરવામાં આવ્યું. ભારતના ભાગલાના તેમના અડગ વિરોધને કારણે પણ તેમને યાદ કરવામાં આવે છે.*

*🔰🎯ગરીબમાં ગરીબ લોકોની સેવા માટે કાયમ કટિબધ્ધ અને કડક સિધ્ધાંતોના માણસ એવા આચાર્ય કૃપલાણીએ મહાત્મા ગાંધીની આગેવાનીમાં ચંપારણ સત્યાગ્રહમાં ઝંપલાવ્યુ, અને ત્યારબાદ તેમણે પણ કોંગ્રેસમાં મહત્વની ભુમિકા ભજવી. આઝાદી બાદ તેમણે કોંગ્રેસ છોડીને કિસાન મજદૂર પ્રજા પાર્ટીની સ્થાપના કરી, જે આગળ જતા સોશિઅલિસ્ટ પાર્ટી સાથે ભળી ગઈ અને પ્રજા સોશિઅલિસ્ટ પાર્ટીનું નિર્માણ થયું.*

*💠૧૯૬૩ માં પંડિત જવાહરલાલ નહેરુની સરકાર સામે સૌપ્રથમ અવિશ્વાસની દરખાસ્ત મૂકીને આચાર્ય કૃપલાણીએ ઈતિહાસ સર્જી દીધો. ચીન સામે ભારતની અપમાનજનક હાર થઈ હતી, જે માટે દેશના પ્રથમ વડાપ્રધાન ઉપરાંત તત્કાલિન સંરક્ષણમંત્રી શ્રી વી.કે.મેનનના ખોટા આદર્શવાદ અને તૈયારીનો અભાવ જેવા કારણો ગણાવાયા હતા. આ કારણસર તેમણે અવિશ્વાસની દરખાસ્ત મૂકી. આચાર્ય કૃપલાણી લોકસભામાં પણ ઘણા પ્રસંગોએ કૃષ્ણ મેનન સામે ટીકાત્મક રહ્યા હતા. ૧૯૬૨ માં તેમણે સામ્યવાદીઓને બાદ કરતા અન્ય તમામ વિરોધ પક્ષોના સંયુક્ત ઉમેદવાર તરીકે ઉત્તર બોમ્બેથી કૃષ્ણ મેનનને લડત આપી. તેઓ કટોકટીના પણ કટ્ટર વિરોધી રહ્યા. ગાંધીજી દ્વારા સ્થાપિત ગુજરાત વિદ્યાપીઠ સાથે પણ આચાર્ય કૃપલાણી નજદીકથી જોડાયેલા રહ્યા.*

🎯સરદાર વલ્લભભાઇ પટેલ અને મૌલાના અબુલ કલામ આઝાદના સંબંધોની જ વાત કરીએ તો બંને વચ્ચે કેટલાક મુદ્દાને લઇને મતમતાંતર હતા તે સત્ય હકીકત છે. પરંતુ તેની સાથે સાથે એ પણ સત્ય છે કે બંને રાષ્ટ્ર પરત્વે પ્રતિબદ્ધ હતા અને કેટલાક પ્રસંગોમાં મહાત્મા ગાંધીજીના માર્ગદર્શન હેઠળ બંનેએ એકસાથે કામ કર્યું હતું.

*મૌલાના આઝાદે પોતાના પુસ્તક ‘ઇન્ડિયા વીન્સ ફ્રિડમ’માં સરદાર વલ્લભભાઇ પટેલ વિશે કહ્યું છે તે અહીં ફરી કહેવા માંગુ છું.* પોતે કોંગ્રેસ અધ્યક્ષપદ માટે સ્પર્ધામાં ન ઉતર્યા તે તેમની પ્રથમ ભૂલ હોવાનું મૌલાના આઝાદે આ પુસ્તકમાં જણાવ્યું છે. જ્યારે બીજી ભૂલ વિશે તમણે લખ્યું છે કેઃ “મારી બીજી ભૂલ એ હતી કે મેં સરદાર પટેલને ટેકો ન આપ્યો. અમારી વચ્ચે કેટલાય મુદ્દે મતમતાંતર હતા પરંતુ મને વિશ્વાસ હતો કે તેઓ કેબિનેટ મિશન પ્લાનના સફળતાપૂર્વકના અમલીકરણની નોંધ જરૂર લેશે. જવાહરલાલ નહેરૂએ મી.જીન્નાહને આખી યોજનાને ઉંધી વાળવાને જે તક આપી તે સરદાર વલ્લભભાઇ પટેલે આપી જ ન હોત. હું મારી જાતને ક્યારેય માફ કરી શકીશ નહીં. જો આ ભૂલો મેં કરી જ ન હોત તો છેલ્લા દસકાનો ઈતિહાસ કઇક અલગ જ હોત.”

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*



👤👥👤👥👤👥👤👥👤👥
*👥👥મૌલાના આઝાદ👥👥👥*
👤👥👤👥👤👥👤👥👤👥
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

મૌલાના અબુલ કલામ મહિય્યુદ્દિન અહેમદ ( ૧૧ નવેમ્બર ૧૯૮૮ - ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮) એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા.

*🎯👉જેમના નામે ચાલતી ઉર્દુ યુનિવર્સિટીને યોગી યુપીમાં જમીન આપશે તે મહાનુભાવને ઓળખીએ👇*

*આઝાદીના લડવૈયા, નેતા, લેખક, કવિ તરીકે જાણીતા આઝાદ સાહેબ સાત-સાત ભાષાઓ જાણતા હતા*

💠ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ગણનાપાત્ર લડવૈયા મૌલાના અબુલ કલામ આઝાદ એક ઊંચા દરજ્જાના નેતા ઉપરાંત ઉમદા લેખક અને વિદ્વાન પણ હતા. તેમના નામે 1998થી દેશમાં ઉર્દુ યુનિવર્સિટી ચાલે છે અને હવે દેશના વિશાળ રાજ્ય ઉત્તર પ્રદેશમાં પણ એ યુનિવર્સિટીને કેમ્પસ મળે તે માટે મુખ્યમંત્રી યોગીએ હકારાત્મક વલણ દાખવ્યુ છે, ત્યારે આ મહાનુભાવ વિશે જાણવા જેવી બાબતો....

*👁‍🗨✅👁‍🗨અબુલ કલામ આઝાદનું મૂળ નામ તો અબુલ કલામ ગુલામ મુહિયુદ્દીન હતું, પણ તેઓ અબુલ કલામ આઝાદના નામે જ જાણીતા બનેલા.*

*🎯👉અબુલ કલામ આઝાદનો જન્મ મુસ્લિમ ધર્મના પવિત્ર મનાતા સ્થળ મક્કામાં ૧૧ નવેમ્બર, ૧૮૮૮ના રોજ થયો હતો.*

*🔰👉તેઓ ૧૦ વર્ષના હતા ત્યારે તેમનો પરિવાર ભારત સ્થાયી થયો હતો. તેમણે કોલકાતામાં શિક્ષણ મેળવ્યું હતું.*

*🎯👉૧૪ વર્ષની વયે જ તેમણે 'લિસાનુસ્સિદ્દક' નામનું વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. એટલું જ નહીં, ખૂબ નાની ઉંમરે જ તેઓ મુશાયરા અને કવિ સંમેલનોમાં ભાગ લેતા હતા.*

*🎯👉૧૯૦૫માં તેઓ ઇજિપ્તમાં કેરોના અલઅઝહર વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ મેળવવા ગયા હતા. ત્યાં તેઓ અરબી અને ફારસી ભાષા ઉપરાંત ઈસ્લામ અને દર્શનશાસ્ત્રમાં પણ પારંગત બન્યા. આ સિવાય તત્ત્વજ્ઞાન અને ગણિતના પણ તેઓ અભ્યાસુ હતા.*

*🎯👉અરબી, ફારસી, અંગ્રેજી, હિન્દી, ઉર્દૂ, ર્પિશયન અને બંગાળી સહિતની સાતેક ભાષાઓ પર તેમનું અદ્ભુત પ્રભુત્વ હતું. તેઓ સારા વકતા પણ હતા.*

*🎯👉તેઓ ૧૯૨૦માં કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. ગાંધીજીએ શરૂ કરેલી અસહકારની ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી હતી. ૧૯૨૩માં કોંગ્રેસના સ્પેશિયલ સેશન માટે તેમને અધ્યક્ષ તરીકે નીમવામાં આવ્યા હતા. માત્ર ૩૫ વર્ષની વયે કોંગ્રેસ પ્રમુખ બનનારા તેઓ એકમાત્ર સભ્ય હતા.*

*🎯👉આઝાદ ભારતના પ્રથમ મંત્રીમંડળમાં તેમને શિક્ષણ મંત્રાલય સોંપવામાં આવ્યું હતું. આ પદ પર તેમણે ૧૯૫૮ સુધી અંતિમ શ્વાસ સુધી ફરજ બજાવી હતી. તેમના માનમાં દર વર્ષે ૧૧ નવેમ્બરના રોજ 'નેશનલ એજ્યુકેશન ડે' ઊજવવામાં આવે છે.*

*💠🎯જીવનના આખરી દિવસોમાં તેમણે 'ઇન્ડિયા વિન્સ ફ્રીડમ' પુસ્તક લખ્યું હતું, જે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૫૮ના રોજ તેમનું નિધન થયું હતું. ભારત સરકારે તેમને ૧૯૯૨માં મરણોત્તર 'ભારત રત્ન'નું સર્વોચ્ચ સન્માન આપ્યું હતું.*

👉તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા. તેમણે સ્વતંત્રતા પહેલા કરેલી આગાહી માટે પણ તેઓ જાણીતા છે જેમાં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પાકિસ્તાનના ભાગલા પડશે અને ત્યાં લશ્કરી શાસન આવશે. તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન(મરણોત્તર) ભારત રત્ન ૧૯૯૨માં આપવામાં આવ્યું હતુ. તેમને સામાન્ય રીતે મૌલાના આઝાદ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે તેમના ઉપનામ (તખ્લ્લુસ) તરીકે આઝાદ નામ અપનાવ્યું હતું. ભારતમાં શિક્ષણનો પાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે તેમનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.

👉હિન્દુ-મુસ્લિમ ઐકય માટે પ્રયાસ કરનાર રાષ્ટ્રવાદી રાજપુરુષ મૌલાના આઝાદનો જન્મ ઇ.સ.1888 માં મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો હતો. ભારતના કલકતામાં રહી તેમણે વાંચન અને શિક્ષણ પાછળ ખૂબ મહેનત લીધી. કવિતાનો શોખ હોવાથી મુશાયરા તથા કવિ બેઠકોમાં ભાગ લેતા.ઇસ્લામ ધર્મ અને દર્શનશાસ્ત્રમાં પારંગત થયા.તેમણે અલ હિલાલ (બીજનો ચંદ્ર) નામનું સાપ્તાહિક કાઢી ભારતના મુસ્લિમોને સ્વરાજય પ્રાપ્તિ માટે તૈયાર કર્યા અને ઢગલાબંધ સાહિત્ય પણ રચ્યું. ઇંગ્લેન્ડના પ્રિન્સ ઓફ વેલ્સ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્કાર કરવામાં તેમણે આગેવાની લીધી, પરિણામે એક વર્ષની જેલની સજા થઇ. સજા પૂરી કરી કૉંગ્રેસમાં પડેલા ભાગલા વચ્ચે આઝાદે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. ત્યારપછી તો કૉંગ્રેસના પ્રમુખ પણ થયા. પરંતુ તેમનું સૌથી મોટું પ્રદાન તો ભારતમાતાની સેવા છે.વિશાળ વાચન અને તલસ્પર્શી અભ્યાસને લીધે તેમનામાં રહેલો લેખકનો આત્મા જાગી ઉઠયો હતો. પછી તો ગાંધીજીના અનન્ય સાથી બની જઇને તેમણે હિન્દુ-મુસ્લિમ ઐક્ય માટે જે તનતોડ પ્રયાસ કર્યો તેનાથી ભારતના ઇતિહાસમાં એક પાક મુસ્લિમ રાષ્ટ્રીય નેતા તરીકે તેઓ અવિસ્મરણીય કીર્તિ કમાયા.તેમની પ્રેરણાથી લાખો મુસ્લિમો ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા. તેમણે 20
ઉપરાંત ગ્રંથો લખ્યા છે.21/2/1958 ના રોજ એમનું નિધન થયું.શિક્ષણ,સેવા અને સ્વતંત્રતા પાછળ પોતાનું આયખું સમર્પિત કરનાર શ્રી મૌલાનાનું વ્યક્તિત્વ કદી વિસરી શકાય તેમ નથી. 

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
Yuvirajsinh Jadeja


મૌલાના અબુલ કલામ આઝાદનો જન્મ ઈ. ૧૮૮૮માં મક્કા જેવા પવિત્ર સ્થાનમાં થયો. તે વખતનું તેમનું મૂળ નામ અહમદ અબુલ કલામ કુનિયત હતું.વખતનું તેમનું મૂળ નામ અહમદ અબુલ કલામ કુનિયત હતું. આઝાદ તો તેમણે પાછળથી ધારણ કરેલું તખલ્લુસ હતું.
૧૦ વર્ષની ઉંમરે તેઓ કુટુંબ સાથે ભારત આવ્યા. અરબી તથા ઉર્દૂનું જ્ઞાન પહેલેથી જ હતું.૧૪ વર્ષની અલ્પ વયે જ ‘લિસાનુસ્સિદ્દક‘ (સત્યની વાણી) નામનું પત્ર શરૂ કર્યું.ઈ. ૧૯૦૫માં ઇજિપ્‍તમાં કેરોના અલ-અઝહાર વિશ્વવિદ્યાલયમાં ઉચ્ચ અભ્યાસ માટે ગયા.પોતાનું પુસ્તકાલય. તેઓ વાચન કે લેખનમાં નિમગ્ન હોય ત્યારે પુરબહારમાં ખીલતા. તેમણે ૨૦ ઉપરાંત ગ્રન્થો લખ્યા છે. આઝાદ પ્રાચ્યવિદ્યાવિદ્દ અને ભાષાશાસ્ત્રી હતા.ઈ. ૧૯૦૯માં પિતાનું મૃત્યુ થતાં ઇસ્લામનું ઉજ્જવળ ભાવી બનાવવા અને દેશને આઝાદ કરવા પાછળ મંડી રહેવાનો નિર્ણય લીધો.તેમણે ‘અલ હિલાલ‘ (બીજનો ચંદ્ર) નામનું સાપ્‍તાહિક કાઢી ભારતના મુસલમાનોને સ્વરાજપ્રાપ્તિ માટે તૈયાર કર્યાં.

ઇંગ્લેન્ડના પ્રિન્સ ઑફ વેલ્સ ભારત આવ્યા ત્યારે તેમનો બહિષ્‍કાર કરવામાં આગેવાની લીધી. પરિણામે એક વર્ષની જેલની સજા થઈ. સજા પૂરી કરી ‘ફેરવાદી‘ અને ‘નાફેરવાદી‘માં કૉંગ્રેસમાં પડેલાં તડાં વચ્ચે આઝાદે સમાધાન કરાવવા પ્રયત્ન કર્યો. ત્યાર પછી તે કૉંગ્રેસના પ્રમુખ થયા. એમની કુનેહથી કૉંગ્રેસના ભાગલા થતા બચી ગયા.

No comments:

Post a Comment