Tuesday, November 26, 2019

ડો. વર્ગીસ કુરિયન --- Dr. Verghese Kurien

🍼😇🍼😇🍼😇🍼😇🍼😇🍼
🍼🍼🍼🍼ડો. વર્ગીસ કુરિયન🍼🍼
💠🔘💠🔘💠🔘💠🔘💠🔘💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

*આત્મકથા🔰*
*આઈ ટુ હેડ અ ડ્રીમ - વર્ગિસ કુરિયન*

*શ્વેતક્રાંતિના જનક*

👏જન્મ= 26 નવેમ્બર 1921
( 'રાષ્ટ્રીય દૂધ દિવસ')
કાલિકટ, (મદ્રાસ પ્રેસિડેન્સી)
(હવે કોઝિકોડ, કેરળ)

💐મૃત્યુ =9 સપ્ટેમ્બર 2012 (90 વયે)
નડીઆદ, ગુજરાત, ભારત

*💠એવોર્ડ💠*
🏆વર્લ્ડ ફૂડ પ્રાઇઝ (૧૯૮૯)
🏆ઓર્ડર ઓફ એગ્રીકલ્ચર મેરિટ (૧૯૯૭)
🏅પદ્મવિભૂષણ (૧૯૯૯)
🎖પદ્મભૂષણ (૧૯૬૬)
🏅પદ્મશ્રી (૧૯૬૫)
🏆રેમોન મેગ્સેસે એવોર્ડ (૧૯૬૩)

*🎯ઓપરેશન ફ્લડ માટે જાણીતા છે*

*🎯વ્યવસાય== સહ-સ્થાપક, અમૂલ
સ્થાપક, નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ (NDDB) અને ઇન્સ્ટિટ્યુટ ઓફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)*

🔘💠વર્ગીસ કુરિયનનું મોટાભાગનું જીવન ગુજરાતમાં પસાર થયું હોવા છતાં તેઓ ગુજરાતી સમજી શકતા હતા પણ બોલતા નહોતા તેમજ *તેઓ દૂધ પીતા નહોતા.*

🎯તેમનો ઉછેર ખ્રિસ્તી ધર્મના વાતાવરણમાં થયો હતો પરંતુ તેઓ પછીથી નાસ્તિક બન્યા હતા.

🔘વૈશ્વિક સ્તરે 2001થી પહેલી જૂનને વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને આ દિવસ જાહેર કર્યો હતો.

National નાં વાર્ષિક કેલેન્ડરમાં 26 નવેમ્બરને એક સ્પેશ્યલ ડે તરીકે ઉજવવાની શરૂઆત થઇ છે. દુનિયાનાં સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશ ભારતનાં ડેરી સેક્ટરનાં ઇતિહાસમાં પહેલી વાર બધી અગ્રણી ડેરીઓએ 26 નવેમ્બરને ભારતની શ્વેતક્રાંતિના જનક ડોક્ટર વર્ગીસ કુરિયનની યાદમાં નેશનલ મિલ્ક ડે’ તરીકે ઉજવવા એકમત સાધ્યો છે.

💠🔷💠નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી), ઇન્ડિયન ડેરી એસોસિએશન તેમજ અમુલ બ્રાન્ડનું માર્કેટિંગ કરતા ગુજરાત કો ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (જીસીએમએમએફ) સહિત રાજ્ય સ્તરનાં 22 મિલ્ડ ફેડરેશન કુરિયનનાં 94મા જન્મ દિવસે નેશનલ મિલ્ક ડે’ ની ઉજવણી કરી હતી.. વૈશ્વિક સ્તરે 2001થી પહેલી જૂનને વર્લ્ડ મિલ્ક ડે તરીકે ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશને આ દિવસ જાહેર કર્યો હતો.

*શ્વેતક્રાંતિના જનક વર્ગીસ કુરિયનનું નામ દેશનાં ડેરી સેક્ટરમાં અને અમુલ બ્રાન્ડનાં સર્જનમાં હંમેશા અમર રહેશે. કેમ કે અમૂલ બટર અને તેના દૂધ, ચીઝ, આઇસક્રીમ જેવાં ઉત્પાદનોની ઉત્કૃષ્ટ ક્વાલિટી અને તેના અસરકારક જાહેરખબરના કેમ્પેઇનનો જાદૂ ઓસર્યો નથી.*

*ગુજરાતમાં જન્મેલા મહાત્મા ગાંધીએ રપ૦૦ વર્ષથી ગુલામીમાં સબડતા દેશવાસીઓમાં આઝાદીની જયોત જગાવી અને અંગ્રેજોને દેશ છોડવો પડ્યો. આ જ ગુજરાતની દેણ અમૂલ છે.*

*અમૂલ પહેલી મલ્ટિ બિલિયન કો-ઓપરેટિવ બ્રાન્ડ છે. અમૂલને કારણે દેશને સૌથી મોટા દૂધ ઉત્પાદકનું ગૌરવ પ્રાપ્ત થયું છે.*
સહકારી આંદોલનનો પ્રામાણિકતાપૂર્વક અમલ કરવામાં આવે તો ગામડાંના કરોડો લોકોનું જીવનધોરણ સુધારી શકાય છે એવું અમૂલે પૂરવાર કરી બતાવ્યું છે. કુરિયન અમૂલના પાલક પિતા, પણ તેના સર્જક છે .

*સર્જક શ્વેત ક્રાંતિના પ્રણેતા મિલ્કમેનના નામે જાણીતા થયેલા ડૉ. વર્ગીસ કુરિયન છે. હકીકતે ડૉ. કુરિયન અમૂલના પાલક પિતા કહેવાય. ખરેખર તો અમૂલના સર્જક ગુજરાતના ભૂમિપુત્ર અને સહકારી નેતા ત્રિભોવનદાસ પટેલ છે.*

૧૯૪૮-૪૯નો આ પ્રસંગ છે. પટેલભાઇ ખેડા ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ મિલ્ક પ્રોડ્યુસર્સ (કેડીસીએમયુએલ)ના ચેરમેન હતા. આ સહકારી સંસ્થા એ વખતે મલ્ટિનેશનલ પોલ્સન બટર સામે બાથ ભીડી રહી હતી.

💠🎯તેમના માર્ગદર્શન અનુસાર કેડીસીએમયુએલે પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપ્યો. આ પ્લાન્ટ થકી બટરનું ઉત્પાદન કર્યું. તેનું નામ અમૂલ રખાયું. સંસ્કૃતના શબ્દ ‘અમૂલ્ય’ પરથી અપભ્રંશ થયેલો શબ્દ ‘અમૂલ’ છે. અમૂલને બ્રાન્ડ બનાવવા પાછળ ડૉ. વર્ગીસ અને પટેલભાઇએ અથાગ મહેનત કરી. તેના પરિણામે ૧૯૯૬માં અમૂલ બટરનું વેચાણ ૧૦૦૦ ટન હતું, તે ૧૯૯૭માં રપ હજાર ટન થઇ ગયું.
🧀🧀દૂધ-માખણ ઉપરાંત અમૂલ બ્રાન્ડના બેનર હેઠળ સમયાંતરે ચીઝ, મીઠાઇ, ઘી, આઇસક્રીમ, પિઝા, પરોઠાં, ફ્લેવર્ડ મિલ્ક, એનર્જી ડ્રિંકસ, છાશ અને લસ્સી જેવા ૪૦ ડેરી ઉત્પાદનો માર્કેટમાં લોન્ચ થયા. હાલમાં અમૂલનું વેચાણ ૬૭.૧૧ બિલિયન રૂપ િયા (ર૦૦૮-૦૯) થઇ ગયું છે. આ બધા કરતાં વધારે મહત્વની બાબત એ છે કે અમૂલે ૧૩ હજાર કરતાં વધારે ગામડાંના લાખો કુટુંબોનું જીવન ધોરણ સુધાર્યું છે.

🍼🍼💢દૂધએ મનુષ્યનો પહેલો ખોરાક છે. વળી તે આ દુનિયાનો સૌથી પોષણયુક્ત ખોરાક પણ છે. ત્યારે કુપોષણના દાવાનળથી બચવા માટે દૂધએ સૌથી ઉત્તમ ઉપાય છે. ત્યારે લોકોને દૂધના ગુણો વિષે માહિતી મળે અને લોકો વધુમાં વધુ દૂધનું સેવન કરતા થાય તે અંગે જાગૃત્તિ લાવવા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા પહેલી જૂને વર્લ્ડ મિલ્ક ડે દિવસ ઉજવવામાં આવે છે. ગુજરાતનું નામ આવે ત્યારે લોકોના દિમાગમાં પહેલા અમૂલ અને અમૂલ થકી થયેલ શ્વેતક્રાંતિની યાદ આવે છે. 

💠💠ગુજરાતમાં આજે પણ મોટાભાગનો વર્ગ દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલો છે. રાજ્યની દૂધસાગર અને બનાસ જેવી ડેરીઓ એશિયામાં સૌથી વધુ દૂધઉત્પાદનમાં પ્રથમ અને દ્વિતીય ક્રમ ધરાવે છે.
🚩🚩ડૉ. કુરિયન વિશ્વના સૌથી મોટા ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામના આર્કિટેક્ટ તરીકેનો યશ આપવામાં આવે છે. ડોક્ટર કુરિયને આપેલા સહકારી ડેરી વિકાસના આણંદ મોડલને લીધે ભારતમાં શ્વેતક્રાંતિ સર્જાઈ હતી.

🚩🚩ભારત સરકારના ડેપ્યુટેશન પર ડોક્ટર કુરિયન 13 મે 1949ના રોજ આણંદ સ્થિત દૂધની સહકારી સંશોધન સંસ્થામાં આવ્યા, અને તેને સફળ બનાવવા માટે ભગીરથ પ્રયાસ કર્યા.

*વર્ષ 1965માં અમૂલ પેટર્ન અત્યંત સફળ તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ એટલેકે NDDBની સ્થાપના કરી, જેના ચેરમેન પદે ડોક્ટર કુરિયનને સ્થાન અપાયું.*


*🐾🐾🐾ત્યારબાદ વર્ષ 1973માં કુરિયને તેની ડેરી પ્રોડક્ટના વેચાણ માટે GCMMFને તૈયાર કર્યું. આજે AMUL તેની બ્રાન્ડ ફક્ત ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ વેચી રહ્યું છે. જો કે સંચાલક મંડળ સાથે થયેલા અણબનાવ બાદ વર્ષ 2006માં કુરિયને GCMMFનું ચેરમેનપદ છોડી દીધું. ફેડરેશને અવિશ્વાસ વ્યક્ત કરતા રાજીનામું આપ્યું. 34 વર્ષ સુધી સેવા આપી*

*✏️✏️✏️કુરિયન ભારતમાં દૂધ સહકારી આંદોલનના જનક ડો.વર્ગિસ કુરિયન આણંદના ઈન્સ્ટિટયૂટ ઓફ રુરલ મેનેજમેન્ટ એટલેકે ઈરમાના અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.*

🔘જાણીએ તેમના ♦️વિચાર વિશે:- "મેં ઘણી વખત દાવો કર્યો છે કે, મારા જીવનમાં મને એક જ સારો વિચાર આવ્યો. સાચો વિકાસ એ જ છે જ્યારે પુરુષો અને સ્ત્રીઓનો વિકાસ થાય. આ વિચારે મને એવો જકડયો કે હું આ નાના, ઊંઘરેટા ગામ આણંદમાં ખેડૂતોના સેવક તરીકે પચાસથી પણ વધુ વર્ષ માટે રહ્યો છું, જેને બીજા 'વધુ સારી જિંદગી' કહેતા તેને માટે હું કદી અહીંનું જીવન છોડી ન શક્યો. સહેજ પણ શંકા વિના હું કહી શકું છું કે અહીં ગાળેલા વર્ષો મારી જિંદગીના ખૂબ જ લાભકર્તા વર્ષો નીવડયાં છે. આ વિચાર પર હું વર્ષોથી સતત બોલ્યો છું અને આશા રાખી રહ્યો છું કે મારી આ ધગશને યુવાન પુરુષો અને સ્ત્રીઓ પોતાની બનાવીને આગળ કામ કરશે. હું એ બાબતે સદ્ભાગી છું કે આ પડકારને ઝીલનારાં પણ ઘણાં આવી મળ્યાં છે.

*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏*


💠💠💠💠💠💠💠💠💠
♻️♻️ *ડો. વર્ગીસ કુરિયન*
🔘🔘🔘🔘🔘🔘🔘🔘🔘
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏(ભાગ 2)
*ડૉ .વર્ગીસ કુરિયનના જીવનકાર્ય પરથી આ અગાઉ ‘મંથન’ નામની ફિલ્મ બની ચૂકી છે, જેમાં કુરિયનનું કેરેક્ટર ગિરિશ કર્નાડે કર્યું હતું. એ ‘મંથન’ ફિલ્મ ખુદ વર્ગીસ કુરિયને લખી હતી. હવે ફરીથી ડૉ.વર્ગીસ કુરિયનની લાઇફ પરથી ફિલ્મ બનવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેના માટે એકતા કપૂરનું નામ સૌથી આગળ છે. એકતા પોતાની ફિલ્મમાં વર્ગીસ કુરિયનના કેરેક્ટર માટે આમિર ખાનને લેવા માગે છે. એકતા ઉપરાંત કુરિયનની લાઇફ પર જો બીજા કોઈને ફિલ્મ બનાવવાની ઇચ્છા હોય તો એ પરેશ રાવલ છે. પરેશ રાવલની ઇચ્છા એવી પણ છે કે એ પોતે ‘ધ મિલ્કમેન’ વર્ગીસ કુરિયનનું કેરેક્ટર કરે.*
💠🎯🙏સહજાનંદ સ્વામી, કાકાસાહેબ કાલેલકર, સયાજીરાવ ગાયકવાડ, ફાધર વાલેસ વગેરે ગુજરાત બહાર જન્મ્યા છતાં પ્રવૃત્તિઓથી સવાયા ગુજરાતી બની રહ્યા. તેમણે ગુજરાતને ગરવું, નરવું અને સરવું બનાવ્યું. 
*🎯👉ડો. વર્ગીસ કુરિયને લગભગ છ દશકા ગુજરાતમાં વસીને શ્વેતક્રાંતિના ક્ષેત્રે ગુજરાતને ભારતમાં શિખરે મૂક્યું. વિશ્વમાં અમૂલ મારફતે આણંદને જાણીતું કર્યું. દૂધ દ્વારા ભારતમાં શ્વેતક્રાંતિ લાવીને કરોડો ખેડૂતો અને ભૂમિહીન શ્રમજીવીઓના જીવનમાં સુરખી લાવ્યા.*

*🔘✅ ગાંધીજી રેંટિયા મારફતે ભૂખ્યાને અડધો રોટલો મળે તો ય સંતોષ માનતા. કુરિયને કરોડો ભૂખ્યાને આખો રોટલો અપાવ્યો. સમગ્ર દેશમાં દૂધ માટેની ‘અમૂલ પેટર્ન’ ઊભી કરી.*

*💠🎯ભેંસના દૂધમાંથી વિશ્વમાં સૌ પ્રથમવાર બેબી ફૂડ, દૂધનો પાવડર અને ચીઝ બનાવવામાં સફળતા મેળવી. આમ કરીને નેધરલેન્ડ, ન્યૂ ઝીલેન્ડ, ડેન્માર્ક જેવા દૂધ ઉત્પાદક રાષ્ટ્રોની દૂધની બનાવટોની ઈજારાશાહી તોડી*

*🔘✅👉ડો. કુરિયને ચરોતરની ધરતીમાં ધરબાઈને સમગ્ર રાષ્ટ્રના આર્થિક ઉત્થાનમાં ભાગ ભજવ્યો*

*🗣🗣ગાંધીજી કહેતા કે આર્થિક સ્વાવલંબન વિનાની આઝાદી અધૂરી છે. આર્થિક આઝાદીની ભારતની લડનમાં ડો. કુરિયન એ રીતે એક યોદ્ધા હતા.*
*એકલા ગુજરાતમાં આજે ૧૨,૦૦૦ જેટલી દૂધ સહકારી મંડળીઓ, ૧૨ જેટલા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ છે. ડો. કુરિયન ૧૯૨૧માં કેરળના કાલિકટમાં જન્મ્યા.* 
*🔷🔘અમેરિકામાં ઉચ્ચ અભ્યાસ અને આવડત જોતાં ખૂબ મોટા ઉદ્યોગપતિ બની શક્યા હોત પણ ખેડૂતોનું હિત હૈયે વસેલું તેથી દેશમાં રહ્યા. ખેતપેદાશની પ્રક્રિયા કે દૂધની પ્રવૃત્તિ ખાનગી હાથોમાં પડે કે સરકારીકરણ દ્વારા ચાલે તો ખેડૂતોનાં હિતો જોખમાય માનીને તેઓ આજીવન સ્થાપિત હિતો કે સરકારીકરણ સામે ઝૂઝ્યા.*

*🔷🔘💠ડો. વર્ગીસ કુરિયન પાસે ૧૪ જેટલી માનદ્ ડોક્ટરેટની પદવી છે. જેમાંની અડધોઅડધ કેનેડા, ઈંગ્લેન્ડ, યુએસએ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોની યુનિવર્સિટીઓએ આપેલી. ૧૫ જેટલી સંસ્થાઓમાં તેઓ ચેરમેન હતા અને એટલી બીજી સંસ્થાઓમાં વાઈસ ચેરમેન હતા સંખ્યાબંધ સ્થળે ડિરેક્ટર હતા*

*🏆🏆🏆🏆પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ અને કૃષિરત્ન જેવાં મોટાં સન્માન એમને પ્રાપ્ત થયા હતાં. રેમેન મેગ્સેસે એવોર્ડ, નેધરલેન્ડનો વોટલેર પીસ પ્રાઈઝ એવોર્ડ, વર્લ્ડ ફૂડ પ્રાઈઝ એવોર્ડ, જાપાનનો ૨૦૦૦નો પ્રાદેશિક એશિયન પ્રોડક્ટિવિટી એવોર્ડ અને બીજા એટલા બધા એવોર્ડ કે યાદી કરતાં પાનાં ભરાઈ જાય. આ બધું ડો. કુરિયનને પ્રાપ્ત થયું છે.*

*🐾🐾♻️૧૯૪૯માં ડો. કુરિયન અમૂલમાં જોડાયા ત્યારે રોજનું ૮૦૦ લીટર દૂધ થતું. એ છૂટા થયા - ૧૯૭૪માં - ત્યારે રોજ સાડા ચાર લાખ લીટર દૂધ થતું. દૂધ વધારવા તેમણે અમૂલ દાણની ફેક્ટરી નાંખી. અમૂલમાં તેમને ૬૦૦૦ પગાર મળતો. મિલ્ક માર્કેટિંગ ફેડરેશન એમણે સ્થાપ્યું. સમગ્ર ગુજરાતના ડેરી ઉદ્યોગને લાભ થાય તે માટે. આ નવી સંસ્થાને ના પોષાય માની માત્ર માસિક પાંચ હજાર રૂપિયા પગાર લેતા. ડો. કુરિયન અર્ધલોભી કે સ્વાર્થી ન હતા. ૬૦ વર્ષની વયે નિવૃત્ત થયા ત્યાં સુધી પગાર, પણ પછીનાં વર્ષ વિના પગારે અમૂલમાં કામ કર્યું.*

*💠👉૧૯૬૯માં ત્યારના વડા પ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના સૂચનથી તેમણે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી) સ્થાપવા સરકારને સાથ આપ્યો. આવા રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડનું કાર્યાલય દિલ્હીમાં રાખવાનું હોય. ડો. કુરિયને પોતે આણંદમાં એ રખાય તો જ જવાબદારી લેવા જણાવ્યું. એમને ત્યારે અમૂલ છોડવું ન હતું. સરકારે તેથી આવા રાષ્ટ્રીય કોર્પોરેશનનું કાર્યાલય આણંદમાં રાખ્યું.*

*➖👏👏🙏🙏 આમાં ૩૩ વર્ષ એના મેનેજિંગ ડિરેક્ટર તરીકે વિના પગારે કામ કર્યું. એનડીડીબીનો વિકાસ કર્યો અને કરોડો રૂપિયાનો નફો કરતી સંસ્થા બનાવી. જેના ઉપક્રમે ભારતમાં ઠેર ઠેર સહકારી ધોરણે દૂધ ઉત્પાદક સંઘ સ્થપાયા.*

*ડો. કુરિયને ભારતમાં મોટા શહેરોની પ્રજાને ચોખ્ખું દૂધ મળે અને ઉત્પાદકોને પોષણક્ષમ ભાવ મળે તે માટે માટે મધર ડેરી સ્થાપી.*
*અમદાવાદ, બેંગ્લૂરુ, ચેન્નઈ, મુંબઈ, દિલ્હી, કોલકાતામાં આવી ડેરીઓને કરીને જે તે રાજ્યના દૂધ ઉત્પાદકોના સંઘોને સોંપી. દિલ્હી ત્યારે કોઈ રાજ્ય ન હતું. મધર ડેરી સ્થાપવા એનડીડીબીએ રોકાણ કર્યું. મધર ડેરીને નફો થતાં એ રકમ તેણે એનડીડીબીને પરત આપી. એનડીડીબીનું કોઈ મૂડીરોકાણ ન રહ્યું. એના શેર પણ નહીં, છતાં વહીવટ એની પાસે રહ્યો. મધર ડેરી એનડીડીબીની રજિસ્ટર્ડ કંપની બની.*

*તેણે પોતાના બ્રાન્ડ નેમથી ઉત્પાદનો બજારમાં વેચવા માંડ્યા. ડો. કુરિયને આ સામે વિરોધ કર્યો. કહે, ‘ખેડૂતોના ઉત્પાદનમાંથી મધર ડેરીને થયેલા નફામાં તેણે એનડીડીબીનું દેવું આપ્યું. મધર ડેરીમાં એનડીડીબીનું કોઈ રોકાણ નથી. આથી મધર ડેરીની માલિકી પણ ખેડૂતોની સહકારી સંસ્થાની જ હોવી જોઈએ.’ અંતે ગુજરાત મિલ્ક માર્કેટિંગ ફેડરેશન જેના મેનેજિંગ ડિરેક્ટર ડો. કુરિયન હતા ત્યાંથી પણ તે વિદાય થયા*

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

દૂધ માટેની કેવી દ્વિધા?

આ એ સમયની વાત છે કે જે સમયે દૂધની ડેરી, સહકારી ડેરીનો કોઈ કોન્સેપ્ટ હતો નહીં. માલધારી અને ખેડૂતો પોતાનું દૂધ પોતાની રીતે વેચી લેતા અને કાં તો મુંબઈની એક એવી ડેરીને માલ વેચી દેતા કે જે એક રૃપિયામાં માલની ખરીદી કરતી અને એમાંથી પાંચ રૃપિયા બનાવતી. ડૉ.વર્ગીસ કુરિયનને માલ આપવા કોઈ તૈયાર ન થાય. જો કોઈ ભૂલેચૂકે પણ તૈયાર થાય તો બીજા

જઈને સમજાવી આવે કે પેલી ડેરીવાળા નારાજ થશે, એવું કરવાનું રહેવા દે. રીતસર વર્ગીસ કુરિયરને ઘરે ઘરે જઈને દૂધ આપવા માટે ભીખ માગી છે. દૂધ એને આપવાનું હતું, જેને દૂધ સાથે કોઈ નિસબત નહોતી. દૂધ એવી વ્યક્તિ વેચવાનું હતું જેને દૂધનું શું કરવું એની ગતાગમ નહોતી. વર્ગીસ કુરિયને કહ્યું હતું, “મારા માટે મારાં મશીન ચલાવવાનું કામ મહત્ત્વનું હતું. એ મશીન જેમાં દૂધ પેસ્ચ્યુરાઇઝ (જંતુમુક્ત કરવાની એક ટેક્નોલોજી) થવાનું હતું, પણ એ કરવા જતાં મારે કોઈ જાતની એવી અસુરક્ષિત ભાવના પણ નહોતી ફેલાવવી જેનાથી કોઈનું અહિત થઈ જાય.”

જો તમારી ભાવના સારી હોય તો તમને કોઈ થંભાવી શકે પણ અટકાવી ન શકે. આ વાત જેટલી સાચી છે એટલું જ એ પણ સાચું છે કે તમે જ્યારે કોઈના હિતને ધ્યાનમાં રાખીને આગળ વધતા હો ત્યારે તમારા કામને આગળ ધપાવવાનું કામ કરવા માટે કોઈને કોઈનો સાથ મળી જતો હોય છે. કેટલાક સ્થાનિક લોકોની મદદથી વર્ગીસ કુરિયનનો હેતુ લોકો સુધી પહોંચ્યો પણ માર્કેટિંગનો પ્રશ્ન હજુ અકબંધ હતો એટલે કુરિયને માલ ડેરી સુધી લાવવા માટે સહકારી ક્ષેત્રની નીતિ અપનાવી અને ખેડા ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ મિલ્ક પ્રોડયુસર્સ યુનિયન લિમિટેડ નામની એક એવી સહકારી સંસ્થા બનાવી જે દૂધ વેચવાનું કામ કરવાની હતી. માલ વેચાશે એવો વિશ્વાસ આવ્યો એટલે પહેલાં પાંચ લિટર અને પછી પચાસ લિટર અને પછી પાંચ ગામનું દૂધ આવવા લાગ્યું. શરૃઆતમાં દૂધ ક્યાં વેચીશું એવો પ્રશ્ન હતો, જે એ પછી એ સ્તરે પહોંચ્યો કે આટલું દૂધ ક્યાં વેચીશું અને આ પ્રશ્નમાંથી જ અમૂલની બીજી પ્રોડક્ટ બનવી શરૃ થઈ. બહુ જૂજ લોકોને ખબર છે કે આજે અમૂલનું જે ખારાશવાળું બટર ખાઈએ છીએ એના જનક પણ ર્વિગસ કુરિયન છે. એ બટર શોધાયું એ પહેલાં આપણા દેશમાં સફેદ માખણ ખાવાની જ પ્રથા હતી, પણ અમેરિકામાં એક વાર ચાખેલા પેલા ખારાશવાળા પીળા રંગના બટરમાં વધુ થોડા સારા ફેરફાર કરીને વર્ગીસ કુરિયને એ બનાવ્યું. બટરની સાથે અમૂલ ગુજરાતની બોર્ડર છોડીને દેશભરમાં ફેલાવવાનું શરૃ થયું અને પછી વર્ગીસ કુરિયન એક એન્જિનિયરમાંથી ‘ધ મિલ્કમેન’ બની ગયા. વર્ગીસ કુરિયનને તેમણે કરેલાં કામોના કારણે ‘ધ મિલ્કમેન’ કહેવામાં આવતા. એક વખત વર્ગીસ કુરિયને સ્ટેજ પરથી જ મજાક કરતાં કહ્યું હતું, “અંગ્રેજીમાં સાંભળવું સારું લાગે, બાકી ગુજરાતીમાં તો હું એક દૂધવાળો જ કહેવાઉં…”

એક એવો દૂધવાળો જેણે એક બ્રાન્ડની માર્કેટવેલ્યૂ એક હજાર કરોડ સુધી પહોંચાડી દીધી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)


💠💠💠💠💠💠💠💠💠
🎯અલગ અલગ ક્રાંતિઓ🎯
💠💠💠💠💠💠💠💠💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌈 હરિયાળી ક્રાંતિ--> *ઘઉં & ચોખા.*

🌈પીળી ક્રાંતિ--> *તેલીબિયાં ઉત્પાદન*

🌈શ્વેત ક્રાંતિ--> *દૂધ ઉત્પાદન*

🌈નીલી ક્રાંતિ--> *મત્સ્ય ઉત્પાદન*

🌈ભૂરી ક્રાંતિ--> *ખાતર ઉત્પાદન*

🌈ગુલાબી ક્રાંતિ--> *ઝિંગા ઉત્પાદન*

🌈સોનેરી ક્રાંતિ--> *ફળ ઉત્પાદન*

🌈ગોળ ક્રાંતિ--> *બટાકા ઉત્પાદન*

🌈સિલ્વર ક્રાંતિ--> *ઈંડા ઉત્પાદન*

🌈લાલ ક્રાંતિ--> *માંસ & ટામેટા ઉત્પાદન*

🌈બ્લેક ક્રાંતિ--> *વૈકલ્પિક ઉજાઁ ઉત્પાદન*

🌈મેઘધનુષ ક્રાંતિ--> *સવાઁગિક વિકાસ*

🌈કૃષ્ણ ક્રાંતિ--> *પેટ્રોલ ઉત્પાદન*

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment