Wednesday, November 13, 2019

લક્ષ્મીનારાયણ વ્યાસ --- Laxminarayan Vyas

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 13 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
💠💠💠💠💠💠🔘🔘🔘💠
*🔰🎯લક્ષ્મીનારાયણ વ્યાસ🔰*
💠💠🔰🔰🔰💠🔰🔰🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*લક્ષ્મીનારાયણ રણછોડલાલ વ્યાસ એ એક ગુજરાતી સાહિત્યકાર હતા, જેઓ ઊર્મિસભર કાવ્યોના સર્જક તરીકે જાણીતા હતા. તેમનું ઉપનામ 'સ્વપ્નસ્થ' હતું. એમનો જન્મ તેરમી નવેમ્બર, ૧૯૧૩ના રોજ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર પ્રદેશના સૌથી મોટા શહેર રાજકોટ ખાતે બ્રાહ્મણ પરિવારમાં થયો હતો.*

*🔰🎯અભ્યાસ તથા કારકીર્દી*

*🎯🔰તેમણે મેટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ મુંબઈ શહેરમાં ઝંડુ ફાર્માસ્યુટિકલ વર્કસમાં નોકરીની શરુઆત કરી હતી. તેમણે સાહિત્યમાં રસ દાખવી ૧૮ વર્ષની વયે કાવ્યસર્જનની શરુઆત કરી હતી. સાહિત્યકાર તરીકે નામ થયા પછી તેમણે આસોપાલવ, હિન્દુસ્તાન તથા નૂતન ગુજરાત જેવાં સામાયિકોમાં લેખન તેમજ સંપાદન ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપ્યું હતું.*

*💐💐આ સાહિત્યકારે ઈ. સ. ૧૯૭૦માં આ દુનિયામાંથી વિદાય લીધી હતી.*

🔰🔰🔰🔰સાહિત્ય સર્જન 

*અચલા, વિનાશના અંશો અને માયા એ 'સ્વપ્નસ્થ'ની દીર્ઘ કાવ્યરચનાઓ છે. દિનરાત, રાવણ હથ્થો, ધૂણીનાં પાન વગેરે એમના વાર્તાસંગ્રહો છે. આ ઉપરાંત અનુવાદ ક્ષેત્રે પણ યુગપુરુષ, પૂનમનાં પોયણાં, પલટાતો જમાનો વગેરે એમનું યોગદાન છે.*

No comments:

Post a Comment