Saturday, November 16, 2019

રાષ્ટ્રીય પ્રેસ દિવસ --- National Press Day

📮📯🗓🗒📉📈📊📑📄📃📜
*📇📇📇રાષ્ટ્રીય પ્રેસ દિવસ🗞🗞*
✉️📩📨📧💌📥📮📭📬📫📪
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (P.C.I) દ્વારા ૧૬મી નવેમ્બરને રાષ્ટ્રીય પ્રેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે..*

*🎯👉પી.સી.આઇ.એક વૈદ્યાનિક સ્વાયત સંસ્થા છે. જેની સ્થાપના પ્રેસની સ્વતંત્રતા તેમજ તેના ઉચ્ચત્તમ ધારા-ધોરણો જાળવી રાખવા માટે સંસદીય અધિનિયમ મારફત કરવામાં આવી છે. આ વર્ષે પી.સી.આઇ. તેની સ્થાપનાના ૫૧ વર્ષ પૂર્ણ કરે છે.*

💠👉મિત્રો સમાજમાં પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયાના માધ્યમોની ભૂમિકા અમૂલ્ય છે. વહીવટીતંત્ર અને પ્રજા વચ્ચેની કડી તરીકે સમૂહ માધ્યમો કાર્ય કરે છે. માધ્યમો દૃષ્ટાંતોને ચરિતાર્થ કરી લોકો સુધી પહોંચાડે છે. સરકારી યોજના, કાયક્રમો, તેનું અમલીકરણ તથા તે સંબંધિત માહિતી લોકો સુધી પહોંચાડવાનું કાર્ય સમૂહ માધ્યમો કરે છે. ક્યાં શું ખૂટ છે, ક્યાં શું કરવું જોઈએ તે તમામ બાબતો દર્શાવવાની ભૂમિકા પણ તેઓ ખૂબ જ સારી રીતે અદા કરે છે.

*👁‍🗨♻️દર વર્ષે ૧૬ નવેમ્બરના 'રાષ્ટ્રીય પ્રેસ દિવસ'ની ઉજવણી કરવામાં આવે છે. ૪ જુલાઈ ૧૯૬૬માં ભારમાં પ્રેસ પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. આ પ્રેસ પરિષદ ૧૬ નવેમ્બર ૧૯૬૬થી પોતાના વિધિવત કાર્યની શરૃઆત કરેલ હતી. જેની યાદગીરીરૃપે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૯૭માં પ્રેસ ડેની ઉજવણીમાં ફેરફાર કરી કોઈપણ એક વિષય પર ધ્યાન કેન્દ્રિત કરી તે દિશામાં પત્રકારોએ લોક જાગૃતિ માટે કાર્ય કરવાનું પ્રેસ અકાદમીએ ભલામણ કરેલ હોય છે.*
જે મુજબ આ વર્ષ અસરગ્રસ્ત વિષય પસંદ કરેલ હોય તો તે દિશામાં દરેક પત્રકારોએ પોતે કામ કરી અને યોગ્ય યોગદાન આપવું જોઈએ. કુદરતી આફત કે માનવ સર્જીત વિષય ઉપર જ્યારે આપણે પ્રેસ પ્રસિદ્ધિ કરતા હોય ત્યારે લોકોમાં ખોટી અફવા ન ફેલાય તે માટેની ચોક્કસાઈ રાખવી જોઈએ. આ તકે તેઓએ તેમની અવિરત યાત્રામાં સર્જાયેલા સંજોગોને યાદ કરી પોતાના અનુભવો વર્ણવ્યા હતાં.

*🎯👉💠રાષ્ટ્રીય પ્રેસ દિવસ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રિય સૂચના તેમજ પ્રસારણ મંત્રી સ્મૃતિ ઈરાનીએ મીડિયા કર્મિઓને શુભકામનાઓ પાઠવી છે. પીએમ મોદીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે સ્વતંત્ર પ્રેસ જીવંત લોકતંત્રની ‘આધારશીલા’ છે અને તેમની સરકાર પ્રેસની સ્વતંત્રતા બનાવવા માટે પૂર્ણ રૂપથી પ્રતિબદ્ધ છે.*

📬📭એક સમયે પ્રિન્ટ મીડિયા થકી દેશ દુનિયામાં બનતી ઘટનાઓ ની રસપ્રદ માહિતીઓ લોકો મેળવતા હતા, અને સમય ની સાથે સાથે ઇલેક્ટ્રોનિક, અને હવે ડિજીટલ મીડિયાની પણ બોલબાલા જોવા મળી રહી છે. જેના થકી લોકો સુધી સુચનાત્મક, શિક્ષાપ્રદ અને મનોરંજન ને લગતી માહિતી સરળતા થી પહોંચાડવામાં આવે છે.

ડિજીટલ યુગમાં પ્રેસનો વ્યાપ વધતા હવે સેકન્ડોમાં વિશ્વભરની માહિતીઓ વાયરલ બની જાય છે. પરંતુ ઘણાખરા ઉતાવળા પગલે તેની ખરાઈ કર્યા વગર જ તેની આપલે કરતા હોય છે ત્યારે આવી ફોરવર્ડ અને કોપી પેસ્ટ સામે પ્રેસ ના આદર્શોનું સ્તર નીચુ ન જાય અને પત્રકારિતા પર લોકો નો વિશ્વાસ રહે તે માટે રાષ્ટ્રીય પ્રેસ દિવસ મનાવવામાં આવે છે.

🎯👉વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, સ્વતંત્ર પ્રેસ જીવંત લોકતંત્રની આધારશીલા છે. અાપણે દરેક રૂપથી પ્રેસ અને અભિવ્યક્તિની સ્વતંત્રતા બનાવી રાખવા માટે પૂર્ણ રૂપથી પ્રતિબદ્ધ છે. આશા કરીએ છીએ કે આપણી મીડિયાનો પ્રયોગ 125 કરોડ ભારતીઓના કૌશલ, શક્તિ અને સર્જનાત્મકતાને રૂબરૂ કરાવવા હેતુસર થાય.

સ્વચ્છ ભારતના સંદેશને જનતા સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકાની પ્રશંસા કરતાં મોદીએ જણાવ્યું હતું કે, છેલ્લાં ૩ વર્ષમાં મીડિયાએ સ્વચ્છ ભારત અભિયાનને મજબૂતાઈ આપી છે, સ્વચ્છતાના સંદેશને આગળ વધારવામાં મદદ કરી છે. સોશિયલ મીડિયાનાં આધુનિકીકરણ અને સમાચારોમાં તેનો ઉપયોગ મીડિયાને વધુ લોકતાંત્રિક બનાવશે અને જાહેર જીવનમાં ભાગીદારી વધારશે. ભૂતકાળમાં મીડિયાને સેન્સર કરવાના સરકાર પર આરોપો મુકાયા છે. વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, સરકાર અભિવ્યક્તિની સ્વતંત્રતાની જાળવણી કરશે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
Yuvirajsinh Jadeja

No comments:

Post a Comment