Saturday, November 16, 2019

ShivKumar Girjashankar Joshi ---- શિવકુમાર ગીરજાશંકર જોશી

જ્ઞાન સારથિ, [16.11.16 18:05]
શિવકુમાર ગીરજાશંકર જોશી
.


જન્મ

16-નવેમ્બર -1916 ;  અમદાવાદ

અવસાન

4- જુલાઇ -1988

કુટુમ્બ

માતા – ? પિતા – ગિરિજાશંકરપત્ની – ? ;  સંતાનો– પુત્રી –વંદના

અભ્યાસ

૧૯૩૩- મેટ્રિક૧૯૩૭ – બી.એ. ( સંસ્કૃત) – ગુજરાત કોલેજ, અમદાવાદ



વ્યવસાય

૧૯૩૭ – ૧૯૫૮ મુંબાઈ/ અમદાવાદમાં ભગીદારીથી કાપડનો વેપાર૧૯૫૮થી કલકત્તામાં કાપડનો વેપાર


તેમના વિશે વિશેષ

‘પાંખ વિનાનાં પારેવાં અને બીજાં નાટકો’ થી એકાંકી ક્ષેત્રે પદાર્પણમોટે ભાગે શહેરી જીવનનું રચનાઓમાં પ્રતિબિમ્બઘણાં રેડિયો નાટકો પણ લખ્યાં છે.

રચનાઓ

નાટકો– અંધારાં ઉલેચો, અંગારભસ્મ, સાન્ધ્યદીપિકા, દુર્વાંકુર, ઘટા ધીરી ધીરી આઈ, એકને ટકોરે, સુવર્ણરેખા, શતરંજ, કૃતિવાસ, સાપઉતારા, સન્ધિકાળ, બીજલ, અજરામર, કહત કબીરા, કાકા સાગરિકા,  બાણશય્યા, નકુલા, ત્રિપર્ણ, લક્ષ્મણરેખા, નીલ આકાશ, લીલી ધરા, દ્વિપર્ણ, અમર- અમર મર, માશંકરની એસી એસી વિ.એકાંકી સંગ્રહો – પાંખ વિનાનાં પારેવાં, અનંત સાધના, સોનાની હાંસડી, રૂપાની હાંસડી, નીલંચલ, નીરદ છાયા, ગંગા વહે છે આપની વિ.નાટ્ય  રૂપાંતર – શરદ બાબુની રચનાઓ વિરાજવહુ અને દેવદાસલઘુનવલ – કમલ કાનન કોલોની,નવલકથા – (૨૫)  આભ રૂવે એની નવલખધારે, અનંગરાગ, શ્રાવણી, એસ.એસ. રૂપનારાયણ, દિયો અભયનાં દાન, સોનલ છાંય, કેફ કસુંબલ, રજત રેખ, એક કણ રે આપો, નથી હું નારાયણી, અયનાંશુ, અસીમ પડછાયા, લછમન ઉર મેલા, વસંતનું એ વન, ચિરાગ, મરીચિકા, પોપટ આંબા કેરી ડાળ, આ અવધપુરી! આ રામ!,ઊડી ઊડી જાય પારેવાં, પ્રિય રમ્ય વિભાવરી, ગંગા બહે નહીં રૈન, કલહંસી, કેસૂડે કામણ ઘોળ્યાં,વાર્તા સંગ્રહો – રજનીગંધા, ત્રિશૂળ, રહસ્યનગરી, રાત અંધારી, અભિસાર, કનકકટોરો, કોમલ ગાંધાર, કાજળ કોટડી, નવપદ, છલછલ, શાંતિ પારાવાર, સકલ તીરથપ્રવાસ કથાઓ – જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા, પગલાં પડી ગયાં છેસંસ્મરણો – મારગ આ પણ છે શૂરાનો ( નાટ્યક્ષેત્રના અનુભવો )અનુવાદ – બંગાળીમાંથી – જોગાજોગ (રવીન્દ્રનાથ ઠાકુર), આદર્શ હિન્દુ હોટલ (વિભૂતિભૂષણ), નવું ધાન(વિજય ભટ્ટાચાર્ય ), કલકત્તાની સાવ સમીપે (ગજેન્દ્રકુમાર મિત્ર)

સન્માન

૧૯૫૨ – ‘કુમાર’ ચન્દ્રક૧૯૫૯ – ‘નર્મદ’ સુવર્ણ ચન્દ્રક૧૯૭૦ – રણજિતરામ સુવર્ણ ચન્દ્રક
.
https://telegram.me/gujaratimaterial

No comments:

Post a Comment