Wednesday, November 20, 2019

રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ --- National scripture week

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 20 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*📚📙📒📕૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સપ્તાહની ઉજવણી📚📕📚*

*🙏✍👏ચાલો આજે જ સંકલ્પ કરીએ કે ઓછામાં ઓછું એક પુસ્તક આ સપ્તાહ દરમિયાન વાચીએ અને અન્ય એકને વંચાવી આ પરંપરા સદા ચાલુ રાખી વૈચારિક સમૃદ્ધ નાગરિકો દ્વારા દેશને આગળ વધારવામાં પોતાનો અમુલ્ય ફાળો આપીએ.. એ જ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીની સાર્થકતા.*

*આંતરચક્ષુ વડે જ્ઞાનના દિવ્ય પ્રકાશને પામવા માટે સાહિત્ય જ અસરકારક અને પ્રબળ માધ્યમ છે 🗣નારદ સ્મૃતિના શ્લોકમાં કહેવાયું છે કે જો બ્રહ્માએ લેખનકાર્ય દ્વારા ઉત્તમ નેત્રનો વિકાસ ન કર્યો હોત તો ત્રણેય લોકમાં શુભ ગતિ પ્રાપ્ત ન થઇ હોત. 🇮🇳👉ભારતીય લેખનકલા વિશ્વની સૌથી પ્રાચીન લેખનકલા મનાય છે. ઋગ્વેદ વિશ્વનો સૌથી પ્રાચીન ગ્રંથ મનાય છે.*

*🌐💠અરબી ભાષામાં કહેવત છે “પુસ્તક એ ખિસ્સામાં રાખેલો બગીચો છે” વાંચન પ્રત્યે લોકોમાં અભિરુચિ કેળવવા ૧૪ થી ૨૦ નવેમ્બર રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ સપ્તાહની ઉજવણી અંતર્ગત વાંચનપ્રવૃતિને અનુલક્ષીને ગ્રંથાલયો દ્વારા પુસ્તક પ્રદર્શન,ચિત્ર,નિબંધ સ્પર્ધા,સુલેખન,વાંચન શિબિરો,શૈક્ષણિક ફિલ્મ શો,શિષ્ટ વચન સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો યોજાય છે.*

*⚜🔱૧૯મી સદીમાં ઈંગ્લેન્ડમાં ગ્રંથાલય ધારો અસ્તિત્વમાં આવ્યો અને ભારતમાં પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના 3 પ્રાંત કલકત્તા,મદ્રાસ,મુંબઈમાં આ પ્રવૃત્તિ શરુ થઇ.*


*♻️🔰⚜અમદાવાદમાં શ્રી ફાર્બસ દ્વારા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી સ્થાપના બાદ 🔰૧૮૯૪મ નેટીવ લાઈબ્રેરીની પ્રવૃત્તિ શરુ કરવામાં આવી. સ્વતંત્રતા પછી ગ્રંથાલય પ્રવૃતિને વેગ મળ્યો. 🔱🔰પ્રથમ પંચવર્ષીય યોજનામાં ઇન્ટીગ્રેટેડ લાઈબ્રેરી સર્વિસ પર ભાર મુકવામાં આવ્યો. ત્યારબાદ તો સરકારી અને ખાનગી અનેક ગ્રંથાલયો અસ્તિત્વમાં આવ્યા.*

*🔆🔅🎯અનેક મહાનુભાવોએ જીવનમાં પુસ્તકોનું મહત્વ સમજાવ્યું છે. 🗣રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોમાં *“ધનબળ,શક્તિબળ,આયુષ્યબળ કરતા પણ ચડિયાતું બળ પુસ્તક્બળ છે.*

*💠👉 ”સ્વામી વિવેકાનંદના મતે “સારા પુસ્તકો વિનાનું ઘર સ્મશાન જેવું છે. ”*
તો *💠👉સ્વામી રામતીર્થના મતે “પુસ્તકો એ કદી નિષ્ફળ ન જનારા દોસ્તોમાં સૌથી મોખરે છે. ”તો*

*🔘👉💠સિસરોના મતે”વિચારોના યુદ્ધમાં પુસ્તકો જ શસ્ત્રો છે. ”*

*💠👉ખરેખર પુસ્તકો એ મનુષ્ય માટે સંકટ સમયની સાંકળ સમાન મનાય છે. વડીલો કહી ગયા છે કે ગીતાજીમાં આપના દરેક પ્રશ્નોનો જવાબ છે. એનાથી આગળ વધીને એમ પણ મનાય છે કે “તમે જયારે ખુબ મૂંઝાયા હો ત્યારે કોઈ પણ પુસ્તકનું કોઈ પણ એક પાનું ખોલી વાચો એમાંથી તમારા મુંઝવતા પ્રશ્નનો ઉકેલ મળી જ જશે. !!”*

👆👉 છે ને આશ્ચર્ય લાગે એવી વાત?😧😯🤔🤭🤫 

મિત્રો હું યુવરાજસિંહ જાડેજા એવું માનું છુ કે અનેક લોકોના સ્વાનુભવ પછી ઉદભવેલી આ ઉક્તિ છે. મિત્રો *વર્તમાનપત્રોના વાંચનથી વર્તમાન સાથે,પુરાણ ગ્રંથોના વાંચનથી સંસ્કૃતિ સાથે તો સામયિકો અને અન્ય પુસ્તકોના વાંચનથી ભૂત,ભવિષ્ય અને વર્તમાન તથા દેશ વિદેશ સાથે સતત સંબંધમાં રહી શકાય છે. દરેક ગામ-શહેરમાં હવે તો અનેક પુસ્તકાલયો અસ્તિત્વમાં છે જ. તદુપરાંત ટેકનોલોજીના જમાનામાં તો 👆આંગળીના એક ક્લિકથી 📲મોબાઈલ કે કોમ્પ્યુટરમાં💻 પણ વર્તમાનપત્રો સહીત સામયિકો અને અન્ય વાંચનનો અધધધ ખજાનો મળી રહે છે.*

*🕟🕠આ સપ્તાહ દરમિયાન સરકાર અને સ્વૈચ્છિક સંસ્થા દ્વારા તો પુસ્તક મેળા, ચર્ચાસભા, પુસ્તકવાંચન, રેલી વગેરે કાર્યક્રમો દ્વારા લોકોને વાચનાભિમુખ કરવા અનેક પ્રયાસો કરાય જ છે. ઉપરાંત દરેક નાગરિકે પણ આવાં અમુક નિયમો કાયમ અપનાવવા જોઈએ:: *જન્મદિવસ કે શુભ પ્રસંગોએ પુસ્તકો ભેટ આપવાની ટેવ કેળવવી,( હું મારા સ્નેહીજનોને જન્મ દિવસ પર પુસ્તકો જ ભેટ રૂપે આપું છું)* 🕗પોતાના વર્તુળમાં સમયાંતરે સામુહિક વાંચનની વ્યવસ્થા ગોઠવવી, 
🕘ફરતું પુસ્તકાલય કે જેમાં ઘરબેઠા વાંચન પ્રેમી લોકોને રસના પુસ્તકો પહોચતા કરવા,
🕙વાંચીને પુસ્તકો કે સામયિકો પસ્તીમાં ન નાખતા અન્યને આપીએ. 
🕜હવે તો દરેક તાલુકામાં પુસ્તક પરબ ખૂલ્યા છે,એમાં આપણે ઘરમાં વંચાઈ ગયેલા કે ઘરમાં પડેલા સામયિકો અને પુસ્તકો આપી દઈએ કે જેથી અન્યને વાંચનનો લાભ મળે.

*🙏👏તો ચાલો આજે જ સંકલ્પ કરીએ કે ઓછામાં ઓછું એક પુસ્તક આ સપ્તાહ દરમિયાન વાચીએ અને અન્ય એકને વંચાવી આ પરંપરા સદા ચાલુ રાખી વૈચારિક સમૃદ્ધ નાગરિકો દ્વારા દેશને આગળ વધારવામાં પોતાનો અમુલ્ય ફાળો આપીએ.. એ જ રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહની ઉજવણીની સાર્થકતા.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

👁‍🗨💠🎯🔰👁‍🗨💠🔰♻️💠👁‍🗨🎯
*આજે પૂરા વિશ્વમાં ગ્રંથાલય સપ્તાહ તરીકે ઉજવાઇ રહ્યું છે.*
👁‍🗨💠🎯🔰♻️👁‍🗨🎯🔰♻️👁‍🗨♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*‘‘સત્‍યમ શિવમ સુંદરમ''નો સમન્‍વય એટલે ગ્રંથાલય''. જેને કોઇ ઉપમાં આપી ન શકાય તેનું નામ ગ્રંથાલય'',* ?*?‘‘જેની કોઇ સિમા નથી તેનું નામ ગ્રંથાલય'' ‘‘જેની કોઇ પાનખર આવતી નથી તેનું નામ ગ્રંથાલય''. ચાલો ઉજવીએ ગ્રંથાલય સપ્તાહ.*

*🎯👉ગ્રંથાલયએ માહિતી અને જ્ઞાનનો અનંત ભંડાર છે, જેનાં ઉપયોગ થકી મનુષ્‍ય પોતાનો માનવધર્મ શ્રેષ્‍ઠ રીતે નિભાવતા શીખવી શકે છે. હજારો વર્ષોની સંસ્‍કૃતિના નિચોડ રૂપી માનવીય મૂલ્‍યોનું જ્ઞાન ધરાવતા પુસ્‍તકોનું આશ્રયસ્‍થાન ગ્રંથાલયમાં છે.*

*🎯👉આવા ગ્રંથાલયો મનુષ્‍યને સત્‍યનો પાઠ શીખવે છે. મહા માનવો એ સત્‍યને જ ઇશ્વર કહે છે. આથી આ સત્‍ય રૂપી ઇશ્વરનો બોધ અને સાક્ષાત્‍કાર ગ્રંથાલયમાં રહેલ પુસત્‍કો કરાવે છે. જે પુસ્‍તકો જ્ઞાનીઓના જીવન અને કવનથી સમૃદ્ધ હોય છે. માટે પુસ્‍તકો રાખવા ઘર મોટા નહીં પરંતુ સંસ્‍કાર મોટા જોઇએ છે.*

*👁‍🗨🙏👉વળી ગ્રંથાલયો મનુષ્‍યને શીવ તત્‍વની પ્રાપ્તિ ધરાવે છે. હજારો વર્ષોથી ધર પોતાની સાધના તપヘર્યા અને કર્મોથી અગમ તત્‍વની ઉપાસના કરતાં સાધુ સંતો મહંતોએ જીવનના ગઢ રહસ્‍યો અને તેના કાયદારૂપ શીવ તત્‍વની ખોજ કરેલ છે. આવા પરમતત્‍વની અનુભૂતિ, સાધના અને રહસ્‍યોના નીચોડ સમા પુસ્‍તકો ગ્રંથાલયમાં સંગ્રહીત હોય છે. જે માનવીને જગતના નિર્માણના રહસ્‍યો રૂપી શીવતત્‍વને સમજાવે છે, માટે રામ નથી રામાયણમાં, કૃષ્‍ણ નથી ગીતામાં, ખુદા નથી કુરાનમાં, ક્રાઇસ્‍ટ નથી બાઇબલમાં : તે બધા માણસના ચારિત્ર્યમાં છે, ચારિત્ર તે નીતિમાં છે, નિતી સત્‍યમાં છે, સત્‍ય એ જ શિવ છે.*

*🎯🔰👉૧૫મી સદીમાં છાપકામની નવી પદ્ધતિ આવ્‍યા બાદ પુસ્‍તક નિર્માણમાં ક્રાંતિ આવી છે અને કવોલીટીમાં સુધારો આવ્‍યો અને કિંમતમાં ઘટાડો આવ્‍યો ઉચ્‍ચ ટેકનીકલ ઉપયોગથી આકર્ષક ગ્રંથો બનવા અને વાચક વર્ગનો વધારો થયો. નાના ગ્રંથાલયો / મહાન ગ્રંથાલયોની સ્‍થાપનાઓ થઇ અને આ ગ્રંથાલયમાં વિવિધ પ્રકારે વહીવટની દ્રષ્‍ટિએ નિર્માણ થઇ. શૈક્ષણિક ગ્રંથાલયો / ઔદ્યોગિક ગ્રંથાલયો / સરકારી ગ્રંથાલયો / ખાનગી ગ્રંથાલયો / જાહેર ગ્રંથાલયો, ધાર્મિક ગ્રંથાલયો, ગ્રંથાલયોને ઉપયોગી થયા, તેમાં કોઇપણ ગ્રંથાલયમાં વર્ગીકરણ પદ્ધતીએ પુસ્‍તકો ગોઠવવામાં આવ્‍યો હોય તો ઘડીના છઠ્ઠા ભાગમાં પુસ્‍તક જોઇએ ત્‍યારે મળી શકે અને આ ઇન્‍ટરનેટ યુગમાં ઇ-બુકનો જમાનો છે ત્‍યારે આ શ્રેષ્‍ઠ પદ્ધતિ બહુ જ કામમાં આવે છે.*

*♻️📚📚📙સામાન્‍ય રીતે ૧૯૫૦માં એ જોવામાં આવ્‍યું કે, લોકો બુકસની બદલે રેડિયો / ટેલીવીઝન / સંગીતના સાધનો / કલબમાં જવા લાગ્‍યા છે. પોતાના પરસેવાની કમાણી અન્‍ય જગ્‍યાએ વાપરવા લાગ્‍યા છે જેમાંથી સંસ્‍કાર મળતા નથી તેથી આમ, સૌ પ્રથમ અમેરિકન લાયબ્રેરી એસોસીએશને નેશનલ બુક કમિટી નામની સંસ્‍થાની ૧૯૫૪માં સ્‍થાપના કરી તેમણે અમેરીકાના નાગરિકો તેઓના નવરાશના સમયમાં વાંચન કરી સંસ્‍કાર મેળવીને કુટુંબનું ખર્ચ, હેલ્‍થ અને આવકમાં વૃદ્ધિ કરે તેવા પ્રયત્‍નો શરૂ કર્યા.*

*📕📚📒📚આ શુભ હેતુથી શરૂ કરેલ નવી પદ્ધતિ પ્રોત્‍સાહિત કરી જેનાથી વાંચકોને પ્રોત્‍સાહિત કરી, ગ્રંથાલયની ઉપયોગીતા વધારી લોકો વધુ શિક્ષીત થાય, આયોજન બદ્ધ જીંદગી જીવે. નેશનલ બુક કમિટીએ નેશનલ લાયબ્રેરી વિકનો પ્‍લાન ઘડયો વાંચકો વધારે થાય, બુકની ખરીદી થાય, આ કમિટીએ નવું સૂત્ર આપ્‍યું : 📘📒📙‘‘જાગો અને વાંચો''* 
*📚📕📚આમ, ૧૯૭૪માં અમેરિકન લાયબ્રેરી એસોસીએશને નેશનલ લાયબ્રેરી વિક ઉજવવાનું નક્કી કર્યુ અને આમ, પુરા વિશ્વમાં આજે આ શુભ આશ્રયથી ઉજવાતો ગ્રંથાલય સપ્તાહ નવા નવા આયામો દ્વારા ઉજવવામાં આવે છે.*

*📕📗જેમ કે, શૈક્ષણિક ગ્રંથાલયો - આ પ્રકારના ગ્રંથાલય કોલેજો અને યુનિવર્સિટી જેવી શૈક્ષણિક સંસ્‍થાઓમાં પ્રસ્‍થાપિત થયેલ છે. રીસર્ચ ગ્રંથાલયો - આ પ્રકારના ગ્રંથાલયો શૈક્ષણિક સંશોધનોના હેતુ માટે સ્‍થાપિત કરાયેલ હોય છે. સ્‍કુલ ગ્રંથાલય - આ પ્રકારના ગ્રંથાલયો સ્‍કુલના પાઠયક્રમને સપોટ કરવા હેતુ સ્‍કુલોમાં પ્રસ્‍થાપિત કરવામાં આવે છે. જાહેર ગ્રંથાલયો - આ પ્રકારના ગ્રંથાલયો સામાન્‍ય નાગરીકોની સેવા હેતુ પ્રસ્‍થાપિત હોય છે.આમ, ગ્રંથાલયોની વ્‍યવસ્‍થામાં વિવિધ વિભાગો બનાવવામાં આવે છે. પુસ્‍તક ઈશ્‍યુ/રીટર્ન, કલેકશન ડેવલોપમેન્‍ટ, સંદર્ભ ટેકનીકલ સેવાઓ જેવી કે, ઈન્‍ટરનેટ, સી. ડી., ડી. વી. ડી., ઈ-લાઈબ્રેરી, સ્‍ટેક મેઈન્‍ટેનન્‍સ દ્વારા વાંચકો માટે અદ્દભૂત અને ઝડપી સેવા મળી રહે તેવી વ્‍યવસ્‍થાની સાથે તેમનું સંચાલન પણ એક હૃદય ગણાય છે અને ગ્રંથાલયના સ્‍ટાન્‍ડર્ડાઈઝેશન માટે ઈન્‍ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ફોર સ્‍ટાન્‍ડર્ડાઈઝેશન (આઈએસઓ) એ ગ્રંથાલય મેનેજમેન્‍ટમાં પણ ‘‘લાયબ્રેરી મેનેજમેન્‍ટ, મ્‍યુઝીયમ ડોકયુમેન્‍ટેશન, ઈન્‍ડેકસીંગ અને એબ્‍સ્‍ટ્રેકટીંગ સર્વિસીઝ અને ગ્રંથાલય વિજ્ઞાન'' ઉ
પર ધ્‍યાન કેન્‍દ્રીત કરેલ છે. ગ્રંથાલયમાં ઉપરોકત આદર્શ વ્‍યવસ્‍થા ખાસ હોવી જોઈએ.*
*📚📕🗞📂📰આમ ભારતીય પરંપરામાં જ્ઞાન, દૃષ્‍ટિ, આશા, રસ, સૌંદર્ય એ મહત્‍વની વાત છે માટે સાહિત્‍ય એક સંયોગ - સંયોજન છે. આમ, ગ્રંથના વાંચન જેવા જેવા કે, રામાયણ, મહાભારત, ભગવદ્દગીતાના વાંચનથી અનેક લોકોના પ્રશ્નો, મુશ્‍કેલીઓ દૂર થઈ છે. તેમજ શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, વિવેકાનંદ, ભગતસિંહજી, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, ડો. હેડગેવારજીના ગ્રંથમાંથી દેશ સેવાની અનેક પ્રેરણાઓ મળે છે અને જે વાંચનથી અનેક ક્રાંતિકારીઓએ પ્રેરણા લીધી છે. જેના દ્વારા માનવી ઘણુ મેળવી શકે છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment