Thursday, November 21, 2019

રંગ અવધૂત --- Raṅga avadhūta

🎅🎅🎅👨‍💼👨‍💼👨‍💼🎅🎅🎅🎅
*🔘🔘🔘રંગ અવધૂત🔘🔘🔘*
👁‍🗨⭕️🎯💠👁‍🗨♻️👏♦️✅💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)૯૦૯૯૪૦૯૭૨૩*

રંગ અવધૂત, જન્મે પાંડુરંગ વિઠ્ઠલપંત વાલામે, (૨૧ નવેમ્બર ૧૮૯૮-૧૯ નવેમ્બર ૧૯૬૮) હિંદુ ધર્મના *દત્ત પંથ (દત્તાત્રેયની ગુરૂચરિત્ર પરંપરા)ના સંત કવિ હતા.* તેમને ગુજરાતમાં દત્ત પંથના વિસ્તરણનો શ્રેય આપવામાં આવે છે.

*🎯તેમનો જન્મ ૨૧ નવેમ્બર ૧૮૯૮ ને કારતક સુદ નોમના રોજ ગોધરા ખાતે મરાઠી દંપત્તિ વિઠ્ઠલપંત અને કાશીબેનને ત્યાં થયો હતો.* તેઓ બાળપણથી જ ધાર્મિક વૃત્તિ ધરાવતા હતા. તેમણે મેટ્રિક પછી અસહકારની ચળવળમાં ભાગ લેવા માટે અભ્યાસ છોડી દીધો હતો. થોડો સમય તેમણે શિક્ષક તરીકે સેવા આપી અને તેઓ સામાજીક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય હતા. 💠👉૧૯૨૩માં તેમણે નોકરી છોડી દીધી અને સંન્યાસી જીવન સ્વીકાર્યું. *તેઓ નર્મદા નદીના કાંઠે નારેશ્વર ખાતે સ્થાયી થયા.* 
*💠🎯👉વાસુદેવાનંદ સરસ્વતી તેમના આધ્યાત્મિક ગુરૂ હતા.*

*💠૧૯ નવેમ્બર ૧૯૬૮ (કારતક વદ અમાસ)ના રોજ હરદ્વારમાં ગંગા તટે તેમનું અવસાન થયું હતું.* તેમનો મૃતદેહ નારેશ્વર લાવવામાં આવ્યો હતો અને બે દિવસ બાદ ૨૧ નવેમ્બરના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

*🎯👉તેમના અનુયાયીઓ તેમની પૂજા દત્તાત્રેયના અવતાર તરીકે કરે છે.* ગુજરાતમાં દત્તાત્રેયના દત્ત પંથનો ફેલાવો કરવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો. તેમનો આશ્રમ નારેશ્વર ખાતે આવેલો છે.

🎯👉તેમણે ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં મોટે ભાગે આધ્યાત્મિકતા અને દત્તાત્રેય ભક્તિ પર સર્જન કર્યું હતું. *તેમણે દત્ત બાવનીનું સર્જન કર્યું હતું, જે ૫૨ (બાવન) કડી ધરાવતી દત્તાત્રેયની કવિતા છે અને ગુજરાતમાં લોકપ્રિય છે.* તેમણે અવધૂતી આનંદમાં ભજનોનો સંગ્રહ રચ્યો હતો. તેમનાં અન્ય સર્જનોમાં શ્રી ગુરુ લીલામૃત, રંગતરંગ, રંગહૃદયમ, શ્રી ગુરૂમૂર્તિ ચરિત્ર, પત્ર મંજુશા, દત્ત નમસ્મરણ, વગેરેનો સમાવેશ થાય છે.

*🎯💠અવતરણો:*

*🎯પરસ્પરદેવો ભવઃ*
*🎯શ્વાસે શ્વાસે દત્તનામ સમર્તમન*
*🎯સત્યમેવ પરમ તપ*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment