🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 23 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🔰🔘💠🔰🔘💠🔰🔘💠🔰🔘
*🙏🙏🙏સત્ય સાંઈ બાબા🙏🙏🙏*
👏♻️👁🗨👏♦️♻️👁🗨♦️♻️👁🗨👏

💠🎯🔰સત્ય સાંઈ બાબાનો જન્મ ઈ.સ. ૧૯૨૬ની ૨૩મી નવેમ્બરે આંધ્ર પ્રદેશના પુટ્ટાપર્થી ગામમાં થયો હતો. તેઓ ૧૪ વર્ષના હતા ત્યારે તેમને એક વિંછી કરડયો હતો. ત્યારથી તેમની વર્તણુક એકદમ બદલાઈ ગઈ હતી. તેઓ અચાનક હસવા અથવા રડવા લાગતા હતા અને ક્યારેક સંસ્કૃત ભાષામાં શ્લોકો પણ બોલવા લાગતા હતા. ઈ.સ. ૧૯૪૦ની ૨૩મી મેના રોજ તેમણે પોતાની જાતને શિરડીના સાંઈ બાબાના અવતાર તરીકે જાહેર કરી હતી અને હવામાંથી સુગર કેન્ડી કાઢીને 'ચમત્કાર' કરી બતાવ્યો હતો. હકીકતમાં સત્ય સાંઈ બાબાનો જન્મ થયો તેના આઠ વર્ષ અગાઉ શિરડીના સાંઈ બાબાનું અવસાન થઈ ચૂક્યું હતું. ઈ.સ. ૧૯૬૩માં સત્ય સાંઈ બાબા ઉપર હૃદયરોગના ચાર પ્રચંડ હુમલાઓ આવ્યા હતા, જેમાંથી તેઓ ઉગરી ગયા હતા. તેમના ભક્તોનો દાવો છે કે બાબાએ હૃદયરોગના હુમલા વખતે જાતે જ પોતાની સારવાર કરી હતી અને ચમત્કારિક રીતે બચી ગયા હતા. હવે વેન્ટિલેટર ઉપર રહેલા સાંઈ બાબા ફરી વખત આવો ચમત્કાર કરી બતાવશે, એવી શ્રદ્ધા તેમના ભક્તો રાખી રહ્યા છે.
સત્ય સાંઈ બાબા દ્વારા જાહેરમાં કરવામાં આવતા ચમત્કારોને અનેક વખત પડકારવામાં આવ્યા છે અને સંશોધકોની ટીમ સમક્ષ આ ચમત્કારો કરવાનો પડકાર કરવામાં આવ્યો છે. સાંઈ બાબાએ આ પડકારોને કોઈ પ્રતિસાદ આપ્યો નથી. તેમના ચમત્કારોના વિડીયો રેકોર્ડીંગમાં તેઓ પોતાના ઝભ્ભાની બાંયમાંથી આ ચીજો કાઢતા જોવા મળ્યા છે. જો કે તો પણ તેમના ભક્તોની શ્રદ્ધમાં કોઈ ઓટ નથી. સત્ય સાંઈ બાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા ત્યારથી તેમના નજીકના ભક્તો તેમની તબીબી હાલત બાબતમાં મૌન ધારણ કરીને બેઠા છે. સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ તરફથી હજી સુધી એક પણ નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. સાંઈ બાબાના ભત્રીજા આર.જે. રત્નાકરની માલિકીની *'સાંઈ દર્શન'* નામની ટીવી ચેનલ પણ ચાલે છે. આ ચેનલ ઉપર સતત બાબાનો સંદેશો દેખાડવામાં આવે છે કે 'મારું શરીર કદાચ માંદું હશે, પણ મારો આત્મા તંદુરસ્ત છે. મારા ભક્તોની પ્રાર્થના જ મારી દવા છે.' સત્ય સાંઈબાબા જો ભક્તોની પ્રાર્થનાને જ દવા માનતા હોય તો તેમણે ડોક્ટરની દવા લેવાનું બંધ કરવું જોઈએ. જો સત્ય સાંઈ બાબામાં કોઈ જાદુઈ શક્તિ હોય તો તેમણે આ શક્તિનો ઉપયોગ કરીને પોતાના લાખો ભક્તોની પ્રાર્થના ખાતર પણ આ શક્તિનો ઉપયોગ કરીને સાજા થવું જોઈએ. જોકે તેમના ભક્તો એવી દલીલ જરૃર કરી શકે છે કે કોઈપણ ધર્મના ભગવાનને એક વખત મોત આવતું જ હોય છે.
👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨🔰👁🗨
સત્ય સાંઈ બાબા દ્વારા જે સંખ્યાબંધ સંસ્થાઓ સ્થાપવામાં આવી છે તેનો વહીવટ સત્ય સાંઈ કોન્ટ્રાક્ટર ટ્રસ્ટ નામની સંસ્થા કરી રહી છે. આ ટ્રસ્ટના નેજા હેઠળ દુનિયાના ૧૮૬ દેશોમાં આશરે ૧,૨૦૦ સંસ્થાઓ ચાલી રહી છે. આ સંસ્થાઓમાં ડિગ્રી કોલેજો, મેડિકલ કોલેજો, સ્કૂલો, મહિલાઓના કલ્યાણ માટેની સંસ્થાઓ અને પ્રકાશન સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સંસ્થા તરફથી પુટ્ટાપર્થી અને બેંગલોરમાં સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. આંધ્ર પ્રદેશ અને તામિલનાડુનાં અનેક શહેરોની પાણીની યોજનાઓનું સંચાલન પણ સત્ય સાંઈ બાબાની સંસ્થાઓ કરી રહી છે. સત્ય સાંઈ બાબા જ્યાં રહે છે તે પુટ્ટાપર્થીમાં પણ એક વિશાળ સત્ય સાંઈ યુનિવર્સિટી કોમ્પ્લેક્ષ, પ્લાનેટોરિયમ, ઇન્ડોર અને આઉટડોર સ્ટેડિયમ, એક હોસ્પિટલ, મ્યુઝિક કોલેજ અને એર-પોર્ટ પણ આવેલાં છે. પુટ્ટાપર્થીમાં આવેલાં રાજમહેલ જેવા પ્રશાંતિ નિલયમમાં બાબા નિવાસ કરે છે.
🔰🔰સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટની હિસાબકિતાબની જે પદ્ધતિ છે તે અત્યંત ગુપ્ત છે. આ સંસ્થાને દર વર્ષે કેટલું ડોનેશન મળે છે અને તેનો કેવી રીતે ઉપયોગ કરવામાં આવે છે એ બાબતમાં કોઈ આંકડાઓ જાહેર કરવામાં આવતા નથી. ગયાં વર્ષે એક બિનનિવાસી ભારતીય તરફથી આ સંસ્થાને હોસ્પિટલ બાંધવા માટે ૩૦૦ કરોડ રૃપિયાનું દાન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક વિદેશી ભક્તે સંસ્થાને ૨૦૦ કરોડ રૃપિયાનું દાન આપ્યું હોવાનું કહેવાય છે. પ્રશાંતિ નિલયમમાં ભોજન અને આવાસની સુવિધા ભક્તોને ફ્રી આપવામાં આવે છે. તો પણ અંદરના જાણકારો કહે છે કે સંસ્થાના ટ્રસ્ટીઓ તરફથી છેલ્લાં પાંચ વર્ષમાં ઓડિટેડ હિસાબો બહાર પાડવામાં આવ્યા નથી. આ સંયોગોમાં સત્ય સાંઈ બાબાના મૃત્યુ પછી તેમની અબજો રૃપિયાની સંપત્તિનો વહીવટ કેવી રીતે કરવામાં આવશે તેની ચિંતા રહે છે.
સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટના અધ્યક્ષ સત્ય સાંઈ બાબા પોતે છે. તેમનું અસલ નામ આર. સત્યનારાયણ રાજુ છે. આ ટ્રસ્ટના કર્તાહર્તા કે. ચક્રવર્તી નિવૃત્ત આઈએએસ ઓફિસર છે. ઈ.સ. ૧૯૮૦ના દાયકામાં તેઓ અનંતપુર જિલ્લાના કલેક્ટર હતા ત્યારે સ્વામીજીની સેવાપ્રવૃત્તિઓથી આકર્ષાઈને તેઓ બાબાના સંપર્કમાં આવ્યા હતા અને તેમના ભક્ત બની ગયા હતા. મુંબઈમાંે છે અને એ બાબતમાં મારી રોલ્સ રોયસની તોલે કોઈ ન આવી શકે. એમ મોગલ કહે છે. તેઓ એક ઓટો મોબાઈલ એન્જિનીયર છે જેમની કંપની વિદેશી કારો રિપેર કરે છે.
સત્ય સાંઈબાબા પાસે આ કાર ૧૯૭૨થી ૧૯૮૪ સુધી હતી. ત્યાર બાદ એ દિલ્હીના એક ખાનગી કારમાલિકે ખરીદી વધી હતી. કારના રજિસ્ટ્રેશનની સત્તાવાર બુકલેટમાં સત્ય સાંઈની કાર પ્લેટનો નંબર એડીએ ૯ અપાયો છે.
મારું માનવું છે કે સત્ય સાંઈબાબાને નવનો આંકડો બહુ ગમતો હતો. એમ જણાવતા મોગલે ઉમેર્યું હતું કે, એવું જાણવા મળે છે કે બાબાને કુઆલાલમ્પુરના એક અનુયાયીએ કાર ભેટમાં આપી હતી. પણ મારી પાસે, એનો પુરાવો નથી. મોગલના પિતા સત્ય સાંઈના ઉપદેશો પાળે છે.
સિલ્વર લેડીના પ્રતીક વી ૮૬.૭ લિટરના એન્જિન, પાવર સ્ટીયરિંગ અને ઓટોમેટિક ગિયર્સ સાથેની ઈરફાન મોગલની રોલ્સ રોયસ વેચાઉ નથી અને એની રજિસ્ટ્રેશન બુક જ એકમાત્ર એવો પુરાવો છે જે એનો સંબંધ સત્ય સાંઈબાબા સાથે જોડે છે. પરંતુ એના હાલના માલિક એને ગેરેજમાં પુરી નથી રાખતા.
આ કાર મારી પાસે આવી ત્યારે બિસ્માર અવસ્થામાં હતી અને એને ફરી દોડતી કરતાં મને બે વરસ લાગ્યા હતા. પરંતુ હવે વીક એન્ડ્સમાં મારો પરિવાર આ જ કારમાં ડિનર લેવા જાય છે, એમ મોગલ ગર્વથી કહે છે.
રોલ્સ રોયસની ૧૦૦ વરસની ઉજવણી માટે ૨૦૦૪માં યોજાયેલી એક રેલીમાં આ કારને બેસ્ટ રેસ્ટોર્ડ વેહીક્લનો એવોર્ડ અપાયો હતો.રહેતા ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઈન્દુલાલ શાહ પણ સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ભારતના ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ પી. એન. ભગવતી અને કેન્દ્રના ભૂતપૂર્વ ચીફ વિજીલન્સ કમિશનર એમ.વી. ગિરિ પણ તેમાં ટ્રસ્ટી છે. આ સંસ્થામાં સત્ય સાંઈ બાબાના સગામાંથી એક જ ટ્રસ્ટી છે. તેમનું નામ આર.જે. રત્નાકર છે અને તેઓ સાંઈ બાબાના નાના ભાઈ સ્વ. જાનકીરામૈયાના પુત્ર છે. આ ટ્રસ્ટમાં ત્રણ વિદેશીઓ પણ ટ્રસ્ટી છે. તેમાંના એક ઈસાક ટિગ્રેટ બર્ટને સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલ માટે ૩૦૦ કરોડ રૃપિયાનું ડોનેશન આપ્યું હતું. આ ત્રણ વિદેશી ટ્રસ્ટીઓના કારણે ઓશો આશ્રમની જેમ સાંઈ બાબાની સંસ્થાઓનો અંકુશ પણ વિદેશીઓના હાથમાં ચાલ્યા જવાનો ભય રહે છે.
સત્ય સાંઈ બાબાના ભક્તોમાં અનેક વીઆઈપીઓનો સમાવેશ થાય છે. તેમાં તેમના ભક્તોની પબ્લિક રિલેશન્સની શક્તિની ભૂમિકા બહુ મહત્ત્વની છે. બેંગલોરમાં રહેતા જી. શ્રીનિવાસન નામના ટ્રસ્ટી બાબાના અંગત છે અને તેઓ વીવીઆઈપીઓની મુલાકાતો ગોઠવે છે. ગયાં વર્ષે સત્ય સાંઈ યુનિવર્સિટીનો પદવીદાન સમારંભ હતો ત્યારે તેમાં ભાગ લેવા માટે ભારતનાં રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ અને વડા પ્રધાન મનમોહન સિંહ મુખ્ય મહેમાન બનીને આવ્યા હતા. તામિલનાડુના મુખ્ય પ્રધાન કરૃણાનિધિની છાપ નાસ્તિક તરીકેની છે. તેઓ પણ બાબા માટે ભારે માન ધરાવે છે. સત્ય સાંઈ સેન્ટ્રલ ટ્રસ્ટ તરફથી તામિલનાડુનાં એક શહેરમાં પીવાના પાણીની યોજનાનું ખાતમૂહુર્ત કરતાં કરૃણાનિધિએ કહ્યું હતું કે ''જેઓ મનુષ્યની સેવા કરે છે, તેઓ મારા માટે ભગવાન છે.'' બાબાના ભક્તોમાં અટલબિહારી વાજપેયી, એ.પી.જે. અબ્દુલ કલામ, વિલાસરાવ દેશમુખ, સચિન તેંદુલકર, વીવીએસ લક્ષ્મણ, રજનીકાંત, મોહનલાલ, સુનિલ ગાવસ્કર અને ક્લાઈવ લોઇડ જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. આ બધા વીવીઆઈપીઓ નિયમિત બાબાના આશ્રમની મુલાકાતે આવતા રહેતા હોવાથી ભક્તોમાં તેમનું માન બહુ વધી જાય છે.
〰〰〰〰〰〰〰〰
આસ્થા અને અંધવિશ્વાસની આ કડીમાં અમે તમારી સમક્ષ રજૂ કરી રહ્યા છીએ. આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લાના પ્રશાંતિ નિલમયમાં રહેતા સત્ય સાઁઈ બાબા, જેમની લોકપ્રિયતા ફક્ત ભારતમાં જ નહી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ ખૂબજ પ્રખ્યાત છે.
સત્ય સાઁઈબાબા સાથે સંકળાયેલ ઘણી ઘારણાઓ છે. તેમના શ્રદ્ધાળુઓનુ કહેવુ છે કે તેઓ શ્રદ્ધાળુઓના દુ:ખ દર્દને ગ્રહણ કરી તેમની તકલીફો લઈ લે છે. ક્યારેક ભભૂત, ખાવાના પદાર્થો તો ક્યારેક આભૂષણોને રજૂ કરીને અનેક પ્રકારના ચમત્કારો બતાવીને પોતે ભગવાન હોવાની સાબિતી આપે છે. તેમના ચમત્કારો સાથે સંકળાયેલી કેટલીય દંતકથાઓ સાંભળવા મળતી રહે છે. જેવી કે ભૌતિક રૂપે અંતર્ધ્યાન, ગ્રેનાઈટ પત્થરનુ સાકરમાં રૂપાંતર, પાણીનુ અન્ય કોઈ પીવાના પીણામાં પરિવર્તન, મનગમતે વસ્તુઓને પ્રગટ કરવી, કપડાનો રંગ બદલી નાખવો, વસ્તુઓને પરિવર્તિત કરી દેવી, ચમત્કારી પ્રકાશ ફેલાવવો વગેરે બાબાના ચમત્કારોનો દાવો તેમના ભક્તો કરે છે.
સત્ય સાઁઈબાબા મુજબ તેમના દ્વારા વસ્તુઓ પ્રગટ કરવી તેમની આધ્યાત્મિક સંરચનાનુ જ એક રૂપ છે પણ સાથે સાથે તેમણે પરીક્ષાને માટે ચમત્કારોને કરવાની ચોક્કસ ના પાડી દીધી. બીજી બાજુ કેટલાક આલોચકોનુ માનવુ છે કે આ ચમત્કારો માત્ર હાથની સફાઈ છે.
ભારતીય ઘણા છાપા કે પત્રિકાઓએ બાબા સાથે સંકળાયેલી આ દંતકથાઓને ચમત્કારનુ રૂપ આપ્યુ, તો કદી છલ કપટનું નામ. કેટલીય વાર બાબાને ધૂતારાની સંજ્ઞા પણ આપી. તો કેટલાક લોકોએ સુવર્ણ નિયંત્રણ એક્ટ હેઠળ બાબા પર સુવર્ણનુ ભૌતિકીકરણનો આક્ષેપ લગાવ્યો, પણ આ કેસને આધ્યાત્મિક આધારે રદ કરવામાં આવ્યો હતો.
ઓક્ટોબર 2007માં બાબાએ જાહેર કર્યુ કે તેઓ ચંદ્રમાં પર પ્રકટ થવાના છે અને શ્રધ્ધાળુઓને તેમની સાથે સ્થાનીક હવાઈ મથક સુધી તેમનુ અનુકરણ કરવાનુ નિવેદન કર્યુ. પણ ચંદ્રમા પર વાદળોના ધેરાવવાથી બાબા આ ચમત્કાર કરવામાં નિષ્ફળ રહ્યા અને એક કલાક સુધી રાહ જોયા પછી તેમણે ખાલી હાથ જ પાછુ ફરવુ પડ્યુ. નિરાશ શ્રધ્ધાળુઓનો આક્રોશને ખૂvબ જ મુશ્કેલીથી રોકયો. ત્યા બીજી બાજુ કેટલાક બુધ્ધિશાળીઓનો દાવો છે કે બાબાએ ફક્ત લોકપ્રિયતા વધારવા માટે જ આ ચમત્કારનો દાવો કર્યો હતો...

〰〰〰〰〰〰〰〰〰
સત્ય સાંઈબાબા પાસે આ કાર ૧૯૭૨થી ૧૯૮૪ સુધી હતી ઃ તેણે બિસ્માર હાલતમાં ખરીદી
વિન્ટેજ કાર કલેક્ટર (સંગ્રાહક) ઈરફાન મોગલ દિલ્હીમાં ૧૫ વરસ પહેલા વેચાણમાં મૂકાયેલી ૧૯૭૧ના મોડલની સિલ્વરશેડો વન રોલ્સ રોયસ કાર ખરીદવાનું માંડી વાળવાના હતા. મોગલને ત્યારે એમ લાગ્યું હતું કે આ કારની વધુ પડતી કિંમત લગાવાઈ રહી છે. પરંતુ કારના પહેલા માલિક સત્ય સાઈબાબા હતા એ જાણ્યા પછી એમનો અભિગમ બદલાઈ ગયો હતો.
સત્ય સાંઈબાબાના નિધનના ત્રણ દિવસ બાદ આજે મોગલને કાર ખરીદવા બદલ બિલ્કુલ પસ્તાવો નથી થતો. એમની નિકલ જેવા આસમાની રંગની ચળકતી રોલ્સ રોયસ એમની વાંદરા ઓફિસની બહાર પાર્ક કરેલી બીજી ત્રણ વિન્ટેજ કાર સાથે ઊભી છે પણ કોઈ કારના માલિકની વંશાવલી રોલ્સ રોયલ જેવી ઉંચી નથી.
વિન્ટેજ કારનું મૂલ્ય એના માલિકને કારણે વધ

No comments:
Post a Comment