Monday, December 2, 2019

ભોપાલ ગેસ દુર્ઘટના --- Bhopal gas disaster

🤡👿👹💩🤡👺👿😈💩🤡👺
*આજથી ૩૪ વર્ષ પહેલા હિન્‍દુસ્‍તાનમાં બનેલી ગોઝારી ઘટના જેને સાંભળવાથી જ માનવજાતનું હૈયુ કંપી ઉઠે અને આપણા દેશના ઇતિહાસમાં બનેલી એક અતિશય દુષ્‍ટ દુર્ઘટના જે આજથી ૩૧ વર્ષ પહેલા મધ્‍યપ્રદેશના ભોપાલ શહેરમાં ઘટી હતી. આ ઘટના કેવી રીતે બની હતી. તેનો ટુંકમાં ચિતાર જોઇએ.*
🎃🤖👾👽🎃🤖👾👽🎃🤖👾
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
🙀🙀🙀🙀🙀🙀🙀
*ભોપાલ ગેસ દુર્ઘટના*
😿😿😿😿😿😿😿
   *૨-૧૨-૧૯૮૪ના રાત્રીના બે વાગ્‍યે ભોપાલ શહેરની ઉતર- પૂર્વ વિસ્‍તારમાં આવેલ યુનિયન કાર્બનની ફેકટરીમાં😈 મિથેલ આઇસર સાઇનર નામના ઝેરી ગેસની ટાંકીમાં આંતરીક દબાણ વધવાથી તે ટાંકીને ટાવરના બીજા સ્‍ટેન્‍ડ સાથે જોડતા પાઇપ લાઇનના સાંધામાં દબાણ આવતા પાઇપનું સંઘાણ તુટયું અને ભુખરા રંગના ગેસનું મહાકાય વાદળથી હજારો લોકોને મોતની નિંદ્રામાં ધકેલી દીધાં. માનવ જાગૃતિ ઔદ્યોગીક પ્રણાલી પણ માનવ પ્રણાલીની દ્રષ્‍ટીએ આ વિશ્વની અભૂતપૂર્વ રચના હતી.* 
👹મિથાઇલ આઇસોસાયનેટ નામના ઝેરી ગેસ જેમના શરીરમાં ગયો તે વધુ કમનસીબ હતાં. લગભગ ૩૦ હજાર આસપાસની સંખ્‍યામાં લોકોએ પોતાની જીંદગી ગુમાવી પડી અને બાકી રહેતા લોકોની જિંદગીખોડ- ખાપણમાં વિતાવી પડી.

   *👹અમેરીકન કંપની યુનિયન કાર્બન કે જેસેવીન તથા ટેમીગ ઇન ગ્રીમીયનનું ઉત્‍પાદન કરતી હતી. જેમાં ભારત સ્‍થિત ભોપાલ કંપનીમાં તેનું ૫૧% હિસ્‍સો હતો. બાકીનો હિસ્‍સો એલ.ટી.સી. તથા આઇ.ડી.બી.આઇ.નું રોકાણ હતું. તે કંપનીના હેલ્‍થ અને એન્‍વાયરમેન્‍ટ ડાયરેકટર જેકશન ગ્રહીલ હતાં.*
🤠પ્રાંતમાં નાખેલ કોમ્‍પ્‍યુટરાઇઝડ એલાર્મ સિસ્‍ટમ નિષ્‍ફળ હતી તથા બનાવના સમયે પાંચ પ્રકારની સિસ્‍ટમ કામ કરતી હતી. તેમાં (૧) વેન્‍ટ ગેસ સ્‍ટ્રોબલ (૨) ધ હેર ફાવક (૩) ધી વોટક કન્‍ટેન (૪) ધી સ્‍પેસ ટેન્‍ક (૫) રેફ્રીઝરેશન સીસ્‍ટેન.

   🙌🏻👆ઉપરની બધી જ સિસ્‍ટમ બનાવના સમયે કામ કરતી ન હતી. ઉપરાંત ભોપાલમાં જે મશીનરી હતી તે આઉટ-ડેટેડ હતી. તેવુ પણ અભ્‍યાસનું તારણ નીકળ્‍યું હતું. *વિશ્વમાં યુનિયન કાર્બાઇડના પ્રકારના બે પ્‍લાન્‍ટ હતા જે વેસ્‍ટ અમેરીકા વર્ધાનમાં બીજું ભોપાલમાં કંપની દ્વારા સેવીગ નામની જંતુનાશક દવા બનાવવા આવતી જેના માટે કાચામાલ તરીકે મિથાઇલ આઇસલસાઇનેટ વાપરવામાં આવતું. આ ઝેરી રસાયણ પોતે ફોસ્‍ટજીન અને મોનોમિથાઇલમાઇન નામના પ્રાણઘાતક વાયુ વચ્‍ચે થતી રસાયણિક ક્રિયાના અંતે ઉત્‍પાદન થાય છે. મિથાઇલ આઇસોસાઇનનું આલ્‍ફામિથેઇલ જોડે સંયોજન કરવાથી સેવીન નામની જંતુનાશક દવા બંને ખુબ જ ઓછા પ્રકારના રસાયણો આ પ્રકારના ઝેરી અને ઓછા પ્રાણઘાતક છે.* એમ.સી.આઇ.ના કેમીકલથી નજીવી માત્રા માનવીના શરીરમાં જતાં વિધુત વેગે માનવીની શ્વસનક્રિયા બંધ પડી જાય છે. તેની અલ્‍પા બાળી નાખે છે અને મૃત પણ બનાવી દે છે. આ રસાયણ સ્‍ફોટક પણ છે તેના પર પાણીનું એક ટીપું કે ધાતુ પડે તો મોટો ધડાકો થાય છે અને આ પ્રકારના બનાવો અટકાવવા માટે આ કેમીકલ તથા તેની આગળના કેમીકલને ૦ ડિગ્રી તાપમાન નીચે રાખવા જરૂરી છે. આ બધી દ્રષ્‍ટિએ આ પ્રકારના ઝેરી રસાયણને રાખવાની સુરક્ષિત વ્‍યવસ્‍થા ઘટના સમયે કામ કરતી ન હતી. કૃષિક્ષેત્રે ક્રાંતિ લાવવા તથા ઉત્‍પાદન વધારવા માટે જંતુનાશકની ખુબ જ જરૂર હતી અને દેશની જરૂરીયાતને ધ્‍યાનમાં રાખીને વિદેશી કંપની અહી પ્રવેશી હતી.

    🤜યુનિયન કાર્બાઇડની ભોપાલ કંપનીની સલામતીની વ્‍યવસ્‍થા યોગ્‍ય રીતે કામ કરતી નથી તેવા પ્રશ્નો અગાઉ ઘણી વખત ઉભા કરવામાં આવ્‍યા. પરંતુ નજર અંદાજ કરવામાં આવેલા ૧૯૮૧ તથા ૧૯૮૨માં આ પ્રકારના નાના અકસ્‍માતો પણ થયેલા. ભોપાલના એક સ્‍થાનીક વ્‍યકિતઓ ફેકટરીની સલામતીની દ્રષ્‍ટિએ કેટલાક પ્રશ્નો પણ ઉભા કરેલા. પરંતુ રાજ્‍ય સરકારે તે પ્રત્‍યે ધ્‍યાને આપેલ નથી.

   *👇👇👇ભોપાલ ગેસ દુર્ઘટનાનો ઘટનાક્રમ👇👇👇*

   (૧) 2-ડીસેમ્‍બર-૧૯૮૪, ભોપાલમાં આવેલા યુનિયન કાર્બાઇડ ઇન્‍ડિયા લિ. (UCIS)ના પ્‍લાન્‍ટમાંથી ઝેરી મિથાઇલ આસસાઇનેટ ગેસનું ગળતર થતાં ૧૫૦૦૦ જેટલા લોકો મૃત્‍યુ પામ્‍યા તથા પાંચ લાખથી વધુને ઇવા પહોંચી હતી. આ ઉપરાંત અન્‍ય લાખો લોકો બીમારીમાં પટકાયા હતાં.

   (૨) ૪-ડીસેમ્‍બર-૧૯૮૪, યુનિયન કાર્બાઇડ કંપનીના તત્‍કાલીન વડા વોરેન એન્‍ડરસનની અન્‍ય ૮ વ્‍યક્‍તિ સાથે ધરપકડ કરવામાં આવી. જો કે એન્‍ડરસન ૨૦૦૦ અમેરિકી ડોલરના જામીન પર મુક્‍ત થઇ ગયો હતો.

   (૩) ફેબ્રુઆરી-૧૯૮૫, ભારત સરકારે અમેરિકી અદાલતમાં યુનિયન કાર્બાઇડ સામે ૩.૩ અબજ ડોલરનો દાવો માંડયો.

   (૪) ૧૯૮૬માં અમેરીકી જિલ્લા અદાલતના ન્‍યાયધિશે ભોપાલ કાંડને લગતા તમામ કેસ ભારતમાં તબદીલ ર્ક્‍યા.

   (૫) ડિસેમ્‍બર-૧૯૮૭ સીબીઆઇ, વોરન એન્‍ડરસન સહિત અન્‍ય આરોપીઓ સામે આરોપનામું દાખલ ર્ક્‍યું.

   (૬) ફેબ્રુઆરી-૧૯૮૯, ભોપાલના હવોદ્વારા એન્‍ડરસન સામે બિનજામીન પાત્ર વોરંટ જાહેર કરાયું.

   (૭) ફેબ્રુઆરી-૧૯૮૯, યુનિયન કાર્બાઇડ કંપનીએ ભારતીય સરકાર સાથે અદાલતની બહાર ૪૭ કરોડ અમેરીકી ડોલરમા સમાધાન ર્ક્‍યું.

   (૮) ફેબ્રુઆરીઅ માર્ચઃ ૧૯૮૯, સરકારે કરેલા સમાધાન સામે વિવિધ સંગઠનો દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજીઓ કરવામાં આવી.

   (૯) ૧૯૯૨માં ૪૭ કરોડ અમેરીકી ડોલરમાંથી ભોપાલ ગેસકાંડના પીડીતોને સરકારે વળતર ચુકવ્‍યું.

   (૧૦) ફેબ્રુઆરી-૧૯૯૨માં એન્‍ડરસનને અદાલતે ભાગેડું જાહેર ર્ક્‍યો.

   (૧૧) ઓગષ્‍ટ-૧૯૯૯માં યુનિયન કાર્બાઇડ કંપનીએ અમેરીકા સ્‍થિત ડાઉ કેમિકલ સાથે જોડાણની જાહેરાત કરી.

   (૧૨) નવેમ્‍બર-૧૯૯૯માં પર્યાવરણ અંગે આંતરરાષ્‍ટ્રીય સ્‍તરે દેખરેખનુ કામ કરતી સંસ્‍થાએ ભોપાલની આ ફેકટરીની આસપાસની જગ્‍યાનું પરીક્ષણ ર્ક્‍યુ તથા તેમને અહીના પાણી, જમીન તથા અન્‍ય વસ્‍તુઓમાંથી ઝેરી રસાયણો મળી આવ્‍યાં. જેનું પ્રમાણ હોવું જોઇએ તેના કરતાં લાખો ગણું વધારે હતું.

   (૧૩) ફેબ્રુઆરી-૨૦૦૧, યુનિયન કાર્બાઇડ ()ની ભારતમાં જવાબદારી સ્‍વીકારવાનું નકારી કાઢયું.

   (૧૪) જુન-૨૦૦૨, ભારત સરકારે એન્‍ડરસન સામેના આરોપો પડતા મુકવાનું વિચારતા ભોપાલ ગેસકાંડના પીડીતોએ નવી દિલ્‍હીમાં ધરણા ર્ક્‍યાં.

   (૧૫) મે-૨૦૦૩, ભારત સરકારે અમેરીકા સમક્ષ એન્‍ડરસનના પ્રત્‍યાર્પણની વિધિવત માંગણી કરી.

   (૧૬) જુન-૨૦૦૪, અમેરીકાએ એન્‍ડરસનના પ્રત્‍યાર્પણની ભારતની વિંનતી ફગાવી દીધી.

   (૧૭) જુલાઇ-૧૯-૨૦૦૪, ભારતની સર્વોચ્‍ય અદાલતે સેન્‍ટ્રલ બેન્‍કને ૪૭ કરોડ અમેરીકી ડોલર (વળતર પેટે યુનિયન કાર્બાઇડ આપેલી રકમ)માંથી ૧૫ અબજ રૂપિયા ચુકવવાનો આદેશ ર્ક્‍યો.

   (૧૮) ભોપાલ ગેસકાંડના પીડીતોને વળતર ચુકવવામાં સરકાર નિષ્‍ફળ જતાં ઉગ્ર દેખાવવો યોજાયા હતાં.

   (૧૯) ઓક્‍ટોમ્‍બર-૨૬-૨૦૦૪, ભારતીય સુપ્રિમ કોર્ટે ૪૭ કરોડ ડોલરમાંથી બાકીની રકમ વળતર પેટે ચુકવવા ૧૫ નવેમ્‍બરની સમય સીમા નક્કી કરી.

   (૨૦) જુન-૨૧-૨૦૧૦, પ્રધાનોના જુથે ભોપાલ પીડીતોને રૂ.૧૫ કરોડનું પેકેજ જાહેર ર્ક્‍યું.

   *👇ભોપાલ ગેસ લીક ડીઝાસ્‍ટર(પ્રોસસીડીગ્‍સ એન્‍ડ કલેઇમ એકટ)૧૯૮૫👇👇👇*

   🙌🏻૨૦/૦૨/૧૯૮૫થી કેન્‍દ્ર સરકારે વટહુકમ દ્વારા આ અધિનિયમ પસાર ર્ક્‍યો. આ કાયદા દ્વારા કેન્‍દ્ર સરકારને કેટલીક સતાઓ આપવામાં આવી. જેના દ્વારા આ દુર્ઘટનાથી અસર પામનારને તાત્‍કાલીક ન્‍યાય અને અસરકારક વળતર આપી શકાય અને તેઓના વળતરના દાવાઓને યોગ્‍ય ન્‍યાય મળશે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

❇️🎲🎯૧૯૮૪માં બનેલી ભોપાલ ગેસ લીકેજની ગોઝારી ઘટનામાં ૩૭૮૭ લોકોના મોત થયા હતા. તેમજ હજારો લોકોને ઝેરી ગેસની અસર વર્ષો સુધી ભોગવવી પડી હતી. આ સમગ્ર ઘટનાના મુખ્‍ય આરોપી એવા ૯૨ વર્ષીય વોરન એન્‍ડરસનનું મોત ૨૯ સપ્‍ટેમ્‍બરના રોજ ફ્‌લોરીડાના એક નર્સિંગ હોમમાં થયું હતું, પરંતુ રસપ્રદ વાત એ છે કે તેમના મૃત્‍યુને આટલા દિવસો વીત્‍યા છતાં લોકો સુધી આ વાત પહોચી નહોતી.

      તેમના મૃત્‍યુ અંગેની જાણકારી લગભગ કોઈને ખબર ના પડી હોત જયાં સુધી તેમના વિશે વેરો બીચ બેરિયર આઈલેન્‍ડના વિકલી અખબારમાં એક આર્ટીકલ છપાયો ના હોત. તેમના મૃત્‍યુ અંગેની સત્તાવાર જાહેરાત તેમના પરિવાર દ્વારા પણ કરવામાં આવી નહોતી. છતાં પબ્‍લિક રેકોર્ડ્‍સમાંથી ન્‍યુયોર્ક ટાઈમ્‍સ દ્વારા તેમના મોત અંગેની પુષ્ટિ કરવામાં આવી હતી. ભારતમાં તેમના વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહીથી બચવામાં તેઓ વારંવાર સફળ રહ્યા હતા. એન્‍ડરસન રીટાયરમેન્‍ટ બાદનું જીવન ગાળી રહ્યા હતા.૨ ડીસેમ્‍બર, ૧૯૮૩ની રાત્રે ભોપાલમાં બનેલી દુર્ઘટનાને દુનિયાની સૌથી ગોઝારી ઇન્‍ડસ્‍ટ્રીયલ દુર્ઘટના ગણવામાં આવે છે. ૭ ડિસેમ્‍બરના રોજ એન્‍ડરસનના ભોપાલ ખાતે આવતાની સાથે જ તેની ધરપકડ કરવામાં આવી હતી. એન્‍ડરસન પર માનવવધ અને પ્રાણીઓના ખૂન સહિતની કલમો લાગી હોવા છતાં વિવાદિત સંજોગોમાં તેને જામીન પર છોડી મુકવામાં આવ્‍યા હતા. તેમના જામીન વખતે કેન્‍દ્રમાં રાજીવ ગાંધીની સરકાર કાર્યરત હતી.
🎯❇️🎯❇️🎯❇️🎯❇️🎯❇️🎯
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment