♻️👁🗨💠🎯🔰♻️👁🗨💠🔰🔘♻️
*આજે રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ*
🔰🎯💠👁🗨♻️🔘🔰🎯💠👁🗨♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
ગત એક દાયકામાં વિશ્વભરમાં ગ્લોબલ ર્વોિંમગનો પ્રશ્નો વિકરાળ રૃ લઈ ચૂક્યો છે. ગ્લોબલ ર્વોિંમગને કારણે આજે પણે વિશ્વના અનેક દેશોમાં ઠંડી, બરફવર્ષા, ચક્રવાત અને ગરમી સહિતની સમસ્યા ખડી છે. ભારતના અનેક શહેરોમાં પણ હવે પ્રદૂષણ સમસ્યા જટીલ બની ચૂકી છે. દેશના પાટનગર દિલ્હીમાં જ સૌથી વધુ હવા પ્રદુષણ છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિતના દેશના શહેરો પ્રદુષિત હવા માટે દિલ્હી સાથે સ્પર્ધા કરે તો નવાઈ નહીં હોય.
👉સતત ફેલાતા પ્રદૂષણને કારણે ભારતના ૧૬૮ શહેરોની હવા શ્વાસ લેવા માટે યોગ્ય રહી નથી
આંતરરાષ્ટ્રીય સંસ્થા ગ્રીનપીસે તાજેતરમાં જ બહાર પાડેલો અહેવાલ ભારત માટે ચિંતાજનક : અવકાશમાંથી સરહદો સુદ્ધા જોઈ શકાતી નથી અને માત્ર એર પોલ્યુશન દેખાય છે
જટીલ પ્રશ્ન બનેલા હવા પ્રદૂષણ બાબતે હજુ પણ ભારતીય સજાગતા નહીં દાખવશે તો આવનારા દિવસોમાં મુશ્કેલી વધશે
👉પર્યાવરણીય સંસ્થા ગ્રીનપીસ દ્વારા ભારતના શહેરોની હવા અંગે તાજેતરમાં એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ પ્રમાણે ભારતના કોઈ મોટા શહેરની હવા શુદ્ધ રહી નથી. ૧૬૮ શહેરોની તપાસ કરાઈ તો બધા જ એક સરખા પ્રદુષિત નીકળ્યા. વળી દેશમાં વર્ષે ૧૨ લાખ લોકો હવા પ્રદુષણથી મોતને ભેટે છે. ધારો કે ગ્રીનપીસે અહેવાલ ન આપ્યો હો તો પણ દેશના કરોડો લોકો આ બાબતથી માહિતગાર છે કે આપણા કોઈ મોટા શહેરની હવા શુદ્ધ રહી નથી. એટલે લોકો બુકાની બાંધીને બહાર નીકળવાનું પસંદ કરે છે અને નાના બાળકોને પણ બુકાની બાંધીને જ બહાર કાઢે છે. સૌને ખબર છે. આપણી હવા કેવી છે. જાણે અજાણે હવા પ્રદૂષણ એ દેશની રાષ્ટ્રીય સમસ્યા બની ચૂકી છે.
👉ગ્રીનપીસ સંસ્થા પર્યાવરણ અંગેના વિવિધ અહેવાલો તૈયાર કરતી હોવાથી વર્તમાન સરકાર એ સંસ્થાથી નારાજ છે. તેના પર પ્રતિબંધ મુકવા, પરદેશી ફંડ ન મળવા દેવું જેવા પગલા સરકારે લીધા છે. કેમ કે મોદી સરકાર કોઈ પ્રકારની ટીકા સહન કરી શકતી નથી અને પોતાની ઈચ્છા ન હોય એવા અહેવાલો તેમને પસંદ નથી. એ અહેવાલો પછી ગ્રીનપીસના હોય કે અર્થતંત્ર અંગે મૂડિઝનો. કોઈને ગ્રીનપીસ સંસ્થાનો અહેવાલ માનવા જેવો ન લાગે તો પછી ચાલો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની વાત કરીએ. હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ સંયુક્ત રાષ્ટ્રસંઘના નેજા હેઠળ કામ કરતી સંસ્થા છે. તેના અહેવાલને કોઈ ખોટો કહી શકે નહીં. અગાઉ હેલ્થ ઓર્ગોનાઈઝેશને આપેલા એક અહેવાલને વધારે ભયજનક કહી શકાય તેમ છે. ૨૦૧૭માં રજૂ થયેલા હેલ્થ ઓર્ગેનાઈઝેશનના આ અહેવાલ પ્રમાણે આખા જગતમાં હવા પ્રદુષણથી વર્ષે ૪૫ લાખ લોકોના મોત થાય છે. એટલે ભારતના કેટલાય મોટા શહેરોની વસતી જેટલાં લોકો માત્ર હવામાં ફેલાયેલા પ્રદૂષણને કારણે જ મોતને ભેટે છે. વળી આ ૪૫ લાખ પૈકી સૌથી વધુ મોત ચીન અને ભારતમાં થાય છે. ભારતમાં દરેક ઘરમાં પંખા નીચે ફરતી કે બારી બારણાઓમાંથી ફૂંકાતી હવા ઝેરી છે એવું નથી. પરંતુ ઘરમાં રહેલી હવામાં આપણે માનીએ એટલી શુદ્ધતા તેમાં રહી નથી. ઔદ્યોગિક વિકાસની દોડમાં આગળ વધી રહેલા ભારતમાં સતત નવા નવા કારખાના સ્થપાય છે. જે હવા પ્રદુષણ ફેલાવાનું કામ સૌથી પહેલા કરે છે. દેશમાં હવે તો રાંધણગેસનો વપરાશ વધ્યો છે. ત્યાં તો ઠીક છે, પરંતુ ગામડાઓમાં જલાઉ લાકડાથી ચૂલો પ્રગટે છે. એ ચૂલામાંથી પેદા થતો ધુમાડો છેવટે તો મોતને જ નોતરી આવે છે. ઘરેલું હવા પ્રદુષણની વાત એ કિસ્સામાં વધારે લાગું પડે છે. ભારત સહિત ઘણા દેશો એવા છે જ્યાં હજુ પણ ૫૦ ટકા કરતા વધારે ગ્રામ્ય વિસ્તારોમાં ચૂલાઓ લક્કડીયા બળતણથી જ પ્રગટે છે. એનાથી ફેલાતો ધુમાડો ઘર, પડોશ, ગામ, શેરી બધાને અડફેટે લેતો રહે છે. દેશના ૬૦ ટકા કરતા ઘરોમાં રસોઈ માટે દેશી ચૂલા વપરાય છે. આ ચૂલાઓને કારણે ફેલાતા પ્રદુષણને કારણે થતાં મોત આખા જગતમાં વર્ષે મલેરિચા અને એઈડ્સ દ્વારા થતાં કુલ મોત કરતા વધારે છે. ગ્લોબલ હેલ્થ સ્ટડી નામની સંસ્થાના અહેવાલ પ્રમાણે વિશ્વમાં ૩ અબજ કરતા વધારે લોકો દેશી ચૂલા વાપરે છે. લાકડાઓ બાળવાને કારણે આ ચૂલાઓ પ્રદુષણનું મોટું કારખાનું બન્યા છે. એ પ્રદુષણને કારણે વિશ્વમાં ચાલીસ પચાસ લાખ લોકો મૃત્યુ પામે છે. મલેરિયા અને એઈડ્સ જેવી બિમારીને કારણે વર્ષે કુલ ૨૭ લાખ લોકોના જીવ જાય છે.
👉હવા પ્રદુષણ એ બધાને પાછળ રાખે છે. ભારતમાં દેશના ખુણેખુણા સુધી રસોઈ ગેસની સુવિધા પણ નથી પહોંચી એટલે એવા સ્થળે લોકો લાકડા બાળીને ચૂલા પેટાવા મજબૂર છે. ભારત જેવા ઘણા દેશોમાં પાણી અને ગટર વ્યવસ્થા પછી સૌથી મોટી સમસ્યા પ્રદુષણ રહિત બળતણની છે. લાકડા, ઘાસ, કુચો, છાણા વગેેરનો બળતણ તરીકે ઉપયોગ થતો રહે છે અને તેમાંથી ધુમાડો ફેલાય છે જેમાં કાર્બન મોનોક્સાઈડ અને કાર્બન ડાયોક્સાઈડ જેવા વાયુનું પ્રમાણ વધારે હોય છે. એ વાયુઓ શ્વાસ સાથે શરીરમાં જાય એટલે લાંબે ગાળે શરીરને નુકસાન થાય છે અને વહેલું મોત પણ થાય છે. ધુમાડાને કારણે દમ, શ્વાસ, અસ્થામા, ખાંસી જેવી બિમારીનું પ્રમાણ પણ દેશમાં વધી ગયુંછે. ભારત સહિતના દેશોનું હવા પ્રદૂષણ હવે આકાશમાંથી દેખાતુ થયું છે. એટલે જ આકાશમાંથી પાક.ની સરહદ દેખાતી બંધ થઈ ગઈ છે. ચાલુ વર્ષ એટલે કે ૨૦૧૬માં જ ઉત્તરભારત પર પ્રદૂષિત હવાનો જામેલો થર ઉપગ્રહોની તસવીરોમાં જોવા મળ્યો હતો. હવા પ્રદૂષણ પણ હવે બ પ્રકારના છે. બહારની હવા તો આપણે જાણીએ છીએ કે જોખમી જ હોય. પરંતુ અંદરની એટલે કે ઘરની હવા પણ શુદ્ધ હોય એમ માનવાને કારણ નથી. હવા પ્રદૂષણનો ભોગ બનતા કુલ લોકો પૈકી અડધો અડધ લોકો ઈન્ડરો પ્રદૂષણનો ભોગ બને છે. જે ગંભીર બાબત લેખી શકાય. કારણ કે પોતાના ઘરમાં રહેલી હવા જ જીવલેણ હોઈ શકે તેવી કલ્પના ખુદ તે ઘરમાં રહેતા લોકોને પણ હોતી નથી. એટલે લોકો તે અંગે હજી પણ જાગ્રત થયા નથી. વળી આઉટડોરનું પ્રદૂષણ સીધું લોકોના નિયંત્રણમાં હોતુ નથી. એમાં કારખાનાઓમાંથી લઈને વાહનોમાંથી નીકળતા ધુમાડા સુધીનું ઘણું બધુ આવરી લેવાય છે. તેના પર કોઈનો વ્યક્તિગત કાબૂ હોતો નથી. સરકાર તેમને અટકાવી શકે તેમ નથી. પરંતુ ઈન્ડરો પોલ્યુશન માટે તો માત્રને માત્ર લોકો જ જવાબદાર હોય છે. એના માટે સરકાર કે અન્ય કોઈ પર પણ દોષનો ટોપલો નાંખી શકાય તેમ નથી. ડબલ્યુએચઓના મતે આ ઈન્ડોર પોલ્યુશન સૌથી વધુ ખતરનાક છે. હવા દૂષણ વિશે એમ કહેવાય છે કે ૮૦ ટકા પ્રદૂષણ વિકાસશીલ અને ગરીબ દેશો આયોજનના અભાવે ફેલાય છે. જોકે, એ વાત પણ અર્ધસત્ય છે. કેમ કે, ડબલ્યુએચઓના એ અહેવાલમાં બ્રિટનના પાંચ મોટા શહેરો પ્રદૂષણ ફેલાવવામાં આગળ પડતા હોવાનું કહેવાયું છે. માન્ચેસ્ટર, લિવરપૂલ, ર્બિંમગહામ જેવા શહેરોમાં આવેલા કારખાનાઓ એર પોલ્યુશનમાં કુખ્યાત બન્યા છે. અમેરિકા આ બાબતે પ્રમાણમાં કોલર ઊંચો કરી શકે તેમ છે. જોકે, જ્યારે મૂદ્દો પૃથ્વીના વાતાવરણનો હોય ત્યારે જવાબદારી કોઈ એક દેશ પૂરતી મર્યાદિત નથી રહેતી. આ માટે બધાએ સહિયારા અને સદ્ધર પ્રયાસો કરવા જરૃરી બન્યા છે. જો સ્થિતિમાં ખરેખર સુધારો નહીં લઈ આવી શકીએ તો તેના ખતરનાક પરિણામો ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. વિશ્વના ૮ લોકોમાંથી એકને શ્વાસ સંબંધી બીમારી હોય છે. એ સ્થિતિ જ એ વાત તરફ અંગુલીનિર્દેશ કરે છે કે હવા પ્રદૂષણ કેટલી ગંભરતાથી આપણા શરીરમાં ઝહેરની જેમ ભળી રહ્યું છે. આ આંકડો તો પ્રત્યક્ષ રીતે હવાના કારણે ભોગ બનેલા લોકોનો છે. રોજિંદા જીવનમાં પરોક્ષ રીતે હવા પ્રદૂષણ સામે કરોડો લોકો ઝઝૂમી રહ્યાં છે. ધીમું તો ધીમું પણ ઝહેર તો ઝહેરનું કામ કરે જ છે. આજે નહીં તો કાલે જો એ તેની ખાળવાનું કામ અતિ કપરૃં હશે. પર્યાવરણની જાળવણી અને વિકાસની દિશામાં આગેકૂચ કરવી એ સોયમાં દોરો પરોવવા જેવું સમતોલનનું કામ છે. મોટા ભાગની સરકારો એ સમતોલન જાળવવામાં નિષ્ફળ નીવડે છે. દૂરની ક્યાંય વાત ન કરીએ અને ગુજરાતનું જ ઉદાહરણ જોઈએ તો રોડ-રસ્તા બનાવવા ગુજરાતે છેલ્લા દાયકામાં હજારો વૃક્ષો કાપી નાખ્યા છે. એક વૃક્ષ કપાય એ સાથે જ તેના હા શુદ્ધિકરણનુ કાર્ય પણ અટકે છે તે વાત સહજ છે. હાઈવે બને તેની ના નહીં, રેલવે નંખાય તેની ના નહીં, પણ ઉગેલા વૃક્ષોને કાપવા પડે એ સરકારની અણઆવડત સિવાય બીજું કશું નથી. નવા વૃક્ષો ઉગતા નથી, પરંતુ ઉભેલા સતત કપાતા જાય છે.
આજે દિલ્હી તેના હવા પ્રદૂષણ માટે કુખ્યાત છે. આગામી દિવસોમાં અમદાવાદ સહિતના દેશના શહેરો પ્રદૂષિત હવા માટે દિલ્હી સાથે સ્પર્ધા કરશે જ. એટલે વર્તમાન શાસકો અને લોકોએ પણ આ સમસ્યા અંગે ગંભીર બનવું અનિવાર્ય છે.
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment