Saturday, December 28, 2019

ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી' ---- Dhirubhai Ambani - 'Man of Century'

💠✅💠✅💠✅💠✅🎯✅💠✅
ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી'
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કેટલાંક લોકો જનમે જ છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાંક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. એટલું કે, અન્યને તેમનામાંથી પ્રેરણા મળે.

👉1962 માં મસાલા ઉદ્યોગ થી સરું કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવાર ના સભ્ય. જેમના શબ્દો👇👇

🔰🔰હું મારા સપના બદલતો રહું છું. તમે સપના જોશો, ત્યારે જ તેને સાકાર કરી શકશો."" મોટું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો કોઈની જાગીર નથી

🔰🔰"આપણા સપના વધારે મોટા જ હોવા જોઈએ. આપણી મહત્વાકાંક્ષા ઊંચી હોવી જોઈએ. આપણી પ્રતિબદ્ધતા વધારે ઊંડી જોઈએ. અને આપણા પ્રયત્ન વધારે મહાન જોઈએ. રીલાયન્સ અને ભારત માટેનું આ મારું સપનું છે."

🔰"નફો મેળવવા માટે તમારે કોઈના આમંત્રણની જરૂર નથી."

🔰"જો તમે દ્રઢ નિશ્ચયશક્તિ અને યથાર્થ પ્રયત્ન સાથે કામ કરશો તો સફળતા સામેથી મળશે."

🔰"મુશ્કેલીઓ નડે તો પણ તમારા ધ્યેયને છોડશો નહિ, અને વિપરિત સંજોગોને તકમાં પરિવર્તિત કરો."

♻️♻️ગુજરતના નાનકડા ગામડા ચોરવાડની સ્કૂલ સિક્ષક હિરાચંદ ગોવરધનદાસ અંબાણીના દીકરા ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932ના દિવસે થયો હતો. પિતાની ત્રીજી સંતાન હતાં તેઓ પાંચ ભાઈ બહેન હતાં. રમણીકલાલ, નટવર લાલ અને ધીરુભાઈ પોતે. બે બહેનો, ત્રિલોચના અને જસુમતી.

♻️ઘણી પૈસાની તક્લીફ વચ્ચે નાનપણ વીતાવનાર ધીરુભાઈ આ કારણે જ તેમનું ભણતર પુરુ કરી શક્યા ન હતાં. અને તેમણે તેમના હાઈસ્કૂલનું ભણતર વચ્ચેથી જ અધુરુ મુકી દીધુ હતું. ત્યારે સૌ પહેલાં તેઓ ગિરનાર પાસે એક નાનકડી દુકાન ચલાવતા હતા, ત્યાં આવતા પર્યટકોને ભજીયા વેચતા હતાં. જોકે આ તો તેમની શરૂઆત હતી.

♻️તેમની પહેલી જોબની વાત કરીએ તો 1949માં 17 વર્ષની ઉંમરે તેઓ યમનના એડેન ગયા હતાં. પહેલી વખત તેઓ કાબોટા નામની શિપમાં બેસી દેશ બહાર પૈસા કમાવવા ગયાં હતાં.

〰ત્યા તેમના મોટાભાઈ રમણિકલાલે તેમના માટે બધી જ વ્યવસ્થા કરી રાખી હતી. તેથી ધીરૂભાઈએ જોબ મેળવવા કોઈ તકલીફ નહોતી કરવી પડી. પણ તેઓ અન્ય જગ્યાએ જોબ કરવા ઈચ્છતા નહતાં તેમના સપના કંઈક અલગ જ હતાં તેથી તેઓ 1954માં થોડા સમય માટે મુંબઈ પાછા ફર્યા અહીં તેમણે કોકિલાબહેન સાથે લગ્ન કર્યાં અને તેઓ આખરે 1959માં ખીસ્સામાં 500 રૂપિયા સાથે કાયમ માટે ભારત પાછા આવી ગયા.

♻️1962માં ધીરુભાઈ ભારત પાછા આવ્યા અને રીલાયન્સ (Reliance)ની શરૂઆત કરી.રીલાયન્સ(Reliance) પોલિયસ્ટર યાર્નની આયાત અને મસાલાની નિકાસ કરતી હતી.

👉ચંપકલાલ દામાણી , તેમના બીજા પિતરાઈ કે જેઓ એડન , યમનમાં તેમની સાથે હતા, ની સાથે ભાગીદારીમાં કારોબાર શરૂ કર્યો. રીલાયન્સ કમર્શિયલ કોર્પોરેશન(Reliance Commercial Corporation)ની પ્રથમ ઓફિસ મસ્જિદ બંદર ની નરસિનાથ ગલી ખાતે શરૂ કરવામાં આવી. જેમાં ૩૫૦ sq ft (33 m 2). એક ટેલિફોન, એક ટેબલ અને ત્રણ ખુરશી સાથેનો ઓરડો હતો. શરૂઆતમાં કારોબારમાં મદદ કરવા તેમના પાસે બે સહાયક હતા. 1965માં, ચંપકલાલ દામાણી અને ધીરુભાઈ અંબાણી વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યો અને ધીરુભાઈએ પોતાની રીતે શરૂઆત કરી. બંનેની પ્રકૃતિ અને કારોબારની કામગીરીમાં અલગ પદ્ધતિ હોવાનું માનવામાં આવે છે.શ્રી દામાણી સાવધ વેપારી હતા અને યાર્નના માલ-સામાનના નિર્માણમાં રોકાણ માટે અસંમત હતા, જ્યારે કે ધીરુભાઈ સાહસવૃત્તિ માટે જાણીતા હતા અને તેઓ માનતા હતા કે ભવિષ્યમાં કિંમતો વધશે અને તેથી નફો મેળવવા માટે માલ-સામાનનું નિર્માણ જરૂરી હતું. 1968માં તેઓ દક્ષિણ મુંબઈ ના અલ્ટમાઉન્ટ રોડ ખાતેના વૈભવી એપાર્ટમેન્ટમાં રહેવા ગયા. 1970ના દસકાના અંત સુધીમાં અંબાણીની અંદાજિત સંપત્તિ રૂપિયા 10 લાખ હતી

👉એશિયા ટાઈમ્સ (Asia Times) અવતરણો : "તેમની લોકો સાથે કામ કરવાની આવડત દંતકથા સમાન હતી. એક પૂર્વ સચિવે જણાવ્યું હતું : "તેઓ અત્યંત સહાયકારી હતા. તેઓ 'મોકળા દરવાજા'ની નીતિને અનુસરતા.
કર્મચારીઓ સરળતાથી તેમની કેબિનમાં જઈને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી શકતા હતા." કર્મચારીઓ, શેરધારકો, પત્રકારો કે પછી સરકારી અધિકારીઓ જેવા વિવિધ વર્ગો સાથે કામ કરવાની ચેરમેનની પોતાની આગવી પદ્ધતિ હતી. અંબાણીએ અધિકારીઓને ખરીદીને પોતાને અનુકૂળ કાયદા બનાવડાવ્યા હોવાનો આરોપ તેમના પ્રતિસ્પર્ધીઓએ મૂક્યો છે.

♻️તેમના પ્રારંભિક દિવસો અને ભારતની તત્કાલિન તુમારશાહીની ગૂંચવાડાભરી અને જડ પદ્ધતિનો પોતાના લાભમાં ઉપયોગ કરવાની અંબાણીની કુનેહનો તેઓ સંદર્ભ આપે છે. તેઓ ખોટ સહન કરીને પણ ઘણી વાર મસાલાની નિકાસ કરતા અને રેયોનની આયાત માટે રેપ્લેનિશમેન્ટ(ફરીથી ભરવાનું) લાઈસન્સનો ઉપયોગ કરતા.બાદમાં જ્યારે ભારતમાં રેયોનનું ઉત્પાદન શરૂ થયું ત્યારે તેમણે રેયોનની નિકાસ શરૂ કરી અને આ નિકાસ પણ તેઓ ખોટ ભોગવીને જ કરતા અને નાયલોનની આયાત કરતા. સ્પર્ધકોકરતાં અંબાણી હંમેશા એક ડગલુ આગળ રહેતા. આયાતી વસ્તુઓની ભારે માંગ રહેતી હોવાથી તેમનો નફો ભાગ્યે જ 300 ટકાથી ઓછો રહેતો.

✅અને અહીંથી શરૂ થઈ તેમની સફળ બિઝનેસ યાત્રા. તે બાદ તેમને ક્યારેય પાછા વળીને જોયું ન હતું. ફક્ત દેશમાં જ નહીં ઈન્ટરનેશનલ લેવલે પણ તેમનું નામ થયું હતું. તેઓ ભારતમાં બિઝનેસનો પાયો નાખનાર વ્યક્તિ ગણાવા લાગ્યાં હતાં.
બધા જ અડચણના પત્થરને પગથિયું બનાવી આગળ વધતા ગયા 💐💐💐6 જુલાઈ 2002ના દિવસે જ્યારે તેમણે આ દુનિયામાંથી વિદાય લીધી ત્યારે તેઓ 62000 કરોડ રૂપિયાના માલિક હતાં.
અને આજે તેમના દીકરાઓએ ન ફક્ત દેશમાં પણ ઈન્ટરનેશનલ લેવલે તેમની કંપનીને સ્થાન અપાવ્યું છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰
🔰"યુવાનોને ઉચિત વાતાવરણ આપો. તેમને પ્રેરણા આપો. તેમને જરૂરી મદદ કરો. દરેક પાસે શક્તિનો અખૂટ ભંડાર છે. તેઓ પરિણામ આપશે."

🔰"મારા ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વચ્ચે એક સામ્યતા છે અને તે છેઃ સંબંધો અને વિશ્વાસ. આ આપણા વિકાસનો પાયો છે"'
"અમે લોકો પર વિશ્વાસ મૂકીએ છીએ." '

🔰"સમયમર્યાદાનું પાલન કરવું તેના કરતાં સમયમર્યાદા કરતાં પહેલા કામ પાર પાડવાની હું અપેક્ષા રાખુ છું."

🔰"ક્યારેય નિરાશ થશો નહિ, હિંમત મારું હથિયાર છે." ''

🔰"આપણે શાસકો બદલી શકતા નથી, પરંતુ તેમની આપણા પર શાસન કરવાની પદ્ધતિ જરૂર બદલી શકીએ છીએ." '

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💐🎯💐🎯💐🎯💐🎯💐🎯💐🎯
ધીરુભાઈ અંબાણીની આજે પુણ્યતિથિ
🐾💐🐾💐🐾💐🐾💐💐🐾💐
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

☑️ધીરૂભાઈ અંબાણીની પુણ્યતિથિઃ ધીરુભાઈ આજે પણ એટલા જ સાંપ્રત અને એટલા જ પ્રસ્તુત…

✔️`મોટુ વિચારો, ઝડપથી વિચારો અને સમયથી પહેલા વિચારો’

🔘ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિના વિકાસમાં પોતાનો સિંહફાળો આપનારા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણીના દેહાવસાનને દોઢ દાયકો થઈ ગયો.

🔘ધીરૂભાઈ અંબાણીએ માત્ર પોતાના માટે જ નહીં પરંતુ દેશ અને સમાજ માટે પણ સંપત્તિ સર્જન કર્યું હતું, તેથી જ તેઓ સાચા અર્થમાં વેલ્થ ક્રિએટર હતા. ભારતને પેટ્રોલિયમ પ્રોડક્ટના નેટ ઇમ્પોર્ટરમાંથી નેટ એક્સપોર્ટર બનાવવાનું વિઝન ધીરૂભાઈનું હતું, જે તેમણે જામનગર નજીક મોટી ખાવડીમાં વિશ્વની એક જ સ્થળે આવેલી સૌથી મોટી રિફાઇનરી સ્થાપીને સાકાર કર્યું. તેઓ પોતાની અદમ્ય સાહસવૃત્તિ, વેપારી કુનેહ, પવનની દિશા પારખવાની આવડત અને સમય સામે બાથ ભિડવાની હિંમતને કારણે આજે પણ ભારતના લાખો યુવાનોના આદર્શ છે. દેશના વધુ ને વધુ લોકો ધીરૂભાઈના વ્યક્તિત્વને જાણે અને તેમાંથી પ્રેરણા મેળવી શકે છે..

🔘ધીરૂભાઈના હૈયે માત્ર પોતાનું કે પોતાના પરિવારનું જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર ભારતનું હિત વસેલું હતું. વાવાઝોડું, ભૂકંપ કે અન્ય કોઈપણ કુદરતી આફતના સમયે લોકોને મદદરૂપ થવા માટે ધીરૂભાઈ હંમેશા તૈયાર રહેતા. એટલું જ નહીં, પરંતુ નર્મદાના નીર સૌરાષ્ટ્રની ધરતીને મળે તે માટે પણ ધીરૂભાઈએ ખાનગી રીતે ઘણાં પ્રયાસ કર્યા હતા. ભારતીય શેરબજાર જ્યારે માત્ર મુઠ્ઠીભર માલેતુજારોનો ઇજારો હતો તેવા સમયે મધ્યમ વર્ગના લોકોને નાણાંના રોકાણ માટે શેરબજારનો માર્ગ બતાવનાર ધીરૂભાઈ જ હતા. તેમને માત્ર કંપનીની નફાકારકતા વધે તે માટે જ નહીં પરંતુ રોકાણકારોના હિતનું રક્ષણ થાય અને તેમની સંપત્તિમાં વધારો થાય તેવી ચિંતા સતત રહેતી.

♦️નવેમ્બર 2000- 'મેન ઓફ સેન્ચ્યુરી' , ભારતના કેમિકલ ઉદ્યોગના વિકાસમાં વિશેષ પ્રદાન માટે કેમટેક ફાઉન્ડેશન અને કેમિકલ એન્જિનિયરિંગ વર્લ્ડ દ્વારા તેમને આ સન્માન અપાયુ હતું.

⭕️2000, 1998 અને 1996માં – 'પાવર 50 -
એશિયાના સૌથી વધુ શક્તિશાળી વ્યક્તિઓની યાદીમાં સમાવેશ, એશિયાવીક (Asiaweek) મેગેઝિન દ્વારા .

🔘રિલાયન્સ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરૂભાઈ અંબાણી જીવતા હોત તો ૮૫ વર્ષના હોત. ૬ જુલાઈ ૨૦૦૨ નાં રોજ તેમનું અવસાન થયું હતું. એક જીનિયસ બિઝનેસમેન તરીકે તેઓએ જે સફળતા હાંસલ કરી છે, તે કોઈના માટે સરળ નથી. તેઓ એક એવા બિઝનેસમેન હતા કે, જેમણે બિઝનેસ કરવાનો નવો અંદાજ શીખવ્યો છે. પોતાની બિઝનેસ સ્ટ્રેટેજીની મદદથી તેઓ દેશના સૌથી અમીર વ્યક્તિ બન્યા હતા.

🔵જેમ દરેક ક્રિકેટર માટે સચિન અને ફિલ્મ કલાકાર માટે અમિતાભ જેમ આદર્શ છે તેમ દરેક વેપારી જેને આદર્શ માને છે તેવા શ્રી ધીરુભાઈ કે
જે એક સામાન્ય માનવી એ એક આટલું મોટું સામ્રાજય ઉભું કરનાર ધીરુભાઈ આદર્શ બને તેવી શુભેચ્છા પાઠવું છું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
〰〰〰〰〰〰〰〰〰〰〰
ધીરુભાઈ અંબાણીના પ્રખ્યાત સુવાક્યો
♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️♦️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

1. મોટું વિચારો, ઝડપથી વિચારો, દુરંદેશી કેળવો. વિચારો પર કોઈનો એકાધિકાર નથી.

2. આપણા સ્વપ્ન મોટા હોવા જોઈએ, મહત્વાકાંક્ષાઓ ઉંચી હોવી જોઈએ,આપણી પ્રતિબદ્ધતા ઊંડી હોવી જોઈએ અને

3. આપણા પ્રયત્નો મોટા હોવા જોઈએ, રિલાયન્સ અને ભારત માટે મારું આ જ સ્વપ્ન છે.

4. આપણે આપણા શાશકોને તો નથી બદલી શકતા પરંતુ તેમની શાશન કરવાની રીતને જરૂર બદલી શકીએ છીએ.

5. નફો કમાવવા માટે કોઈના આમંત્રણની જરૂર નથી. -જો તમે સ્વપ્ન જોશો તો જ તમે તેને પૂરું કરી શકશો.

6. દ્રઢ સંકલ્પ અને પૂર્ણતાથી કામ કરશો તો સફળતા જરૂર મળશે. તકલીફોમાં પણ તમારા લક્ષ્યને વળગી રહો અને વિપત્તિઓને અવસરમાં બદલો.

7. યુવાનોને સારું વાતાવરણ આપો, તેઓને પ્રેરિત કરો, સહયોગ કરો. તેમાંના દરેક ઉર્જાના સ્ત્રોત છે અને તેઓ કરી બતાવશે.

8. સબંધો અને વિશ્વાસ એ વિકાસના પાયા સમાન છે.

9. સમયસર નહિ, સમય પહેલા કામ થવાની હું અપેક્ષા રાખું છું.

10. ભારતીયોની તકલીફ એ છે કે તેઓએ મોટું વિચારવાની આદત છોડી દીધી છે.

11. લક્ષ્ય એવું નક્કી કરવું જોઈએ કે તેને મેળવી કે પહોચી શકાય કમાવવા માટે ગણતરી પૂર્વકના જોખમો ઉઠાવવા જોઈએ.

12. તક એ કોઈ નસીબની વાત નથી, તકો તો આપણી આજુબાજુ જ છે, ઘણા લોકો તેનો લાભ લે છે તો ઘણા તેને છોડી દે છે.

〰⭕️ધીરુભાઈને શરૂઆતથી ભારે આદરપૂર્વક જોવામાં આવે છે.પેટ્રો-કેમિકલના વ્યવસાય ક્ષેત્રે તેમની સફળતા અને સંઘર્ષ કરીને સામાન્ય માણસમાંથી ધનવાન બનવાની સિદ્ધિએ ભારતના લોકોના મનમાં તેમને અનુસરણીય વ્યક્તિનું સ્થાન અપાવ્યું.વ્યાપારી નેતા હોવાના કારણે તેઓ એક પ્રેરક પણ હતા. તેમણે બહુ ઓછા જાહેર વક્તવ્યો આપ્યા છે, પરંતુ તેમાં રહેલા મૂલ્યોના કારણે તે વક્તવ્યો આજે પણ યાદ કરાય છે." 30 લાખ રોકાણકારોની શક્તિ સાથે આરઆઈએલ (RIL) "વિશ્વની સૌથી મોટી કંપની"નો ખિતાબ મેળવશે""મને "ના" શબ્દ સંભળાતા નથી"." "
રીલાયન્સ માટે વિકાસના કોઈ સીમાડા નથી.
હું મારા સપના બદલતો રહું છું. તમે સપના જોશો, ત્યારે જ તેને સાકાર કરી શકશો."" મોટું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો કોઈની જાગીર નથી"

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment