Tuesday, December 24, 2019

નારાયણ દેસાઈ --- Narayan Desai

નારાયણ દેસાઈ
📝✏️📝✏️📝✏️📝✏️📝✏️📝✏️
*📒નારાયણ દેસાઈ (૨૪ ડિસેમ્બર ૧૯૨૪ – ૧૫ માર્ચ ૨૦૧૫) ભારતીય ગાંધીવાદી અને લેખક હતા.📕*
📙📘📕📙📕📙📒📙📒📙📕📙
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*જન્મ📌📍૨૪ ડિસેમ્બર, ૧૯૨૪
વલસાડ, ગુજરાત, ભારત*

મૃત્યુ📍📌૧૫ માર્ચ, ૨૦૧૫
સુરત, ગુજરાત

🏆૧૯૯૩માં તેમના પિતા મહાદેવ દેસાઈના જીવનવૃત્તાંત માટે તેમને ગુજરાતી ભાષાનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. એ પહેલાં તેમને ગાંધીજીના બાળપણની યાદગીરીના પુસ્તક માટે પણ સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો.

*🏆૧૯૯૯માં તેમને જમનાલાલ બજાજ પુરસ્કાર મળ્યો હતો અને ૧૯૯૮માં અસહિષ્ણુતા અને અહિંસાનો અથાગ પ્રચાર કરવા માટે યુનેસ્કો-મદનજીત સિંહ પુરસ્કાર મળ્યો હતો.*

*🏆ગુજરાતી સાહિત્યમાં યોગદાન માટે તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક ૨૦૦૧માં એનાયત થયો હતો.*

*🏆૨૦૦૪ના વર્ષમાં ભારતીય જ્ઞાનપીઠ દ્વારા અપાતો ૧૮મો મૂર્તીદેવી પુરસ્કાર તેમને તેમના લોકપ્રિય સર્જન ‘મારું જીવન એજ મારી વાણી’ માટે મળ્યો હતો, જે મહાત્મા ગાંધીના જીવન, ફિલસૂફી અને કાર્યો પર આધારીત છે.*

📚📙📙પાવન પ્રસંગો (૧૯૫૨) અને જયપ્રકાશ નારાયણ (૧૯૮૦) એમની ચરિત્રાત્મક પુસ્તિકાઓ છે. ગાંધી ક્યાંક હશે ભારતમાં ગીત-સંવાદોમાં લખાયેલી કટાક્ષિકા છે. સામ્યયોગી વિનોબા (૧૯૫૩), ભૂદાન આરોહણ (૧૯૫૬), મા ધરતીને ખોળે (૧૯૫૬), શાંતિસેના (૧૯૬૬), સંત સેવતાં સુકૃત વાધે (૧૯૬૭), સર્વોદય શું છે? (૧૯૬૮), ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે? (૧૯૬૯), અહિંસક પ્રતિકારની કહાણી (૧૯૭૫) વગેરે ગાંધીજીના આચારવિચારમાં રહેલી જીવનદ્રષ્ટિનું મૂલ્યાંકન કરતાં અને ભૂદાન પ્રવૃત્તિ વિશેનાં પુસ્તકો છે. સોનાર બાંગ્લા (૧૯૭૨) અને લેનિન અને ભારત (૧૯૭૬) ઇતિહાસ અને રાજકારણને લગતાં પુસ્તકો છે. વેડછીનો વડલો (૧૯૮૪)નું એમણે સંપાદન કર્યું છે. માટીનો માનવી (૧૯૬૪) અને રવિછબી (૧૯૭૯) એમના અનુવાદો છે.

*🗃🗳મહાત્મા ગાંધીના અંગત સેક્રેટરી અને જીવનવૃત્તાંત લેખક મહાદેવ દેસાઈના પુત્ર એવા,નારાયણ દેસાઈનો જન્મ વલસાડ, ગુજરાત ખાતે ૨૪ ડિસેમ્બર ૧૯૨૪ના રોજ થયો હતો.ગાંધીજીના સાબરમતી આશ્રમ, અમદાવાદ અને વર્ધા નજીક સેવાગ્રામ આશ્રમ ખાતે મોટા થયેલા તેમણે પોતાના પિતા અને આશ્રમના અન્ય રહેવાસીઓ જોડે શિક્ષણ મેળવ્યું હતું. તેમણે શિક્ષણ, કાંતણ અને ખાદી વણાટમાં નિપુણતા મેળવી હતી.*

📙📋📓સ્વાતંત્ર્ય સેનાનીઓ નભકૃષ્ણ ચૌધરી અને માલતીદેવી ચૌધરીની પુત્ર ઉત્તરા ચૌધરી સાથેના લગ્ન પછી આ યુવાન જોડી સુરતથી ૬૦ કિમી દૂર આવેલા વેડછી ખાતે સ્થાયી થઇ. જ્યાં તેમણે નઇ તાલીમ શાળામાં શિક્ષક તરીકે કામ શરૂ કર્યું. વિનોબા ભાવે દ્વારા ભૂદાન આંદોલન શરૂ કરાયા પછી તેમણે ગુજરાતમાં પગપાળાં પ્રવાસ કરીને અમીરો પાસેથી જમીન લઇને ગરીબ જમીન વિહોણાં ખેડૂતોમાં વહેંચી હતી. તેમણે ભૂદાન આંદોલનનું મુખપત્ર ભૂમિપુત્ર શરૂ કર્યું અને ૧૯૫૯ સુધી તેના તંત્રી રહ્યા.

*🔗📎ગાંધીજીની ફિલસૂફીનો અમલ*

📕નારાયણ દેસાઈ વિનોબા ભાવે દ્વારા સ્થાપિત અને સામાજીક નેતા જયપ્રકાશ નારાયણના નેતૃત્વ હેઠળ સંચાલિત અખિલ ભારતીય શાંતિ સેના મંડળમાં જોડાયા. શાંતિ સેનાના જનરલ સેક્રટરી તરીકે,[૪] નારાયણ દેસાઈએ સમગ્ર દેશમાંથી શાંતિ સ્વયંસેવકોની ભરતી કરી જેમણે જાતિગત અથડામણો દરમિયાન સુલેહગીરી કરવામાં મદદ કરી.

📘તેમણે આંતરરાષ્ટ્રીય શાંતિ સેનાની સ્થાપના કરવામાં અગત્યનો ભાગ ભજવ્યો અને તેઓ વોર રેઝિસ્ટર્સ ઇન્ટરનેશનલના ચેરમેન તરીકે ચૂંટાયા. પાકિસ્તાની શાંતિ સંગઠનની સાથે તેમને યુનેસ્કોનો આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો હતો.

📚તેઓ ભારતમાં કટોકટી લાદવાના વિરોધમાં સક્રિય હતા અને કટોકટીના કાયદાઓના વિરોધમાં સામયિકની શરૂઆત કરી હતી. જયપ્રકાશ નારાયણના સાથી તરીકે તેમણે જનતા પાર્ટીની સ્થાપનામાં અગત્યનો ભાગ ભજવ્યો, જે પ્રથમ મોટી બિન-કોંગ્રેસી પક્ષ તરીકે ઉભરી આવ્યો. તેમણે વડા પ્રધાન તરીકે મોરારજી દેસાઈનું નામ પસંદ કરવામાં પણ અગત્યનો ભાગ ભજવ્યો.

📚જયપ્રકાશ નારાયણના મૃત્યુ પછી તેઓ વેડછી ખાતે સ્થાયી થયા અને સંપૂર્ણ ક્રાંતિ વિદ્યાલયની સ્થાપના કરી. આ સંસ્થા અહિંસા અને ગાંધી જીવનશૈલીની તાલીમ આપતી હતી. તેમણે પોતાની પિતા મહાદેવ દેસાઈને શ્રદ્ધાંજલિ આપતું ગાંધીજીનું જીવનવૃત્તાંત ચાર ભાગોમાં લખ્યું, જે તેમના પિતાનું સ્વપ્ન હતું અને જેલમાં ૧૫ ઓગસ્ટ ૧૯૪૨ના રોજ અવસાન થવાથી અધૂરું રહ્યું હતું.

📘૨૦૦૪થી તેમણે 'ગાંધી-કથા' (મહાત્મા ગાંધીના જીવનનાં પ્રસંગોનું વર્ણન) કહેવાની સમગ્ર વિશ્વમાં શરૂઆત કરી. ગાંધીજીનું જીવનવૃત્તાંત ચાર ભાગોમાં ૨૦૦૦ પાનાંઓમાં લખાયેલું હતું. ગાંધીજીનું જીવનવૃત્તાંત પૂર્ણ કર્યા પછી તેમણે વિચાર્યું કે બહુ જૂજ લોકો આ પુસ્તક તેના કદ અને ઉંચી કિંમતને કારણે વાંચશે. તેમણે ગાંધીજીનો સંદેશ લોકોમાં પહોંચડાવા માટે નવીન વિચાર રજૂ કર્યો. તેમણે ગાંધી કથાની શરૂઆત કરી. રામાયણ અને ભાગવત કથાની જેમ તેમણે ગાંધી કથા કહી. સાત દિવસના ત્રણ કલાકો સુધી તેમણે ગાંધીજીના જીવન અને વિચારો રજૂ કર્યા. તેમણે કથા દરમિ

📓🗞📓📰📓🗞📰🗞📰🗞
*🖌🖍નારાયણ દેસાઈ🖍🖌*
📔📓🗳🗞📖📖📚🔖📍✂️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*જન્મ=૨૪, ડિસેમ્બર- ૧૯૨૪; વલસાડ*

અવસાન
૧૫, માર્ચ -૨૦૧૫, વેડછી
કુટુમ્બ

માતા-દુર્ગાબેન; પિતા – મહાદેવભાઈ ( ગાંધીજીના સેક્રેટરી )
શિક્ષણ

*ગાંધી આશ્રમમાં- આશ્રમના અંતેવાસીઓ પાસે*

*વ્યવસાય=આખું જીવન ‘ગાંધી વિચાર’ને સમર્પણ*

🔰👉એક મહિનાની ઉમરથી ગાંધી આશ્રમમાં, ગાંધીજીની નજર હેઠળ ઉછર્યા હતા,અને ૨૩ વર્ષ આશ્રમમાં જ રહ્યા હતા. Peace Brigades International સ્થાપવામાં સક્રીય ભાગ લીધો હતો.

*👉દેશને સ્વતંત્રતા મળ્યા પછી,વિનોબા ભાવે અને જયપ્રકાશ નારાયણે શરૂ કરેલી ‘શાંતિ સેના’માં જોડાયા હતા.*
જયપ્રકાશ નારાયણે સ્થાપેલ જનતા પક્ષમાં પણ ઘણું પ્રદાન કર્યું હતું.

🔰👉સમ્પૂર્ણ ક્રાન્તિ વિદ્યાલય, વેડછીના સંચાલક*
👉ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ
👉૨૦૦૮ – ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ
વિશ્વભરમાં ગાંધીકથાઓ કરી છે – 
૬૦ 
રચનાઓ
(હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં ૫૦ જેટલાં પુસ્તકો)

🔰🎯ચરિત્ર – પાવન પ્રસંગો, જયપ્રકાશ નારાયણ, મારું જીવન એ જ મારી વાણી, ભાગ ૧થી ૪ ( ગાંધી ચરિત્ર)
🇮🇳સર્જનાત્મક– ‘ગાંધી ક્યાંક હશે ભારતમાં’- ગીત સંવાદ મઢી કટાક્ષિકા
માહિતી/ સંકલન – સામ્યયોગી વિનોબા, ભુદાન આરોહણ, મા ધરતીને ખોળે, શાંતિસેના, સંત સેવતાં સુકૃત વાધે, સર્વોદય શું છે?, ગાંધીવિચારો જૂનવાણી થઈ ગયા છે?,અહિંસક પ્રતિકારની કહાણી, વેડછીનો વડલો
👉નાટક – કસ્તૂરબા
🎯ઈતિહાસ/ રાજકારણ– સોનાર બાંગલા, લેનિન અને ભારત
🎯અનુવાદો – માટીનો માનવી, રવિછબી
તેમનાં પ્રવચનો અને લેખોનો સંગ્રહ – ‘ઘણું જીવો ગુજરાતી’

🏆🏆🏆સન્માન🏆🏆🏆

👉૧૯૯૨– ભારતની સાહિત્ય એકેડેમીનો એવોર્ડ
👉૧૯૯૮ – યુનેસ્કોનો અહિંસા અને માટેનો એવોર્ડ
👉૧૯૯૯ –રચનાત્મક પ્રવૃત્તિઓ માટેનો જમનાલાલ બજાજ એવોર્ડ
👉૨૦૦૪ – ભારતીય જ્ઞાનપીઠનો મૂર્તિદેવી એવોર્ડ
👉૨૦૧૩ – ગુજરાતી વિશ્વકોશનો ‘સવ્યસાચી સારસ્વત પુરસ્કાર

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment