Monday, December 16, 2019

પાકિસ્તાને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી --- Pakistan had surrendered before India

⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔
પાકિસ્તાને ભારત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી
⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔🔦⚔
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

ભારતીય સૈન્યે પાકિસ્તાન હસ્તકના કાશ્મીરમાં હેલિકોપ્ટર્સ દ્વારા પ્રવેશી જઈને આતંકવાદી શિબિરોનું ર્સિજકલ ઓપરેશન કર્યું. એ પછી પાકિસ્તાનમાં છુપાયેલા આતંકવાદી આકા હાફિઝ સઈદે કોઈ સ્થળેથી કહ્યું : ”પાકિસ્તાની સૈન્ય હવે ભારત પર ત્રાટકશે. અમે કાશ્મીર લઈને જ રહીશું. ભારતને તબાહ કરીશું.”

એ જ વખતે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ એવું નિવેદન કરી રહ્યા હતા કે, ”અમે ભારત સાથે યુદ્ધ ઇચ્છતા નથી. અમે ભારત સાથે એક સારા પાડોશી તરીકે રહેવા માગીએ છીએ.”

પાક. વડાપ્રધાન એક તરફ ભારત સાથે યુદ્ધ નહીં કરવાની વાત કરે છે તો બીજી બાજુ હાફિઝ સઈદ ભારત પર હુમલો કરી યુદ્ધ કરવાની અને કાશ્મીર પડાવી લેવાની વાત કરે છે. ત્યારે પ્રશ્ન એ થાય છે કે, પાકિસ્તાનના વડાપ્રધાન કોણ ? નવાઝ શરીફ કે હાફિઝ સઈદ ?

પાકિસ્તાન ભારત સામે અનેક વાર યુદ્ધમાં હારી ચૂક્યું છે. પહેલાં સરદાર સાહેબે એને શિકસ્ત આપી. ત્યાર પછી લાલબહાદુર શાસ્ત્રીએ પાકિસ્તાનને ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો હતો. તે પછી ઈન્દિરા ગાંધીએ તો પાકિસ્તાનના બે ટુકડા કરી પાકિસ્તાનની આબરૂના કાંકરા કરી નાખ્યા હતા. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઓકેમાં ર્સિજકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનની ઊંઘ હરામ કરી દીધી છે. પાકિસ્તાને અનેક વખત ભારત સાથે યુદ્ધ કરવા પ્રયાસ કર્યો છે અને દરેક વખતે તેનો નામોશીભર્યો પરાજય થયો છે. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન પાકિસ્તાનનું સૈન્ય ભારત સામે હાર્યું હતું અને તા. ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ઢાકામાં પાકિસ્તાનના લશ્કરી વડાએ તેમના સૈનિકો અને શસ્ત્રો સાથે ભારતના લેફ્ટ. જનરલ સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી.

🔦💡સરદાર સાહેબ આઝાદીના સમયમાં કાશ્મીર ભારત સાથે રહે તે જરૂરી માનતા હતા. કાશ્મીર સુંદર છે માટે નહીં, પરંતુ ચીન જેવા ખતરનાક દેશોના સંભવિત આક્રમણને ખાળવા કાશ્મીરની વ્યૂહાત્મક જરૂરિયાત સમજતા હતા. આઝાદી વખતે કાશ્મીરનો પ્રશ્ન અત્યંત જટિલ હતો. તા. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૪૭ના રોજ નહેરૂએ જ સરદારને જણાવ્યું હતું કે, પંજાબના ઉત્તર-પિૃમી સીમા પ્રાંતના પાકિસ્તાનીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરવાની તૈયારીમાં છે ત્યારે કાશ્મીર ભારતમાં જલદી ભળી જાય તે જરૂરી છે. એ દરમિયાન પાકિસ્તાની સેનાના નેતૃત્વમાં કેટલાક કબીલાઈઓ કાશ્મીરનો કબજો લેવા ઘૂસી ગયા.

દરમિયાન પાકિસ્તાની સૈન્યે કાશ્મીરના કેટલાક ભાગ પર કબજો કરી લીધો હતો. વળી તેઓ આગળ વધી રહ્યા હતા. એ વખતે આખા કાશ્મીરને પાકિસ્તાન પાસે જતું બચાવવા લશ્કરી કાર્યવાહી કરવી કે નહીં તે અંગે દિલ્હી મંત્રીમંડળ અવઢવમાં હતું.

⚔⚔⚔યુદ્ધનો નિર્ણય⚔🗡⚔🗡

”હવે શું કરવું ?”- તેની ચર્ચા કરવા લોર્ડ માઉન્ટ બેટનની અધ્યક્ષતામાં બેઠક મળી. તેમાં જવાહરલાલ નહેરૂ, સરદાર વલ્લભભાઈ પટેલ, રક્ષામંત્રી સરદાર બલદેવસિંહ, જનરલ બુકર, કમાન્ડર-ઈન-ચીફ જનરલ રસેસ, આર્મી કમાન્ડર હાજર હતા. જનરલ બુકરે કહ્યું કે, 🗣”આપણી પાસે સંસાધનો ઓછાં છે.” લોર્ડ માઉન્ટ બેટન પણ યુદ્ધ માટે તૈયાર નહોતા. જવાહરલાલ નહેરૂએ પણ લડાઈથી પરિણામ આવશે કે કેમ- તેવી શંકા વ્યક્ત કરી. સરદાર સાહેબ બધાંને શાંતિથી સાંભળી રહ્યા હતા. તેઓ એક શબ્દ પણ બોલ્યા નહીં. થોડીક ક્ષણો બાદ તેઓ ખુરશીમાં થોડાક સ્વસ્થ થયા. ચહેરા પર કઠોર ભાવ લાવ્યા. તેમણે બેઠકને સંબોધતાં કહ્યું, 🗣🗣🗣”મિ. જનરલ ! કોઈ પણ કિંમત પર કાશ્મીરની રક્ષા થવી જોઈએ. આગળ જે થવાનું હોય તે થાય. સંસાધનો છે કે નહીં, એ હવે તમારે જોવાનું છે. સરકાર તમને તમામ મદદ કરશે. કાશ્મીરની સુરક્ષા થવી જ જોઈએ. કેવી રીતે કરવી તે તમે નક્કી કરો.

બીજી જ મિનિટે લશ્કરના જનરલના ચહેરા પર ઉત્તેજનાના ભાવ દેખાયા. એમના ચહેરા પર આશાનાં કિરણો પ્રગટયાં, પરંતુ કોઈનાયે જવાબની પ્રતીક્ષા કર્યા વગર સરદાર ઊભા થયા અને એટલું જ બોલ્યા, ”હવાઈ જહાજથી સામાન પહોંચાડવાની તૈયારી સવાર સુધીમાં થઈ જશે.”

બીજ શબ્દોમાં કોઈનીયે સાથે ચર્ચા કર્યા વગર કાશ્મીરમાં ઘૂસેલાઓ સામે યુદ્ધનો આ નિર્ણય હતો. ઇચ્છાશક્તિ અને વિષમ પરિસ્થિતિમાં ત્વરીત નિર્ણય લેવાની તેમની આ ઊંડી તાકાત હતી.

💠હૈદરાબાદ ઊંઘતું રહ્યું💠

આૃર્યની વાત એ હતી કે, એ દિવસોમાં ભારતનું લશ્કર એટલું શક્તિશાળી નહોતું. એ વખતે હૈદરાબાદના નિઝામ પણ પાકિસ્તાન સાથે ભળી જવા માગતા હતા. એટલે વિમાનથી લશ્કર હૈદરાબાદ પણ મોકલવાનું હતું અને કાશ્મીરમાં પણ.
ઘણાંએ એકસાથે બે મોરચા ખોલવા ન પડે તે માટે યુદ્ધ ના કરવા સલાહ આપી, પરંતુ સરદાર સાહેબ માન્યા નહીં. હૈદરાબાદને તો સરકારે ઊંઘમાં જ ઝડપી લીધું, જેને પાકિસ્તાનના કટ્ટરપંથીઓ આજે પણ પાકિસ્તાનમાં ભેળવવાના ખ્વાબ જુએ છે.
ભારતીય લશ્કરની પહેલી ટુકડી વિમાન દ્વારા કાશ્મીર મોકલવામાં આવી. એના બીજા જ દિવસે સરદાર સાહેબે ભારતીય વાયુસેનાનું એક વિમાન પોતાના માટે ઉપલબ્ધ રાખવા સૂચના આપી. તેઓ ખુદ તેમનાં પુત્રી કુ. મણીબહેન અને ઉચ્ચ અધિકારીઓ સાથે યુદ્ધભૂમિ પર જવા માગતા હતા. જેથી તેઓ કાશ્મીરની પરિસ્થિતિ પર સીધી દોરવણી

આપી શકે. કેટલાકે તેમને યુદ્ધગ્રસ્ત કાશ્મીરમાં ના જવા સલાહ આપી. કોઈએ કહ્યું કે, લશ્કરના વડા તેમને ત્યાં જવા પરવાનગી નહીં આપે. ત્યારે સરદાર સાહેબે કહ્યું, ”કમાન્ડર-ઈન-ચીફની ચિંતા ના કરો. મને એક હવાઈ જહાજ આપો. મારે કાશ્મીર જવું જ છે.” અંગ્રેજ અધિકારી જનરલ બુકર તો સરદારની હિંમત પર આફરીન થઈ ગયા. સરદાર સાહેબ તેમનું ધાર્યું કરીને જ રહ્યા.
કાશ્મીર બચાવી લેવાયું

એક તરફ મહારાજા કાશ્મીરને ભારતમાં ભેળવવા સંમત થયા. બીજી બાજુ તા. ૨૭ ઓક્ટોબર, ૧૯૪૭ના રોજ ભારતીય લશ્કર સરદાર સાહેબની સૂચનાથી કાશ્મીર પહોંચ્યું. યુદ્ધ થયું. બાકીનું કાશ્મીર બચાવી લેવાયું, પરંતુ ત્યાં સુધીમાં તો પાકિસ્તાને મુઝફરાબાદ કબજે કરી લીધું હતું. જે આજે પણ પાકિસ્તાન હસ્તક છે અને ત્યાં જ ભારતને તબાહ કરવાની ત્રાસવાદી શિબિરો ચાલે છે.

સરદાર સાહેબે ત્વરીત નિર્ણય લીધો ના હોત તો અડધું કાશ્મીર અને શ્રીનગર પણ પાકિસ્તાન લઈ જાત.

🔰🔰પોલિટિકલ વીલ🔰🔰

યુદ્ધમાં સૈનિકો જ લડે છે, પરંતુ શાસકોની પોલિટિકલ વીલ વગર યુદ્ધનો આરંભ થઈ શકતો નથી. હાલની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે ફરી એક વાર પાકિસ્તાનની કૂટનીતિથી અને ર્સિજકલ સ્ટ્રાઈકથી ઘેરાબંધી કરીને પાકિસ્તાન સામે જરૂર પડયે કોઈ પણ એક્શન લેવાની મજબૂત રાજકીય ઇચ્છા-પોલિટિકલ વીલ જાહેર કરી છે. સરદાર સાહેબ, લાલબહાદુર શાસ્ત્રી અને ઈન્દિરા ગાંધી પણ આવી જ મજબૂત ઈચ્છાશક્તિ ધરાવનાર વ્યક્તિ હતા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment