Monday, December 9, 2019

બંધારણ ઘડવાની શરૂઆત --- Start of Constitution

♻️♦️⭕️✅♻️👏♦️🇮🇳💠♦️👏
*બંધારણ ધડવાની શરૂઆત 9ડિસેમ્બર,1946માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠકડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)*
👇👇👇👇👇👇👇👇👇👇
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*💠👉બંધારણ ધડવાનો સૌપ્રથમ વિચાર સર એમ.એન.રોય (માનવેન્દ્રનાથ રોય) ને આવ્યો હતો.*

*ભારતનું બંધારણ22ભાગ(આર્ટિકલ્સ)માં વહેંચાયેલું છે.* 

બંધારણમાં12પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે. (મૂળ બંધારણમાં8અને પાછળથી4જોડાયેલ છે.

* મૂળ બંધારણમાં395અનુચ્છેદો (કલમો) છે.(હાલના બંધારણમાં446અનુચ્છેદો છે.)

* બંધારણ ઘડવાની શરૂઆત (બંધારણ સભાની રચના) કેબિનેટ મિશન યોજના હેઠળ જુલાઇ-1946માં થઇ હતી.

* બંધારણ સભામાં કુલ389સભ્યો હતા.(જેમાં296સભ્યો બ્રિટીશ હિંદના અને93સભ્યો દેશી રાજ્યોના હતા.)

* બંધારણ સભામાં અનુસૂચિત જાતિના30સભ્યો હતા.

* બંધારણ સભામાં એંગ્લો-ઇન્ડિયનના પ્રતિનિધિ તરીકે ફેન્ક એન્થની અને પારસીઓના પ્રતિનિધિ તરીકે એચ.પી.મોદી હતા.

*💠👉બંધારણ સભાના કામચલાઉ (અસ્થાયી અથવા કાર્યકારી) પ્રમુખ ડૉ. સચ્ચિદાનંદ સિંહા હતા.

*💠👉બંધારણ સભાના પ્રમુખ (ચૂંટાયેલા અધ્યક્ષ) ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.(જે પાછળથી ભારતના પ્રથમ રાષ્ટપતિ બન્યા હતા.)

*💠👉બંધારણની ખરડા સમિતિ (મુસદ્દા સમિતિ અથવા ડ્રાફટિંગ સમિતિ) ના અધ્યક્ષ(ચેરમેન) ડૉ. ભીમરાવ આંબેડકર હતા. ( જે પાછળથી ભારતના પ્રથમ કાયદા મંત્રી બન્યા હતા.)

*👁‍🗨👇👇ખરડા સમિતિમાં સાત સભ્યો હતા.👇👇*
(1. એન. ગોપાલસ્વામિ આયંગર
2. અલ્લાદી કૃષ્ણ સ્વામિ ઐયર
3. ટી.ટી. કૃષ્ણમાચારી
4. કનૈયાલાલ મુનશી (ગુજરાતી સાહિત્યકાર)
5. સૈયદ મુહમ્મદ સાદુલ્લા6. ટી. માધવરાય- આ છ જણનો સભ્ય તરીકે અને સર બેનીગાલ નરસિંહરાવનો સલાહકાર તરીકે સમાવેશ કરેલ હતો.

*👁‍🗨👉બંધારણ ધડવાની શરૂઆત 9ડિસેમ્બર,1946માં થઇ.(આ દિવસે બંધારણ સભાની પ્રથમ બેઠકડૉ. સચ્ચિદાનંદ સિંહાના પ્રમુખ પદે મળી હતી.)

*બંધારણ ઘડવામાં (પૂરૂ કરવામાં) લાગેલો સમય-2વર્ષ,11માસ,18દિવસ.*

* બંધારણ સભાની બેઠકો166દિવસ ચાલી.

* ભારતીય બંધારણનો સ્વીકાર -26,નવેમ્બર,1949ના રોજ થયો. ( આ દિવસે બંધારણ સભાએ બંધારણ પસાર કર્યું.)

* ડૉ. રાજેન્દ્રપ્રસાદ પ્રજાસત્તાક ભારતના પ્રથમ રાષ્ટપતિ તરીકે ચૂંટાયા-24,જાન્યુઆરી,1950.

*ભારતીય બંધારણનો અમલ-26,જાન્યુઆરી,1950.(આ દિવસે ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર તરીકે જાહેર કરાયું.)

*ભારતના બંધારણીય વડા રાષ્ટ્રપતિ ગણાય છે.

*👇👇ભારતના બંધારણની વિશેષતાઓ-*

*ભારતનું બંધારણ લખિત હોવાથી તેને‘દસ્તાવેજી બંધારણ’કહે છે.

* ભારતનું બંધારણ વિશ્વમાં સૌથી વિસ્તૃત અને લાંબુ છે.
* બંધારણનો પ્રારંભ આમુખથી થાય છે.
* પરિવર્તનશીલ બંધારણ છે.
* સંઘાત્મક શાસન પ્રણાલિ છે.
* બંધારણ ભારતને સાર્વભોમ,લોકશાહી અને પ્રજાસત્તાક રાજ્ય તરીકે જાહેર કરે છે.
* પુખ્ત મતાધિકારનો સ્વીકાર થયેલો છે.18વર્ષ કે તેથી ઉપરના દરેક વ્યક્તિને કોઇપણ ભેદભાવ (શિક્ષણ,જાતિ,ધર્મ,લિંગ કે આવકને ધ્યાને લિધા વિના) વિના મતાધિકાર આપેલ છે.
* સત્તાના દરેક સ્થાનો પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ વહીવટ કરી શકે છે.
* ભારતનું સર્વોચ્ચ સ્થાન રાષ્ટ્રપતિનું છે.આ પદ માટે પણ ચૂંટણી થાય છે.

* દ્વિગૃહી ધારાસભા છે.
* એકજ નાગરિકતાની જોગવાઇ છે.* સ્વતંત્ર ન્યાયપલિકાની વ્યવસ્થા.* ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે.બિનસાંપ્રદાયિક રાજ્ય એટલે સર્વ ધર્મ પ્રત્યે સમભાવ રાખતું રાજ્ય.
* બંધારણમાં મૂળભૂત હક્કો (અધિકારો) અને ફરજો દર્શાવેલી છે..ભારતના બંધારણનું આમુખ-
* બંધારણની શરૂઆત આમુખથી થાય છે.
* આમુખ જવાહરલાલ નહેરૂએ લખ્યું હતું.
* આમુખ ઇ.1973થી બંધારણનો ભાગ બન્યું.
* આમુખ બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે.
* આમુખને કોર્ટમાં પડકારી શકાતું નથી.
* ઇ.1976માં42મો સુધારો થયો,જેમાં સમાજવાદી,ધર્મનિરપેક્ષ,(બિનસાંપ્રદાયિક),એકતા અને રાષ્ટ્રની અખંડિતતા જેવા શબ્દો આમુખમાં ઉમેરાયા.

*‘કેશવાનંદ ભારતી’કેસમાં હાઇકોર્ટે આમુખને બંધારણનો જ એક ભાગ ગણાવ્યો છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ; ૯૦૯૯૪૦૯૭૨૩*
👇👇👇👇👇👇👇
🎯આ સમિતિએ બંધારણનું માળખું તૈયાર કર્યું અને ૪ નવેમ્બર, ૧૯૪૭ના રોજ બંધારણ સભા સમક્ષ રજુ કરવામાં આવ્યું. બંધારણનો સ્વીકાર કરતાં પહેલાં બંધારણ સભાનું ૧૬૬ દિવસનું જાહેર સત્ર મળ્યું. આ સત્ર ૨ વર્ષ, ૧૧ માસ અને ૧૭ દિવસ ચાલ્યું.

કેટલાંય સુધારા અને વિચારવિમર્શ પછી ૩૮૯ સભ્યની આ બંધારણ સભાએ ૨૪ જાન્યુઆરી, ૧૯૫૦નાં રોજ આ દસ્તાવેજોની હિન્દી અને અંગ્રેજીમાં હસ્તલિખિત બે નકલો પર હસ્તાક્ષર કર્યા. બે દિવસ પછી ભારતનું બંધારણ દેશ માટે કાયદાનું સ્વરૂપ પામ્યું. આમ, ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦થી અમલમાં ભારતનું બંધારણ અમલમાં મૂકાયું અને દેશ ખરા અર્થમાં સ્વતંત્ર બન્યો.

ભારતના બંધારણ વિશે તો તમે જાણો જ છો, કેમ કે દોસ્તો, તમે જાણો છો કે સ્વતંત્ર ભારતની સાચી શરૂઆત જ પ્રજાસત્તાક દિવસથી થઈ હતી. કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં મૂકાયું અને દેશમાં સર્વસત્તા પ્રજાસત્તાકની સ્થાપના થઈ. દોસ્તો, તમારા પાઠ્યપુસ્તકના પહેલાં પાને આપેલી પ્રતિજ્ઞા આપણા બંધારણનો જ એક ભાગ છે. આ બંધારણ વિશે થોડી વિગતે વાત કરીએ…

આપણો દેશ એક સમૃદ્ધ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક અને પ્રજાસત્તાક છે. ભારતમાં સંસદીય પ્રકારની લોકશાહી છે.

-બંધારણ ઘડવાનું કાર્ય બંધારણ સભાએ કર્યું હતું. બંધારણ ઘડવાનો સૌપ્રથમ વિચાર એમ. એન. રોયને આવ્યો હતો.

‘બંધારણ સભાની સૌ પ્રથમ બેઠક ૯ ડિસેમ્બર, ૧૯૪૬ના રોજ મળી હતી. તેમાં ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન ડૉ. ભીમરાવ આંબેડકર અને પ્રમુખ ડૉ. રાજેન્દ્રર પ્રસાદ હતા.

– બંધારણ સભાની રચના કેબિનેટ મિશન પ્લાન ૧૯૪૬ હેઠળ થઇ હતી.

– ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ ઘડવાનું કાર્ય પૂરું થયું હતું. એ વખતે બંધારણ સભાના કુલ સભ્યો ૩૮૯ હતા. ગુજરાતના પ્રસિદ્ધ સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશી, ડી. પી. ખેતાન, એન.ગોપાલાસ્વામી, અલાદી કૃષ્ણાસ્વામી અય્યર, સૈયદ મોહંમદ સદાઉલ્લા અને એન. માધવરાવ સભ્યો હતા.

– બંધારણ પૂરું કરતા ૨ વર્ષ, ૧૧ મહિના અને ૧૭ દિવસ લાગ્યા હતા.

– ભારતના બંધારણમાં ૧૨ પરિશિષ્ટો, ૪૧૦ કલમો છે. બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું છે. જોકે આમુખનો વિચાર યુ. એસ.ના બંધારણમાંથી લેવાયો છે.

– ભારતનું બંધારણ વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે. બંધારણ ઘડવાનો ખર્ચ ૬.૨૪ કરોડ થયો હતો.

– ૨૬મી જાન્યુઆરી, ૧૯૫૦માં રચાયેલું ભારતના બંધારણનું મૂળ પુસ્તક અંગ્રેજીમાં લખાયું. જોકે, બંધારણમાં ઉલ્લેખ કરવામાં આવેલા કાયદા અને મૂળભૂત હકો વિશે સામાન્ય માણસ પણ સરળ ભાષામાં સમજી શકે એ માટે સરળ ગુજરાતી ભાષામાં તેનો અનુવાદ કરવામાં આવ્યો.

*બંધારણની વિશેષતાઓ*

– વિશ્વનું સૌથી લાંબામાં લાંબુ લેખિત બંધારણ છે.

– બંધારણ પરિવર્તનશીલ છે.

– ભારતને સંપૂર્ણ પ્રભુત્વ સમૃદ્ધ, સાર્વભોમ પ્રજાસત્તાક જાહેર કરે છે.

– આ બંધારણ સમવાય છે, છતાં એકતંત્રી છે.

– ભારતને બિનસાંપ્રદાયિક અને સાર્વભોમ રાજ્ય તરીકે પ્રસ્થાપિત કરે છે.

– પુખ્ત મતાધિકારને સ્વીકારેલો છે.

– સ્વતંત્ર ન્યાયપાલિકાની વ્યવસ્થા છે.

– લઘુમતી કોમના હિતોની રક્ષાની વ્યવસ્થા છે.

– સંઘાત્મક શાસનપ્રણાલી છે.

– બંધારણે સંસદીય અને પ્રમુખગત એમ બંને પદ્ધતિનો સ્વીકાર કરેલો છે.

– મૂળભુત અધિકારો અને મૂળભુત ફરજો દર્શાવેલી છે.

– એક જ નાગરિકતા દર્શાવેલી છે.

– બંધારણમાં સંશોધન માટેની વિધિ તથા દેશની કટોકટીની સ્થિતિની વ્યવસ્થા દર્શાવેલી છે.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment