Friday, May 24, 2019

વિશ્વ સ્કિઝોફેનિયા દિવસ ---- World schizophrenia day

🕸🕸🕸🕸🕸🕸🕸🕸
વિશ્ર્વ સ્કિઝોફેનિયા દિવસ
😇😇😇😇😇😇😇😇
🎋ર૪મે વિશ્ર્વ સ્કિઝોફેનિયા દિવસ તરીકે મનાવવામાં અાવે છે. અા બિમારી અંગે જાગૃતિ લાવવાનાં હેતુથી અા દિવસ વિશ્ર્વમાં મનાવવામાં અાવે છે. 

☄સ્કિઝોફેનિયાના ચિન્હો જોઈઅે તો અાવા દદીૅને વિના કારણે વહેમ કે શંકા અાવે, કારણ વગર હસવું કે રડવું અાવે, હોઠ ફફડાવવા કેઅેકલા અેકલા બોલવાનું થાય, રચનાત્મક કાયૅ કરવાનો અભાવ હોય, કયારેક સાવ સમાજ અને ઘરથી અલિપ્ત રહેવા લાગે, જયારે અમુક દદીૅમાં તીવ્ર ઉશ્કેરાટ, ઉંઘની અનિયમીતતા, વિચાર અને વતૅનની વિસંવાદીતા પણ જોવા મળે.

☄✨ અા બિમારીનું નિદાન અને સારવાર જેટલી ઝડપી થાય તેટલુ પરિણામ સારૂ મળે છે. દવાઅો અા બિમારીની સારવાર માટેની અાધારશિલા છે.
✨☄ કેર ટેકરે અથવા દદીૅના સગાઅે અાવા દદીૅ સાથે ખૂબ જ લાગણી પૂવૅક વતૅન કરવુ પડે છે. 
☄દદીૅને કયારેક અવાસ્તવિક અવાજ સંભળાતા હોય છે, અાવા સમયે તેમને ઉતારી ન પાડો, દદીૅની ટીકા કરવી ન જોઈઅે. તેમજ બીજા જોડે તેની સરખામણી ન કરવી. 
અા અેક બિમારી છે. 
☄તેમા દદીૅને પોતાનો જરા પણ દોષ નથી. દવાના ખૂબ જ સારા પરિણામ મળે છે અને નિષ્ણાંતની સલાહ વગર, સારૂ થાય અેટલે જો દવા બંધ કરી દેવામાં અાવે તો પહેલાના સાઈકોટીક લક્ષણો પાછા દેખાય છે. અા દદીૅની સારવાર નિયમીત કરવાથી ઘણા બધા દદીૅઅો પાછા પોતાના રૂટીનકામ પર પાછા ફરી શકે છે.

No comments:

Post a Comment