Wednesday, June 12, 2019

વિશ્વ બાળમજૂરી દિન --- World child labor day

♻️♻️♻️💠💠♻️💠♻️💠♻️💠
✅✅આજે વિશ્વ બાળમજૂર દિનઃ💠
♻️💠♻️💠♻️💠♻️💠♻️💠♻️💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠બાળ મજૂર એ શબ્દ સાંભળતા જ આઘાતની લાગણી અનુભવાય છે. અત્યંત દરીદ્રતાથી પીડાતા, ગરીબીરેખાથી નીચે જીવતા ઘણા પરીવારોના બાળકો પ્રાથમિક શાળામાંથી જ પોતાનો અભ્યાસ છોડી ચાની રેકડી પર, રેસ્ટોરન્ટમાં, કારખાનામાં મજૂરી કરે છે. જેને આવતી કાલનો નાગરીક ગણવામાં આવે છે. 
⭕️તે બાળક જયારે મજૂરીએ જાય ત્યારે ગાળો સાંભળવી પડે છે, રમવાની ઉંમરે ગુલામી કરવી પડે છે, હડધૂત થવું પડે છે, માનસિક તથા શારીરીક અત્યાચારનો ભોગ બનવું પડે છે. તેનું વારંવાર શોષણ થાય છે. આજે કેટલાય બાળકોનું બાળપણ શાળાઓને બદલે ફટાકડાનાં કારખાનામાં, જરીકામ, બીડીવણાટ, સોનીકામ, પથ્થરની ખાણોમાં, કાચઉદ્યોગ તથા અન્ય સ્થળે મુરઝાઈ રહ્યું છે. અસહ્ય ભાવવધારો, મોંઘવારી તથા ફુગાવાના વધતા જતા પ્રમાણમાં કુટુંબની ઓછી આવક તથા બાળકોની સંખ્યા વધુ હોવાની સ્થિતિમાં પાંચ - સાત વ્યકિતઓના પરીવાર એક જ વ્યકિતની આવક ઉપર નભી શકતો નથી. તેથી ગરીબ માતા - પિતા પોતાના બાળકોને ઓછી મજૂરીએ પણ કામમાં લગાવી દે છે. આ સ્થિતિમાં બાળમજૂરીનો આપોઆપ ઉદભવ થાય છે. આમ ગરીબી, બિમારી, અજ્ઞાનતા, મજબૂરી, નિરક્ષરતા વગેરે અનેક પરીબળો બાળમજૂરી માટે જવાબદાર છે. 


💠આજે ગુજરાતમાં પાંચ લાખથી વધુ સંખ્યામાં બાળમજૂરી હોવાનો અંદાજ છે.

🔘બાળકોને બાળપણ દરમિયાન રમવા માટેની મોકળાશ અને ભણવા માટેની પૂરતી તક આપવાની જવાબદારી સરકારની તથા સમાજની પણ છે. બાળકના સહજ વિકાસને અટકાવનાર અને શોષણ કરનાર બાળમજૂર પ્રથા કલંક તથા અભિશાપ સમાન છે. જેને નાબૂદ કરવા કાયદા ઉપરાંત સમાજના સહકાર તથા લોકજાગૃતિની તાતી જરૂર છે. ભણવા - રમવાની ઉંમરે બાળક મજૂરી કરે, અભણ રહી જાય અને પછી તેના બાળકની હાલત પણ તેના જેવી જ થાય. આ બાળમજૂર ભવિષ્યમાં અભણ મતદાર તથા નિષ્ક્રીય - અજાગૃત નાગરીક બને. પરીણામે કુટુંબ, ગામ, સમાજ તથા દેશ બરબાદ થાય. વળી બાળમજૂરીને કારણે બાળકને નિશાળની તક ન મળે. પતંગ ચગાવવાની વયે તે પતંગ બનાવતો હોય છે. ફટાકડા ફોડવાની વયે તે ફટાકડા બનાવતો હોય છે. આમ સતત શોષણ, તણાવ અને હાડમારીમાં જીવતો બાળક દુઃખ ભૂલવા ખોટા માર્ગે ચડી વ્યસનોનો શિકાર થઈને ગુનાખોરી તરફ પણ ધકેલાઈ જાય છે.

🔘✅✅વાસ્તવમાં દરેક બાળકને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઉતમ બાળપણ મળવું જોઈએ તેવી ભારતના બંધારણમાં જોગવાઈ છે.

♦️♦️ ભારત સહિત દુનિયાના બધા જ દેશોએ સંયુકત રાષ્ટ્રસંઘના બાળ અધિકારના ઘોષણાપત્રનો સ્વીકાર કરેલો છે.

✅💠✅💠 બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬ હેઠળ જેમણે ૧૪ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય અને કામમાં રોકાયેલા હોય તેવા બધા જ બાળકો બાળ મજૂર કહેવાય. 

♦️💠બાળમજૂરી એ એક ગંભીર ગુનો છે, જેમાં બાળકને કામે રાખનાર માલિક ગુનેગાર ગણાય છે.

✅💠 સુપ્રિમ કોર્ટે બાળમજૂરી કરાવનાર માલિકોને કડક સજા અને દંડ કરવાનો આદેશ આપ્યો છે. તેમજ બાળમજૂરીમાંથી મુકત થનાર બાળકના કુટુંબને રોજગારીની સગવડ કરી આપવાની સૂચના સરકારને આપી છે.

👁‍🗨✅👁‍🗨 દરેક બાળકને ભણવાનો મૂળભૂત અધિકાર છે. તેવી જોગવાઈ ૨૧ (અ) લોકસભામાં મંજૂર થયેલ છે. 

✅👁‍🗨✅👁‍🗨ગુજરાત ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કાયદો ૧૯૬૧ માં પણ આવી જ જોગવાઈ છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨✅બાળમજૂરી નીચેના કાયદાઓ હેઠળ પ્રતિબંધિત છે👇👇
(૧) બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬
(૨) કારખાના અધિનિયમ ૧૯૪૮ની કલમ ૬૭
(૩) મોટર ટ્રાન્સપોર્ટ કામદાર અધિનિયમ, ૧૯૬૧ ની કલમ - ૨૧
(૪) બીડી અને સિગાર કામદાર (રોજગારી શરતો) અધિનિયમ, ૧૯૬૬ ની કલમ - ૨૪
(૫) ઈન્ડીયન પીનલ કોડની કલમો ૩૭૦ અને ૩૭૪ અન્વયે
(૬) જુવેનાઈલ જસ્ટીસ એકટ ૨૦૦૦ ની કલમ - ૨૩, ૨૪ અને ૨૬

♦️🔘વિશેષમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નંબર ૪૬૫/૮૬ માં આપવામાં આવેલ ચુકાદા અન્વયે દરેક જીલ્લા કલેકટરશ્રીના અધ્યક્ષપણા હેઠળ ✅✅‘‘બાળમજૂર પુનર્વસન અને કલ્યાણ નિધિ'' ની રચના કરવામાં આવેલ છે. ઉપરોકત ચુકાદા પ્રમાણે જોખમી ધંધાઓમાં બાળમજૂરને કામે રાખવામાં આવેલ હોય તો જે તે ઉદ્યોગ ધંધાના માલિક પાસેથી પ્રત્યેક ✅👁‍🗨👁‍🗨બાળમજૂર દીઠ રૂ. ૨૦૦૦૦ વસૂલ કરી ઉકત બાળમજૂર પુનર્વસન અને કલ્યાણ નિધિમાં જમા કરાવવાના રહે છે.

👁‍🗨✅👁‍🗨બાળમજૂરી અંગેની ફરીયાદ♦️👇👇👇
(૧) નાયબશ્રમ આયુકત 
(૨) જે-તે જીલ્લાના મદદનીશ શ્રમ આયુકત
(૩) તાલુકા કક્ષાના શ્રમ અધિકારી 
(૪) ગુમાસ્તા ધારા હેઠળના નિરીક્ષકો 
(૫) કલેકટરશ્રીના અધ્યક્ષ સ્થાને રચાયેલ ટાસ્કફોર્સ વગેરે સમક્ષ થઈ શકે છે.

👉બાળમજૂરી નાબુદ કરવા આપણે આટલું તો કરીએ જ
(૧) કોઈ બાળક નિશાળ બહાર માલૂમ પડે તો તેના માતા-પિતાનો સંપર્ક કરીને પ્રાથમિક શિક્ષણની યોજનાઓનો લાભ લઈ બાળક ફરીથી ભણતો થાય તેની કાળજી લઈએ 
(૨) બાળક પાસે મજૂરી કરાવવામાં આવતી માલૂમ પડે તો સંબંધિત અધિકારીને તેની જાણ કરી કાયદાકીય પગલા લેવડાવીએ. 
(૩) જયા બાળમજૂર કામ કરતો હોય ત્યાં ગ્રાહક ન બનીએ, બાળકોની સેવા તથા બાળકોએ બનાવેલી વસ્તુઓનો બહિષ્કાર કરીએ જેથી બાળમજૂરી કરાવનારમાલિકને આર્થિક નુકશાન થશે પરીણામે પુખ્ત વયની વ્યકિતને કામે રાખવાની ફરજ પડશે. બાળમજૂરી નાબૂદ કરવાનું આ સોૈથી સરળ અને યોગ્ય પગલું છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅👁‍🗨✅
બાળમજૂરી વિરુદ્ધના રાષ્ટ્રીય કાયદાઓ અને નીતિઓ
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કાયદાઓ

સરકારી નીતિઓ અને કાર્યક્રમો
રાષ્ટ્રીય સંસ્થાઓનો ફાળો
ભારતનું બંધારણ (૨૬ જાન્યુઆરી ૧૯૫૦), મૂળભૂત હકોમાં સરકારી નીતિઓ માટે પ્રતિષ્ઠાપિત કરેલ વિવિધ કલમો અને માર્ગદર્શક સિદ્ધાંતો મૂજબઃ

♻️1. ૧૪ વર્ષથી ઓછી ઉમર ધરાવનાર કોઇ પણ બાળકને કોઇ પણ કારખાનામાં અથવા ખાણમાં કે અન્ય કોઇ પણ જોખમકારક કામમાં રોજગાર અર્થે રોકવા જોઇએ નહિ (કલમ ૨૪).

♻️2. શાસને કામદારો, પુરુષો અને સ્ત્રીઓના આરોગ્ય અને બળને સુરક્ષિત કરવા માટેની તેની નીતિઓ દર્શાવવામાં આવેલ બાળકની ઉંમરનું ઉલંઘન કરે નહિ અને તેઓ આર્થિક જરૂરિયાતના કારણે તેની ઉંમરને અનુરૂપ ના હોય તેવા રોજગારમાં પ્રવેશવા માટે દબાણ ના કરવામાં આવે (કલમ ૩૯-ઇ).

♻️3. બાળકો તંદુરસ્ત રીતે, આઝાદીથી અને સ્વમાનથી વિકાસ કરી શકે તે માટેની તકો અને સુવિધાઓ પૂરી પાડવી જોઇએ અને બાળપણ અને યૌવનને નૈતિક અને ભૌતિક સ્વચ્છંદતાથી રક્ષણ આપવું જોઇએ (કલમ ૩૯-એફ)

♻️4. બંધારણના અસ્તિત્વમાં આવ્યા બાદ ૧૦ વર્ષ સુધીમાં ૧૪ વર્ષ સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેવા પ્રયત્ન શાસને કરવા જોઇએ (કલમ ૪૫)

♻️5. બાળ મજૂરી એવી બાબત છે કે જેના માટે બન્ને કેન્દ્ર અને રાજય સરકાર કાયદાઓ ઘડી શકે. બન્ને કક્ષા પર સંખ્યાબંધ કાયદાકિય પહેલો થવી જોઇએ. રાષ્ટ્રીય કક્ષા પર મુખ્યત્વે નીચેના કાયદાઓ ઘડવામાં આવેલ છેઃ

♻️6. બાળ મજૂરી (મનાઈ અને નિયમન) ધારો/કાયદો, ૧૯૮૬: આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને ૧૩ વ્યવસાયમાં અને ૫૭ પ્રક્રિયાઓ કે જે બાળકોના જીવન અને આરોગ્ય માટે જોખમરૂપ છે તેમાં બાળકોની રોજગારીની મનાઈ કરે છે.

♻️7. ફૅક્ટરી એક્ટ ૧૯૪૮: આ કાયદો ૧૪ વર્ષથી નીચેના બાળકોને રોજગારી આપવા બાબત મનાઈ ફરમાવે છે. ૧૫ થી ૧૮ વચ્ચેની ઉંમર ધરાવનાર કિશોરોને તો જ રોજગાર પર રાખી શકાય જો તેને તંદુરસ્તીનું પ્રમાણપત્ર અધિકૃત કરવામાં આવેલ તબીબ દ્વાર આપવામાં આવેલ હોય.
👉 કાયદો એ પણ દર્શાવે છે કે ૧૪ થી ૧૮ની વચ્ચેની ઉંમર ધરાવનાર બાળકોના કામનો સમય દરરોજના સાડા ચાર કલાકનો જ હોવો જોઇએ અને તેના રાત્રિ દરમ્યાનના કામ કરવા પર મનાઈ કરવામાં આવે છે.

♻️✅ભારતમાં બાળ મજૂરી વિરુદ્ધમાં અગત્યની કાયદાકિય દખલ ૧૯૯૬માં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ ચુકાદામાં કરવામાં હતી 👉જેમાં કેન્દ્ર અને રાજય સરકારને જોખમરૂપ પ્રક્રિયાઓ અને વ્યવસાયમાં કામ કરનાર તમામ બાળકોની ઓળખ કરવા માટે અને તેને તે કામમાંથી બહાર લાવીને ગુણવતાસર શિક્ષણ સાથે પુર્નવસન કરવા માટે દોરવણી કરવામાં આવેલ હતી. 
🇮🇳ન્યાયાલય દ્વારા એ પણ દોરવણી કરવામાં આવી હતી કે બાળ મજૂરી ધારાનો ભંગ કરનાર નોકરી દાતાઓના ફાળા વડે બાળમજૂર પુર્નવસન સહ કલ્યાણ ભંડોળ ઉભુ કરવું જોઇએ. 

✅👇ભારતે નીચેનાઓમાં પણ સહી કરેલ છે:✅👇

1. આઇ.એલ.ઓ. ફોર્સડ લેબર કન્વેન્શન (નંબર ૨૯)

2. આઇ.એલ.ઓ. ઍબલિશન ઑફ લેબર કન્વેન્શન (નંબર ૧૦૫)

3. બાળકોના અધિકાર પરની યુ.એન. કન્વેન્શન (યુ.એન. કન્વેન્શન ઓન ધી રાઇટસ ઑફ ચાઇલ્ડ - સી.આર.સી.)

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🔘🔘🔘👇સરકારી નીતિઓ અને કાર્યક્રમો👇👇🔘🔘🔘👇👇

✍ભારતના વિકાસ લક્ષિ લક્ષ્યાંકો અને રણનિતીઓને અનુસરવા માટે નૅશનલ ચાઇલ્ડ લેબર પોલિસી (રાષ્ટ્રીય બાળ મજૂરી નીતિ) ૧૯૮૭માં અપનાવેલ હતી. આ રાષ્ટ્રીય નીતિ ભારતના બંધારણમાં આપેલ શાસન માટે આપવામાં આવેલ દોરવણી સૂચક સિદ્ધાંતો (ડાયરેકટીવ પ્રીન્સીપલ)નું પુનરુચ્ચારણ કરે છે. તે સામાન્ય વિકાસ લક્ષિ કાર્યક્રમો જ્યાં શક્ય હોય ત્યાં બાળકોને લાભ પહોંચાડે અને જયાં બાળમજૂરોનું રોજગારમાં વધારે પ્રમાણ હોય તેવા વિસ્તારો માટે એકશન પ્લાન સાથેના કાર્યક્રમો ( પ્રોજેક્ટસ) પર ધ્યાન કેન્દ્રીત કરે છે. બાળ મજૂરી નીતિ (ચાઇલ્ડ લેબર પોલિસી - એન.સી.એલ.પી.) બાળ મજૂરી (મનાઈ અને નિયમન) ધારા. ૧૯૮૬ ને અનુસરવા માટે અપનાવવામાં આવેલ હતી. રાષ્ટ્રીય બાળ મજૂર કાર્યક્રમો (નૅશનલ ચાઇલ્ડ લેબર પ્રોજેક્ટસ – એન.સી.એલ.પી.સ) એન.સી.એલ.પી. દ્વારા શ્રમ અને રોજગાર મંત્રાલય બાળમજૂરોના પુર્નવસન માટે ૧૯૮૮થી અમલ કરે છે. શરૂઆતમાં આ કાર્યક્રમો ઉદ્યોગો આધારિત હતા અને પરંપરાગત રીતે બાળમજૂરો જે ઉદ્યોગોમાં કામ કરે છે તે બાળકોના પુર્નવસન માટે કાર્યરત હતા. 
💠♻️૧૯૯૪માં બંધારણીય આદેશને પરિપૂર્ણ કરવા માટે નવેસરનું વચન એન.સી.એલ.પી.ના જોખમકારક કામમાં બાળ મજૂરી થતા ઉદ્યોગોમાં કામ કરતા બાળમજૂરોના પુર્નવસનમાટેના વ્યાપમાં વધારામાં પરીણમ્યું. એન.સી.એલ.પી.ની રણનીતિઓમાં બિનપરંપરાગત શિક્ષણ આપવામાં માટે શાળાઓ બનાવવી અને વ્યવસાય પહેલાની તાલીમ; આવક ઉપાર્જન અને રોજગાર માટેની વધારોની તકોને પ્રોત્સાહન આપવું; લોક જાગૃતિમાં વધારો કરવો અને બાળ મજૂરોને લગતા સર્વે (સંશોધનો) અને મુલ્યાંકનો કરવા.
💠♦️
🇮🇳💠👉1. અમુક વર્ષો સુધી એન.સી.એલ.પી. ચલાવવાના સરકારના અનુભવો નવમી પંચવર્ષીય યોજના (૧૯૯૭/૦૨) વખતે યોજનાને શરૂ રાખવામાં અને ત
ેનો વિસ્તાર વધારવામાં પરિણમી. જોખમી ઉદ્યોગો જેમકે કાચ અને બંગડી, પીતળના વાસણો, તાળાઓ, શેતરંજી, છાપરા અને નળિયા, બાકસ, ફટાકડા અને જુવેલરીમાં કામ કરતા બાળકોના પુર્નવસન માટે ૧૦૦ જેટલી એન.સી.એલ.પી.ની રચના સમગ્ર દેશમાં કરવામાં આવી. નવમી પંચવર્ષીય યોજના અંર્તગત કેન્દ્ર સરકાર દ્વારા ૨.૫ લાખ કરોડ રૂપિયાની નાણાકીય જોગવાઈ કરવામાં આવી.
👇👉 ભારત સરકારે ૧૦મી (૨૦૦૩/૦૭) પંચવર્ષીય યોજનામાં એન.સી.એલ.પી.નો વ્યાપ વધારાના ૧૫૦ જિલ્લાઓમાં વધાર માટે અને નાણાકીય ફાળવણી ૬ લાખ કરોડ રૂપિયા કરતા વધારવાનું વચન આપેલ હતું.

♦️♻️♦️રાષ્ટ્રીય સંસ્થાઓનો ફાળો♻️💠♻️💠👇👇

👉સંખ્યાબંધ રાષ્ટ્રીય સંસ્થાઓ જેમકે વી.વી. ગીરી નૅશનલ લેબર ઇન્સ્ટીટ્યુટ (વી.વી.જી.એન.એલ.આઇ.) અને નૅશનલ ઇન્સ્ટીટ્યુટ ઑફ રૂરલ ડેવલોપમેન્ટસ (એન.આઇ.આર.ડી.) તેમજ થોડી રાજ્ય કક્ષાની સંસ્થાઓ દ્વારા સરકારી કર્મચારીઓ, ફૅક્ટરી ઇન્સપેકટર, પંચાયતી રાજના અધિકારી, એન.સી.એલ.પી. પ્રોજેક્ટ નિયામકો અને સ્વયંસેવી સંસ્થાઓના પ્રતિનિધિઓની તાલીમ અને ક્ષમતા વર્ધનમાં અગત્યની ભૂમિકા ભજવી છે. આ સંસ્થાઓએ સંશોધન અને સર્વે, લોક જાગૃતિ અને સંવેદનશીલતા ઊભી કરવી જેવા ક્ષેત્રમાં ઉપરી કક્ષા પર આ મુદ્દાને ચર્ચા પર લાવીને પણ અગત્યનો ફાળો આપેલ છે

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)


👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀👳👳‍♀
👧🏻👦🏻👧🏻બાળમજૂરી: 👦🏻👧🏻👦🏻
🇮🇳 આપણા દેશની વાસ્તવિકતા!🇮🇳
🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏🙏હું યુવરાજસિંહ જાડેજા આપ બધા ને એક વિનંતી કરું છું કે આપણી આજુ બાજુ નજર કરીએ તો આવા કેટલાય બાળકો મળી આવશે. કોઈ એક બાળક ને પણ સ્કૂલનો રસ્તો બતાવી શકો તો એ દેશ સેવા જ છે.🙏🙏

👉૧૨ જુન એન્ટી ચાઈલ્ડ લેબર ડે ! આઈ.એલ.ઓ. ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન દ્વારા આ દિવસે દુનિયામાથી બાળમજૂરીની સમસ્યા હલ કરવા માટે પ્રયત્નો થાય છે. આપણા દેશની વાત કરીએ તો કાયદા દ્વારા બાળમજૂરી પર પ્રતિબંધ છે જ. હવે વાત આવે આ કાયદાના અમલ ની!! અહી બાળકને જીવવા માટે કામ કરવું પડે છે, ખાવા-પીવાની મૂળભૂત જરૂરિયાત માટે કામ કરવું પડે છે. ગરીબીની રેખા નીચે જીવતા લોકો પાસે બાળકો પાસે કામ કરાવવા સિવાય કોઈ વિકલ્પ જ નથી. એક તો દેશ ની વસ્તી આટલી વધુ, કુટુંબ દીઠ બાળકો વધુ અને કમાનાર વ્યક્તિ ઓછા! આ પરિસ્થિતિમા કાયદા માટે પણ હળવાશ આપવી ફરજીયાત બની.

👉સામન્ય રીતે ૧૮ વર્ષ થી વધુ ઉમર ના લોકો ને યુવાન માનવામાં આવે છે એટલે આના થી ઓછી ઉમરના બાળકો થયા? પણ નહી, આપણા દેશમાં આ શક્ય નથી. આપણા દેશમાં કાયદા પ્રમાણે બાળકો-કિશોરો-યુવાનોને અલગ અલગ વિભાગમા વેહ્ચવામાં આવ્યા છે. 
🔴૧૨ થી ૧૪ વર્ષના બાળકો, 
🔴૧૪ થી ૧૬ વર્ષના કિશોરો, 
🔴૧૬ થી ૧૮ વર્ષના કિશોરો. 

આ રીતે બાળકો ને કામ કાજ માટે અમુક છૂટ આપવામાં આવી છે. ૧૮ વર્ષ થી નાની ઉમર ના કિશોરો હળવી મેહનતનું કામ કરી શકે. પેકેજીગ કે હળવા સામાનને લગતા કામ કરી શકે.

👏હું બાળમજૂરીની તરફેણ નથી કરતો અને કરી પણ ના શકાય. પણ આ દેશ જ્યાં લોકો માટે ખાવા-પીવાની જરૂરીયાત મુખ્ય હોય ત્યાં આ કાયદાનો અમલ કેટલી હદ્દે શક્ય છે? બાળકો ભુખ્યા મરવા જોઈએ કે કામ કરવું જોઈએ? આ સ્ટ્રીટ લેબર ની વાત નથી, ચા વાળા ને ત્યાં કામ કરતા કે વાહન સાફ કરતા બાળકો ની પરિસ્થિતિ તો ખુબ ખરાબ છે જ, પણ સમાજ ના રૂપિયા વાળા – ભણતર વાળા ‘?’ લોકો ને ત્યાં કામ કરતા બાળકો ની છે, ડોક્ટર્સ ના કલીનીક પર રિસેપ્શન ડેસ્ક પર, દવાઓ આપ-લે કરતા, ડોક્ટર ના કામ મદદ કરતા !!! બાળકો ને જોઉં ત્યારે એમ થાય કે બાળમજૂરી નાબુદી અભિયાન ના ઓફિસર ને જાણ કરી દઉ, પછી એમ થાય કે આ બાળક આ કામ નહી કરે તો શું કરશે? એટલીસ્ટ આ એક સોબર જગ્યા તો છે, એમ પણ હોય કે આ બાળકોના આર્થિક સહયોગ થી ઘર ચાલતું હોય, આપણે ઉત્સાહી કલાકાર થઇ ને કેટલાય લોકો ને એકસાથે નુકશાન કરી બેસીએ.

🔶અમુક જગ્યાએ માલિકો બાળકો ને ભણવાની વ્યવસ્થા કરી આપતા હોય છે. બાળક કામ કરે, રૂપિયા કમાય અને એની સ્કુલ ફીસ – બુક્સનો ખર્ચ માલિક આપે. આમ જોઈએ તો આ કઈ સમસ્યાનું સમાધાન નથી. બાળકોને કામ ના કરવું પડે, ભણી શકે, બાળપણ માણી શકે તે જોવું દેશની ફરજમાં આવે જ છે. પણ જ્યાં સુધી સમસ્યા હલ ના થાય ત્યાં સુધી આ સમસ્યા ને પ્રેક્ટીકલી લેવી જ રહી. હવે દેશની – સરકારની ફરજની ચર્ચાને બદલે આપણી ફરજની વાત કરીએ તો?!

🎋🎋ઘણી સારી જાહેર જગ્યાએ બાળકો ને કામ કરતા જોઉં. ખાસ તો દીકરીઓ રિસેપ્શન ડેસ્ક પર હોય. એમની સાથે વાત કરું તો જાણવા મળે કે એમાં ના મોટાભાગના ભણતા જ નથી! એમને ભણવા માટે સમજાવવા અને સ્કુલ ફીસ-બુક્સ ની વ્યવસ્થા કરી આપવી. થોડા થોડા સમયે ફોન થી જાણતા રેહવું કે તે બાળક ભણવા જાય છે કે નહી?! બાળકના માતા-પિતા સાથે વાત કરવી અને બાળકોને ભણાવવા માટે સમજાવવા. બાળક કામ કરતુ બંધ થાય તે તેના ઘરના ને મંજુર નહી હોય એટલે એવા પ્રયત્નો ના કરવા. આપણે બાળકના ભણવાનો ખર્ચ કરી શકીએ તેનું ઘર ના ચલાવી શકીએ. બાળકના રેહઠાણ પ્રમાણે નજીકની સરકારી શાળાનો સંપર્ક કરવો. સરકારી પ્રાથમિક શિક્ષણમા ઘણો સુધારો થયો છે. સરકારી શાળાના શિક્ષકને વાત રજુ કરવી. મોટેભાગે શિક્ષક જ બાળક સ્કુલે આવે તેનું ધ્યાન રાખશે, પણ આપણે પણ આપણી રીતે તપાસ કરતા રેહવી.

🎋સામન્ય આર્થીક સગવડ હોય તો આવી જાહેર જગ્યાએ કામ કરતા બાળકો સાથે વાત કરવી અને બુક્સ – ફીસ ની વ્યવસ્થા કરવી, રોકડા રૂપિયા ક્યારેય ના આપવા, તસ્દી લઇ ને પણ બુક્સ લાવી આપવી કે ફીસ ભરી આવવી! આપણા ઘરે-ઓફિસે કામ કરતા લોકોને, માળી, દરજી, દુધવાળા, શાકવાળા, કાર સાફ કરવાવાળા, ચોકીદાર વિગેરેને એમના બાળકો વિષે પૂછવું. બાળકને ભણાવવા માટે સમજાવવા. જો આવું કોઈ બાળક ભણવામાં હોશિયાર હોય અને બોર્ડની એક્ઝામ માટે ટયુશનની જરૂર હોય તો શહેરના એન.જી.ઓ – સામાજીક સેવાઓ આપતી સંસ્થાનો સંપર્ક કરવો. આપણે રૂપિયા જ ખર્ચવા પડે તેવું જરૂરી નથી. આપણી થોડી મેહનત, સમય અને જાણકારી થી બાળકના ભણવાની વ્યવસ્થા થઇ શકે છે. આપણે તસ્દી લેવાની છે.

🙏🙏હું યુવરાજસિંહ જાડેજા આપ બધા ને એક વિનંતી કરું છું કે
આપણી આજુ બાજુ નજર કરીએ તો આવા કેટલાય બાળકો મળી આવશે. કોઈ એક બાળક ને પણ સ્કૂલનો રસ્તો બતાવી શકો તો એ દેશ સેવા જ છે.🙏🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

Yuvirajsinh Jadeja:
👧🏻🏆👧🏻🏆👧🏻🏆👧🏻🏆👧🏻🏆👧🏻🏆
બાળ મજુરી વિરોધ દીને એક પ્રેરણાત્મક વાત....રઝિયા સુલતાન: બાળમજૂરીથી યુ.એન. પુરસ્કાર સુધીની સફર
👧🏻🏆👧🏻🏆👧🏻🏆👧🏻🏆👧🏻🏆👧🏻🏆

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠👉આમિરખાનની એક પ્રખ્યાત ફિલ્મ 'તારે ઝમીં પર'માં એક ગીત દરમિયાન આમિર ખાન ચાની લારી પર કામ કરતા એક નાના છોકરાને પાસે બોલાવી ચા-બિસ્કીટ આપતો હોય એવું દ્રશ્ય ફિલ્માવાયું હતું. ફિલ્મમાં આ સીન બાળમજૂરી જેવા દૂષણ માટે ખૂબ જ સાંકેતિક અને આંખોમાં પાણી લાવી દે એ પ્રકારનું હતું, પરંતુ જો વર્તમાન પરિસ્થિતિનો અભ્યાસકરવા જઈએ તો આનાથી પણ વધુ ગંભીર વાસ્તવિક ચિત્રો ઉપસી શકે એમ છે, જેને પગ તળે કચડી આપણો ભારત દેશ શ્વાસ લઇ રહ્યો છે!🇮🇳👁‍🗨ભારતની કુલ ૧.૨૭ અબજ વસતીમાંથી ૪૪ કરોડ તો માત્ર 👦🏻👶બાળકો છે. 
👉એનો અર્થ એ થાય કે વિશ્વનું દર પાંચમું બાળક ભારતીય છે!સરકારી આંકડાઓ પ્રમાણે આ બાળકો પૈકીનાએક કરોડ વીસ લાખ જેટલા બાળકોબાળમજૂરો છે, 
☝️પરંતુ અન્ય સરકારી આંકડાઓની જેમ આ આંકડા પણ હકીકતનું પૂરી રીતે સ્પષ્ટીકરણ કરતા નથી, કારણ કે 👉બિનસરકારી સંસ્થાઓના એક સરવે પ્રમાણે આ સંખ્યા લગભગ ૬ કરોડ જેટલી છે!

👉👉'છોટુ પેલું ટેબલ સાફ કર, બીજા ગ્રાહકો લાઈનમાં ઉભા છે.', 'છોટુ ટેબલ નંબર ૭નું બિલ લઇ આવ' આવા કેટલાય 'છોટુ'ને આપણે રોજ આપણી આસપાસ જોઈએ છીએ અને એની અવગણના કરીને કે પછી એની સાથે બે ઘડી વાત કરીને ત્યાંથી જતા રહીએ છીએ, પરંતુ કેટલાક લોકો હજી પણ હયાત છે જે વર્ષોથી ચાલતી આવતી આ પ્રણાલીને બદલવા કટિબદ્ધ થયા છે.
🙏🙏🙏 "બાળકોના માતા-પિતા પોતાના જ સંતાન પાસે કામ કરાવવા મજબૂર હોય છે અને તેઓ સરળતાથી આ 'કમાણી' જતી કરવા તૈયાર નથી હોતા! કામ છોડી શાળાએ મોકલવા જેવી વાત માટે એમને તૈયાર કરવા એ સૌથી કઠિન પરીક્ષા હતી, પરંતુ અમે દૃઢતાપૂર્વક આ કામ માટે મંડી પડ્યા. અમે આ નિરક્ષર માબાપને સમજાવ્યું કે,👈👌👌👉 જેટલું તેઓ શાળામાં ભણીને કમાઈ શકશે તેટલું આ મજૂરી દ્વારા ક્યારેય નહીં કમાઈ શકે અને અંતે એમાંનાં કેટલાક લોકો આ વાત સમજ્યા." 🗣આ શબ્દો ૧૬ વર્ષની કિશોરી 👧🏻રઝિયા સુલતાનના👧🏻 છે.👇👇 
👉૧૨ જુલાઈ, ૨૦૧૩ના રોજ યુ.એન.એ શિક્ષણના ફેલાવામાં 💥💥રઝિયા સુલતાનની અવર્ણનીય કામગીરી માટે એને 🏆🏆સૌ પ્રથમ મલાલા એવોર્ડ 🏆🏆એનાયત કર્યો હતો. આ સામાન્ય કિશોરીની અસામાન્ય જીવનકથા જાણવા જેવી છે. 
👉ભારતના ઉત્તરપ્રદેશ રાજ્યમાં મેરઠ નામનું એક શહેર વસેલું છે. આ શહેરમાં નાંગલાકુંભા કરીને એક નાનકડા ગામમાં રહેતી રઝિયા બાળપણમાં બાળમજૂરીનો ભોગ બની ચુકી છે. 
માત્ર ચાર વર્ષની નાની વયે એ ગામની અન્ય કિશોરીઓની જેમ ફૂટબોલના સીવણનું કાર્ય કરતી હતી, પરંતુ એક બિનસરકારી સંસ્થાએ એને આ કાળી મજૂરીમાંથી ઉગારી લીધી અને શાળામાં પ્રવેશ અપાવ્યો. મહાન બનવા માટે ખાસ સંસાધનો કે પછી સુવિધાઓની જરૂર નથી હોતી, માત્ર કંઇક બદલવાની ઈચ્છા અને દ્રઢ સંકલ્પ હોવો જરૂરી છે. આ શબ્દોને ખરા અર્થમાં સાર્થક કરનાર રઝિયાએ ૪૮ જેટલા બાળકોને આવી મજૂરીમાંથી મુક્ત કરાવી શાળાકીય અભ્યાસમાં લગાવ્યા છે.

👉પોતાના ગામમાં શિક્ષણ માટેની ક્રાંતિ લાવનાર આ કિશોરીએ માત્ર બાળમજૂરી કરતા બાળકોને તેમાંથી ઉગાર્યા નથી, પરંતુ એમના શિક્ષણ અને વ્યવસ્થા માટે પણ પૂરતા પ્રયત્નો કર્યા છે. શાળામાં બાથરૂમ,હેન્ડપંપ, પૂરતા વર્ગખંડો અને પુસ્તકાલય તથા બાળકોને આપવામાં આવતા નાસ્તાની ગુણવત્તા જેવી પ્રાથમિક જરૂરિયાતોની પણ પૂરતી સુવિધા ન હોય એવી સ્થિતિમાં વધુ બાળકોને શાળામાં જવા પ્રેરવા ખૂબ જ મુશ્કેલ કાર્ય બની રહે છે. આથી ક્રમશઃ દરેક વસ્તુને ધ્યાનમાં રાખી રઝિયાએ પોતાના વિચારનું અમલીકરણ શરૂ કર્યું. જ્યારે દસ સભ્યોની પંચાયતમાં એ મુખ્યા તરીકે પસંદગી પામી ત્યારે એણે ગામની પંચાયતને આ પ્રવૃત્તિ માટે વધુ બળવાન બનાવી, પરંતુ અહીં પણ રસ્તો સરળ ન હતો. કેટલાક લોકો આ ચળવળ માટે એના વિરોધી બન્યા તથા એની આ ફરિયાદોની અવગણના કરી,પરંતુ પોતાના લક્ષ્યને વળગીને રહીરઝિયાએ કામ ચાલુ રાખ્યું અને અંતે ૨૨ જેટલી શાળાઓમાં પ્રાથમિક જરૂરિયાતો પૂરી પાડવા જરૂરી સુધારાઓ કરવામાં આવ્યા હતા. રઝિયાએ આ પ્રવૃત્તિ માત્ર પોતાના મેરઠ જિલ્લા સુધી માર્યાદિત ન રાખતા અન્ય વિસ્તારોમાં પણ ફેલાવી. એણે બિનસરકારી સંસ્થાના યુવા નેતા તરીકે બધા જ ધર્મોના લોકોમાં શિક્ષણ અને બાળમજૂરી વિશે જાગૃતિ ફેલાવવાના પ્રયત્નો કર્યા હતા. વળી, વિવિધ ઘરે ઘરે ફરીનેય નિરક્ષરતા અને બાળમજૂરી ભારતને કેટલે અંશે પાંગળું બનાવી રહી છે એ વિશે લોકોને સમજૂતી પૂરી પાડી હતી. રઝિયાનું આ શાળાકીય અભ્યાસની મહત્તા અને સાક્ષરતા અભિયાન નેપાળ સુધી વિસ્તર્યું હતું.

👉♻️✅✅૧૬ વર્ષની નાની ઉંમરમાં પોતાના પર વીતેલી યાતનાઓના દુઃસ્વપ્નને વિસરી, ભારતમાં આવા અભૂતપૂર્વ પરિવર્તનની શરૂઆત કરવા બદલ રઝિયા યુ.એન.ના પ્રથમ મલાલા પુરસ્કારની હકદાર બની છે.ગત વર્ષે પાકિસ્તાનની યુવતી મલાલા યુસુફ્ઝાઈએ કિશોરીઓના પાકિસ્તાનમાં ભણતર પરના પ્રતિબંધ સામે અવાજ ઉઠાવ્યો હતો. સ્ત્રીઓની પાકિસ્
તાન અને અફઘાનિસ્તાન 

જેવા દેશોમાં સ્થિતિ કેવી હોય છે એ આપણે સૌ ઘણી સારી રીતે જાણીએ છીએ. એવા સંજોગોમાં રૂઢિચુસ્તોને પડકારવાની હિંમત દાખવનાર મલાલા પરતાલિબાનોએ ગોળી છોડી તેની હત્યા કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો,
જેમાં તે ગંભીરપણે ઘવાઈ હતી, પરંતુ મલાલાનો અડીખમ અભિગમ અને કાર્યનિષ્ઠાએ પાકિસ્તાન જેવા દેશમાં પણ પરિવર્તનની શરૂઆત કરી હતી. આથી એની આ બહાદુરી અને વિચારશીલતા માટે યુ.એન.ના સેક્રેટરી જનરલ બેન કિ-મૂને ૧૨મી જુલાઈને
'મલાલા ડે' તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી. આ પાછળનો હેતુ બાળકોમાં શિક્ષણ વિશે જાગૃતતા ફેલાવવાનો અને વધુમાં વધુ બાળકોને શિક્ષિત બનાવવાનો છે અને આ જ દિવસના વિવિધ કાર્યક્રમ અંતર્ગત ભારતની આ સામાન્ય કિશોરી રઝિયા યુ.એન. પુરસ્કારની પ્રથમ દાવેદાર બની હતી.રઝિયાના માતા-પિતા પાસે એની આ સફળતાને બિરદાવવા માટે શબ્દો નથી. તેઓ પોતાને સૌથી નસીબદાર માની રહ્યા છે અને રઝિયાની આ હિંમત અને કાર્યપ્રણાલી માટે તેઓ ગર્વ અનુભવી રહ્યા છે.

👏👏👏👏ભારતમાં વર્ષ ૧૯૪૮માં ફેક્ટરી એક્ટ, વર્ષ ૧૯૫૨માં માઈન્સ એક્ટ, વર્ષ ૧૯૮૬માં બાળમજૂરીના પ્રતિબંધ માટેનો એક્ટ, વર્ષ ૨૦૦૦માં જુવેનાઈ જસ્ટિસ માટેનો ચિલ્ડ્રન એક્ટ અને વર્ષ ૨૦૦૯માં બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ માટેના એક્ટ જેવા અનેક કાયદાઓબનાવવામાં આવ્યા છે. સરકારી પાના પરના આ કાયદાઓ અને વિવિધ શહેરોના રસ્તા પર હાથ ફેલાવતા બાળકોની સ્થિતિમાં આપણે કલ્પના પણ ન કરી શકીએ એટલો તફાવત છે. આંકડાઓ અને હકીકતોની આ માયાજાળમાં આપણે બાળમજૂરીનો ભોગ બનતા બાળકોને કદાચ અવગણી રહ્યા છીએ. 
👏👏🙏🙏આથી જો રઝિયાની જેમ આપણે પણ માત્ર આપણી આસપાસ નજર દોડાવાની શરૂઆત કરીશું તો ઘણા બધા
'છોટુ'ને આવી કારમી ગુલામીમાંથી મુક્ત કરી શકીશું.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️💠♻️💠💠♻️💠♻️♻️💠
💠♻️👉તાજેત્તરમાં ચાઇલ્ડ રાઇડ્સ એન્ડ યુ (સીઆરવાય) દ્વારા જાહેર કરવામાં આવેલા બાળ મજૂરોના અંગેનો રિપોર્ટ ભારત માટે ખાસ સારા રહ્યાં નથી.
💠💠🇮🇳🇮🇳🇮🇳🇮🇳💠🇮🇳🇮🇳🇮🇳💠💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

💠World Day Against Child Labour 2017 Theme is “In conflicts and disasters, protect children from child labour”. People around the country take part in World Against Chid Labour Activities to create awareness on preventing child labour.

🔘🔘સીઆરવાય દ્વારા જાહેર કરાયેલા આંકડાઓ🔘🔘👇👇

👉 વાત બિહારની કરવામાં આવે તો ભારતના કુલ બાળ મજૂરોમાં ૧૧ ટકા બાળ મજૂરો બિહારમાં જ છે.

👉દેશમાં સૌથી વધુ બાળમજૂરો બિહારમાંઃ નિરક્ષતા મુળ કારણ

♦️બિહારમાં પાંચથી ૧૪ વર્ષના બાળ મજૂરો છે જેમાંથી ૪૦ ટકા બાળ મજૂરો પોતાનું નામ પણ લખી શકતા નથી

👉વર્ષ ૨૦૧૧ની જનગણના અનુસાર ભારતમાં ૬૫ લાખ બાળકો ખેતી અને ઘરના કામોમાં મજૂરી કરી રહ્યાં છે. 
👉પાંચ થી ચૌદ વર્ષના બાળ મજૂરોની સંખ્યા કુલ બાળ મજૂરોની સંખ્યાના ૬૫ ટકા જેટલી છે. બાળ મજૂરી પાછળનું 🔘મુખ્ય કારણ શિક્ષણનો અભાવ છે. 
તેમજ ગરીબીના કારણે પણ માતા-પિતા બાળકોને શાળાએ મુકવાની જગ્યાએ પોતાની સાથે મજૂરી માટે લઇ જતા હોય છે. 

🔘💠👉સીઆરવાયના નિર્દેશનક અતિંદ્રનાથ દાસએ જણાવ્યું હતું કે, અર્ધવચ્ચેથી શાળા છોડનાર અને શાળાએ ન જનારા બાળકોની સંખ્યા મોટા પ્રમાણમાં છે. આવા બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે તેમની પાસે સારી અને સુરક્ષિત નોકરી ન હોવાના ખતરો હોય છે. આવા સંજોગોમાં તેઓ ગરીબીમાં ફસાઇ જાય છે.

💠👉ભારતમાં ખાસ કરીને જોવામાં આવે તો બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્યોમાં શિક્ષણનો અભાવ અને ગરીબી મોટા પ્રમાણમાં જોવા મળે છે. ત્યારે બાળ મજૂરીનું પ્રમાણ પણ આ રાજ્યોમાં મોટા પ્રમાણમાં જોવા મળે છે.

💠♦️બાળ કામદાર વિરુદ્ધના પ્રથમ સામાન્ય નિયમો, ફેક્ટરી કાયદાઓ 19મી સદીના પ્રથમ તબક્કામાં બ્રિટનમાં પસાર કરવામાં આવ્યા હતા. નવ વર્ષની નીચેના વયના બાળકોને કામ કરવાની મંજૂરી ન હતી અને 18 વર્ષથી નીચેની વયના બાળકોને દિવસમાં 12 કલાક સુધી કરવાનું મર્યાદિત કરવામાં આવ્યું હતું.

♦️👇👉ઘણા વિકસિત દેશોમા જો બાળક ઘરગથ્થુ કામ અથવા શાળાના કામ સિવાયની બાબતમાં ચોક્કસ ઉંમર કરતા ઓછી વયનો હોય તો તે ને શોષણયુક્ત અને અયોગ્ય માનવામાં આવે છે. રોજગારદાતાને પણ ચોક્કસ વયથી ઓછી વય ધરાવતા બાળકને કામે રાખવાની મંજૂરી અપાતી નથી. આ ઓછામાં ઓછી વયનો આધાર જે તે દેશ પર છે.; અમેરિકાના બાળ કામદાર નિયમોમાં 16 વર્ષની વયને માતાપિતાની સંમતિ અને નિયંત્રણ વિના જ જે તે સંસ્થામાં કામ કરવાની ઓછામાં ઓછી વય નિર્ધારિત કરવામા આવી છે.

♦️“Urgent action is needed to tackle child labour in areas affected by conflict and disaster. If the Sustainable Development Goals (SDG) Target 8.7 – which aims to eradicate forced labour, end modern slavery and human trafficking and secure the prohibition and elimination of the worst forms of child labour – is to be achieved by 2030,” stated the International Labour Organisation ahead of WDACL-2017.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment