Wednesday, June 12, 2019

વિશ્વ મજુર સંગઠન – International Labour Organization

વિશ્વ મજુર સંગઠન – International Labour Organization એટલે કે ILO એ United Nations ની સંસ્થા છે. અને દુનિયામાં કાર્ય – work ને લગતી બાબતો ઉપર નજર રાખે છે અથવા નિયંત્રિત કરે છે. વર્ષ 2002 માં બાળ-મજુરી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશથી ILO એ દર વર્ષે 12 જૂનનો દિવસ બાળ-મજુરી વિરોધ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. ત્યારથી દર વર્ષે આખી દુનિયાની સાથો સાથ ભારતમાં પણ 12 જૂન બાળ-મજુરી વિરોધ દિન તરીકે મનાવાય છે.

મિત્રો, બાળ-મજુરી એ વર્તમાન સમાજનું કલંક છે. પહેલાના સમાજોમાં જ્યારે જાગૃતિનો અભાવ હતો ત્યારની વાત ના કરતા આજે આપણે બાળ-મજુરીના કલંકને દૂર કરવા કમર કસવી પડે તેમ છે, કારણ કે લાખો-કરોડો બાળકોનું આપણે બાળપણ છીનવી રહ્યા છીએ. કોઈ પણ બાળકને પુખ્ત થયા પહેલા બાળ-મજુરીમાં ધકેલી દેવાથી તેનો અભ્યાસ, સાધારણ વિકાસ, રમત-ગમત તેમજ મનોરંજનનો અધિકાર છીનવાઈ જાય છે. કેટલાક કિસ્સાઓમાં આવા બાળકો ગુનાખોરી કે વ્યસનની લતે ચડી જાય છે.

કેટલાય ભણવાની ઉમરના બાળકો ઘરકામ, ચાની કીટલી કે હોટલમાં મજુરી તો અનેક બાળકો જોખમી ઔદ્યોગિક કામોમાં પણ લગાડી દેવાય છે. ખેતીકામ, ગૃહઉદ્યોગ, ઢોર ચરાવવા જેવા કામો પણ અનેક બાળકોએ કુમળી વયમાં કરવા પડે છે. આ તમામથી અતિ ગંભીર એવા ભીખ માગવામાં અને કેટલાક કિસ્સાઓમાં ડ્રગ-ટ્રાફિકિંગ માટે પણ બાળકોનો ઉપયોગ થાય છે અને ક્યારેક વેઠ પણ કરાવાય છે. વળી, બાળકીઓના કિસ્સાઓમાં નાની ઉમરમાં વેશ્યા-વૃત્તિ જેવા અતિ નિમ્ન કક્ષાના કાર્યો બળજબરીથી કરાવાય છે એ જાણીને આપણને આપણા સમાજ ઉપર શરમ આવવી જોઈએ. આમ છતાં સમાજની નબળાઈઓ સમાજે જ દૂર કરવી રહી એ નાતે આવો આપણે સૌ બાળ-મજૂરીને તેના દરેક સ્વરૂપે સમાજમાંથી દૂર કરવા બનતું બધું જ કરી છૂટીએ …

ખાસ કરીને ભારત જેવા વિશાળ અને વિવિધતા ધરાવતા દેશમાં અનેક કર્યો સમાજ અને સરકારે કરવાના હોય છે, જેનાથી સાચા અર્થમાં લોકશાહીઅને વિકાસના ફળ લોકો અને ખાસ કરીને જેને જરૂર છે તેવા લોકો સુધી પહોચાડી શકાય. બાળ મજૂરીના દૂષણનો ખાતમો એ એવું જ કરી છે. જેના વિના આપણી એકરૂપ, સમરસ કે વિકસિત સમાજની વાતો એ માત્ર વાતો જ છે. બાળ-મજૂરી વિરોધ દિવસ એ ફક્ત ઔપચારિક્તા ના રહેતા સાર્થક કાર્ય બને તે જોવાનું દરેક જાગૃત નાગરિકનું નૈતિક કર્તવ્ય છે.

P.R
બાળ મજૂર એ શબ્‍દ સાંભળતા જ આઘાતની લાગણી અનુભવાય છે. અત્‍યંત દરીદ્રતાથી પીડાતા, ગરીબીરેખાથી નીચે જીવતા ઘણા પરીવારોના બાળકો પ્રાથમિક શાળામાંથી જ પોતાનો અભ્‍યાસ છોડી ચાની રેકડી પર, રેસ્‍ટોરન્‍ટમાં, કારખાનામાં મજૂરી કરે છે. જેને આવતી કાલનો નાગરીક ગણવામાં આવે છે. તે બાળક જયારે મજૂરીએ જાય ત્‍યારે ગાળો સાંભળવી પડે છે, રમવાની ઉંમરે ગુલામી કરવી પડે છે, હડધૂત થવું પડે છે, માનસિક તથા શારીરીક અત્‍યાચારનો ભોગ બનવું પડે છે. તેનું વારંવાર શોષણ થાય છે. આજે કેટલાય બાળકોનું બાળપણ શાળાઓને બદલે ફટાકડાનાં કારખાનામાં, જરીકામ, બીડીવણાટ, સોનીકામ, પથ્‍થરની ખાણોમાં, કાચઉદ્યોગ તથા અન્‍ય સ્‍થળે મુરઝાઈ રહ્યું છે. અસહ્ય ભાવવધારો, મોંઘવારી તથા ફુગાવાના વધતા જતા પ્રમાણમાં કુટુંબની ઓછી આવક તથા બાળકોની સંખ્‍યા વધુ હોવાની સ્‍થિતિમાં પાંચ - સાત વ્‍યકિતઓના પરીવાર એક જ વ્‍યકિતની આવક ઉપર નભી શકતો નથી. તેથી ગરીબ માતા - પિતા પોતાના બાળકોને ઓછી મજૂરીએ પણ કામમાં લગાવી દે છે. આ સ્‍થિતિમાં બાળમજૂરીનો આપોઆપ ઉદભવ થાય છે. આમ ગરીબી, બિમારી, અજ્ઞાનતા, મજબૂરી, નિરક્ષરતા વગેરે અનેક પરીબળો બાળમજૂરી માટે જવાબદાર છે. આજે ગુજરાતમાં પાંચ લાખથી વધુ સંખ્‍યામાં બાળમજૂરી હોવાનો અંદાજ છે.
બાળકોને બાળપણ દરમિયાન રમવા માટેની મોકળાશ અને ભણવા માટેની પૂરતી તક આપવાની જવાબદારી સરકારની તથા સમાજની પણ છે. બાળકના સહજ વિકાસને અટકાવનાર અને શોષણ કરનાર બાળમજૂર પ્રથા કલંક તથા અભિશાપ સમાન છે. જેને નાબૂદ કરવા કાયદા ઉપરાંત સમાજના સહકાર તથા લોકજાગૃતિની તાતી જરૂર છે. ભણવા - રમવાની ઉંમરે બાળક મજૂરી કરે, અભણ રહી જાય અને પછી તેના બાળકની હાલત પણ તેના જેવી જ થાય. આ બાળમજૂર ભવિષ્‍યમાં અભણ મતદાર તથા નિષ્‍ક્રીય - અજાગૃત નાગરીક બને. પરીણામે કુટુંબ, ગામ, સમાજ તથા દેશ બરબાદ થાય. વળી બાળમજૂરીને કારણે બાળકને નિશાળની તક ન મળે. પતંગ ચગાવવાની વયે તે પતંગ બનાવતો હોય છે. ફટાકડા ફોડવાની વયે તે ફટાકડા બનાવતો હોય છે. આમ સતત શોષણ, તણાવ અને હાડમારીમાં જીવતો બાળક દુઃખ ભૂલવા ખોટા માર્ગે ચડી વ્‍યસનોનો શિકાર થઈને ગુનાખોરી તરફ પણ ધકેલાઈ જાય છે.
વાસ્‍તવમાં દરેક બાળકને કોઈપણ પ્રકારના ભેદભાવ વિના ઉતમ બાળપણ મળવું જોઈએ તેવી ભારતના બંધારણમાં જોગવાઈ છે. ભારત સહિત દુનિયાના બધા જ દેશોએ સંયુકત રાષ્ટ્રસંઘના બાળ અધિકારના ઘોષણાપત્રનો સ્‍વીકાર કરેલો છે. બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬ હેઠળ જેમણે ૧૪ વર્ષની ઉંમર પૂરી કરી ન હોય અને કામમાં રોકાયેલા હોય તેવા બધા જ બાળકો બાળ મજૂર કહેવાય. બાળમજૂરી એ એક ગંભીર ગુનો છે, જેમાં બાળકને કામે રાખનાર માલિક ગુનેગાર ગણાય છે. સુપ્રિમ કોર્ટે બાળમજૂરી કરાવનાર માલિકોને કડક સજા અને દંડ કરવાનો આદેશ આપ્‍યો છે. તેમજ બાળમજૂરીમાંથી મુકત થનાર બાળકના કુટુંબને રોજગારીની સગવડ કરી આપવાની સૂચના સરકારને આપી છે. દરેક બાળકને ભણવાનો મૂળભૂત અધિકાર છે. તેવી જોગવાઈ ૨૧ (અ) લોકસભામાં મંજૂર થયેલ છે. ગુજરાત ફરજીયાત પ્રાથમિક શિક્ષણ કાયદો ૧૯૬૧ માં પણ આવી જ જોગવાઈ છે.
બાળમજૂરી નીચેના કાયદાઓ હેઠળ પ્રતિબંધિત છે
(
૧) બાળમજૂર પ્રતિબંધ અને નિયમન ધારા ૧૯૮૬
(
૨) કારખાના અધિનિયમ ૧૯૪૮ની કલમ ૬૭
(
૩) મોટર ટ્રાન્‍સપોર્ટ કામદાર અધિનિયમ, ૧૯૬૧ ની કલમ - ૨૧
(
૪) બીડી અને સિગાર કામદાર (રોજગારી શરતો) અધિનિયમ, ૧૯૬૬ ની કલમ - ૨૪
(
૫) ઈન્‍ડીયન પીનલ કોડની કલમો ૩૭૦ અને ૩૭૪ અન્‍વયે
(
૬) જુવેનાઈલ જસ્‍ટીસ એકટ ૨૦૦૦ ની કલમ - ૨૩, ૨૪ અને ૨૬
વિશેષમાં સુપ્રિમ કોર્ટ દ્વારા રીટ પીટીશન નંબર ૪૬૫/૮૬ માં આપવામાં આવેલ ચુકાદા અન્‍વયે દરેક જીલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષપણા હેઠળ ‘‘બાળમજૂર પુનર્વસન અને કલ્‍યાણ નિધિ'' ની રચના કરવામાં આવેલ છે. ઉપરોકત ચુકાદા પ્રમાણે જોખમી ધંધાઓમાં બાળમજૂરને કામે રાખવામાં આવેલ હોય તો જે તે ઉદ્યોગ ધંધાના માલિક પાસેથી પ્રત્‍યેક બાળમજૂર દીઠ રૂ. ૨૦૦૦૦ વસૂલ કરી ઉકત બાળમજૂર પુનર્વસન અને કલ્‍યાણ નિધિમાં જમા કરાવવાના રહે છે.
બાળમજૂરી અંગેની ફરીયાદ (૧) નાયબશ્રમ આયુકત (૨) જે-તે જીલ્લાના મદદનીશ શ્રમ આયુકત (૩) તાલુકા કક્ષાના શ્રમ અધિકારી (૪) ગુમાસ્‍તા ધારા હેઠળના નિરીક્ષકો (૫) કલેકટરશ્રીના અધ્‍યક્ષ સ્‍થાને રચાયેલ ટાસ્‍કફોર્સ વગેરે સમક્ષ થઈ શકે છે.
બાળમજૂરી નાબુદ કરવા આપણે આટલું તો કરીએ જ
(
૧) કોઈ બાળક નિશાળ બહાર માલૂમ પડે તો તેના માતા-પિતાનો સંપર્ક કરીને પ્રાથમિક શિક્ષણની યોજનાઓનો લાભ લઈ બાળક ફરીથી ભણતો થાય તેની કાળજી લઈએ (૨) બાળક પાસે મજૂરી કરાવવામાં આવતી માલૂમ પડે તો સંબંધિત અધિકારીને તેની જાણ કરી કાયદાકીય પગલા લેવડાવીએ. (૩) જયા બાળમજૂર કામ કરતો હોય ત્‍યાં ગ્રાહક ન બનીએ, બાળકોની સેવા તથા બાળકોએ બનાવેલી વસ્‍તુઓનો બહિષ્‍કાર કરીએ જેથી બાળમજૂરી કરાવનાર માલિકને આર્થિક નુકશાન થશે પરીણામે પુખ્‍ત વયની વ્‍યકિતને કામે રાખવાની ફરજ પડશે. બાળમજૂરી નાબૂદ કરવાનું આ સોૈથી સરળ અને યોગ્‍ય પગલું છે.
બાળ મજૂરીનો વિરોધ કોણ કરશે ?

દર વર્ષે 30મી એપ્રિલના દિવસને બાળ મજૂરી વિરોધી દિન તરીકે ઉજવાય છે. બાળકોને મજૂરી કામે લગાડવા ગેરકાનૂની હોવા છતાં આ કાયદાનો છડેચોક ઉલ્લધંન થાય છે. સરકારી કચેરીઓની બહાર કે શહેર કે ગામડાઓમાં પણ આ બાળકો કામ કરતા નજરે પડે છે. આ બાબતે જાણકારી હોવા છતાં સમાજનો દરેક વર્ગ જોઈને ુપણ અજાણ બને છે. આ ઉપરાંત 20મી નવેમ્બરના રોજ બાળ અધિકાર દિનની પણ ઉજવણી થાય છે. તંત્ર બાળમજૂરોને મુક્ત કરાવે તો જ નહીં ભારતનો કોઇ પણ નાગરિક બાળમજૂર રાખનારી વ્યક્તિ વિરુદ્ધ પોલીસ મથકમાં કાયદાની જોગવાઇઓ હેઠળ એફઆઇઆર દર્જ કરાવી શકે છે. જાગૃત નાગરિકો મેદાનમાં આવે તો આ દૂષણ અવશ્ય દૂર થાય.





બાળપણમાં ખેલકૂદની સાથે-સાથે વિદ્યા પ્રાપ્તિના બદલે કેટલાએ નાનકડા ભૂલકાઓનું કારમી મજૂરી કરીને પીસાય છે. જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને ચાઇલ્ડ લેબર એક્ટ હેઠળ ૧૮ વર્ષથી નીચેના બાળકો પાસે મજૂરી કરાવવા ઉપર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક બાળકોને પ્રાથમિક શિક્ષણ આપવું ફરજિયાત બનાવાયું છે.

No comments:

Post a Comment