Sunday, January 31, 2021

Economic Survey: સંસદમાં આર્થિક સર્વે રજૂ, FY 2021-22 માટે 11 ટકા આર્થિક ગ્રોથનું અનુમાન

*👇👇👇Economic Survey: સંસદમાં આર્થિક સર્વે રજૂ, FY 2021-22 માટે 11 ટકા આર્થિક ગ્રોથનું અનુમાન👇👇👇*

👇📣નાણાકીય વર્ષ 2021માં આર્થિક ગ્રોથ રેટમાં 7.8 ટકા ઘટાડાનું અનુમાન છે.
📣👍નાણાકીય વર્ષ 2022 માટે નોમિનલ જીડીપીનું અનુમાન 15.4 ટકા પર રાખવામાં આવ્યું છે.👇👇



આજથી સંસદના બજેટ સત્ર (Budget Session 2021)ની શરૂઆત થઈ ચૂકી છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman)એ લોકસભા (Lok Sabha)ના પટલ પર આર્થિક સર્વેક્ષણ (Economic Survey 2020-2021) રજૂ કરી દીધું છે. આ વખતે આર્થિક સર્વેક્ષણમાં નાણાકીય વર્ષ 2022 માટે આર્થિક ગ્રોથનું અનુમાન 11 ટકા રાખવામાં આવ્યું છે. નાણાકીય વર્ષ 2021માં આર્થિક ગ્રોથ રેટમાં 7.8 ટકા ઘટાડાનું અનુમાન છે.

નાણાકીય વર્ષ 2022 માટે નોમિનલ જીડીપીનું અનુમાન 15.4 ટકા પર રાખવામાં આવ્યું છે. અર્થવ્યવસ્થામાં વી શેપ્ડ રિકવરીનું અનુમાન છે. આ વખતે આર્થિક સર્વેક્ષણ અનેક રીતે ખાસ છે. કોરોના વાયરસ મહામારીના કારણે અર્થવ્યવસ્થાને મોટો આંચકો લાગ્યો છે. સર્વેમાં અર્થવ્યવસ્થાથી જોડાયેલી અનેક એવી જાણકારીઓ તથા આંકડા છે, જેની પર અનેક લોકોની નજર છે.


આ સર્વે મુજબ, નાણાકીય વર્ષ 2021માં જીડીપી ગ્રોથ (GDP Growth) લગભગ 7.7 ટકા રહી શકે છે. મની કન્ટ્રોલના અહેવાલ મુજબ, લોકસભામાં રજૂ કરવામાં આવેલા Economic Surveyમાં નાણાકીય વર્ષ 2021-22ના પહેલા 6 મહિનામાં Read GDP ગ્રોથ રેટ 14.2% રહેવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. આર્થિક સર્વેમાં જે અનુમાન લગાવવામાં આવ્યા છે તે RBI અને સેન્ટ્રલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસ (CSS)ના આંકડાઓથી મેળ ખાય છે.


કોરોના મહામારી (Corona Pandemic)ના કારણે દેશની અર્થવ્યસ્થા પર ખૂબ ખરાબ અસર પડી છે. આ કારણે દેશ માટે આ બજેટ એક નવી તસવીર રજૂ કરી શકે છે. બીજી તરફ આર્થિક સર્વેક્ષણ (Economic Survey)ની વાત કરીએ તો તેમાં સરકાર તરફથી અર્થવ્યવસ્થાને લઈને પૂરી જાણકારી વિસ્તારથી આપવામાં આવે છે. તેમાં ભવિષ્યની સંભાવનાઓ અને પડકારોની સાથે વિવિધ ક્ષેત્રો વિશે પણ જાણકારી આપવામાં આવે છે.

સંસદના બજેટ સત્ર (Budget Session 2021)ની શરૂઆતમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ (President Ram Nath Kovind)એ પોતાનું અભિભાષણ આપ્યું. આ દરમિયાન તેઓએ કહ્યું કે, પોતાના તમામ નિર્ણયોમાં મારી સરકારે સંઘીય માળખાને સામૂહિક શક્તિનું અદ્વિતિય ઉદાહરણ પણ પ્રસ્તુત કર્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોની વચ્ચે આ સમન્વયે લોકતંત્રને મજબૂત કર્યું છે અને બંધારણની પ્રતિષ્ઠાને સશક્ત કરી છે.

આર્થિક વિકાસના લેખા જોખા હોય ઇકોનૉમિક સર્વે

કેન્દ્ર સરકાર આગામી નાણાકીય વર્ષ માટે બજેટ રજૂ કરે છે. જ્યારે ઇકોનૉમિક સર્વે વર્તમાન નાણાકીય વર્ષનો હિસાબ-કિતાબ હોય છે. આ વર્ષે પહેલી ફેબ્રુઆરીના રોજ નાણાકીય વર્ષ 2021-22 માટે બજેટ રજૂ કરવામાં આવશે, પરંતુ આજે જે ઇકોનૉમિક સર્વે રજૂ કરવામાં આવશે તે વર્તમાન વર્ષ 2020-21નો હોય છે. જેમાં આખા વર્ષનો હિસાબ-કિતાબ હોય છે.

🌱પાક વીમા યોજના

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે પાક વીમા યોજનાનો લાભ પણ દેશના નાના ખેડૂતોને થયો છે. આ યોજના હેઠળ છેલ્લા 5 વર્ષમાં ખેડૂતોને 17 હજાર કરોડ રૂપિયા પ્રીમીયમ તરીકે લગભગ 90 હજાર કરોડ રૂપિયાની રકમ વળતર તરીકે મળી છે.

Raj, [31.01.21 10:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
📣મોદી સરકારના બીજા કાર્યકાળનુ ત્રીજુ બજેટ સત્ર.📣

📣📢📣સરકારના મુખ્ય આર્થિક સલાહકાર કેવી સુબ્રમણ્યમે આર્થિક સર્વેક્ષણ 2020-21 લૉન્ચ કર્યું.👇👇👇

📣📢મખ્ય આર્થિક સલાહકાર કૃષ્ણમૂર્તિ વેન્કટ સુબ્રમણિયમની આગેવાનીવાળી ટીમે 2020-21ની આર્થિક સમીક્ષા તૈયાર કરી છે.

📣ક.વી. સુબ્રમણ્યમ મુજબ આર્થિક સર્વેક્ષણમાં પહેલું ચેપ્ટર કોરોના મહામારી દરમ્યાન લોકોની જીવન રક્ષા માટે સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલ પગલાં પર આધારિત છે.

📯📯ભારત સરકારે પોતાની નીતિઓમાં આ વાતનું ધ્યાન રાખ્યું કે લૉકડાઉનથી અર્થવ્યવસ્થા અને જીડીપીને ભારે નુકસાન થશે, પરંતુ તે બાદમાં પરત લઈ શકે છે. જો વધુ લોકોનો જીવ આ મહામારીથી ગયો તો તેને પરત લેવામાં નહિ આવે.

📯📯સર્વેમાં એ વાત માલૂમ પડી છે કે કોવિડ 19 લોકડાઉનને કારણે તે સમયે નેગેટિવ ઈકોનોમી ગ્રોથ થયો, પરંતુ ભવિષ્યમાં આ ગ્રોથ પોઝિટિવ રહેશે.

📯📯સખ્ત લૉકડાઉનને કારણે કોરોના વાયરસના કેસ તો ઘટ્યા જ છે, સાથે જ ઘણી હદ સુધી મોત પણ રોકી શકાઈ છે. આ એક-બે રાજ્યોમાં નહિ બલકે આખા દેશમાં હતું. એવામાં આર્થિક સર્વેક્ષણમાં માલૂમ પડ્યું કે લૉકડાઉન જીવન અને આજીવિકાને બચાવવાનું એક મોટું કારણ હતું.

📯📯મખ્ય આર્થિક સલાહકાર મુજબ મુશ્કેલ સમયમાં ભારતે જે નીતિગત પ્રતિક્રિયા આપી, તે એક પરિપક્વ અને દૂરદર્શી હતી. ભારતે દીર્ઘકાલિન લાભ પ્રાપ્ત કરવા માટે અલ્પાવધિમાં ઘણું બધું ભોગવ્યું છે.

📯📯સબ્રમણ્યમ મુજબ લૉકડાઉન વિના પણ કોરોના મહામારી અર્થવ્યવસ્થાને પ્રભાવિત કરત, પરંતુ લૉકડાઉનને કારણે સમન્વય સ્થાપિત થયો અને વિરાટ સંખ્યામાં લોકોના જીવ બચ્યા.


📢લોકડાઉનથી પ્રભાવિત અર્થવ્યવસ્થામાં નાણાકીય વર્ષ 2021-22માં ઝડપથી વધશે તેવું અનુમાન છે. ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં આર્થિક વૃદ્ધિ દરમાં 23.9 ટકા જ્યારે બીજા ક્વાર્ટરમાં 7.5 ટકાનો ઘટાડો આવ્યો છે. ચાલુ વર્ષે 7.7 ટકા જીડીપીમાં ઘટાડાનું અનુમાન છે. આવતા વર્ષે નાણાકીય વર્ષ 2021-22માં જીડીપી વૃદ્ધિ દર 11 ટકા રહેવાનું અનુમાન છે.

📚📚📚આર્થિક સર્વેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો છે. તે અર્થતંત્રના તમામ પાસાઓને આવરી લે છે. આમાં દેશના અર્થતંત્રને લગતા તમામ આંકડા આપવામાં આવ્યા છે. તમે તેમાં ભારતીય અર્થવ્યવસ્થાની સંપૂર્ણ તસવીર જોશો. આર્થિક સર્વેમાં અર્થતંત્રની સુધારણા માટે કેટલાક સૂચનો પણ આપવામાં આવ્યા છે.📚📚📚

📣📚નિષ્ણાતો માટે આર્થિક સર્વેક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ એ છે કે તેઓને છેલ્લા એક વર્ષમાં, વર્તમાનમાં અને આગામી દિવસોમાં અર્થવ્યવસ્થાની સ્થિતિનો વાજબી ખ્યાલ આવે છે.


📋📁📋કન્દ્રીય બજેટ 2021-22 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ થવાનું છે. બજેટ દસ્તાવેજોમાં સાંસદો અને સામાન્ય નાગરિકોની અવિરત પ્રવેશ સુનિશ્ચિત કરવા, સીતારામનમાં આ પ્રસંગે એક મોબાઇલ એપ્લિકેશન ‘યુનિયન બજેટ મોબાઇલ એપ્લિકેશન’ પણ શરૂ કરવામાં આવી હતી. આ એપ દ્વારા લોકો બજેટના તમામ દસ્તાવેજો વાંચી શકશે. આ એપ્લિકેશન અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષાઓને સપોર્ટ કરે છે અને Android અને iOS બંને પ્લેટફોર્મ પર ઉપલબ્ધ હશે. આ એપ્લિકેશન યુનિયન બજેટ વેબ પોર્ટલ પરથી પણ ડાઉનલોડ કરી શકાય છે. આ એપ્લિકેશન નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા આર્થિક બાબતોના વિભાગની સૂચના પર બનાવવામાં આવી છે. સંસદમાં નાણાં પ્રધાનના બજેટ ભાષણ બાદ બજેટના તમામ દસ્તાવેજો આ એપ પર ઉપલબ્ધ થશે.📋🗄📋

📣પહેલી ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું આર્થિક બજેટ રજૂ કરશે.

Raj, [31.01.21 10:45]
[Forwarded from જ્ઞાન સારથિ]
*📮📯📮 આ ઈકોનોમિક સર્વે શું છે?📮📯📮*


આપણે એ દેશમાં રહીએ છીએ, જ્યાં મિડલ ક્લાસની સંખ્યા ઘણી જ વધારે છે. આપણે ત્યાં મોટા ભાગનાં ઘરોમાં એક ડાયરી બનાવવામાં આવે છે. આ ડાયરીમાં આખો હિસાબ-કિતાબ રાખવામાં આવે છે. વર્ષ સમાપ્ત થયા બાદ જ્યારે આપણે જોઈએ છીએ તો ખ્યાલ આવે છે કે આપણું ઘર કઈ રીતે ચાલે છે? આપણે ક્યાં ખર્ચો કર્યો? કેટલી કમાણી કરી? કેટલી બચત કરી? એ આધારે પછી આપણે નક્કી કરીએ છીએ કે આપણે આવનારા વર્ષમાં કઈ રીતે ખર્ચ કરવાનો છે? બચત કેટલી કરવાની છે? આપણી આર્થિક સ્થિતિ કેવી રહેશે?

🗳🗃📒📒ઠીક આપણા ઘરની ડાયરી જેવું જ હોય છે ઈકોનોમિક સર્વેનું. એનાથી ખ્યાલ આવે છે કે આપણા દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ કેવી છે? ઈકોનોમિક સર્વેમાં વીતેલા વર્ષનો હિસાબ-કિતાબ અને આવનારા વર્ષ માટેની સલાહ, પડકારો અને સમાધાનનો ઉલ્લેખ હોય છે. ઈકોનોમિક સર્વેને બજેટના એક દિવસ પહેલાં જ રજૂ કરવામાં આવે છે.

*🤔🤔ઈકોનોમિક સર્વે કોણ તૈયાર કરે છે?🤔🤔🤔*

નાણાં મંત્રાલયના અંડરમાં ડિપાર્ટમેન્ટ છે ઈકોનોમિક અફેર્સ, જેના અંડરમાં એક ઈકોનોમિક ડિવિઝન છે. આ ઈકોનોમિક ડિવિઝનના ચીફ ઈકોનોમિક એડવાઇઝર એટલે કે CEAની દેખરેખમાં ઈકોનોમિક સર્વે તૈયાર કરે છે.

📣હાલ CEA ડોકટર કૃષ્ણામૂર્તિ સુબ્રહ્મણ્યમ છે. પહેલો ઈકોનોમિક સર્વે 1950-51માં રજૂ કરાયો હતો. 1964 સુધી બજેટની સાથે જ ઈકોનોમિક સર્વે રજૂ કરાતો હતો, પરંતુ બાદમાં તેને બજેટના એક દિવસ પહેલાં રજૂ કરવામાં આવી રહ્યો છે.

*🤔🤔🤔ઈકોનોમિક સર્વે કેમ જરૂરી હોય છે?🤔🤔🤔*

આ અનેક માપદંડને ધ્યાનમાં રાખીને જરૂરી હોય છે. ઈકોનોમિક સર્વે એક રીતે આપણી અર્થવ્યવસ્થા માટે ડાયરેક્શન જેવું કામ કરે છે, કેમ કે એનાથી જ ખ્યાલ આવે છે આપણી અર્થવ્યવસ્થા કેવી ચાલી રહી છે અને એમાં સુધારા માટે આપણે શું કરવાની જરૂર છે?

🤔ઈકોનોમિક સર્વેથી જ અર્થવ્યવસ્થાના ટ્રેન્ડનો ખ્યાલ આવે છે. એના આધારે જ સરકારને સલાહ આપવામાં આવે છે. જે રીતે ગત વર્ષે ઈકોનોમિક સર્વેમાં સલાહ આપવામાં આવી હતી કે જો ભારતને 2025 સુધી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવી છે, તો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 1.4 ટ્રિલિયન ડોલરનો ખર્ચ કરવાની જરૂર છે.

*🤔🤔🤔શ સરકાર માટે એને રજૂ કરવું જરૂરી છે?🤔🤔🤔*


એવું જરૂરી તો નથી. સરકાર ઈકોનોમિક સર્વેમાં રજૂ કરવા અને એમાં આપેલી સલાહ કે માર્ગદર્શનને માનવા માટે બાધ્ય નથી. જો સરકાર ઈચ્છે તો એમાં આપવામાં આવેલી તમામ સલાહને ફગાવી શકે છે. તેમ છતાં એનું મહત્ત્વ છે, કેમ કે એનાથી ગત વર્ષની અર્થવ્યવસ્થાનાં લેખાં-જોખાંનો ખ્યાલ આવે છે.

*🤔🤔🤔બ વોલ્યુમમાં આવે છે ઈકોનોમિક સર્વે🤔🤔🤔*

પહેલાં ઈકોનોમિક સર્વે એક જ વોલ્યુમમાં રજૂ થતું હતું, પરંતુ 2014-15થી એને બે વોલ્યુમમાં રજૂ કરવામાં આવી રહ્યું છે. સામાન્ય રીતે પહેલા વોલ્યુમમાં અર્થવ્યવસ્થાના પડકારો પર ફોકસ રહે છે અને બીજા વોલ્યુમમાં અર્થવ્યવસ્થાનાં તમામ ખાસ સેક્ટર્સનો રિવ્યુ થાય છે. આ ઉપરાંત સ્ટેટિસ્ટિકલ એપેન્ડિક્સ પણ આવે છે, જેમાં અનેક પ્રકારના આંકડાઓ હોય છે.

👆✍️હાર્દિક.

🗞સોર્સ - દિવ્યાભાસ્કર

No comments:

Post a Comment