Wednesday, May 22, 2019

રાજા રામમોહનરાય ---- Raja Rammohan Roy

🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

👑રાજા રામમોહનરાય 👑

એક મહાન સમાજ સુધારક.
📚📚📚📚📚📚📚📚
(સંપૂર્ણ માહિતી PDF મા)

🙏*મારા રોલ મોડલ રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક* 🙏

🐾🐾રાજા રામમોહનરાય આધુનિક ભારતના આધસુધારક ગણાય છે. 

🐾🐾નવા યુગના અગ્રદૂત અને જયોતિર્ધર પણ કહેવાય છે. 

🚩🔻🚩 ભારતના સામાજિક નવસર્જનના પિતા

🀄️✏️ અર્વાચીન સુધારાની જે જે પ્રગતિ આજના સમાજમાં ર્દષ્ટિગોચર થાય છે તેના પાયાનું ચણતર કરનાર રાજા રામમોહનરાયનો 
📌 ભારતની વૈજ્ઞાનિક ક્રાંતિના આદ્ય પ્રણેતા.👏

🔰🔰તેમણે ‘આત્મીય સભા’ નામે સંસ્થા સ્થાપી, પાછળથી આ સંસ્થા ‘બ્રહ્મોસમાજ’ તરીકે પ્રચલિત બની. 
 બ્રહ્મો સમાજે વિશેષ કરીને બંગાળમાં સમાજ અને ધર્મ સુધારણાના ક્ષેત્રે મહત્ત્વનો ફાળો આપ્યો. 🔆♦️🔆ઇ.સ. ૧૮૨૮ માં તેંણે “બ્રહ્મોસમાજ” ની રચના કરી. 

22 May

Yuvirajsinh Jadeja:
🔰🔰ઈતિહાસમાં 22 મે નો દિવસ🔰🔰

🏆📕જ્ઞાનપીઠ એવોર્ડની સ્થાપના📚🏆

સાહિત્ય ક્ષેત્રે દેશના સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ' જ્ઞાનપીઠ' ની સ્થાપના વર્ષ 1961 ની 22 મેના રોજ ' ટાઇમ્સ ઓફ ઇન્ડિયા ' અખબાર સમુહના પ્રકાશક જૈન કુટુંબ દ્વારા કરવામાં આવી હતી . 1967 માં ઉમાશંકર જોષી આ એવોર્ડ મેળવનારા પહેલા ગુજરાતી હતા .

✈️✈️વિમાનની શોધ માટે પેટન્ટ✈️✈️

અમેરિકન ભાઈઓ ઓરવિલ અને વિલબર રાઇટને વિમાનની શોધ માટે વર્ષ 1906 ની 22 મેના રોજ પેટન્ટ મળી હતી . જોકે તેમણે પહેલું વિમાન વર્ષ 1903 માં ઉડાડ્યું હતું . રાઇટ બ્રધર્સની સામે અનેક લોકો પ્લેન ઉડાવવાની પદ્ધતિઓ શોધી ચૂક્યા હતા .

ગામા પહેલવાન --- Gamma wrestler

👊💪🤙👌👊💪🤙👌💪👊🤙👌
*ગામા પહેલવાનો આજે જન્મ દિવસ*
💪🤙👊💪🤙👊💪🤙👊💪🤙👊
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*વિશ્વમાં અજેય હતા ગામા પહેલવાન, 80 કિલોના પથ્થરથી કરતા કસરત*

*✍મિત્રો હાલના સમયમાં આધુનિક મશીનો વડે કસરત કરવામાં આવે છે. જોકે અગાઉના સમયમાં વપરાતા કસરત માટેના પથ્થરના સાધનોનું એક મ્યૂઝિયમ દતિયામાં બન્યું છે. અહીં ગામા પહેલવાને વાપરેલા સાધનો પણ જોઈ શકાય છે. સમગ્ર વિશ્વમાં જાણીતા એવા ગામા પહેલવાનની ગણતરી ઈતિહાસના સર્વશ્રેષ્ઠ પહેલવાનોમાં કરવામાં આવે છે.*

💪- દતિયાના હોલીપુપામાં ગામાનો જન્મ 1889માં થયો હતો. જોકે ગામાના જન્મ સ્થળ અને તારીખ અંગે વિવાદ પણ છે.

🤜- અમુક લોકો માને છે કે, 1878માં પંજાબના અમૃતસરમાં જાણીતા પહેલવાન મોહમ્મદ અઝીજના ઘરે ગુલામ મોહમ્મદ (ગામા પહેલવાન)નો જન્મ થયો હતો.

Tuesday, May 21, 2019

21 May

Yuvirajsinh Jadeja:
ઈતિહાસમાં ૨૧ મેનો દિવસ


♦️🇮🇳રાજીવ ગાંધીની હત્યા🇮🇳♦️

વર્ષ ૧૯૯૧માં આજના દિવસે રાજીવ ગાંધી લોકસભા ચૂંટણીના પ્રચારમાં ચેન્નાઈથી ૪૦ કિ .મી. દૂર શ્રીપેરુમ્બદુરમાં પ્રચાર અર્થે ગયા હતા , જ્યાં થેનમોઝી રાજરત્નમે શરીર પર બાંધેલા ૭૦૦ ગ્રામ RDXનો વિસ્ફોટ કર્યો હતો , તેમાં રાજીવ ગાંધીનું અવસાન થયું હતું .

🔆ચેન્નાઈ પાસેના શ્રીપેરુમ્બદુરમાં ચૂંટણી સભા માટે ગયેલા રાજીવ ગાંધીની મહિલા સુસાઇડ બોમ્બરે 1991 ની 21 મેના રોજ વિસ્ફોટ કરી હત્યા કરી હતી . શ્રીલંકામાં LTTEના ઉગ્રવાદીઓ સામે લડવા ભારતીય લશ્કર મોકલવાના રાજીવના નિર્ણયનો તમિળ વ્યાઘ્રોએ બદલો લીધો હતો

🔆♦️આર્કટિક પર પહેલો વિજ્ઞાની♦️💢

પૃથ્વીની ટોચ પર બરફાચ્છાદિત આર્કટિક સમુદ્રમાં આવેલા નોર્થ પોલ પર 1937 ની 21 મેએ રશિયન વિજ્ઞાનીઓ સૌથી પહેલા પહોંચ્યા હતા . બરફના સંશોધન પરથી પૃથ્વીના ઇતિહાસ અને ભવિષ્યની વૈજ્ઞાનિક જાણકારી મેળવવાના આ મિશનનું નેતૃત્ત્વ વિજ્ઞાની ઇવાન પાપાનીને લીધું હતું.

Monday, May 20, 2019

20 May

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
♦️♦️♦️♦️♦️♦️♦️♦️
ઈતિહાસમાં 20 મેનો દિવસ
♦️♦️♦️♦️♦️♦️♦️♦️

💠💠એવરેસ્ટ સર કરનાર પહેલા ભારતીય 💠💠

કેપ્ટન અવતાર સિંહ ચીમા અને શેરપા નવાંગ ગોમ્બુ વર્ષ 1965 ની 20 મેના રોજ વિશ્વનું સૌથી ઊંચુ શીખર માઉન્ટ એવરેસ્ટ સર કરનારા પહેલા ભારતીય બન્યા હતા . માઉન્ટ એવરેસ્ટ સમુદ્રની સપાટીથી 8 ,848 મીટર ઊંચુ છે, જ્યાં શ્વાસ લેવો પણ અઘરો બની જાય છે.

🗼Avtar Singh Cheema (1933–1989): was the first Indian to lead a successful expedition that climbed Mount Everest . He was a part of the third mission undertaken by the Indian Army , in 1965, to climb Mt. Everest after two failed attempts. He successfully conquered the mountain on 20 May 1965. He was a captain in the 7th Bn Parachute regiment at that time. Later he was promoted to colonel. 

🌁He was awarded Arjuna award and Padma Shri for his achievements. 
🌄He hails from Sri Ganganagar of Rajasthan state.

Sunday, May 19, 2019

કૃષ્ણકુમારસિંહ ગોહીલ --- Krishna Kumarasinh Gohil

👑કૃષ્ણકુમારસિંહ ગોહીલ👑

🍃જન્મની વિગત
૧૯ મે , ૧૯૧૨
ભાવનગર , ગુજરાત


💐મૃત્યુની વિગત
૨ એપ્રિલ , ૧૯૬૫
ભાવનગર , ગુજરાત

🎯રહેઠાણ નિલમબાગ પેલેસ , ભાવનગર

⛳ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી
કૃષ્ણકુમારસિંહ નો જન્મ ૧૯ મે , ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા.

⛳🏹સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું.

⛳ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા