Saturday, June 8, 2019

8 June

Yuvirajsinh Jadeja:
💠💠💠💠💠💠💠💠💠💠
♻️ઈતિહાસમાં ૮ જૂનનો દિવસ💠
♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️♻️
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✈️✈️✈️મલાબાર પ્રિન્સેસ✈️✈️✈️

સરકારી એરલાઇન્સ કંપની એર ઇન્ડિયાની પહેલી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ' મલાબાર પ્રિન્સેસે' વર્ષ ૧૯૪૮માં આજના દિવસે પહેલી ઉડાન ભરી હતી . આ ફ્લાઇટ મુંબઈથી લંડન વાયા કૈરો અને જિનિવા થઈને ઉડી હતી .

📕📕ઓરવેલની નવલકથા 1984📕📕

રાષ્ટ્રવાદના નામે સ્વાતંત્ર્ય પર તરાપ મારતા સત્તાધિશો પર કટાક્ષ કરતી જ્યોર્જ ઓરવેલની ઐતિહાસિક નવલકથા 1984 આજના દિવસે લંડનમાં પ્રકાશિત થઈ હતી .

📌📌📌પંચ કાર્ડનો આવિષ્કાર📌📌

અમેરિકન સંશોધક હર્મન હોલરિથે ઇલેક્ટ્રોમેગ્નેટિક પંચ કાર્ડ ટેબ્યૂલેટરની શોધ કરી 1887 ની આઠમી જૂને તેની પેટન્ટ ફાઇલ કરી હતી

Friday, June 7, 2019

7 June

💠💠💠💠💠💠💠💠💠💠
🖲ઈતિહાસમાં 7 જૂનનો દિવસ🖲
🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀🌀

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🕹🕹ભારતનો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ🕹🕹

વર્ષ 1979 ની સાતમી જૂનના રોજ ઇસરોએ રશિયાની મદદથી ભારતનો પહેલો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ભાસ્કર - 1 અંતરિક્ષમાં તરતો મૂક્યો હતો .

🎾🏏🎾પહેલો ક્રિકેટ વર્લ્ડ કપ🎾🏏🎾


ક્રિકેટનો પહેલો વર્લ્ડ કપ વર્ષ 1975 ની સાતમી જૂને શરૂ થયો હતો . પહેલી મેચમાં પહેલો બોલ મદન લાલે ફેંક્યો હતો . ઈંગ્લેડન્ડના 334 રનના જવાબમાં ભારતે 132 રન કર્યા હતા .

Thursday, June 6, 2019

6 June

Yuvirajsinh Jadeja:
🀄️♦️🀄️♦️🀄️♦️🀄️♦️🀄️♦️🀄️
🀄️ઈતિહાસમાં ૬ જૂનનો દિવસ🀄️
♦️🀄️♦️🀄️♦️🀄️♦️🀄️♦️🀄️♦️

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

૬/૬/૨૦૦૪ – સંસદની સંયુક્ત બેઠકમાં, ભારતના રાષ્ટ્રપતિ ડૉ.અબ્દુલ કલામ દ્વારા તમિલ ભાષાને શાસ્ત્રીય ભાષા જાહેર કરાઇ...તમિલ દ્રવિડીયન, દક્ષિણી

🔑🔑શાસ્ત્રીય ભાષા , એ ભાષાઓ છે જેનું સાહિત્ય શાસ્ત્રીય હોય છે. એટલેકે તે પ્રાચિન હોવી જોઇએ, તેની સ્વતંત્ર પરંપરા હોવી જોઇએ જે અન્ય પરંપરાની શાખાનાં રૂપમાં નહીં પણ મહદઅંશે સ્વયં વિકાસ પામેલ હોય અને તે વિશાળ અને અત્યંત ઉચ્ચ કક્ષાનું પ્રાચિન સાહિત્ય ધરાવતી હોવી જોઇએ...

📝૨૦૦૪ માં, ભારત સરકારે જાહેર કર્યું કે જે ભાષાઓ નિશ્ચિત માપદંડમાં ખરી ઉતરતી હશે તેને અધિકૃત શાસ્ત્રીય ભાષા નો દરજ્જો પ્રદાન કરાશે. ત્યાર બાદ શાસ્ત્રીય ભાષા તરીકે જાહેર કરાયેલ ભાષાઓમાં તમિલ (૨૦૦૪ માં), સંસ્કૃત (૨૦૦૫ માં), કન્નડ (૨૦૦૮ માં), અને તેલુગુ (૨૦૦૮ માં). નો સમાવેશ થાય છે.

જીએસએલવી માર્ક-3 --- GSLV Mark-3

🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
🎍🎍જીએસએલવી માર્ક-3🎍🎍
🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍🎍
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🙏👉ઇન્ડિયન સ્પેશ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (ઇસરો)એ આજે તેની યશકલગીમાં વધુ એક મોરપીછું ઉમેરી લીધું હતું. 

🇮🇳👉હજુ સુધીના તેના સૌથી ભારે અને શક્તિશાળી સેટેેલાઇટ લોંચ વ્હીકલ જીએસએેલવી માર્ક-૩ને સફળરીતે લોંચ કરવામાં આવ્યું હતું. 

🇮🇳👉શ્રીહરિકોટામાં સ્પેશ કોર્ટથી જીએસએલવી માર્ક-૩ને લોંચ કરવામાં આવ્યા બાદ વૈજ્ઞાનિકોમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું.

🇮🇳🇮🇳🗣🗣 લોંચ બાદ ઇસરોના ચેરમેન કેએસ કિરણકુમારે કહ્યું હતું કે, જીએસએલવી માર્ક-૩ ડી૧/જીસેટ-૧૯ મિશન સફળ રહ્યું છે.
⏰ ૫.૩૮ વાગે આને લોંચ કરવામાં આવ્યું હતું. 

🏁🏁આંધ્રપ્રદેશમાં શ્રીહરિકોટમાં સતિષ ધવન સ્પેશ સેન્ટરથી જીએસએલવી માર્ક-૩ ઉંડાણ ભરી હતી. 

🎈🏮૧૬ મિનિટના ટુંકાગાળામાં જ કોમ્યુનિકેશન સેટેલાઇટ જીસેટ-૧૯ને પરિભ્રમણ કક્ષામાં પહોંચાડી દેવામાં આવ્યો હતો.

વર્લ્ડ બ્રેન ટ્યૂમર ડે --- World Brain Tumors Day

😇😇😇😇😇😇😇😇😇😇
😇😇વર્લ્ડ બ્રેન ટ્યૂમર ડે😇😇
😇😇😇😇😇😇😇😇😇😇

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉આજે હુ તમને વર્લ્ડ બ્રેન ટ્યૂમર ડે ના દિવસે જણાવીશ કે કેવી રીતે તમે બ્રેન ટ્યૂમરને ઓળખી શકો છો. 

👉👉બ્રેન ટ્યૂમર કોઈને પણ થઈ શકે છે અને તે બહુ ધીરે-ધીરે વધે છે.તેનો આકાર વધવા પર તેનાથી બ્રેનને નુકસાન થાય છે ત્યારે તેના સંકેતો વિશે ખબર પડે છે.પણ પ્રોબ્લેમ વધે તે પહેલાં જ તેના લક્ષણો ઓળખી લેવામાં આવે તો તેનાથી બચી શકાય છે.જેથી આજે અમે તમને બ્રેન ટ્યૂમરના કેટલાક કોમન સંકેતો વિશે જણાવીશું.જે મહિના પહેલાંથી આપણને મળવા લાગે છે.

👉😇વધારે પડતું માથું દુખવું બ્રેન ટ્યૂમરનું લક્ષણ હોઇ શકે છે. 
👉😇ઘણી વખત બ્રેન ટ્યૂમરની શરૂઆત લક્ષણોમાં ચક્કર આવવા, ઉલ્ટી થવી, પગમાં નબળાઇ આવવી જેવા લક્ષણો પણ હોઇ શકે છે. 

Monday, June 3, 2019

ભારત - પાકિસ્તાન પાર્ટિશન --- India - Pakistan Partition

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰
🇮🇳🇮🇳ભારત - પાકિસ્તાન પાર્ટિશન🇵🇰
🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉અંગ્રેજોએ તેમના કબજા હેઠળના ભારતીય ઉપખંડને બે દેશોમાં વહેંચવાની દરખાસ્તનો પ્લાન વર્ષ ૧૯૪૭માં આજના દિવસે મૂક્યો હતો , જેને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સ્વીકાર્ય રાખ્યો હતો .

👉1947 ની ત્રીજી જૂને ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટને ભારત -પાકિસ્તાનના ભાગલાનો પ્લાન જાહેર કર્યો હતો . આ સાથે તેમણે ભારતને 15 ઓગસ્ટે આઝાદી આપવાની જાહેરાત પણ કરી હતી .

👉આધુનિક ભારતના ઇતિહાસમાં 15 જૂન, 1947નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલા માટેનો માઉન્ટબેટન પ્લાનનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સ્વીકાર થયો હતો.

ઓપરેશન બ્લુ સ્ટાર ---- Operation Blue Star

🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
🎯🎯ઓપરેશન બ્લૂ સ્ટાર🎯🎯
🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯🎯
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

☢દરેક દેશના રાજકીય ઇતિહાસમાં કેટલીક તારીખ હંમેશા માટે અંકિત થઈ જાય છે-કોઈ સુવર્ણ અક્ષરે તો કોઈ કાળા અને કલંકિત. 🚫🚫3 જૂન 1984 આવી જ એક કલંકિત તારીખ છે. તે દિવસે આઝાદ ભારત સરકારે પહેલી વખત પોતાના જ એક રાજ્યને દેશના અન્ય તમામ રાજ્યોથી વિખૂટું પાડી દીધું.
💠 36 કલાકનો કર્ફયૂ, નાગરિકોને ઘરમાં પૂરાઈ રહેવાનું ફરમાન, રાજ્યની તમામ સરહદો સીલ, સંચાર વ્યવસ્થા ઠપ્પ, વીજળીનો પ્રવાહ બંધ, સમગ્ર રાજ્યમાં અંધારપટ અને પત્રકારોને નો-એન્ટ્રી! આ રાજ્ય હતું પંજાબ. એક યુદ્ધની જાહેરાત થઈ ગઈ હતી અને દુશ્મન હતો 😞હિંદુસ્તાનમાંથી અલગ રાષ્ટ્રની સ્થાપના કરવા માગતો એક બળવાખોર હિંદુસ્તાની!
તેનું નામ હતું 👉👉જરનૈલ સિંઘ ભિંડરાનવાલે અને તેને નાથવા ભારતીય સૈન્યએ શરૂ કરેલા તે ગૃહયુદ્ધનું નામ હતું 📌'ઓપરેશન બ્લુ સ્ટાર।'📌 અમૃતસરના પવિત્ર સુવર્ણ મંદિરમાં શસ્ત્રોના ઢગલાં ખડકી ભિંડરાનવાલેની ટોળકી ખાલિસ્તાનનું નાપાક, અમાનવીય અને લોહિયાળ આંદોલન ચલાવતી હતી. તે હિંદોસ્તાન (ભિંડરાનવાલે હિંદુસ્તાનનું ઉચ્ચારણ હિંદોસ્તાન તરીકે કરતો હતો)માંથી પંજાબીઓ માટે અલગ મુલ્ક 👉ખાલિસ્તાનની સ્થાપના કરવા માગતો હતો. 
📌📌પણ આ ખાલિસ્તાનમાં પાકિસ્તાનના હિસ્સે આવેલા પંજાબને સામેલ કરવામાં આવશે કે નહીં તેની સ્પષ્ટતા આ વિભાજનવાદીઓએ ક્યારેય કરી નહોતી. 
તમે ભિંડરાનવાલેને શીખ સમુદાયનો પ્રભાકરન અને પ્રભાકરનને તમિળ સમુદાયનો ભિંડરાનવાલે કહી શકો. 
👉પ્રભાકરનની જેમ ભિંડરાનવાલેનું પાલનપોષણ ઓછા-વધતે અંશે ઇન્દિરા ગાંધીએ જ કર્યું હતું. પણ કહેવાય છે કે જે પોષતું તે મારતું એવો દિસે ક્રમ કુદરતી.