Monday, June 3, 2019

ભારત - પાકિસ્તાન પાર્ટિશન --- India - Pakistan Partition

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰
🇮🇳🇮🇳ભારત - પાકિસ્તાન પાર્ટિશન🇵🇰
🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳🇵🇰🇮🇳
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉અંગ્રેજોએ તેમના કબજા હેઠળના ભારતીય ઉપખંડને બે દેશોમાં વહેંચવાની દરખાસ્તનો પ્લાન વર્ષ ૧૯૪૭માં આજના દિવસે મૂક્યો હતો , જેને કોંગ્રેસ અને મુસ્લિમ લીગે સ્વીકાર્ય રાખ્યો હતો .

👉1947 ની ત્રીજી જૂને ભારતના છેલ્લા બ્રિટિશ વાઇસરોય માઉન્ટબેટને ભારત -પાકિસ્તાનના ભાગલાનો પ્લાન જાહેર કર્યો હતો . આ સાથે તેમણે ભારતને 15 ઓગસ્ટે આઝાદી આપવાની જાહેરાત પણ કરી હતી .

👉આધુનિક ભારતના ઇતિહાસમાં 15 જૂન, 1947નો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણકે આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચેના ભાગલા માટેનો માઉન્ટબેટન પ્લાનનો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા સ્વીકાર થયો હતો.


👉ત્યારબાદ 15 ઓગષ્ટ, 1947ના દિવસે ભારતના ભાગલા પડ્યા હતા.જેમાંથી બે અલગ-અલગ દેશો ભારત અને પાકિસ્તાન અસ્તિત્વમાં આવ્યા હતા.

👉જોકે, ભારત અને પાકિસ્તાનના આ ભાગલા ઇતિહાસમાં સૌથી દુઃખદ અને હિંસાત્મક રહ્યા હતા. ભારત-પાકિસ્તાન અલગ થયા બાદ ઉત્તર ભારતના ઘણાં ભાગો અને બંગાળમાં હિન્દુ-મુસ્લિમ કૌમી તોફાનો ફાટી નીકળ્યા હતા. જેમાં કેટલાય લોકોના મોત થયા હતા. લાખો લોકો રાતોરાત બે ઘર બની ગયા હતા. લોકોએ તેમનું ઘરબાર, ધંધો-રોજગાર છોડીને જવું પડ્યું હતું. ઘણી સ્ત્રીઓ પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પુરુષોને મારી સ્ત્રીઓને ગુલામ બનાવી લેવાઇ હતી.
👉ભારત-પાકિસ્તાનના ભાગલા વખતે પડેલા ઘાના નિશાન હજી પણ રૂઝાયા નથી. બંને દેશો વચ્ચે આજે પણ કડવાશ છે.

👉1930ની આસપાસ મોહમ્મદ અલી જિન્નાહને લાગ્યું હતું કે કોંગ્રેસીઓ હિન્દુસ્તાનમાં લધુમતીમાં રહેલા મુસ્લિમો સાથે ન્યાય નહી કરી શકે. આથી, એક સમયે હિન્દુ-મુસ્લિમ એકતાના સૌથી મોટા હિમાયતી રહેલા મોહમ્મદ અલી જિન્નાહ સહિતના મુસ્લિમ લીગના કેટલાક સભ્યોએ મુસ્લિમો માટે અલગ પ્રદેશની માંગણી કરી હતી.


👉મહાત્મા ગાંધીજી સહિત કોંગ્રેસના કેટલાક નેતાઓ ધર્મ આધારિત ભારતના ભાગલાના વિરોધી હતા. ગાંધીજી ઇચ્છતા હતા કે હિન્દુ-મુસ્લિમ લોકો એક જ દેશમાં શાંતિથી રહે.
👉પરંતુ મુસ્લિમો માટેના અલગ પ્રદેશ પાકિસ્તાન માટેની માંગણી પ્રબળ બનતા આખરે 👉3 જૂન, 1947ના રોજ એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જે માઉન્ટ બેટન પ્લાન તરીકે ઓળખાયો.👈👈

👉માઉન્ટ બેટન પ્લાનનો સ્વીકાર 15 જૂન, 1947ના દિવસે કરવામાં આવ્યો.આમ,આ દિવસે ભારતના ભાગલાને કાયદેસરની મંજૂરી આપવામાં આવી.


👉ઉલ્લેખનીય છે કે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ 1971માં પાકિસ્તાનમાંથી બાંગ્લાદેશ પણ છુટું પડ્યું હતું.બાંગ્લાદેશને પાકિસ્તાનથી આઝાદ કરાવવા માટે ભારતે પણ સક્રિય ભૂમિકા ભજવી હતી.

😠😫😠😫ઇતિહાસને યાદ કરતાં 1947ના ભારત-પાકિસ્તાનના ભાગલા સમયે થયેલા ખૂની રમખાણોની અચૂક યાદ આવે.ભાગલા સમયે હિન્દુ-મુસલામાન એકબીજાના લોહીના તરસ્યા થઇ ગયા હતા.અંદાજા અનુસાર બંને દેશોના ભાગલા સમયે અંદાજે 10 લાખથી વધુ લોકોની હત્યા થઇ હતી અને 1.25થી 2 કરોડ લોકોએ ઘર છોડવું પડ્યું હતું.એક અહેવાલ અનુસાર,અંદાજે અઢી કરોડ લોકોને ભારત-પાકિસ્તાનના ભાગલાની અસર થઇ હતી.😫😠😫😠

📸અમેરિકન મહિલા ફોટોગ્રાફર📸
અમેરિકન ડોક્યુમેન્ટ્રી ફોટોગ્રાફર માર્ગારેટ બ્રુરકે-વ્હાઇટ ભાગલા સમયે ભારતમાં હતી.માર્ગારેટે તે ભયાનક ભાગલાની કેટલીય તસવીરો ક્લિક કરી હતી,જે ભાગલા સમયના દર્દને દર્શાવે છે.માર્ગારેટ પહેલાં મહિલા વોર ફોટોજર્નાલિસ્ટ હોવાની સાથે,અત્યંત જાણીતા લાઇફ મેગેઝિનની પહેલી મહિલા ફોટોગ્રાફર હતી.પ્રસિદ્ધ પત્રકાર અને લેખક એવા સ્વ.ખુશવંત સિંહની ફેમસ હિસ્ટોરિકલ નોવેલ'ટ્રેન ટુ પાકિસ્તાન'માં પણ આ તસવીરો પબ્લિશ કરવામાં આવી હતી.

🎛🎛🎛બ્રિટિશ સરકારે યોગ્ય જવાબદારી ન નિભાવી💡💡💡

જાણકારોનું માનવું છે કે,બ્રિટિશ સરકારે ભાગલાની પ્રક્રિયા દરમિયાન પોતાની જવાબદારી યોગ્ય રીતે નિભાવી ન હતી.દેશમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ભારત-પાકિસ્તાનની નવી સરકારો પર આવી.બંને દેશો પાસે હિંસાને ડામવવાના કારગત ઉપાયો તે સમયે ન હતા.તે સમેય કોઇએ એવું નહોતું વિચાર્યું કે,કરોડો લોકો એક દેશમાંથી બીજા દેશમાં સ્થળાંતર કરશે,જેને કારણે વ્યાપક પ્રમાણમાં કોમી હિંસાના બનાવો બન્યા.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👥👤👥👤👥👤👥👤👥👤
ભારત પાકિસ્તાન ભાગલા

👤👥👤👥👤👥👤👥👥👤
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉બ્રિટિશ ઈંડિયાના વિભાજનની ઘોષણ થતાં ‘ઈન્ડિયા ધેટ ઈઝ ભારત’ તથા ‘પાકિસ્તાન’ નામના બે દેશોની સ્વતંત્રતાનો ઘટનાક્રમ પ્રતિ વર્ષ ૧૪-૧૫ ઓગસ્ટ આવતાંની સાથે જ હરખ અને ગમગીનીનો અહેસાસ કરાવે છે. 

👉👉૩ જૂન, ૧૯૪૭ના દિવસે છેલ્લા બ્રિટિશ વાઈસરોય (અને પછીથી સ્વતંત્ર ભારતના ગવર્નર જનરલ) લોર્ડ માઉન્ટબેટને અંગ્રેજ શાસકો લંડન પાછા ફરી રહ્યાના સ્પષ્ટ સંકેત આપતાં બ્રિટિશ ઈંડિયાના વિભાજનની ઘોષણા કરી હતી. એ અનુસાર, ભારત સંઘ અને પાકિસ્તાન સંઘ અસ્તિત્વમાં આવે અને દેશી રાજ્યો (પ્રિન્સલી સ્ટેટ્સ) સમક્ષ ત્રણ વિકલ્પ ખુલ્લા રહેશે એવી જાહેરાતમાં તેઓ ભારત સંઘ સાથે જોડાઈ શકે અથવા તો પાકિસ્તાન સંઘ સાથે કે પછી પોતાને સ્વતંત્ર દેશ તરીકે જાળવી શકવા સ્વતંત્ર છે. 

👉૧૪ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ કરાચીમાં રાજધાની ધરાવતા પાકિસ્તાનનું ઉદ્ઘાટન થાય અને એના બીજા દિવસે ભારત સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે અસ્તિત્વમાં આવે.
વચગાળાની કોંગ્રેસ-મુસ્લિમ લીગની સરકારના કટુ અનુભવો અને 🔵૧૬ ઓગસ્ટ ૧૯૪૬ના ‘ડાયરેક્ટ એક્શન ડે’ના અમલ હેઠળ કલકત્તામાં હિંદુઓની કત્લેઆમ જેવા મહંમદ અલી ઝીણા અને એમના મુસ્લિમ લીગ પ્રેરિત દુષ્ટ કૃત્ય પછી સહઅસ્તિત્વ અશક્ય બની ગયું હોવાથી 🗣સરદાર વલ્લભભાઈ પટેલ અને પંડિત જવાહરલાલ નેહરુએ ‘ડોસલા’ મહાત્મા ગાંધીને પૂછ્યા વિના જ વિભાજનની ફોર્મ્યુલા સ્વીકારી લેવા માટે જીભ કચરી હતી. એટલે ગાંધીજીએ મનેકમને વિભાજનને સ્વીકારવા સિવાયનો કોઈ વિકલ્પ બચ્યો નહોતો.

👉👉આમ છતાં ૪ જૂન, ૧૯૪૭ના રોજ દિલ્હીની ભંગી કોલોનીમાં ગાંધીજીના ઉતારે કોંગ્રેસ કારોબારી મળી ત્યારે ગાંધીજી અને ખાન અબ્દુલ ગફારખાન સિવાય કોઈ સભ્ય વિભાજન અંગેની વાઈસરોયની દરખાસ્તોના વિરોધમાં બોલ્યું નહોતું. 🗣‘મારું કોઈ સાંભળતું નથી’ જેવા શબ્દોમાં વ્યથા ઠાલવનાર ગાંધીજીએ છેવટ સુધી મનથી ભાગલાનો સ્વીકાર કર્યો નહીં, પરંતુ જવાહર અને સરદાર તો વાઈસરોયની દરખાસ્તો સ્વીકારવા બંધાયેલા હતા.

👉👉સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનને ઝીણાના પાકિસ્તાન ભણી હડસેલીને પઠાણોને એકલા પાડી દેવામાં આવી રહ્યાની ચિંતા હતી એટલે તો 🗣‘હમ તો તબાહ હો ગયે’ કે ‘યુ હેવ થ્રોન અસ ટુ ધ વુલ્ફ્સ’😈👿 જેવો આર્તનાદ વ્યક્ત કર્યો. કોંગ્રેસપ્રમુખ આચાર્ય કૃપલાની આખું આયખું ગાંધીજી ભણી રાજકીય દૃષ્ટિએ સમર્પિત રહ્યા, છતાં આવી દ્વિધાની ક્ષણે ગાંધીનિષ્ઠા ગુમાવી બેઠા હતા. કારોબારીની બેઠકમાં નિમંત્રિત કરાયેલા જયપ્રકાશ નારાયણે જોકે વિરોધ કર્યો હતો.

👉સત્યો અને અસત્યોની જબરી ભેળસેળથી ભરેલા પોટલાસમાન 🎋🎋‘ઈન્ડિયા વિન્સ ફ્રીડમ’માં ‘મેં એકલાએ વિભાજનનો વિરોધ કર્યો’ એવી શેખી મારી પણ હકીકતમાં ભારતના ભાગ્યના નિર્ણયના તબક્કે મૌલાના સિગરેટો ફૂંકવામાં જ વ્યસ્ત હતા અને બોલવાનું ટાળ્યું હતું. ગાંધીજીએ તો 🗣🗣‘મારામાં આજે એટલી શક્તિ નથી, નહિ તો મેં એકલે હાથે બળવો કર્યો હોત.’ એવી ભાવના વ્યક્ત કરવાની સાથે જ ૧૪ જૂને કોંગ્રેસની મહાસમિતિમાં કારોબારીના ઠરાવને મંજૂર કરવા આગ્રહ કર્યા સિવાય છૂટકો નહોતો.👉 પુરુષોત્તમદાસ ટંડનના નેતૃત્વમાં વિરોધી સૂર ઊઠ્યા છતાં કોંગ્રેસ મહાસમિતિએ ૧૫૭ વિરુદ્ધ ૨૯ની ભારે બહુમતીથી ભાગલાનો સ્વીકાર કરી લીધો. મુસ્લિમ લીગની કાઉન્સિલ નવમી જૂને દિલ્હીમાં મળી અને એણે નિર્ણય કરવાની સત્તા ઝીણાને સુપરત કરી.👈👈

👉👉હિંદનું વિભાજન અટળ બન્યું. બંને સંસ્થાનોના ગવર્નર જનરલ એક જ રહે એવી માઉન્ટબેટનથી લઈને વડા પ્રધાન એટલી સુધીનાની ઈચ્છા હોવા છતાં 
👿😈ઝીણાની આડોડાઈને કારણે એ શક્ય ના બન્યું. છેલ્લી ઘડીએ પાકિસ્તાનના ગવર્નર જનરલના હોદ્દે ઝીણાએ પોતાની પસંદગી કરાવી એમાં વડા પ્રધાન એટલીએ 👿‘ઘમંડનું લક્ષણ’👿 નિહાળ્યું, જ્યારે માઉન્ટબેટનની ભારતના ગવર્નર જનરલ તરીકે નિયુક્તિને ગાંધીજીનો ટેકો હતો.

👉૧૪ ઓગસ્ટે માઉન્ટબેટન દંપતીએ કરાચી જઈને નવા સંસ્થાનના ગવર્નર જનરલ તરીકે ખાસ વિધિપૂર્વક ઝીણાને જવાબદારીની સોંપણી માત્ર એકાદ કલાક જ ચાલેલા સમારંભમાં કરી. વાઈસરોયના પ્રેસ અટેચી એલન કેમ્પબેલ-જ્હોન્સને 
💪💪💪નોંધ્યુંઃ ‘તેઓ (ઝીણા) ખરેખર તો પાકિસ્તાનના રાજાધિરાજ, ધાર્મિક વડા, પાર્લામેન્ટના સ્પીકર અને વડા પ્રધાન, બધું જેમનામાં ભેગું થયું હોય તેવા કાયદે આઝમ છે.’👈😿😿😿
‘કોઈ એક વ્યક્તિને ફાળે જો વિભાજનનો જશ કે અપજશ વધુ જતો હોય તો તે મહંમદ અલી ઝીણાને’ એવી નોંધ એલન કરે છે. જોકે ભારતની 😿😿સ્વતંત્રતાના ઉદ્ઘાટન પર્વમાં દસ લાખની જનમેદની ઊમટી હોવાની નોંધ સાથે તેમણે વિસ્તારથી એનું વર્ણન કર્યું છે. 🇮🇳‘બરાબર ઝંડો ફરક્યો ત્યારે જ ઝરમર ઝરમર વરસાદ વરસ્યો... અશુભ ભાખનારાઓને ખોટા ઠરાવે તેવું શુભ શુકન થયું.’

👉મહંમદ અલી ઝીણાને બંગાળ અને પંજાબ સાથેનું પાકિસ્તાન ખપતું હતું. બંગાળ અને પંજાબના ભાગલા જોઈતા નહોતા. સરદાર અને નેહરુ કજિયાનું મોં કાળું કરવાનું મન બનાવીને હિંદના ભાગલા માટે તૈયાર થયા, પણ બંગાળ અને પંજાબના ભાગલા કરાવવા તેઓ મક્કમ હતા.

🙏👉🙏ગાંધીને કોઈ પણ પ્રકારના ભાગલા ખપતા નહોતા, પરંતુ પોતાને અજાણ રાખીને બંને પ્રકારનાં વિભાજનના કરવામાં આવેલા નિર્ણયને રાજકારણની વાસ્તવિક્તા તરીકે સ્વીકાર્યા પછી પણ અંતરથી કોઈ વિભાજનને એમણે માન્યતા નહોતી આપી. 
🙏🔻🙏જોકે ૩૦ જાન્યુઆરી, ૧૯૪૮ના રોજ ગાંધીજીની હત્યા કરનાર નાથુરામ ગોડસે વારંવાર પોતાની જુબાનીમાં મહાત્માને ભાગલા માટે જવાબદાર લેખાવે છે એ નર્યું જુઠ્ઠાણું છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✏️👉✏️રાષ્ટ્રપિતાએ ભાગલાને મનથી ક્યારેય કબૂલ રાખ્યા નહોતા અને એટલે જ સ્તો ગાંધીજી ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના એ ઐતિહાસિક પર્વની દિલ્હી ખાતેની ઊજવણીમાં સામેલ થવાને બદલે રમખાણગ્રસ્ત નોઆખલી જવા માટે તેઓ કલકત્તાના બેલિયાઘાટાના હૈદરી મેન્શન નામના મકાનમાં હતા.
👉🐾 ઉત્સવનો એ દિવસ ભાગલાના વિષાદનો પણ હતો. એટલે જ કાશ્મીરથી દિલ્હી થઈને કલકત્તા જવાને સરહાનપુરને મારગ એ સીધા જ કલકત્તા ગયા હતા. 
💢🔆૧૫ ઓગસ્ટ, ૧૯૪૭નો દિવસ ગાંધીજીએ ઉપવાસ કરીને અને વધુ કાંતીને ઊજવ્યો. પાકિસ્તાનના વડા પ્રધાન થયેલા સુહરાવર્દીએ પણ તે દિવસે રોજા રાખ્યા હતા.

‼️💢ગાંધીજીએ મુસ્લિમ લીગી સુહરાવર્દી અને હિંદુ મહાસભાના ડો. શ્યામાપ્રસાદ મુકરજીના સહયોગથી કલકત્તામાં હિંદુ-મુસ્લિમ અથડામણ અને અવિશ્વાસને દૂર કરવાનો પ્રયાસ પણ કર્યો. નોઆખલીમાં હિંદુઓ પર મુસ્લિમોએ આચરેલા અત્યાચાર ગાંધીજીને મન વસમા હતા. એટલે જ સ્તો એમણે નોઆખલી જવાનું પસંદ કર્યું હતું. 
🐾હજુ બંને દેશની સરહદોનું નિર્ધારણ થવાનું બાકી હતું અને ઝીણાને કોઈ પણ ભોગે કલકત્તા અને આસામ સહિતનું બંગાળ પૂર્વ પાકિસ્તાન તરીકે અને આખું પંજાબ સહિતનું પશ્ચિમ પાકિસ્તાન ખપતું હતું. 
👉સુભાષચંદ્ર બોઝના ભાઈ સરતચંદ્ર અને સુહરાવર્દીએ સાથે મળીને અલગ બંગાળનું સપનું થોડા વખત માટે જોયું હતું, પણ એમણે જોઈએ તેટલો ટેકો મળ્યો નહીં.

👉કલકત્તામાં ૧૫ ઓગસ્ટે ગાંધીજીની પ્રાર્થના સભામાં ૩૦ હજાર હિંદુ-મુસ્લિમ અને બીજે દિવસે ૫૦ હજાર લોકો હાજર હતા. 
👉હિંદુ-મુસ્લિમ એકતાના નારા લગાવતાં લોકો પ્રાર્થના સભા ભણી આગળ વધતાં હતાં. ગાંધીજીએ કલકત્તામાં એ દિવસોમાં મળવા આવેલા સ્કોટિશ ચર્ચ કોલેજના આચાર્ય રેવરંડ જ્હોન કેલાસ સાથેની પ્રશ્નોત્તરીમાં ગાંધીજીએ કહ્યું હતુંઃ 🙏🙏‘રાજ્ય (દેશ) ધર્મનિરપેક્ષ છે તેથી કોઈ સાંપ્રદાયિક શિક્ષણ-સંસ્થાને રાજ્યની તિજોરીમાંથી આર્થિક મદદ ન કરી શકે.’🙏🙏 સોમનાથના જીર્ણોદ્વાર વખતે પણ મહાત્માની આ જ નીતિરીતિ પ્રગટ થઈ હતી.

✏️✏️👉વિજ્ઞાનના એક પ્રાધ્યાપક મહાત્મા ગાંધીને કલકત્તામાં મળ્યા. એમનો પ્રશ્ન હતોઃ ‘સ્વતંત્ર ભારત અમને અણુ બોમ્બ બનાવવાનું ફરમાન કાઢીને કહે તો અમારે શું કરવું?’ બાપુનો ઉત્તર હતોઃ 🗣‘મરણના જોખમે પણ એનો પ્રતિકાર કરો. જે સાચા અર્થમાં વિજ્ઞાની છે તે એ સિવાય, બીજું કશું કરી જ ન શકે.’ 💪નિર્મળ કુમાર બોઝે ‘માય ડેઝ વિથ ગાંધી’માં આ વાત નોંધી છે.


👉👉ક્યારેક ગાંધીજીની કહ્યાગરી મનાતી કોંગ્રેસ છેક ૧૯૩૪થી એમની આમન્યાનો લોપ કરતી હોવાનું મહાત્માને પણ અનુભવાતું હતું. એમની સાથે અનેક નીતિઓ બાબતે મતભેદ પણ ધરાવતી થઈ ગઈ હતી. 
👉🖼🖼નારાયણ દેસાઈ ‘મારું જીવન એ જ મારી વાણી’ના અંતિમ ખંડમાં નોંધે છેઃ ‘છેવટે દેશના ભાગલાનો નિર્ણય પણ કોંગ્રેસી આગેવાનોએ ગાંધીજીના વિરોધને અવગણીને જ કર્યો હતો.’ આમ છતાં દેશના હિંદુવાદી સંગઠનો હિંદના ભાગલાના ગુનેગાર તરીકે મહાત્મા ગાંધીને જ ગણાવતાં રહ્યાં અને એમના ભણી ધિક્કારની લાગણીને ઉશ્કેરતાં રહ્યાં છે.

🖼🖼🖼ગોડસેએ ગાંધીજીને ગોળીએ દીધા ત્યારે પાકિસ્તાનને ૫૫ કરોડ રૂપિયા આપવાના ગાંધીજીના આગ્રહના ટેકામાં ઉપવાસને જવાબદાર ગણાવાતા હોવા છતાં ગોડસે અને તેમના સાથીઓ તો ઘણા સમયથી એમની હત્યા કરવા પ્રયત્નશીલ હોવાનું તથ્યોને આધારે તારવી શકાય છે. ભાગલાનો ગાંધીજીએ છેલ્લે સુધી વિરોધ કર્યો હતો અને એ માટે જો કોઈએ સૌપ્રથમ સંમતિ આપી હતી તો એ સરદાર પટેલ અને પંડિત નેહરુ જ હતા.

🚪🚪જોકે ગાંધીજી પોતાને સનાતની હિંદુ ગણાવતા હોવા છતાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને હિંદુ મહાસભા જેવા સંગઠનોની નેતાગીરીને એમની સ્પષ્ટ વાત કહી દેવાની વૃત્તિ-પ્રવૃત્તિ કઠતી હતી. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🇮🇳🇮🇳✈️✈️✈️✈️✈️✈️✈️✈️🇵🇰🇵🇰
ભારત -પાકિસ્તાન વચ્ચે સૌહાર્દનું દૃષ્ટાંત છે આ પાકિસ્તાની પાઇલટ🛩🛩🛩🛩
💪💪💪💪💪💪💪💪💪
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✈️✈️✈️ભારત -પાકિસ્તાન સ્વતંત્ર થયા બાદથી બંને દેશ વચ્ચે સંબંધો વણસતાં જ રહ્યા છે. બંને દેશનાં પ્રતિષ્ઠાનો પણ સૌહાર્દનો કોઈ પ્રકારનો હિસ્સા બનવા તૈયાર નથી અને બંને દેશનાં સૈન્ય પણ એકબીજા સામે આગ ઓકી રહ્યા છે. જોકે આ બધા વચ્ચે ક્યારેક કેટલાક અપવાદ કિસ્સા પણ જોવા મળે છે. આવો જ એક અપવાદરૂપ કિસ્સો પાકિસ્તાનના એર કમાન્ડર ( નિવૃત્ત ) કૈસર તુફૈલ અને ભારતીય પાઇલટ કે . નચિકેતાનો છે. તુફૈલ કારગીલ યુદ્ધ વખતે પાકિસ્તાન એર ફોર્સ ( પીએએફ ) ના ડિરેક્ટર ઓફ ઓપરેશન્સ હતા . આ પાકિસ્તાની એર કમાન્ડરના ભારતીય દુશ્મન પ્રત્યેના સૌહાર્દપૂર્ણ વ્યવહાર વિશે કે . નચિકેતા જણાવી રહ્યા છે.

✈️✈️✈️ઇન્ડિયન એર ફોર્સમાં ગ્રૂપ કેપ્ટન કે. નચિકેતા કહે છે કે, ' પાકિસ્તાનના કેટલાક સૈનિકોએ મને પકડી લીધો હતો અને મને મારતાં મારતાં ખેંચીને લઈ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા . કદાચ તેઓ મને મારી નાખવા માગતા હતા , કારણ કે તેમના માટે હું માત્ર દુશ્મન દેશનો પાઇલટ હતો . જોકે સદનસીબે એક અધિકારી આવ્યા . તેમણે સ્થિતિ પારખી લીધી હતી કે હું હવે એક યુદ્ધકેદી છું અને મારી સાથે એક કેદી જેવો વ્યવહાર થવો જોઈએ . તેમણે અન્ય સૈનિકોને રોક્યા , કારણ કે તેઓ એ સમયે ખૂબ જ આક્રમક હતા .' કે . નચિકેતા કારગીલ યુદ્ધ વખતે ફ્લાઇટ લેફ્ટનન્ટ હતા અને જુલાઈ , 1999 માં તેમનું મિગ 27 પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ( PoK ) નજીક આવેલા સ્કાર્દુમાં ક્રેશ થઈ ગયું હતું .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🛩✈️🛩પાકિસ્તાનના સૈન્યની એક ટુકડીએ નચિકેતાને પકડી લીધા હતા , જેમનો ઇરાદો તેમને સારી રીતે ટ્રીટ કરવાનો તો નહોતો જ, કારણ કે કેપ્ટન સૌરવ કાલિયાને પાકિસ્તાની સૈન્યે ગોળી મારતા પહેલાં તેમની પર ખૂબ જ નિર્દયતાપૂર્વક અત્યાચાર ગુજાર્યો હતો , પણ તુફૈલ નચિકેતાના બચાવમાં આવ્યા અને ભારતીય અધિકારી પર પાકિસ્તાની જવાનો દ્વારા ગુજારાતા અત્યાચાર રોક્યા હતા . નચિકેતા વધુમાં કહે છે કે , તેમણે તુફૈલ સાથે તેમના પિતાની હૃદયની બીમારી અને તેમની બહેનોના લગ્ન વિશે વાત કરી હતી . ઉપરાંત આ પાકિસ્તાની અધિકારીએ તેમના માટે વેજિટેબલ્સ ફૂડની વ્યવસ્થા કરી હતી હતી .

💪💪💪કારગીલ યુદ્ધનાં 10 વર્ષ બાદ 2009 માં તુફૈલે ' ઇન્ડિયન એક્સપ્રેસ ' ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે , ' નચિકેતા અને મારી સાથે થયેલી વાતચીત ખૂબ જ ફ્રેન્ડલી હતી . અમે સાથે ચા પીધી હતી , સ્નેક્સ ખાધા હતા . અમે ફ્લાઇંગ વિશે પણ વિસ્તારથી ચર્ચા કરી હતી . મેં ક્રૂ રૂમમાં સૌહાર્દ જાળવી રાખવા માટે સખત આદેશ આપ્યા હતા . ' તુફૈલ કહે છે કે , ' અમારામાં કેટલીક બાબતોમાં સામ્યતા જોતાં હું અચંબિત હતો . મેં તેમને પૂછ્યું કે , મિશન પહેલાં તેઓ શું કરતા હતા ? તેમણે કહ્યું હતું કે , તેમણે બહેનોનાં લગ્નની વ્યવસ્થા કરવા માટે રજાઓ લીધી હતી . આ સમાન બાબત અહીં ( પાકિસ્તાન) પણ ભાઈઓની આ ફરજમાં આવે છે. '

🙏🙏પાકિસ્તાની સૈન્ય દ્વારા બંધક બનાવાયાના આઠ દિવસ બાદ ભારત સરકારના પ્રયાસોથી નચિકેતા સ્વદેશ પરત ફર્યા હતા , પણ તુફૈલે તેમને પાકિસ્તાની સૈન્યના અત્યાચારથી બચાવ્યા ન હોત તો તે શક્ય બન્યું ન હોત .

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment