🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
⭕️⭕️ઈતિહાસમાં ૨૦ જૂનનો દિવસ🔘
♦️💠♦️💠♦️💠♦️💠♦️💠♦️💠
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
📚📚📚📚વિક્રમ સેઠ📖📖📖📖
અંગ્રેજી નવલકથા લેખક અને કવિ તરીકે જાણીતા અને પદ્મશ્રી , સાહિત્ય અકાદમી એવોર્ડ મેળવનારા વિક્રમનો જન્મ આજના દિવસે ૧૯૫૨માં કોલકાતા ખાતે થયો હતો .
⚾️🏏⚾️🏏રમાકાંત દેસાઈ🏏⚾️🏏
ભારતીય ક્રિકેટ ટીમના ફાસ્ટ બોલર તરીકે ૧૯૬૦ - ૭૦ના દસકામાં લોકપ્રિય બનેલા રમાકાંતનો જન્મ આજના દિવસે વર્ષ ૧૯૩૯માં મુંબઈ ખાતે થયો હતો .
〰〰〰〰〰〰〰〰〰〰〰
🗳🗳🗳૧૮૪૦ – સેમ્યુઅલ મોર્સે ટેલિગ્રાફ (તાર) ઉપકરણનાં પેટન્ટ (એકાધિકાર) મેળવ્યા.🗳🗳🗳
સેમ્યુઅલ મોર્સ એ એક જાણીતા અમેરીકન ચિત્રકાર હતા, જેમણે ટેલીગ્રાફને લગતું સંશોધન (એક તારી સંદેશો મોકલવા માટે) તેમ જ મોર્સ કોડની રચના કરી હતી. તેમણે મે ર૪, ૧૮૪૪ના દિવસે સૌ પ્રથમ વાર તારયંત્ર વડે સંદેશો પાઠવ્યો હતો.
તેમનો જન્મ એપ્રિલ ૨૭ , ૧૭૯૧ના દિવસે ચાર્લ્સ ટાઉન , મેસેચ્યુએટ્સ ખાતે થયો હતો. ૭૯ વર્ષની વયે તેમનું અવસાન એપ્રિલ ૨ , ૧૮૭૨ના રોજ ન્યુયોર્ક ખાતે થયું હતું.