તા ૧૬-જુલાઈ રવિવાર નારોજ ૬૮ મો રાજ્ય કક્ષાનો વન મહોત્સવ
સાબરકાંઠા જિલ્લાના પાલ દઢવાવ ખાતે વીરાજંલી વનનું
લોકાર્પણ કરાશે
રાજ્યમાં નિર્માણ પામેલા વનોની શ્રુંખલામાં “વીરાજંલી વન” નો ઉમેરો
૧.૦૮ લાખ રોપા-વૃક્ષ છોડનું વાવેતર
સાંસ્ક્રુતિક વનો-ઔષધ નર્સરી પ્રવાસીઓ માટે મુલાકાતનું સ્થળ બનશે“વન” શબ્દ ફક્ત વૃક્ષાદિત વિસ્તાર જ નથી પરંતુ વનની ઉપયોગિતા જોતા તેનો અર્થ ઘણો વિસ્તૃત છે. કૂદરતી રીતે સર્જિત વિસ્તાર કે જ્યાં માનવ હસ્તક્ષેપ ના હોય અથવા નહીવત હોય અને જ્યાં જળચર, થળચર અને નભચર, નાનાં-મોટા પ્રાણીઓ તેમજ વિવિધ પ્રકારની વનસ્પતિ ઘાસ,વેળા, છોડ, ક્ષુપ, વૃક્ષ વગેરે એક બીજા પર નિર્ભર સહ અસ્તિત્વ ધરાવે તેને પરિસરીય દ્રષ્ટીએ “વન” કહેવાય છે.
આવા વનોની જતન-સંવર્ધન અને સુરક્ષાને ગુજરાત સરકારે અગ્રીમતા આપી છે. રાજ્યના નાગરિકો વન પ્રત્યે આકર્ષાય, તેના જતન માટે જાગૃતિ આવે અને પ્રવાસનની દ્રષ્ટિએ પણ તેનો વિકાસ થાય તેવા આશયથી સ્થાનિક મહત્વ તથા આસ્થાને ધ્યાને રાખીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં વન ઉભા કરાયા છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ દઢવાવ ખાતે રાજ્યનું ૧૭મું એવું “વીરાજંલી વન” બનાવાયું છે.
અપાર કૂદરતી સૌદર્ય અને વનરાજી વચ્ચે વન સૌદર્યને વધુ નિખારતા “વીરાજંલી વન”ને રાજ્યના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તા- ૧૬મી જુલાઈના રોજ ખુલ્લુ મુકશે.