Friday, July 19, 2019

બંદરો પર નંબરનું સિગ્નલ --- Number signal on ports

⚜હાલ ગુજરાત પર અને ભારત ના અન્ય રાજ્યો પર *ઓખી* વાવાઝોડાં નો ખતરો છે. ત્યારે ગુજરાતના બંદરો પર *૨* નંબર નું *સિગ્નલ* લગાવવામાં આવ્યું છે. તો જાણીએ આ સિગ્નલ વિશે :

🛥 સિગ્નલ 1:
તેનો મતલબ એવો થાય છે કે નીચા દબાણનું વિસ્તાર સમુદ્રમાં દૂર છે અને સપાટીના પવન 33 ગાંઠ (આશરે 60 કિમી પ્રતિ કલાક) સુધી હોઇ શકે છે. આ સંકેતનો અર્થ એ છે કે બંદર પર અસર થતી નથી પરંતુ થોડી ઊંચી પવનની ગતિની ચેતવણી આપે છે.

🛥 સિગ્નલ 2:
34-47 ગાંઠો (આશરે 60-90 કિ.મી.) સુધી સપાટીના પવન સાથે ડિપ્રેસન સમુદ્રમાં ઘડ્યું છે. આ સિગ્નલ બંદરો છોડીને જવા માટે ચેતવણી છે.

🛥 સિગ્નલ 3:
ડિપ્રેશનનું નિર્માણ અને બંદરને અસર કરી શકે છે. 22-27 ગાંઠ (40-50 કિ.મી.) વચ્ચે વિસ્ફોટ થવાની શક્યતા છે. 

🛥 સિગ્નલ 4:
એક ઊંડા ડિપ્રેશનની રચના દરિયામાં થતી હોય છે અને પોર્ટને પછીથી અસર કરે તેવી સંભાવના છે. સપાટી પર પવન લગભગ 28-33 ગાંઠ (લગભગ 50-60 કિ.મી.) હશે. સિંગલ ચાર બંદરે આવેલા જહાજોને સંભવિત ભય દર્શાવે છે. સિગ્નલો 3 અને 4 પોર્ટ પર ખરાબ હવામાન સૂચવે છે.

Get Way of India

⭕️🔘💠♻️👁‍🗨💠🔰⭕️🔘🔰💠
*🏛🏛ગેટ વૅ ઓફ ઇન્ડિયા🏛🏛*
♻️👁‍🗨💠🎯🔰🔘🇮🇳🔰💠♻️👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉 **ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વિન મેરીના ભારત ની મુલાકાતે* મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

❇️🎯❇️મુંબઈ સ્વપ્ન નુ શહેર છે જ્યાં ફેશન, આકર્ષક જીવનશૈલી, બોલીવુડ અને ખુબ પ્રસિદ્ધ સિને કલાકારોના ઘર રૂપે ઓળખાય છે. સીધા શબ્દ માં કહીએ તો મુંબઈનું સ્વપ્ન અમેરિકાના સ્વપ્ન સમાન છે. મુંમ્બઈ દેશના બાકી હિસ્સાથી રોડ, રેલવે, સમુદ્ર અને હવાના માધ્યમે સારી રીતે જોડાયેલ છે.

*🏛મુંબઇ મહારાષ્ટ્રની રાજધાની શહેર છે. આ શહેર લોકોના સ્વપ્ન પુરા કરવા માટે ઓળખાય છે. લોકો આને ‘ડ્રીમ સીટી ઓફ ઇન્ડિયા’ ના નામે પણ જાણે છે. અહી જોવાલાયલ અનેક નાના મોટા સ્થળો છે. પણ ગેટવે ઓફ ઇન્ડિયા પણ રોચક છે.*

ભારતની પહેલી મહિલા ડોકટર રૂખમાબાઈ રાઉત --- India's first woman doctor Rochambai Rout

👩‍🏫👩‍🔬👩‍🏫👩‍🔬👩‍🏫👩‍🔬👩‍🏫👩‍🔬👩‍🏫👩‍🔬👩‍🏫
*👩‍🔬👩‍🔬ભારતની પહેલી મહિલા ડોકટર રૂખમાબાઈ રાઉત(પ્રેક્ટિસિંગ મહિલા)👩‍🔬👩‍🔬*
🙏⚗💊💉🌡🕳🔬🔭⚗🔬💉
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🌎ગૂગલે આજે ડોક્ટર રૂખમાબાઈ રાઉતના 153માં જન્મદિવસ નિમિત્તે ડૂડલ બનાવીને તેમને સન્માન આપ્યુ છે. 

*👩‍🔬રુખમાબાઈ ભારતની પહેલી મહિલા ડોક્ટર હતા. ડોક્ટર રૂખમાબાઈનો જન્મ રર ઓક્ટોબર 1864માં થયો હતો.*
😮માત્ર 11 વર્ષની વયે તેમની મરજી વિરૂધ્ધ તેમના વિવાહ દાદાજી ભીકાજી સાથે કરી દેવામાં આવ્યા હતા. 😠એ વખતે બાળ વિવાહ એક સામાન્ય વાત હતી. 😡તેમના પતિએ તેમનો અભ્યાસ છોડાવી દીધો અને પોતાની સાથે રહેવા માટે મજબૂર કર્યા. 
💠👉જ્યારે રૂખમાબાઈ આ માટે ન માન્યા તો તેમના પતિએ 1884માં કોર્ટમાં કેસ કર્યો જેમાં અદાલતે રૂખમા બાઈને કહયુ કે તમે તમારા પતિ સાથે રહો અથવા તો જેલમાં રહો. 
👏👏🤟🤟👌રૂખમાબાઈએ જેલમાં રહેવાનું પસંદ કર્યુ તે જુદા જુદા સમાચાર પત્રોમાં લેખ લખતા હતા જ્યારે તેમને ડોક્ટરી ભણવાનું વિચાર્યુ ત્યારે તેમના માટે લોકોએ સામેથી ફંડ આપ્યો અને તેમને લંડન સ્કૂલ ઓફ મેડિસિનમાંથી ડોક્ટરીનો અભ્યાસ કર્યો. 
🤲તે લંડનથી એક ફિઝીશિયન બનીને પરત આવ્યા. 
*👐તે એક ડોક્ટર હોવાની સાથે સાથે સમાજ સેવિકા પણ હતા. તેમણે એ વખતે સમાજના કુરિવાજો જેવા કે બાળવિવાહ, પર્દાપ્રથા વગેરેનો વિરોધ કર્યો તેમને એક નારીવાદી સ્ત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

દેશની પહેલી મહિલા સરપંચ --- The country's first woman Sarpanch

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 22 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
⭕️♦️♦️⭕️♦️⭕️♦️⭕️♦️
*દેશની પહેલી મહિલા સરપંચ*
👇👇👇👇👇👇👇👇👇

*છોકરીઓના સ્વપ્નની વાત આવે ત્યારે દરેક છોકરી ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક વગેરે બનવાના સ્વપ્ન જોતી હોય છે. આ સાથે છોકરીઓને કહેવામાં આવે છે કે સ્વપ્ન હંમેશાં તેવા જ જોવા જોઇએ જે તે પૂર્ણ કરી શકે, પરંતુ અત્યારે દરેક છોકરી પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ભલે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે તે સંઘર્ષ કરવા પણ તૈયાર હોય છે. પોતાના સ્વપ્ન માટે દરેક સંઘર્ષ કરવા તૈયાર હોય છે, પરંતુ બીજા માટે સ્વપ્ન જોઇ અને બીજાને સુખ આપવાનું સ્વપ્ન જોનારી મહિલા છે ભારત દેશના 🎯👉હિમાચલ પ્રદેશની જબના ચૌહાણ.*

👉જબનાએ સ્વપ્ન જોયું હતું કે તે તેના ગામની દરેક છોકરીઓને શિક્ષા અપાવવા માંગે છે, અને તે હેતુથી તે કોલેજ બનાવવા માંગે છે. તેના ગામમાં વીજળી, પાણી જેવી મૂળભૂત જરૂરિયાતને પૂરી કરવા માટેનું તેનું સ્વપ્ન છે. આ ઉપરાંત ગામના લોકોને તે વ્યસન મુક્ત કરાવવા માંગે છે.
જબાનાએ પોતાના ગામ માટે તો ઘણા સ્વપ્ન જોયા છે, પરંતુ જો તેની વાત કરીએ તો તેનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના થરજૂણ ગામમાં જન્મેલી જબાનાનો જન્મ ગરીબ કુંટુંબમાં થયો હતો, તેમના પિતા ખેડૂત અને ભાઇ નેત્રહિન છે. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, તેથી તે શહેર જઇને ભણવા વિશે તો તે કલ્પના કરી શકે તેમ જ ન હતું, પોતાની ભણવાની ઇચ્છા અને જીવનમાં કંઇક બનવાની ધગશના કારણે તેણે મંડી નગરમાં કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન કર્યું. કોલેજ જવા માટે પણ તે રોજનું ૧૮ કિમી ચાલતી અને ૨ કિમી બસની સફર કરતી આમ, સફર કરતાં કરતાં ત્રણ વર્ષ કોલેજનું ભણતર પૂર્ણ કરીને, તેણે એક ન્યૂઝ પેપરની ઓફિસમાં તે ટાઇપિંગ શીખી અને ત્યાં જ ટાઇપિસ્ટની નોકરી કરી. થોડા સમય બાદ તેણે ત્યાંની લોકલ ન્યૂઝ ચેનલમાં નોકરી કરી.

ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો --- Major Wars of Indian History

🔰🎯💠👁‍🗨♻️🔰🎯💠👁‍🗨♻️
*ભારતીય ઈતિહાસના પ્રમુખ યુદ્ધો*
🔰🎯💠👁‍🗨♻️🔰🎯💠👁‍🗨♻️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉ભારતીય પ્રજા હજારો વર્ષોથી ગુલામી અને યુધ્ધોન્માદ જોતી અને સહન કરતી આવી છે. વિશ્વના દરેક ખંડમાંથી આક્રમણકારો જુદીજુદી પ્રયુક્તિઓ યોજી ભારતીય પ્રજાને ફોસલાવીને પગ પસેરો કર્યા બાદ સમય જતા છટકું ગોઠવીને પાછળથી હુમલાઓ કર્યાનાં દાખલાઓ છે.

*🎯👉હજારો વર્ષોનો સમય ગાળો ધરાવતો ભારતીય યુધ્ધ ઈતિહાસમાં અનેક યુધ્ધો લડાઈ ચુક્યા છે. ભૂતકાળમાં લડાયેલા યુદધોની આટલી વિશાળ સંખ્યા જોતા તેમાંથી ફક્ત અમુક મહત્વના યુધ્ધો આ લેખ માટે પસંદગી કરવી એ ખુબ જ મુશ્કેલ અને માથાકુટીયું કામ છે. આમ છતા આ લેખમાં જે યુધ્ધોનો ઉલ્લેખ કર્યો છે એ યુધ્ધો એ ભારતીય ઈતિહાસને નવા ચિન્હો આપ્યા છે. જો આ યુધ્ધો ન લડાયા હોત તો કદાચ ભારતીય ઈતિહાસ જુદી જ રીતે લખાયો હોત. આ યુધ્ધો અને તેને લીધે ભારતીય ઇતિહાસમાં લાંબાગાળે કેવા પરિવર્તનો આવ્યા એ જાણ્વું રસપ્રદ બની રહેશે.*

*ઈ.સ. ૩૨૬ હાઈડેસ્પીજનું યુદ્ધ :👉* સિકંદર અને પંજાબના રાજા પોરસની વચ્ચે યુદ્ધ થયું હતું જેમાં સિકંદરની જીત થઈ હતી.

*ઈ.સ. ૨૬૧ કલિંગાની લડાઈ 👉:* સમ્રાટ આશોકએ કલિંગ પર આક્રમણ કર્યું હતું અને યુદ્ધમાં થયેલ રક્તપાતથી વિચલિત થઈને તેમણે યુદ્ધ ન કરવાનું પ્રણ લીધું હતું.

ટીપુ સુલતાન --- Tipu Sultan

👁‍🗨✅👁‍🗨✅👁‍🗨👁‍🗨✅👁‍🗨👁‍🗨✅
*♻️♻️♻️ટીપુ સુલતાન♻️♻️♻️*
👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨♦️👁‍🗨👁‍🗨

*હૈદર અલીએ બળવો નહોતો કર્યો. મૈસૂરના રાજાને નિવૃત્ત કરી દીધા હત.*
👇👇👇👇👇👇👇

પહેલાં તો જોઈએ કે પૉપ્યુલર બિલીફ શું છે. ટીપુ સુલતાન વિશેની. ૧૭૫૦ની સાલ. મૈસૂરના લશ્કરનો એક અફ્સર હૈદર અલી એના વિશ્ર્વાસુ મિત્ર ખંડેરાવ સાથે, એક લડાઈમાં વિજેતા બનીને પાછો દેવનહલ્લી આવી રહ્યો છે. પાછા આવતાં જ હૈદરને સમાચાર મળે છે કે એની બેગમે એક પુત્રને જન્મ આપ્યો છે. નાનપણથી આ દીકરો પરાક્રમી છે. સહેજ મોટા થયા પછી એ ટીપુ તરીકે ઓળખાય છે. હૈદર પોતાના પુત્રને કહે છે કે ‘આપણા મૈસૂરનો, આપણા હિન્દુસ્તાનનો સૌથી મોટો શત્રુ અંગ્રેજ છે. આપણે એ અંગ્રેજો સામે લડવાનું છે. હું અલ્લાની મદદથી અંગ્રેજોને આપણા દેશમાંથી કાઢી મૂકીશ.’ ટીપુ બાપુને વચન આપે છે: ‘હું એમાં તમારી મદદ કરીશ.’

રાષ્ટ્રીય પ્રાણી વાઘ --- National animal tiger

રાષ્ટ્રીય પ્રાણી
પ્રતાપી વાઘ, પાન્થેરા ટીગ્રીસ એ પટ્ટાવાળું પ્રાણી છે. તેને ઘેરા પટ્ટાઓ સાથે જાડી પીળા રંગની રૂંવાટીનું આવરણ છે.આકર્ષકતા,શક્તિ,ચપળતા અને પ્રચંડ બળે વાઘને ભારતના રાષ્ટ્રીય પ્રાણીના ગૌરવભર્યા સ્થાન પર મૂક્યો છે.જાણીતી જાતોની આઠ લોકજાતિઓમાંથી,ભારતીય લોકજાતિ,રોયલ બંગાળ ટાઈગર,એ દક્ષિણ-પશ્ચિમી વિસ્તાર સિવાય સંપૂર્ણ દેશમાં અને પડોશી દેશો,નેપાળ,ભુતાન અને બાંગ્લાદેશમાં જોવા મળે છે.ભારતમાં વાઘની ઘટતી જતી વસ્તીની ચકાસણી કરવા માટે,એપ્રિલ 1973માં ‘પ્રોજેક્ટ ટાઈગર’ નો આરંભ કરવામાં આવ્યો હતો.અત્યાર સુધીમાં,આ પ્રોજેક્ટ હેઠળ 37,761 ચો.ફુટના વિસ્તારને આવૃત કરતા 27 વાઘ સંગ્રહોની સ્થાપના કરવામાં આવી છે.

🎯

W.D
વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘ માત્ર શક્તિશાળી પ્રાણી જ નહી પણ તે ભારતીય દેવી શક્તિનું વાહન પણ છે. શક્તિની દેવીએ જ્યારે રાક્ષસોનો વિનાશ માટે લડાઈ કરી હતી ત્યારે વાઘ તેમની સવારી હતી. વાઘ ભારતના જંગલની શાન અને ગૌરવ છે.
લોકોના શિકારના શોકને કારણે આ વાઘ નું પ્રમાણ ઘટી ગયું હતુ. આથી ભારત સરકારે વાઘના રક્ષણ માટે એક ખાસ કાર્યક્રમ ચલાવ્યો હતો, જેના કારણે આજે વાઘની સ્થિતિ સંખ્યાની દ્રષ્ટિએ સારી છે.