Friday, July 19, 2019

દેશની પહેલી મહિલા સરપંચ --- The country's first woman Sarpanch

🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*🔰ઈતિહાસમાં 22 નવેમ્બરનો દિવસ*
🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
⭕️♦️♦️⭕️♦️⭕️♦️⭕️♦️
*દેશની પહેલી મહિલા સરપંચ*
👇👇👇👇👇👇👇👇👇

*છોકરીઓના સ્વપ્નની વાત આવે ત્યારે દરેક છોકરી ડોક્ટર, એન્જિનિયર, શિક્ષક વગેરે બનવાના સ્વપ્ન જોતી હોય છે. આ સાથે છોકરીઓને કહેવામાં આવે છે કે સ્વપ્ન હંમેશાં તેવા જ જોવા જોઇએ જે તે પૂર્ણ કરી શકે, પરંતુ અત્યારે દરેક છોકરી પોતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે ભલે ગમે તેટલો સંઘર્ષ કરવો પડે તે સંઘર્ષ કરવા પણ તૈયાર હોય છે. પોતાના સ્વપ્ન માટે દરેક સંઘર્ષ કરવા તૈયાર હોય છે, પરંતુ બીજા માટે સ્વપ્ન જોઇ અને બીજાને સુખ આપવાનું સ્વપ્ન જોનારી મહિલા છે ભારત દેશના 🎯👉હિમાચલ પ્રદેશની જબના ચૌહાણ.*

👉જબનાએ સ્વપ્ન જોયું હતું કે તે તેના ગામની દરેક છોકરીઓને શિક્ષા અપાવવા માંગે છે, અને તે હેતુથી તે કોલેજ બનાવવા માંગે છે. તેના ગામમાં વીજળી, પાણી જેવી મૂળભૂત જરૂરિયાતને પૂરી કરવા માટેનું તેનું સ્વપ્ન છે. આ ઉપરાંત ગામના લોકોને તે વ્યસન મુક્ત કરાવવા માંગે છે.
જબાનાએ પોતાના ગામ માટે તો ઘણા સ્વપ્ન જોયા છે, પરંતુ જો તેની વાત કરીએ તો તેનો જન્મ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના થરજૂણ ગામમાં જન્મેલી જબાનાનો જન્મ ગરીબ કુંટુંબમાં થયો હતો, તેમના પિતા ખેડૂત અને ભાઇ નેત્રહિન છે. તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, તેથી તે શહેર જઇને ભણવા વિશે તો તે કલ્પના કરી શકે તેમ જ ન હતું, પોતાની ભણવાની ઇચ્છા અને જીવનમાં કંઇક બનવાની ધગશના કારણે તેણે મંડી નગરમાં કોલેજમાં એડમિશન લીધું અને ગ્રેજ્યુએશન કર્યું. કોલેજ જવા માટે પણ તે રોજનું ૧૮ કિમી ચાલતી અને ૨ કિમી બસની સફર કરતી આમ, સફર કરતાં કરતાં ત્રણ વર્ષ કોલેજનું ભણતર પૂર્ણ કરીને, તેણે એક ન્યૂઝ પેપરની ઓફિસમાં તે ટાઇપિંગ શીખી અને ત્યાં જ ટાઇપિસ્ટની નોકરી કરી. થોડા સમય બાદ તેણે ત્યાંની લોકલ ન્યૂઝ ચેનલમાં નોકરી કરી.

👉જબનાએ સંઘર્ષ કર્યા બાદ ભણતર તો પૂર્ણ કર્યું, પરંતુ તેનું સપનું અધૂરું જ હતું, તેણે પોતાના સપનાંને પૂર્ણ કર્યા બાદ ૨૦૧૬ની સરપંચની ચૂંટણીમાં તે ઊભી રહી તે વખતે તેની ઉંમર માત્ર ૨૨ વર્ષ હતી. 
👉૨૨ વર્ષે હિમાચલ પ્રદેશના થરજૂણ ગામની તે સરપંચ બની છે. હાલ જબના ૨૩ વર્ષની છે. જબના ભારતની પ્રથમ મહિલા છે જે ૨૨ વર્ષે સરપંચ બની છે.
જબનાને અભ્યાસમાં રસ હતો, પરંતુ તેણે ક્યારેય રાજનીતિમાં રસ ધરાવ્યો ન હતો. પરંતુ તેનું એક સ્વપ્ન હતું કે તે પોતાના ગામના લોકોને શિક્ષિત બનાવવા ઇચ્છતી હતી, સાથે ત્યાં જે લોકો નશો કરી રહ્યા છે, તો તે પોતાના ગામને નશામુક્ત બનાવવા માંગતી હતી. તેથી તેણે રાજનીતિમાં પ્રવેશ કર્યો. રાજનીતિમાં પ્રવેશ કરવા માટે તથા સમાજ સુધારણા માટે તેણે પોતાના ગામની સરપંચની ચૂંટણીમાં ઊભી રહી અને સૌથી વધુ મત મેળવીને તે વિજેતા બની, ૨૨ વર્ષની મહિલા થરજૂણ ગામની સરપંચ બની તે ગર્વની બાબત કહેવાય, પરંતુ તેના ગામના લોકોએ તેને ઘણાં મહેણા માર્યા. જબના ખુશ છે, કે હવે તે પોતાના ગામને શિક્ષિત અને નશામુક્ત કરી શકશે. આમ, સંઘર્ષ કરીને પોતાના સ્વપ્ન પૂર્ણ કરવાની સાથે પોતાના ગામના ભવિષ્યનો વિચાર કરીને લોકોના જીવનમાં સુધારો લાવવાનો સફળ પ્રયત્ન કરનારી જબના ચૌહાણ જેવી મહિલાને સલામ.

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment