Sunday, July 21, 2019

ઉમાશંકર જોશી -- Umashankar Joshi

📖📚📖📚📖📚📖📚📖📚📖
📓📓📘ઉમાશંકર જોશી📕📕📗
📚📖📚📖📚📖📚📖📚📖📚
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👁‍🗨જોશી ઉમાશંકર ‘વાસુકિ’, ‘શ્રવણ’

(૨૧-૭-૧૯૧૧, ૧૯-૧૨-૧૯૮૮), કવિ, વાર્તાકાર, નવકથાકાર, નાટ્યકાર, નિબંધકાર, વિવેચક, સંશોધક, સંપાદક, અનુવાદક. 
⭕️જન્મ ઈડરના બામણા ગામમાં. 
બામણામાં ચાર ધોરણ પૂરાં કરી ત્યાં વધુ સગવડ ન હોવાથી ઈડર છાત્રાલયમાં રહીને અંગ્રેજી સાત ધોરણ સુધી ઈડરની શાળામાં અભ્યાસ. 
🎯૧૯૨૮માં અમદાવાદની પ્રોપ્રાકોરી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. 
⭕️૧૯૨૮-૩૦ દરમિયાન ગુજરાત કોલેજ, અમદાવાદમાં ઉચ્ચ અભ્યાસ અર્થે રહ્યા. પરંતુ ઇન્ટર આટર્સ વખતે સત્યાગ્રહીની લડતમાં ઝંપલાવ્યું. 
⭕️૧૯૩૧ના છેલ્લા છએક મહિના ગૂજરાત વિદ્યાપીઠમાં કાકાસાહેબ કાલેલકરના અંતેવાસી બન્યા. 
⭕️૧૯૩૪ સુધી સત્યાગ્રહની લડતમાં રહી, ⭕️૧૯૩૬માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઈતિહાસના વિષયો સાથે બી.એ. 
⭕️૧૯૩૮માં ગુજરાતી મુખ્ય અને સંસ્કૃત ગૌણ વિષયોમાં એમ.એ. ૧૯૩૬માં અભ્યાસ દરમિયાન જ મુંબઈમાં વિલેપાર્લેની ગોકળીબાઈ હાઈસ્કૂલમાં શિક્ષક, પછી 
⭕️૧૯૩૮માં સિડનહામ કોલેજમાં વ્યાખ્યાતા. 
⭕️૧૯૩૯માં અમદાવાદમાં સ્થિર નિવાસ કર્યો. 
⭕️૧૯૪૬ સુધી ગુજરાત વિદ્યાસભા, અમદાવાદના અનુસ્નાતક વર્ગમાં ગુજરાતીના અધ્યાપક અને સંશોધક. ⭕️૧૯૪૭માં ‘સંસ્કૃતિ’ માસિક શરૂ કર્યું. 
♦️૧૯૫૩ સુધી સ્વેચ્છાએ નિયુક્ત પ્રવાસી શિક્ષક રહ્યા.
♦️ ૧૯૫૪માં ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના પ્રોફેસર અને ભવનના અધ્યક્ષ. ૧૯૫૯માં મુંબઈ યુનિવર્સિટીના નિમંત્રણથી ઠક્કર વસનજી વ્યાખ્યાનમાળા. 
⭕️૧૯૬૬થી બે સત્ર માટે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ. 
✅♻️૧૯૭૯-૮૧ દરમિયાન કલકત્તાની ‘વિશ્વભારતી’ના પણ કુલપતિ. 
🔘✅૧૯૭૦-૭૬ દરમિયાન રાજ્યસભામાં લેખકની હેસિયતથી નિયુક્તિ.

21 July

[Forwarded from 📚 ONLY SMART GK 📚]
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 21/07/2019
📋 વાર : રવિવાર

🔳1658 :- ઔરંગજેબે પોતે મુગલ સામ્રાજ્યના સમ્રાટ હોવાના માનમાં જશ્ન મનાવ્યો.

🔳1883 :- કલકત્તામાં સ્ટાર થિયેટર ખુલ્લું મુકાયું.

🔳1906 :- ભારતીય રાષ્ટ્રીય કૉંગ્રેસનાં પ્રથમ પ્રમુખ વ્યોમેશચંદ્ર બેનરજીનું અવસાન થયુ.

🔳1907 :- જમ્મુ-કાશ્મીરનાં પુર્વ વડાપ્રધાન ગુલામ મોહમ્મદ બક્ષીનો જન્મ થયો.

🔳1911 :- ગુજરાતી કવી અને શિક્ષણવિદ્દ ઉમાશંકર જોષીનો ગુજરાતમાં જન્મ થયો.

🔳1935 :- મુંબઇ મરાઠી સાહિત્ય સંઘની સ્થાપના થઈ.

🔳1963 :- કાશી વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો આપવામા આવ્યો.

🔳1977 :- નીલમ સંજીવ રેડ્ડી ભારતના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય આવ્યાં.

Saturday, July 20, 2019

એડમન્ડ હિલેરી --- Edmund Hillary

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🌈🌈🌈🌈🌈🌈🌈🌈
🌈🌈એડમન્ડ હિલેરી🌈
🌈🌈🌈🌈🌈🌈🌈🌈

👉આખું નામઃ સર એડમન્ડ પાર્સિવલ હિલેરી
👉જન્મ તારીખઃ ૨૦ જુલાઈ, ૧૯૧૯
👉મૃત્યુ તારીખઃ ૧૧ જાન્યુઆરી, ૨૦૦૮
👉જન્મ સ્થળઃ ઓકલેન્ડ, ન્યૂઝિલેન્ડ

👉👉ન્યૂઝિલેન્ડના પર્વતખેડૂ સર એડમન્ડ હિલેરી અને નેપાળી શેરપા તેનસિંગ નોર્ગેએ ભેગા મળીને ૧૯૫૩ની ૨૯મી મેના દિવસે એવરેસ્ટ પર પગરણ માંડયાં હતાં. 

👏* સ્કૂલકાળથી જ પર્વતારોહણમાં રસ ધરાવતા હિલેરીએ ૧૯૩૯માં ન્યૂઝિલેન્ડનું માઉન્ટ ઓલિવર નામનું શિખર સર કરી પોતાની સાહસિક સફર આરંભી દીધેલી.

20 July --- NC


20 July

🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷
       🌺🗒 આજનો દિવસ 🗒🌺
🌷〰️〰️〰️〰️➖➖〰️〰️〰️〰️🌷

📆 તારીખ : 20/07/2019
📋 વાર : શનિવાર

🔳1296 :- જલ્લાંઉદિન ખીલજીની હત્યા પછી અલ્લાઉદિન ખીલજીએ દિલ્લીનાં સુલતાન તરીકે પોતાની જાહેર કાર્યો.

🔳1531 :- સંત તુલસીદાસનો જન્મ થયો.

🔳1924 :- ડૉ. બાબાસાહેબ આંબેડકરે બહિષ્કૃત હિતરક્ષક સભાની સ્થાપના કરી.

🔳1955 :- સુંએજ નહેરને ગમાલ અબ્દુલ નાસર દ્રારા રાષ્ટ્રીયકૃત કરવામાં આવી.

🔳1957 :- ભારતની મોટી શીટ ગ્લાસ ફેક્ટરી હજારીબાગ, બિહારમાં શરુ થઈ.

🔳1969 :- એમ. હિદાઇતૂલ્લાં ભારતના પ્રથમ કાર્યકારી રાષ્ટ્રપતિ બન્યાં.

🏷MER  GHANSHYAM
〰️〰️〰️〰️〰️♦️♦️〰️〰️〰️〰️〰️

https://t.me/ONLYSMARTGK

દૂરદર્શનના એ સુવર્ણકાળ --- The golden age of television

⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬⏬
*👑👑દૂરદર્શનનો એ સુવર્ણકાળ...*
😇😇મારા યાદગાર સંસ્મરણો😇😇
⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️⬇️
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)🙏9099309723*

*➡️એક સમય હતો જ્યારે મનોરંજનનાં નામે માત્ર એક ચેનલ હતી: દૂરદર્શન. ન્યૂઝ પણ તેમાં આવે, માહિતીપ્રદ કાર્યક્રમો પણ તેમાં જ પ્રસારિત થાય અને સિરિયલ્સ તથા વિવિધ શો પણ તેના પર જ આવતા હોય. આવા સંજોગોમાં પણ વિવિધ પ્રકારનાં ટેસ્ટ ધરાવતા સર્વે લોકોને પોતાનું મનગમતું મનોરંજન મળી જતું હતું.*

*શાસ્ત્રીય નૃત્યનો કાર્યક્રમ જોવો હોય તેના માટે વિકલ્પો હતા, સાહિત્યની ક્લાસિક કૃતિઓ જોવી હોય તો પણ જોવા મળી રહેશે, માયથોલોજી-ધાર્મિક સિરિયલો જોવી હોય કે પછી એવોર્ડ વિનિંગ ઑફ્ફ-બીટ ફિલ્મો જોવી હોય...* દૂરદર્શનની એક જ અમ્બ્રેલા હેઠળ આ બધું મળી રહેતું. દૂરદર્શનના દર્શકો માટે રવિવાર તો કોઈ ઉજાણીથી કમ નહોતો. એ દિવસે સવારે બાળકોથી લઈ વૃદ્ધો સુધી સૌ કોઈ ટેલિવિઝન સેટની સામે ગોઠવાઈ જાય. આખું અઠવાડિયું બધા રવિવારની રાહ જોતા હોય અને રવિવાર આવે કે ઘરમાં ઉજાણીનો માહોલ સર્જાય. *જેના ઘરમાં ટીવી સેટ ન હોય તે અડોશપડોશમાં પોતાની જગ્યા શોધી લેતા. ઘરમાં ટેલિવિઝન સેટ્સ હોય તેવા પરિવારો જ ઓછા હતા. મહોલ્લામાં જેના ઘરે ટીવી હોય તેનું સ્ટેટસ ઊંચું ગણાતું. એ વિસ્તારમાં તેનો રોલો પડતો. એ જમાનો હતો ટેલિવિઝનના દબદબાનો અને દૂરદર્શનના આગવા સ્ટેટસનો.*
😑😑 આજે પરિસ્થિતિ અલગ છે. ચોતરફ અસંખ્ય ચેનલ્સ છે. વિજ્ઞાનની ચેનલ અગલ છે. પર્યાવરણની નોખી છે. ઈતિહાસ, વન્યસૃષ્ટિ, મનોરંજન, ફેશન, મૂવિઝ, મ્યુઝિક, સ્પોર્ટ્સ, જનરલ એન્ટરટેઈનમેન્ટ... નોખી નોખી સેંકડો ચેનલ છે. જોનારા ક્ધફ્યુઝ થઈ જાય એટલા વિકલ્પો છે. સ્થિતિ એવી છે કે વોટર વોટર એવરીવેર અને પીવા માટે એક બુંદ પાણી પણ નથી. *નોસ્ટાલ્જિયાની એક મજા હોય છે અને દૂરદર્શન યુગનો એ નોસ્ટાલ્જિક પીરિયડ યાદ આવ્યા વગર રહે નહીં.* કેવી-કેવી સિરીઝ અને કેવા-કેવા કાર્યક્રમો આવતા હતા દૂરદર્શન પર! યાદ કરતા જ આંખ સામેથી જાણે પટ્ટી પસાર થવા લાગે કેવા-કેવા કાર્યક્રમો હતા! બાળકો માટે *‘હી મેન એન્ડ ધ માસ્ટર ઑફ યુનિવર્સ’ કે ‘સ્પાઈડરમેન’* આવતું અને બાળકો તેની પાછળ ઘેલાં હતાં. 

નાથાલાલ દવે -- Nathallal Dave

🔘🔰🔘🔘🔘🔘🔰🔘
🔰🔰નાથાલાલ દવે
🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

નાથાલાલ દવે, ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ,વાર્તાલેખક અને અનુવાદક હતા. તેમનો જન્મ ૩ જૂન,૧૯૧૨ ના રોજ, ભાવનગર જિલ્લાનાં ભુવા ગામે થયેલ. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ. ડિસેમ્બર ૨૫,૧૯૯૫ નાં રોજ તેમનું અવસાન થયું.

મુખ્ય રચનાઓ

કવિતા - કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ

વાર્તા - ઊડતો માનવી, મીઠી છે જિંદગી,
સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો
〰〰〰〰〰〰〰〰〰〰
મહમદ અલી ઝીણા (ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.