Saturday, July 20, 2019

નાથાલાલ દવે -- Nathallal Dave

🔘🔰🔘🔘🔘🔘🔰🔘
🔰🔰નાથાલાલ દવે
🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

નાથાલાલ દવે, ગુજરાતી ભાષાનાં જાણીતા કવિ,વાર્તાલેખક અને અનુવાદક હતા. તેમનો જન્મ ૩ જૂન,૧૯૧૨ ના રોજ, ભાવનગર જિલ્લાનાં ભુવા ગામે થયેલ. તેમણે બી.એ., એમ.એ., બી.ટી. સુધી અભ્યાસ કર્યો અને શિક્ષણ ક્ષેત્રે કાર્ય કર્યું. તેઓ ૧૯૫૬ થી ૧૯૭૦ સુધી ગુજરાત રાજ્યના શિક્ષણાધિકારીનાં પદ પર રહેલ. ડિસેમ્બર ૨૫,૧૯૯૫ નાં રોજ તેમનું અવસાન થયું.

મુખ્ય રચનાઓ

કવિતા - કાલિંદી, જાહ્નવી, અનુરાગ, પિયા બિન, ઉપદ્રવ, મહેનતનાં ગીત, ભૂદાનયજ્ઞ, સોના વરણી સીમ, હાલો ભેરૂ ગામડે, મુખવાસ

વાર્તા - ઊડતો માનવી, મીઠી છે જિંદગી,
સંવાદ પ્રધાન રચનાઓ અને અનુવાદો
〰〰〰〰〰〰〰〰〰〰
મહમદ અલી ઝીણા (ડિસેમ્બર ૨૫, ૧૮૭૬ - સપ્ટેમ્બર ૧૧, ૧૯૪૮) બ્રિટિશ ભારતના પ્રમુખ નેતા, ભારત દેશની આઝાદીની અંગ્રેજો સામેની અહિંસક લડતના આગેવાનો પૈકીના એક અને મુસ્લિમ લીગના અધ્યક્ષ હતા. જેમના પ્રયાસથી પાકિસ્તાનની સ્થાપના થઇ. પાકિસ્તાનમાં તેમને કૈદ-એ-આઝમ (મહાન નેતા) અને બાબા-એ-કૌમ (રાષ્ટ્રપિતા) તરીકે ઓળખવામાં આવે છે. તેમના જન્મ અને નિધનના દિવસે પાકિસ્તાનમાં સરકારી રજા હોય છે. મહમદ અલી ઝીણાનો જન્મ ભારત દેશના ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી (તા. ઉપલેટા) ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝીણાભાઈ પુંજાભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું.

No comments:

Post a Comment