Saturday, December 21, 2019

21 Dec

🇮🇳🔰🔘🇮🇳🔘🇮🇳🔘🔰🇮🇳🔘🔰🇮🇳
*🐚ઈતિહાસમાં ૨૧ ડિસેમ્બરનો દિવસ*
🔘🔰🔘🔰🇮🇳🔰🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🎲🎲જસ્ટિસ પી. એન. ભગવતી🎲🎲*

સુપ્રીમ કોર્ટના ૧૭મા ચીફ જસ્ટિસ અને ગુજરાતી સ્કોલર પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતીનો જન્મ વર્ષ 1921 માં આજના દિવસે થયો હતો . ભારતમાં PIL અને જ્યુડિશિયલ એક્ટિવિઝમમાં તેમનું મહત્ત્વનું યોગદાન હતું .

*🎥📽વિશ્વની પહેલી એનિમેટેડ ફિલ્મ📽🎥*
વર્ષ 1937 ની 21 મી ડિસેમ્બરે વિશ્વની પહેલી ફૂલ લેન્થ એનિમેટેડ ફિલ્મ Snow White and the Seven Dwarfs રિલિઝ કરવામાં આવી હતી . જર્મન ફેરી ટેલ આધારિત આ ફિલ્મે બોક્સ ઓફિસના અનેક વિક્રમો સર્જ્યા હતા .

🎭વિશ્વની પહેલી ફૂલ -લેન્થ એનિમેશન ફિલ્મ ‘ સ્નો વ્હાઇટ એન્ડ ધ સેવન ડ્વાર્ફ ’ 1937 ની 21 ડિસેમ્બરે વોલ્ટ ડિઝની દ્વારા પ્રોડ્યૂસ થઈ હતી . આ ફિલ્મે દોઢ લાખ ડોલરના ખર્ચ સામે 41 કરોડ ડોલરથી વધુની કમાણી કરી હતી .

Friday, December 20, 2019

20 Dec

🔰🎯💠👁‍🗨🔰🎯💠👁‍🗨💠✅🔰
*ઈતિહાસમાં ૨૦ ડિસેમ્બરનો દિવસ*
🔰🎯💠👁‍🗨🔰💠👁‍🗨🔰💠👁‍🗨🔰
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*🙏ચૈતન્યપ્રસાદ દીવાનજી🙏*

ચૈતન્યપ્રસાદનો જન્મ તા. ૨૦-૧૨-૧૮૯૮ ના રોજ ભૂજ ખાતે થયો હતો. મેટ્રિક થઇ ગુજરાત કૉલેજમાં જોડાયા ત્યાં ગાંધીજીની અસહકારની ચળવળ જાગી તેમાં સક્રિય રહીને છ માસની જેલ પણ ભોગવી. ગુજરાત સાહિત્ય સભાના મંત્રી તરીકેની તેમની સેવા અનન્ય હતી. ક્રિકેટ બોર્ડના ગુજરાતના પ્રતિનિધી તરીકે ગુજરાતનું નામ રોશન થાય એ માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ રહેતા. ૭૨ વર્ષની વયે અમદાવાદમાં એમણે ચિર વિદાય લીધી.

*🔰રોબર્ટ ક્લાઇવની પુણ્યતિથિ(1757- 1760 પ્રથમ ગવર્નર પદ )*

*👁‍🗨ગવર્નર પદ દરમિયાન ત્રીજો કર્ણાટક વિગ્રહ ( 1757 ’03) લડયો .*
*👁‍🗨બીજા કર્ણાટક વિગ્રહ ( 1748-’54) દરમિયાન તેણે આર્કોટ નો બચાવ ટકાવી રાખીને ચંદા સાહેબનાસૈન્યનો પરાભવ કર્યો.*
*💠ત્રીજા કર્ણાટક વિગ્રહ દરમિયાન કર્નલ ફોર્ડની મદદથી ફ્રેન્ચો પાસેથી મેળવેલું ‘ઉતર-સરકાર’, ચીનસુરા ખાતે ડચ અધિકારીઓને સંધી કરવાની ફરજ પાડેલ , 1757 માં પ્લાસીના યુદ્ધમાં વિજય મેળવેલ.*
ઇંગ્લેન્ડ ભણી-25 ફેબ્રુઆરી 1760 માં.
*રોબર્ટ ક્લાઇવ ( 1760- 1767: બીજું ગવર્નર પદ)*
-> મહદઅંશે કંપની અને લશ્કરમાં સુધારા કરેલા, કંપનીના કર્મચારીઓને ભેટ સોગાદો લેવાની મનાઈ ફરમાવી, ખાનગીમાં વ્યાપાર કરતાં અટકાવ્યા, લશ્કરમાં ચાલતી બમણા ભથ્થાની પ્રથા બંધ કરવી, બંગાળમાં દાખલ કરેલી દ્વિમુખી રાજપદ્ધતિ, હિંદમાં બ્રિટીશ સામ્રાજ્યનો સાચો સ્થાપક.

Thursday, December 19, 2019

પ્રતિભા પાટીલ -- Pratibha Patil

👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀
*👵👳‍♀👵પ્રતિભા પાટીલ👵👳‍♀👵*
👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀👵👣👳‍♀
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*🧑પ્રતિભા દેવીસિંહ પાટિલ પ્રજાસત્તાક ભારતના ૧૨માં અને આ પદ મેળવનારા પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ હતા. 
*👉તેમણે 25 જૂલાઇ, 2007ના રોજ ડો. એ.પી.જે. અબ્દુલ કલામના અનુગામી બની ભારતના રાષ્ટ્રપતિ તરીકેના શપથ લીધા હતા.*
*👉૨૫ જૂલાઈ, ૨૦૧૨નાં રોજ નિવૃત થયા. તેમના અનુગામી પ્રણવ મુખર્જીએ ૨૫ જૂલાઈ, ૨૦૧૨ના આ પદ સંભાળ્યું.*

👁‍🗨જન્મ👉૧૯ ડિસેમ્બર ૧૯૩૪
નાદગાંવ, મહારાષ્ટ્ર
👁‍🗨કાર્યકાળ👉 જુલાઇ ૨૫, ૨૦૦૭ - જુલાઇ ૨૪, ૨૦૧૨
👁‍🗨ઉપરાષ્ટ્રપતિ 👉મોહમદ હમિદ અન્સારી

*💠ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ (INC)ના સભ્ય, શ્રીમતિ પ્રતિભા પાટિલની નિયુક્તિ સત્તા પર રહેલી યુનાઇટેડ પ્રોગ્રેસીવ એલાયન્ઝ અને ભારતીય ડાબેરીઓ દ્વારા કરવામાં આવી હતી.*
*💠19 જૂલાઇ, 2007ના રોજ યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણી તેઓ નજીકના પ્રતિસ્પર્ધી ભૈરવ સિંઘ શેખાવતને હરાવીને જીતી ગયા હતા.*
💠 પાટિલ મહારાષ્ટ્ર વિધાન સભાના (1962-1985) સભ્ય તરીકે મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એદલાબાદ મતદારક્ષેત્રનું પ્રતિનિધીત્વ કરતા હતા, અને તેઓ રાજ્ય સભાના નાયબ અધ્યક્ષા (1686-1988), અમરાવતીથી લોક સભાના સંસદ સભ્ય (1991-1996), અને 24મા તેમજ *પ્રથમ મહિલા રાજસ્થાનના ગવર્નર હતા* (2004-2007).

ગોવા મુક્તિ દિન --- Goa Liberation Day

🏛➖🏛➖🏛➖🏛➖🏛➖🏛
*🔶🔶🔶ગોવા મુક્તિ દિન🔷🔷🔷*
💠👁‍🗨♻️🔘🔰💠👁‍🗨♻️🔘🔰💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*૧૯ ડિસેમ્બરે સંઘ પ્રદેશ દિવનો ૫૭મો મુક્તિ દિવસ*

*🔰👉18dec ૧૯૬૧માં ભારતે દિવ પર હુમલો કરીને પોર્ટુગીજોના શાસનમાંથી દિવને મુક્ત કરાવ્યુ હતું*

👁‍🗨💠👁‍🗨દમણ,

*૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે ભારતને અંગ્રેજોના શાસનમાંથી આઝાદી મળી હતી. પરંતુ ભારત સાથે જોડાયેલા સંઘ પ્રદેશ દિવ અને દમણ પર પોર્ટુગલોનું શાસન યથાવત રહ્યુ હતું. 💠👉🎯દિવ અને દમણની જનતાને પોર્ટુગીજના શાસનમાંથી મુક્ત કરાવવા ભારતે ૧૮ ડિસેમ્બર ૧૯૬૧ના રોજ દિવ, દમણ અને ગોવા પર હુમલો કરીને આ ત્રણેય સંઘ પ્રદેશ પર કબજો જમાવ્યો હતો. ત્યારથી 🎯👉૧૯ ડિસેમ્બરના દિવસને મુક્તિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. મુક્તિ દિવસની ઉજવણીને લઈને સંઘ પ્રદેશમાં ૩ દિવસ માટે ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યુ .*
🎯👉આ ઉપરાંત સ્થાનિકો તેમજ બહારથી આવતા મહેમાનો માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
* 🎯👉ઉલ્લેખનીય છે કે, ઈસ.૧૪૮૭થી ૧૪૯૫ સુધી પોર્ટુગીજોએ ભારતમાં પ્રવેશવા માટે સમુદ્ર માર્ગ શોધવાના પ્રયાસ કર્યા હતા. 🎯👉જેમણે ૧૪૯૬માં ભારત આવવાનો જળમાર્ગ શોધી લીધો હતો. પોર્ટુગીજોએ ભારતના પશ્ચિમ કિનારે આવેલા મહત્વના બંદરો પર વર્ચસ્વ સ્થાપીને વેપાર શરૂ કર્યો હતો. 🎯👉ઈસ.૧૫૩૧માં પોર્ટુગીજોએ👁‍🗨👁‍🗨👁‍🗨👁‍🗨 સરદાર તુન દુ - હુનિયાએ 👁‍🗨👁‍🗨👁‍🗨દિવ પર કબજો જમાવ્યો હતો અને દિવને પોર્ટુગીજોનુ મુખ્ય મથક બનાવી દીધુ હતું. દિવ પરથી પોર્ટુગીજોનુ શાસન પડાવી લેવા માટે સુલ્તાન બહાદુરશાહના ભત્રીજા સુલ્તાન મહંમદે પોર્ટુગીજોના કિલ્લા પર હુમલો કર્યો હતો. 🎯પરંતુ દિવ કબજે કરવામાં તેમને સફળતા મળી નહતી. 🇮🇳🇮🇳🔰ભારતની આઝાદીના ૧૪ વર્ષ બાદ સરકારે દિવ પર હુમલો કર્યો હતો અને પોર્ટુગીજોના શાસનમાંથી દિવ, દમણ અને ગોવાને મુક્ત કરાવ્યા હતા.*

Wednesday, December 18, 2019

18 Dec

🔘🎯👁‍🗨♦️✅🔰💠👁‍🗨♦️✅🔘
*🔰ઈતિહાસમાં ૧૮ ડિસેમ્બરનો દિવસ*
🔘🎯👁‍🗨♦️🔘🎯👁‍🗨♦️🔘🎯💠
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

🔻દીવ , દમણ અને ગોવાની મુક્તિ🔻

પોર્ટુગીઝ શાસન સાથે રાજદ્વારી માર્ગે ત્રણેય પ્રદેશોને ભારતમાં સામેલ કરવાની મનશા પાર ન પડતાં સરકારે વર્ષ 1961 ની 18 મી ડિસેમ્બરે લશ્કરને કાર્યવાહીનો આદેશ આપતાં પોર્ટુગીઝોએ આત્મસમર્પણ કર્યુ હતું .

*🚩વિશ્વનો પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ*

વર્ષ 1958 ની 18 મી ડિસેમ્બરે અમેરિકાએ વિશ્વનો પહેલો કમ્યુનિકેશન સેટેલાઇટ સિગ્નલ કમ્યુનિકેશન્સ બાય ઓર્બિટિંગ રિલે ઇક્વિપમેન્ટ ( SCORE) લોન્ચ કર્યો હતો . આ સેટેલાઈટનું વજન 3980 કિલોગ્રામ હતું .

*🔻🔻સ્ટીવન સ્પિલબર્ગ🔻🔻*

સાયન્સ ફિક્શન મૂવીઝના યુગની શરૂઆત કરનારા અમેરિકન ડિરેક્ટર -પ્રોડ્યૂસર સ્પિલબર્ગનો જન્મ વર્ષ 1946 ની 18 મી ડિસેમ્બરે થયો હતો . તેમને જ્યુરાસિક પાર્ક અને જ્યુરાસિક વર્લ્ડ માટે યાદ રાખવામાં આવશે .

Tuesday, December 17, 2019

17 Dec


મહંમદ હિદાયતુલ્લાહ --- Mohammad Hidayatullah

🔷💠⭕️✅♦️🔷💠✅♦️🔷💠✅
*🔰🔘મોહમદ હિદાયતુલ્લાહએ💠👁‍🗨*
👏🔶💐👏🔶💐👏🔶💐👏🔶💐
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*👁‍🗨🎯સાયદ આ વ્યક્તિના નામ થી બહુ ઓછા લોકો પરિચિત હશે....*

* ખબર નહી કેમ કોઈ પ્રાઇવેટ પ્રકાશનના પુસ્તકોમાં આ વિભૂતિની જાણકારી આપવામાં આવતી નથી.....*

*🔰જસ્ટિસ હિદાયતુલ્લાહએ ૩૪ દિવસ રાષ્ટ્રપતિનો ચાર્જ સંભાળેલો*

*- રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી*

*૩ મે ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિ ઝાકિરહુસેનનું અવસાન થતા ચીફ જસ્ટિસ મહંમદ હિદાયતુલ્લાહએ ૨૦ જુલાઇથી ૨૪ ઓગસ્ટ સુધી રખેવાળ રાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવી હતી. *👁‍🗨ફરજ પરના રાષ્ટ્રપતિનું અવસાન થાય તો તેનો ચાર્જ ભારતના મુખ્ય ન્યાયાધીશ સંભાળશે એ અંગે સંસદમાં પ્રેસિડેન્ટ ડિસ્ચાર્જ ઓફ ડયૂટી એકટ પસાર કરવામાં આવ્યો હતો. જોગાનુંજોગ તેમનું પદ પણ ખાલી હોયતો સર્વોચ્ચ ન્યાયાલયના વરિ જજ આ જવાબદારી સંભાળે તેવી પણ જોગવાઇ હતી.*