🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡
🎯🎯🎯ધ મેનહટન પ્રોજેકટ🎯🎯
🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🎯👉 મેનહટન પ્રોજેકટ કહેવામાં આવતા પ્રોજેકટ અંતર્ગત, યુનાઈટેડ સ્ટેટ્સે, યુનાઈટેડ કિંગડમ અને કૅનેડાની ભાગીદારીમાં, તેમના અનુક્રમે ટ્યુબ ઍલોઈઝ અને ચાક રિવર લેબોરેટરીઝ નામના ગુપ્ત પ્રોજેકટો સાથે મળીને, પ્રથમ આણ્વિક બૉમ્બ ડિઝાઈન કર્યા અને બનાવ્યા. અમેરિકનભૌતિકવિજ્ઞાની જે. રોબર્ટ ઓપેનહેઈમર આ વૈજ્ઞાનિક સંશોધનને નિર્દેશિત કરી રહ્યા હતા અને આ સમગ્ર પ્રોજેકટયુ.એસ. આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના જનરલ લેસ્લી ગ્રુવ્સની સત્તા હેઠળ હતો. હિરોશિમા પર નંખાયેલો બૉમ્બ, "લિટલ બૉય" એક તોપમાંથી નાખી શકાય તેવા પ્રકારનો બૉમ્બ હતો, જેને યુરેનિયમના દુર્લભ રાસાયણિક મૂળતત્ત્વનેખેંચવાથી મળતાં યુરેનિયમ-235નો ઉપયોગ કરીને ઓક રિજ, તેનિસીના વિશાળકાય કારખાનાઓમાં બનાવવામાં આવ્યો હતો.
👉16 જુલાઈ 1945ના, આલમોગોર્ડો, ન્યૂ મૅકિસકો નજીક, ટ્રિનિટી સાઈટ પર આ અણુબૉમ્બનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું.
🛡🛡પરીક્ષણ માટેનું શસ્ત્ર, "ધ ગેજેટ," અને નાગાસાકી પર નાખવામાં આવેલો, 💣"ફૅટ મૅન" 💣બૉમ્બ, એ બંને અંદરની તરફ સ્ફોટ થાય તે પ્રકારનાં શસ્ત્રો હતાં, જેમને મુખ્યત્વે હૅનફોર્ડ, વૉશિંગ્ટન ખાતે ન્યુકિલઅર રિએકટરમાંબનાવેલા એક કૃત્રિમ ઘટક, પ્લુટોનિયમ-239નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં હતાં.