▪ભારતની આઝાદીનો ઈતિહાસ વીર લડવૈયાઓનાં પરાક્રમોથી સુવર્ણ અક્ષરે લખાયેલો છે.
▪ આવા ઝળહળતા સિતારાઓ પૈકીના એક હતા *મદનલાલ ધીંગરા.*
* 'અમૃતસર કા શેર'* નામે પ્રખ્યાત મદનલાલ ધીંગરાને *૧૭ ઓગસ્ટ,૧૯૦૯ના રોજ ફાંસી થઈ હતી.*
▪ તેમનો જન્મ મેડિકલ પ્રેક્ટિશનર દિત્તોમલ ધીંગરાને ત્યાં *૧૮ ફેબ્રુઆરી,૧૮૮૩ના રોજ અમૃતસરમાં થયો હતો.*
▪ દિત્તોમલ એ જમાનામાં અમૃતસરના ધનવાનોમાં મોખરે હતા.
▪ મદનલાલ અમૃતસરની પીબીએન સ્કૂલમાંથી ઇન્ટરમીડિયેટ પાસ કરીને પછી લાહોરની કોલેજમાં દાખલ થયા હતા.
▪ કોલેજકાળમાં સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળમાં ભાગ લેતાં કોલેજે તેમને રેસ્ટિકેટ કર્યા તો પિતાએ પણ એમને ઘર છોડવાની ફરજ પાડી, જેથી તેઓ રસ્તા પર આવી ગયા હતા.