👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤
👵👵વિજયાલક્ષ્મી પંડિત👵👵
👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤👧🏻👤
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
🙏🙏રચનાત્મક કાર્યોનાં રચયિતા🙏🙏
✍વિજયાલક્ષ્મી પંડિત મોતીલાલ નેહરુનાં પુત્રી હતા. તેમનો જન્મ ૧૮ ઑગસ્ટ, ૧૯૦૦ના રોજ થયેલો.
👉તેમનું મૂળ નામ સ્વરૂપકુમારી હતું. ઘરમાં તેમને લાડથી નન્હી કહીને બોલાવતા.
👉મોતીલાલ નેહરુ ધનાઢ્ય માણસ હતા. વિજયાલક્ષ્મી ભણવાલાયક થયાં ત્યારે એમને સ્કૂલમાં ન બેસાડતાં ઘરે જ શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી. 📝અંગ્રેજ શિક્ષિકા હૂપર તેમને ઘેર ભણાવવા આવતી.
🏡ઘરનું વાતાવરણ પાશ્ર્ચાત્ય ઢબનું હોવાથી વિજયાલક્ષ્મી પર પણ તેની અસર પડી. તેમનું અંગ્રેજી ભાષા પર સારું પ્રભુત્વ હતું. 📝૧૪ વર્ષની ઉંમરે તેમણે નિબંધસ્પર્ધામાં ભાગ લીધો એમાં એ પ્રથમ ક્રમે આવ્યાં.
📌🚩૧૯૧૬માં લખનઉં ખાતે કોંગ્રેસનું અધિવેશન મળ્યું. વિજયાલક્ષ્મીએ પહેલી વાર કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપી હતી. 👧🏻ત્યારે એમની ઉંમર ૧૬ વર્ષની હતી. સરોજિની નાયડુ અને એની બેસન્ટનાં પ્રવચનોની એમના પર મોટી અસર પડી.