Saturday, September 21, 2019

વિશ્વ અલ્ઝાઈમર દિવસ --- World Alzheimer's Day

🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘
*✅વિશ્વ અલ્ઝાઈમર દિવસ✅*
🔘🔰🔘🔰🔘🔰🔘🔰🔘🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

➡️અલ્ઝાઈમરને લગતા રોગો અને ચિત્તભ્રમ સાથે સંકળાયેલી બાબતોમાં જાગૃતિ લાવવાં માટે દર વર્ષે ૨૧ મી સપ્ટેમ્બરના રોજ વિશ્વ અલ્ઝાઈમર દિવસ ઉજવવામાં આવે છે.
➡️આ વર્ષનો વિશ્વ અલ્ઝાઈમર દિવસ અભિયાનનો વિષય “મને યાદ રાખો” છે.આ દિવસનો હેતુ વિશ્વના તમામ લોકોને પ્રોત્સાહિત કરવાની સાથે સાથે ચિત્તભ્રમના ચિન્હો શોધીને તેવાં લોકોને ભૂલવા જોઈએ નહિ કે જેઓ ચિત્તભ્રમ સાથે જીવતા હોય અથવા તેના કારણે અવસાન પામ્યા હોય.

↪️↪️અલ્ઝાઈમરના રોગમાં ચિત્તભ્રમ એ સૌથી સામાન્ય બાબત છે.તે પ્રગતીશીલ મસ્તિષ્કના રોગ કે જેના લીધે સ્મૃતિ અને સમજણમાં મુશ્કેલી આવી શકે છે.
↪️મસ્તિષ્ક કોષો નાશ પામવાના કારણે યાદશક્તિ ગુમાવવી,યાદશક્તિમાં પરિવર્તન,વર્તનમાં ઓચિંતું પરિવર્તન આવવું અને શરીરની સ્થિતિમાં ફેરફાર જોવા મળે છે.સામાન્ય સ્થિતિમાં અલ્ઝાઈમર વિસ્મૃતિની તુલનામાં વધારે છે.અલ્ઝાઈમરના દર્દીઓ લાંબા સમયે લોકોના નામો જેમ કે મિત્ર,સરનામું,રસ્તાઓ,નામ અને અન્ય વસ્તુઓ ભૂલી જાય છે.

વિશ્વ શાંતિ દિવસ --- World Peace Day

🔘☑️🔘☑️🔘☑️🔘☑️🔘☑️🔘
*21 સપ્ટેમ્બર – વિશ્વ શાંતિ દિવસ*
🔘☑️🔘☑️🔘☑️🔘☑️🔘☑️🔘
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723*

*2017 theme – Together for Peace: Respect, Safety and Dignity for All*

*This theme is based on the TOGETHER global campaign that promotes respect, safety and dignity for everyone forced to flee their homes in search of a better life.* આ થીમ પર વિશ્વ શાંતિ દિવસની ઉજવણી થશે. 

*🙏મિત્રો સમગ્ર વિશ્વ આજે આતંકવાદના ભય નીચે જીવી રહ્યું છે. દુનિયામાં જ્યાં જુઓ ત્યાં આતંકવાદી પ્રવૃત્તિઓ અને હુમલાઓથી માનવજીવન અસ્ત-વ્યસ્ત બન્યું છે. 🗞સમાચાર પત્રોમાં આપણને દરરોજ આતંકવાદી હુમલાના સમાચાર જાણે રૂટીન થઈ ગયા છે. વિશ્વમાં શાંતિ જેવું ક્યાંય લાગશે જ નહિ. એમાંય આપણા દેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં તો યુદ્ધ જેવી પરિસ્થિતિ દેખાય છે.* 🗞પાકિસ્તાન પ્રેરિત આતંકવાદથી આપણો દેશ ત્રસ્ત છે. 🗞૨૨ ઓગષ્ટના રોજ વહેલી સવારે સેનાના કેમ્પ પર થયેલા આતંકવાદી હુમલામાં સેનાના ૮ જેટલા વીર જવાનો શહિદ થયા અને અનેક ઘાયલ થયા. 💐આખો દેશ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પી રહ્યો છે. સમગ્ર વિશ્વમાં આ હુમલાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા. 
*🇮🇳🇮🇳આપણો દેશ એ એક શાંતિ પ્રિય દેશ હોવા ઉપરાંત સૌથી ઝડપથી વિકાસ પામી રહેલ અર્થતંત્ર છે.*
*🇮🇳🇮🇳આપણા દેશમાં જન-જનમાં સમાયેલ સર્વધર્મસમભાવની ભાવનાથી વિપરિત દેશની શાંતિ અને અખંડિતતાને હાની પહોંચાડવા માટે આતંકવાદી હુમલાઓ કરાય છે. જે આપણા પાડોશી પાકિસ્તાનની શાંતિમાં યુદ્ધની નિતિનો ભાગ છે.* પાકિસ્તાન ભારત સામે યુદ્ધ જીતી શકે તેમ નથી જેથી તે આવી પરોક્ષ યુદ્ધની પદ્ધતિથી ભારતની વિકાસ કૂચને રોકવાનો નિષ્ફળ પ્રયાસ કરે છે.

21 Sep

💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠👁‍🗨💠
ઈતિહાસમાં 21 સપ્ટેમ્બરનો દિવસ
🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰👁‍🗨🔰
*©✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) 9099409723*

🔄1857 : દિલ્લીનાં સુલતાન બહાદુરશાહ ઝફરે બ્રિટિશ સૈનિકો પાસે આત્મસમર્પણ કર્યું.

🔄1913 : ઇન્દિરા ગાંધીના પતિ ફિરોઝ ગાંધીનો જન્મ થયો.

🔄1949 : પીપલ્સ રિપબ્લીક ઓફ ચાઇના નામના નવા દેશની જાહેરાત થઈ.

🔄1965 : જામ્બિયા, માલદીવ અને સિંગાપૂર સંયુક્ત રાષ્ટ્રનાં સભ્ય બન્યાં.

🔄1992 : ફિલ્મ પ્રોડયુસર તારાચંદ બરજાત્યાંનું અવસાન થયુ.