Tuesday, December 31, 2019

લોર્ડ કોર્નવોલીસ --- Lord Cornwallis

⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
*લોર્ડ કોર્નવોલીસ ( 1786-1793)*
✅💠✅💠✅💠✅💠✅💠✅
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ)9099409723🙏*

🎯👉કોર્ન વોલીસને તેના વહીવટી અને ન્યાયિક કાર્યમાં મદદ કરવા સર જ્હોન વિલિયમ જ્હોન્સ, જ્હોન શોર, ચાર્લ્સ ગાન્ટ, જેમ્સ ગાન્ટ, જોનાથન ડંકન , જેવા કાબેલ માણસો, કંપનીના નોકરોને *લાંચ અને ભેટસોગાદો* લેવા પર તેમજ તેમના દ્વારા ચાલતા *ખાનગી વ્યાપાર* પર પ્રતિબંધ, 
👉🎯👉તેણે હિંદુઓને ઉચ્ચ પ્રકારની *સનદી જાહેર નોકરીઓમાંથી બાકાત રાખેલા –વહીવટી વ્યવસ્થાનું યુરોપીકરણ કર્યું.*
*⭕️💠⭕️- 1793 ના માર્ચના કાયદાથી કાયમી જમાબંધી મહેસૂલ પધ્ધતિનો કાયદો અમલમાં* –
🎯🔰સૌથી પ્રથમ એ જમાંબંધીનો બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અમલ.
*🎯👉ઢાકા અને પટણા એમ ચાર પ્રાંતીય અદાલતોની સ્થાપના દિવાની અદાલતોમાં હિંદુ અને મુસ્લિમ કાનૂન પ્રમાણે પ્રજાને ઇન્સાફ મળે તે માટે કોર્ન વોલિસે સર વિલિયમ જ્હોન્સ જેવા નિષ્ણાત કાયદાશાસ્ત્રીની મદદથી તૈયાર કરાવેલા ✅‘કોર્નવોલીસ કોડ’✅. તેના શાસનમાં ત્રીજા એંગ્લો –મૈસુર વિગ્રહ ( 1790-92) લડયો*

ધ મેનહટન પ્રોજેક્ટ --- The Manhattan Project

🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡
🎯🎯🎯ધ મેનહટન પ્રોજેકટ🎯🎯
🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾🛡🐾
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🎯👉 મેનહટન પ્રોજેકટ કહેવામાં આવતા પ્રોજેકટ અંતર્ગત, યુનાઈટેડ સ્ટેટ્સે, યુનાઈટેડ કિંગડમ અને કૅનેડાની ભાગીદારીમાં, તેમના અનુક્રમે ટ્યુબ ઍલોઈઝ અને ચાક રિવર લેબોરેટરીઝ નામના ગુપ્ત પ્રોજેકટો સાથે મળીને, પ્રથમ આણ્વિક બૉમ્બ ડિઝાઈન કર્યા અને બનાવ્યા. અમેરિકનભૌતિકવિજ્ઞાની જે. રોબર્ટ ઓપેનહેઈમર આ વૈજ્ઞાનિક સંશોધનને નિર્દેશિત કરી રહ્યા હતા અને આ સમગ્ર પ્રોજેકટયુ.એસ. આર્મી કોર્પ્સ ઓફ એન્જિનિયર્સના જનરલ લેસ્લી ગ્રુવ્સની સત્તા હેઠળ હતો. હિરોશિમા પર નંખાયેલો બૉમ્બ, "લિટલ બૉય" એક તોપમાંથી નાખી શકાય તેવા પ્રકારનો બૉમ્બ હતો, જેને યુરેનિયમના દુર્લભ રાસાયણિક મૂળતત્ત્વનેખેંચવાથી મળતાં યુરેનિયમ-235નો ઉપયોગ કરીને ઓક રિજ, તેનિસીના વિશાળકાય કારખાનાઓમાં બનાવવામાં આવ્યો હતો. 
👉16 જુલાઈ 1945ના, આલમોગોર્ડો, ન્યૂ મૅકિસકો નજીક, ટ્રિનિટી સાઈટ પર આ અણુબૉમ્બનું પહેલું પરીક્ષણ કરવામાં આવ્યું. 
🛡🛡પરીક્ષણ માટેનું શસ્ત્ર, "ધ ગેજેટ," અને નાગાસાકી પર નાખવામાં આવેલો, 💣"ફૅટ મૅન" 💣બૉમ્બ, એ બંને અંદરની તરફ સ્ફોટ થાય તે પ્રકારનાં શસ્ત્રો હતાં, જેમને મુખ્યત્વે હૅનફોર્ડ, વૉશિંગ્ટન ખાતે ન્યુકિલઅર રિએકટરમાંબનાવેલા એક કૃત્રિમ ઘટક, પ્લુટોનિયમ-239નો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યાં હતાં.

Saturday, December 28, 2019

ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી' ---- Dhirubhai Ambani - 'Man of Century'

💠✅💠✅💠✅💠✅🎯✅💠✅
ધીરુભાઈ અંબાણી-- 'મેન ઓફ સેન્ચ્યુરી'
🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰🎯🔰
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👉કેટલાંક લોકો જનમે જ છે સિલ્વર સ્પૂન સાથે, તો કેટલાંક મહેનતથી પોતાના જીવનને આદર્શ બનાવે છે. એટલું કે, અન્યને તેમનામાંથી પ્રેરણા મળે.

👉1962 માં મસાલા ઉદ્યોગ થી સરું કરનાર ધીરુભાઈ અંબાણીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૩૨ ભારતના (હવે ગુજરાત રાજ્યના જૂનાગઢના) ચોરવાડ ખાતે હિરાચંદ ગોરધન અંબાણી અને જમનાબેનના ઘરે અત્યંત સામાન્ય સ્થિતિ ધરાવતા મોઢ વણિક પરિવાર ના સભ્ય. જેમના શબ્દો👇👇

🔰🔰હું મારા સપના બદલતો રહું છું. તમે સપના જોશો, ત્યારે જ તેને સાકાર કરી શકશો."" મોટું વિચારો, ઝડપી વિચારો અને આગળનું વિચારો. વિચારો કોઈની જાગીર નથી

🔰🔰"આપણા સપના વધારે મોટા જ હોવા જોઈએ. આપણી મહત્વાકાંક્ષા ઊંચી હોવી જોઈએ. આપણી પ્રતિબદ્ધતા વધારે ઊંડી જોઈએ. અને આપણા પ્રયત્ન વધારે મહાન જોઈએ. રીલાયન્સ અને ભારત માટેનું આ મારું સપનું છે."