🇮🇳🇮🇳૨૬મી જાન્યુઆરી : આપણો પ્રજાસતાક દિવસ🇮🇳🇮🇳
🎯૨૬મી જાન્યુઆરીએ આપણા ગણતંત્ર દિવસ તરીકે ઉજવાય છે. આપણે તેને પ્રજાસતાક દિન તરીકે પણ ઓળખીએ છીએ. પણ શું ગણતંત્ર કે પ્રજાસતાકનો ખરો અર્થ આપણે જાણીએ છીએ? એ જાણતાં પહેલાં થોડી બીજી રસપ્રદ ચર્ચા કરીએ.રાષ્ટ્રિય દિવસ તરીકે મોટા ભાગનાં રાષ્ટ્રો પોતાના આઝાદી દિનની અથવા પ્રજાસતાક દિનની ઉજવણી કરે છે. તો કેટલાક દેશોમાં આ દિવસ તેમનાં રાજા કે કોઈ મહાન સંતનાં જન્મદિવસે પણ ઉજવાય છે.
🎯મોટા ભાગનાં દેશોમાં આ દિવસે જાહેર રજા હોય છે તો જમૈકા અને થાઈલેન્ડ જેવા કેટલાક દેશોમાં તો આ દિવસ કોઈ એક ચોક્કસ દિવસે ન ઉજવાતાં જુદે જુદે દિવસે પણ મનાવાય છે!ભારત સિવાય પ્રજાસત્તાક દિનની ઉજવણી જાન્યુઆરી માસ માં કરનાર રાષ્ટ્રો સ્લોવેકિયા અને બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિના છે. અન્ય રાષ્ટ્રોમાં ફેબ્રુઆરીમાં ગુયાના અને હંગેરી તો માર્ચમાં પાકિસ્તાન, એપ્રિલમાં ઇરાન તો મે માં અર્મેનિયા, અઝેરબૈજાન અને નેપાળ, જુનમાં ઇટાલી અને જુલાઈમાં ગ્રીસ ,ઘાના, ફિલિપાઈન્સ, ઇરાક અને તુનિસિયા, સપ્ટેમ્બરમાં ત્રિનિદાદ અને તોબેગો ,ઓક્ટોબરમાં પોર્ટુગલ,ચીન, કઝાખસ્તાન, જર્મની અને તુર્કી, નવેમ્બરમાં માલ્દિવ્ઝ,બ્રાઝિલ તો ડિસેમ્બરમાં માલ્તા અને નાઈજર જેવા રાષ્ટ્રો પોતપોતાના પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરે છે. તો દક્ષિણ આફ્રિકા, યુગોસ્લાવિયા અને રોડેશિયા જેવા કેટલાક રાષ્ટ્રોમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી થોડાંઘણાં વર્ષો સુધી નિયમિત થયા બાદ વિવિધ કારણો સર બંધ પણ કરી દેવાઈ છે
🎯ભારતને ૧૫મી ઓગષ્ટ ૧૯૪૭ના દિવસે અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી પ્રાપ્ત થઈ અને ત્યાર બાદ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડાવાની શરૂઆત થઈ. ૧૯૪૯ની ૨૬મી નવેમ્બરે આ બંધારણ ધારાસભામાં પસાર થયું. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીથી આ બંધારણના અમલની શરૂઆત તેમજ લોકશાહી સરકાર વ્યવસ્થા સાથે ભારત સાચા અર્થમાં પ્રજાસત્તાક બન્યું. ૨૬મી જાન્યુઆરીનો દિવસ પસંદ કરવાનું મુખ્ય કારણ એ હતું કે ૧૯૩૦ની ૨૬મી જાન્યુઆરીને દિવસે બ્રિટીશરાજ માંથી સંપૂર્ણ મુક્તિ માટેનું, પૂર્ણ સ્વરાજ માટેનું ભારતની આઝાદીનું જાહેરનામુ ઇન્ડિયન નેશનલ કોન્ગ્રેસે પસાર કર્યું હતું.
🎯ભારતમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે દેશની રાજધાની દિલ્હીના રાજપથ નજીક એક ભવ્ય પરેડ યોજાય છે જેની શરૂઆત રાષ્ટ્રપતિ ભવન પાસેના રાઈસેના હિલ ખાતેથી થાય છે અને આ પરેડ રાજપથ પરથી પસાર થઈ, પ્રસિદ્ધ ઇન્ડિયા ગેટ પાસેથી થઈ ઐતિહાસિક લાલ કિલ્લા સુધી જાય છે. પાયદળ, હવાઈ દળ અને યાંત્રિક લશ્કરી સંગઠિત ટુકડીઓ દ્વારા ભારતીય લશ્કર, નૌકા દળ અને હવાઈ દળોના જવાન પોતપોતાની સુશોભિત યુદ્ધ સામગ્રી સહિત કતાર બદ્ધ થઈ આ પરેડ બનાવે છે અને ભારતીય લશ્કરી દળના અધ્યક્ષ એવા રાષ્ટ્રપતિને સલામી આપે છે.આ પરેડના મુખ્ય અતિથિ અન્ય કોઈ રાષ્ટ્રના વડા કે સરકારી અધિકારી બને છે.ભારતીય સાંસ્ક્રુતિક વારસાનું પ્રતિનિધિત્વ કરતા લોકન્રુત્યો કરતા સમૂહો પણ આ પરેડનું અનેરું આકર્ષણ બની રહે છે.આ પરેડનું પારંપારિક રીતે ભારતના હવાઈ દળના લડાયક વિમાનો આકાશમાં ખાસ રીતે ઉડી રંગીન ધુમ્રસેરો દ્વારા ભારતીય તિરંગો બનાવી સમાપન કરે છે. આ જ પ્રકારની પરેડો ભારતના દરેક રાજ્ય સ્તરે પણ યોજાય છે જ્યાં જે તે રાજ્યના ગવર્નર્સને સલામી ભરાય છે.પ્રજાસત્તાક દિનની ઉજવણીનું સત્તાવાર રીતે સમાપન ૨૬મી જાન્યુઆરીના ચાર દિવસ પછી એટલે કે ૩૦મી જાન્યુઆરીના દિવસે થાય છે જેને 'બીટીંગ રીટ્રીટ' કહેવાય છે.આ બધી તો થઈ ઉજવણીની વાતો... પણ શું આજે ભારત એક સાચું ગણતંત્ર કે પ્રજાસતાક રાષ્ટ્ર છે?
🎯અનેક કિસ્સા લાંબા સમયથી બનતાં જ આવ્યા છે.વિશ્વભરમાં સારી એવી ખ્યાતિ પામેલા વયોવ્રુદ્ધ ચિત્રકાર એમ.એફ.હુસૈનની પોતાની માત્રુભૂમિ ભારતમાં મરવાની અંતિમ ઇચ્છા પૂરી ન થી શકી?કારણ? તેમનાં પર ભારત આવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. તસ્લીમા નસરીનના લજ્જા પુસ્તકે પણ સારો એવો હોબાળો મચાવ્યો હતો.શું કલાકાર કે લેખક કે સર્જકને અભિવ્યક્તિની છૂટ એ પ્રજાસતાક રાષ્ટ્રની સાચી ઓળખ નથી?આ દ્રષ્ટીએ જોઇએ તો ભારત સાચા અર્થમાં એક પ્રજાસત્તાક દેશ ગણી શકાય?યુવાનો-યુવતિઓ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરે કે પબમાં રીલાય્ક્સ થવા જાય ત્યારે સમાજના કહેવાતા ઠેકેદારો 'મોરલ પોલિસ' બની જઈ તેમની સ્વતંત્રતા પર તરાપ મારે અને યુવાનોની મારઝૂડ તો કરે પણ યુવતિઓ સાથે પણ અભદ્ર વર્તન કરે એમાં ક્યાં દેશમાં ગણતંત્ર હોવાના દર્શન થાય છે?આવા તંત્રને તો અંધેર તંત્ર જ ગણી શકાય.ભ્રષ્ટાચાર સામે જંગે ચડેલાં ભડવીર અન્ના હજારેને પહેલાં તો લોકોએ ઉત્સાહમાં આવી જઈ ભરપૂર ટેકો જાહેર કર્યો પણ બીજી વાર જ્યારે તેઓ મજબૂત લોકપાલ કાયદો ઘડાય એ માટે ઉપવાસ પર ઉતર્યાં ત્યારે લોકોએ તેમનો સાથ ન આપ્યો અને અન્નાજીએ ઉપવાસ વહેલાં જ તોડી નાંખવા પડ્યા.બાબા રામદેવ ઉપર તાજેતરમાં જ કોઇએ લખવાની સહી છાંટી તેમનો વિરોધ કર્યો. તે પણ અન્નાજીની જેમ થોડા સમય અગાઉ ઉપવાસ પર ઉતર્યાં હતા ત્યારે સરકાર અને પોલિસે તેમને એ રીતે રોક્યા કે બાબાએ સ્ત્રી વેશ ધારણ કરી મેદાન છોડી ભાગી જવું પડ્યું.કેજરીવાલના ગાલ પર લાફો ઝીંકાયો તો કંઈ કેટલાય નેતાઓ પર જૂતા ફેંકાવાના બનાવોની પણ આખી એક લાંબી યાદી તૈયાર થઈ શકે.શું આ બધા એક આદર્શ પ્રજાસત્તાક રાષ્ટ્રના લક્ષણો છે?
🎯જોકે આ પ્રશ્ન કે સમસ્યા અંગે ઘણા અંશે આપણે ભારતની પ્રજા જ જવાબદાર છે.શું આપણે જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ છીએ ખરાં?ચૂંટણી વેળાએ મત આપવાને બદલે મિનિવેકેશન માણવા ઉપડી જ ઇએ પછી જે નેતા ચૂંટાઈને આવે તેની પાસેથી સારી અપેક્ષા રાખવી એ યોગ્ય છે?
🎯હજી મોડું નથી થયું. જાગ્યા ત્યારથી સવાર આ કહેવતને અનુસરી આવનારા સમયમાં જ આવનારી વિધાનસભા- લોકસભા ની ચૂંટણીમાં મતદાન કરી સારા અને યોગ્ય ઉમેદવારને જ ચૂંટીશું તો જે સારા નેતાઓ ચૂંટાઈ આવશે તે ચોક્કસ ભારતને સાચા અર્થમાં પ્રજાસત્તાક રાષ્ટ્ર બનાવી શકશે એમાં કોઈ બેમત નથી.આવો એવી શુભ કામના કરીએ કે ભારત ખરા અર્થમાં એક ગણતંત્ર બની રહે…
🇮🇳🇮🇳જય હિંદ... વંદે માતરમ્ 🇮🇳🇮🇳
'લોકશાહી' ના ધર્મનો સૌથી મોટો 'તહેવાર'
૨૬ જાન્યુઆરી : પ્રજાસત્તાક દિવસ
આપણા દેશને સ્વતંત્રતા મળી તે અગાઉ દેશી રજવાડાંમાં ગામડાનું એક દ્રશ્ય : પરોઢિયાના ધૂંધળા પ્રકાશમાં દૂર કોઇ વ્યક્તિ જોવા મળતા જ રાજાનો સિપાહી બૂમ પાડીને પૂછે છે, 'કોણ?' આ સવાલ સામે તે વ્યક્તિ હાથ ઊંચો કરી આજ્ઞાાાંકિતતા સાથે જવાબ આપતો 'રૈયત.' બરાબર ૬૭ વર્ષ અગાઉ ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે સ્વતંત્ર ભારતનું બંધારણ અમલી બન્યું અને લોકોને 'રૈયત'માંથી 'નાગરિક' તરીકે બઢતી મળી. ૨૬ જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિવસ છે ત્યારે આપણે દેશના આ પર્વ અંગેની કેટલીક વાત કરીશું.
આપણા દેશને સ્વતંત્રતા ૧૫ ઓગસ્ટના મળી અને બંધારણસભામાં દેશનું બંધારણ ૨૬ નવેમ્બર ૧૯૪૯ના પસાર થયું, તો પછી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ૨૬ જાન્યુઆરીના જ શા માટે તેવો સવાલ થવો સ્વાભાવિક છે. વાત એમ છે કે સ્વતંત્રસેનાનીઓ દ્વારા ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસને 'પૂર્ણ સ્વરાજ દિવસ' તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
જેના પગલે ભારતની સ્વતંત્રતાની લડતમાં મહત્વનું સ્થાન ધરાવતી ૨૬ જાન્યુઆરી અલાયદું સ્થાન ધરાવે છે. સ્વતંત્રતા મળી ત્યારબાદ ૨૬ જાન્યુઆરી લોકમાનસમાંથી વિસરાઇ જાય નહીં તેના માટે આ દિવસથી બંધારણને અમલમાં લાવી અને તેની ઉજવણી 'પ્રજાસત્તાક દિવસ' તરીકે કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, આ દિવસે આપણા દેશમાં લોકશાહીનો સત્તાવાર રીતે જન્મ થયો હતો.
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં ડો. રાજેન્દ્રપ્રસાદે ભારતના સૌપ્રથમ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા અને ત્યારબાદ તેઓએ ઇરવિન સ્ટેડિયમ ખાતે સવારે ૧૦ઃ૧૮ કલાકે સૌપ્રથમ વખત તિરંગો ફરકાવીને ભારતીય ગણતંત્રના જન્મની ઐતિહાસિક ઘોષણા કરી હતી. ૧૯૫૦થી ૧૯૫૪ સુધી પ્રજાસત્તાક દિવસની ઉજવણી ઇરવિન સ્ટેડિયમ (હાલનું મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ), લાલ કિલ્લા, રામલીલાના મેદાનમાં કરવામાં આવતી.
૧૯૫૫ના વર્ષથી તેની ઉજવણી રાજપથ ખાતેથી શરૃ કરવામાં આવી છે. રાષ્ટ્રપતિ તિરંગો ફરકાવે ત્યારે ૨૧ તોપોની સલામી આપવામાં આવે છે. પ્રજાસત્તાક દિવસે યોજવામાં આવતી પરેડનું એક આગવું મહત્વ છે. આ પરેડમાં ભારતીય સૈન્યની તાકાત, સંસ્કૃતિ અને સામાજિક વારસાની ઝાંખી દર્શાવવામાં આવતી હોય છે. શ્વાસ થંભાવી દે તેવા સૈન્યના જવાનોની ડેર ડેવિલ મોટર સાયકલસવારી અને ઇન્ડિયન એરફોર્સના જેટ્સ-હેલિકોપ્ટર્સમાં તિરંગા સાથે પરેડનું સમાપન થતું હોય છે.
આથક, વ્યૂહાત્મક, રાજકીય પરિબળોને ધ્યાનમાં રાખીને પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ કોણ બનશે તે નક્કી કરવામાં આવે છે. ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ સુકાર્નો પ્રજાસત્તાક દિવસની પરેડમાં સૌપ્રથમ અતિથિ બન્યા હતા. ૧૯૫૫માં પાકિસ્તાનના ગવર્નર જનરલ મલિક ગુલામ મોહમ્મદ, ૧૯૬૫માં પાકિસ્તાનના જ અન્ન-કૃષિ પ્રધાન રાણા અબ્દુલ હમીદ પણ પ્રજાસત્તાક દિવસે આપણા દેશનાઅતિથિ બની ચૂક્યા છે.
અલબત્ત, રાણા અબ્દુલ હમીદ પરેડમાંથી પરત ફર્યા તેના ગણતરીના દિવસોમાં પાકિસ્તાને આપણી સાથે યુદ્ધ શરૃ કરી દીધું હતું. ચીનમાંથી એકમાત્ર વાર ૧૯૫૮માં માર્શલ યે જીઆનયિંગ પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા છે. જીવની સહેજપણ કર્યા વિના દેશની સુરક્ષા માટે તૈનાત જવાનોને પ્રજાસત્તાક દિવસે પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, અશોક ચક્રથી સન્માનિત કરવામાં આવે છે.
પ્રજાસત્તાક દિવસના સમારોહ દરમિયાન મહાત્મા ગાંધીના ખૂબ જ પસંદીદા એવા 'એબાઇડ વિથ મી..'ની ધૂન વગાડવામાં આવે છે ૨૯ જાન્યુઆરીએ સૈન્યના જવાનો દ્વારા કરવામાં આવતા 'બીટિંગ ધ રિટ્રિટ' સાથે પ્રજાસત્તાક દિવસના સમારોહનું સમાપન થાય છે.૧૯૫૦થી ૨૦૧૬ એમ ૬૬ વર્ષમાં બે વખત જ એવું બન્યું છે જ્યારે 'બીટિંગ ધ રિટ્રિટ'ને રદ કરવા ફરજ પડી છે. સૌપ્રથમ વખત ગુજરાતમાં ૨૬ જાન્યુઆરી ૨૦૦૧માં આવેલા ભૂકંપ અને ત્યારબાદ ૨૭ જાન્યુઆરી ૨૦૦૯ના દેશના આઠમા રાષ્ટ્રપતિ વેંકટ રામનના અવસાનને લીધે ''બીટિંગ ધ રિટ્રિટ' યોજાઇ શકી નહોતી.
૨૬ નવેમ્બર ૧૯૪૯ના સંવિધાન સભાના સમાપનમાં બાબુ રાજેન્દ્રપ્રસાદે કહ્યું હતું, 'ઘણી બાબતો એવી છે કે જેને બંધારણમાં લખી શકાતી નથી. જે સ્વસ્થ પ્રણાલી દ્વારા માત્ર શાસકો જ કરી શકે છે. 'બ્રિટિશ ડેમોક્રેટિક મોડલથી પ્રેરિત આપણા દેશની લોકશાહીનો આત્મા જ એ છે કે શાસકો પ્રજાના સેવકો છે. પરંતુ સ્વતંત્રતાના દાયકા પૂરા થવામાં છે ત્યારે પણ આપણે ગુલામીની માનસિક્તામાંથી બહાર આવ્યા નથી. આ જ કારણ છે કે આપણે આજેપણ શાસકોને માલિક તરીકે ઓળખી તેમના પર ઓળઘોળ થઇ જઇએ છીએ.
🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠🇮🇳💠
*ગણતંત્ર દિવસ - પ્રેમ, એકતા અને તાકતનું પ્રતીક*
🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰🇮🇳🔰
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*ગણતંત્ર દિવસ દર વર્ષે 26 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતનું સંવિધાન લાગૂ થયુ, બસ ત્યારથી દેશ ગણતંત્ર થયો અને એ જ ખુશીમા દરવર્ષે ગણતંત્ર દિવસ મનાવવામાં આવે છે. 26 જાન્યુઆરી 1950ના રોજ જે દિવસે આપણું સંવિધાન લાગૂ થયુ ત્યારથી ભારતને પોતાના સંવૈધાનિક તાક મળી. આ દિવસ પછીથી ભારતમાં એક સંપૂર્ણ રીતે રિપબ્લિકન એકમ બની ગઈ.*
*ગણતંત્ર દિવસનો ઈતિહાસ સન 1929ના રોજ ડિસેમ્બરમાં લાહોરમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધિવેશન પંડિત જવાહરલાલ નેહરુની અધ્યક્ષતામાં થયો જેમા પ્રસ્તાવ પારિત કરી એ વાતની જાહેરાત કરવામાં આવી કે જો અંગ્રેજ સરકાર 26 જાન્યુઆરી, 1930 સુધી ભારતને ઉપનિવેશનુ પદ (ડોમીનિયન સ્ટેટસ) નહી પ્રદાન કરે તો ભારત પોતાની જાતને પૂર્ણ સ્વતંત જાહેર કરી દેશે.*
*26જાન્યુઆરી 1930 સુધી જ્યારે અંગ્રેજ સરકારે કશુ ન કર્યુ ત્યારે કોંગ્રેસે એ દિવસ ભારતની પૂર્ણ સ્વતંત્રતાના નિશ્ચયની જાહેરાત કરી અને પોતાનો સક્રિય આંદોલન પ્રારંભ કર્યો. એ દિવસથી 1947માં સ્વતંત્રતા પ્રાપ્ત થતા સુધી 26 જાન્યુઆરી સ્વતંત્રતા દિવસના રૂપમાં ઉજવાય છે. ત્યારપછી સ્વતંત્રતા પ્રાપ્તિના વાસ્તવિક દિવસ 15 ઓગસ્ટને સ્વતંત્રતા દિવસના રૂપમાં સ્વીકાર કરવામાં આવ્યો. 26 જાન્યુઆરીનુ મહત્વ બનાવી રાખવા વિધાન નિર્માણ કરનાર સભા દ્વારા સ્વીકૃત સંવિધાનમાં ભારતના ગણતંત્ર સ્વરૂપને માન્યતા આપવામાં આવી.*
*એકતા અને તાકતનું પ્રતીક ગણતંત્ર દિવસ આજે ગણતંત્ર દિવસ આખા દેશમાં ખૂબ ઉત્સાહ અને વિશેષ રૂપે રાજધાનીની સાથે મનાવવામાં આવે છે. લાલકિલ્લા પર સૌથી પહેલા આપણા દેશના પ્રથમ નાગરિકના રૂપમાં હાજર દેશના રાષ્ટ્રપતિ દેશનો ત્રિરંગો ફેલાવે છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ દ્વારા દેશના બાહદુર લોકોને સન્માનિત કરવામાં આવે છે. આ પ્રસંગે પર એક પરેડ કાઢવામાં આવે છે. જે રાજઘાટથી વિજયઘાટ પર સમાપ્ત થાય છે. આ પ્રસંગ પર દેશના ત્રણે વાયુ, થલ અને જળના જવાન પોતાનુ કૌશલ બતાવે છે અને શાળાના બાળકો રંગારંગ કાર્યક્રમ રજૂ કરે છે. આપણો દેશ ખુશ રહે, આબાદ રહે અને વિકાસ કરતો રહે, આ દુઆ સાથે યુવરાજસિંહ પણ સમગ્ર દેશવાસીયોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છા પાઠવે છે.*
🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔘🇮🇳
*૨૬ જાન્યુઆરી એજ બંધારણનો અમલ શા માટે?*
🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔘🇮🇳🔘🇮🇳
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*૨૬ જાન્યુઆરી એટલે પ્રજાસત્તકા દિન પ્રજાસત્તાક દિન 26 જાન્યુઆરી એજ શા માટે ઉજ્જવવામાં આવે છે? આનો બધા જ ભારતીયોનો એકજ જવાબ હોય કે આદિવસે ભારતના બંધારણનો અમલ થયો માટે આપણે સાર્વભૌમ બન્યા આપણા બંધારણ અને કાયદા પ્રમાણે શાસન અમલમાં આવ્યું આ પહેલા ૧૫ ઑગષ્ટ ૧૯૪૭ માં આપણે આઝાદ થયા પણ 25 જાન્યુઆરી ૧૯૫૦ સુધી બ્રિટિશ બંધારણ અને કાયદા પ્રમાણે શાસન ચાલતું હતું તેથી આપણે સ્વતંત્ર હતા પણ સાર્વભૌમ ન હતા. ભારતીય બંધારણના અમલથી ભારત સાર્વભૌમ રાષ્ટ્ર બન્યું , પણ બંધારણના અમલ માટે 26 જાન્યુઆરી જ શામાટે પસંદ કરવામાં આવી ?*
*ઇ.સ 1946ની ચૂંટણીઓ મુજબ બંધારણ સભાની રચના કરવામાં આવી હતી .ડૉ.રાજેન્દ્રપ્રસાદને બંધારણ સભાના પ્રમુખ ચૂંટવામાં આવ્યા હતા અને ડૉ.બાબાસાહેબ આંબેડકારને ખરડા સમિતિના અધ્યક્ષપદે નીમવામાં આવ્યા હતા. આ સમિતિએ બે વર્ષ, અગિયાર મહિના અને અઢાર દિવસની અંદર ભારતનું બંધારણ તૈયાર ર્ક્યું. આ બંધારણને બંધારણ સભાએ 26 નવેમ્બર ૧૯૪૯ના રોજ બંધારણ સભામાં પસાર ર્ક્યું. અને તેના અમલ માટે ૨૬ જાન્યુઆરી એટલા માટે પસંદ કરવામાં આવે કે ૨૬ જાન્યુઆરી ૧૯૩૦ના દિવસને આપણે સ્વાતંત્ર્ય દિન તરીકે ઊજવણી કરી હતી*
|| ૨૬ જાન્યુઆરી – પ્રજાસત્તાક દિન – ગણતંત્ર દિવસ ||
*પ્રજાસત્તાક દિન, ગણતંત્ર દિવસ, ૨૬ જાન્યુઆરી, ૧૯૫૦ એ ભારતનો રાષ્ટ્રીય તહેવાર છે. આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો.ભારતના પહેલાં રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદે 26મી જાન્યુઆરી 1950ના દિવસે 🗼🗼50 તોપોની સલામી આપ્યા બાદ ભારતના રાષ્ટ્રીય ધ્વજને ફરકાવીને ભારતીય ગણતંત્રના ઐતિહાસિક જન્મની ઘોષણા કરી હતી.*
*ભારતવાસીઓ આજે ગણતંત્ર દિન ઉજવી રહ્યા છે.ત્યારે કેમ ભૂલાય એ વ્યક્તિઓં? આદિવસે ભારતનું બંધારણઅમલમાં આવ્યુ,અને ભારત બ્રિટિશ વાલીપણા હેઠળનાં દેશમાંથી સંપૂર્ણ પ્રજાસત્તાક (ગણતંત્ર) દેશ બન્યો. કેમ ભૂલાય એ કુરબાની ? જેના થકી ભારતદેશ સ્વતંત્ર થયો.*
ગાંધીજીના નેતૃત્વમાં હજારો સ્વાતંત્ર્ય સેનાનીએ ભારતને સ્વતંત્ર કરવવાની ચળવળમાં ભાગ લીધો. કંઈ કેટલાય લોકોએ જીવ ગુમાવ્યો, કેટલાય શહિદ થયા ત્યારે જઈને દેશ આઝાદ થયો. ભારતને સ્વતંત્રતા અપવવામાં મહત્વનો ભાગ ભજવનારા નેતાઓ અને જેને પગલે સમગ્ર દેશમાં જુવાળ પેદા થયો હતો, અને આજના પર્વે કેમ ભૂલી શકાય।…
*આમ જોઈએ તો 1857થી સ્વતંત્રતાની લડત શરુ થઇ ,મોગલોનો અંતિમ અંત ત્યારથી શરુ થયો ,તાતા ટોપી અને અને અનેક મહાન વ્યક્તિએ અંગ્રજોના ધજ્યા ઉડાવી દીધા ,દરેક ભારતીઓ સ્વતંત્રતાની લડતમાં જોડવા લાગ્યા ,કફન બાંધીને પોતાની આહુતિ દેશ માટે આપવા કુદી પડ્યા ,ઝાંસીની રાણીની બહાદુરી સામે બહાદુર ઝફરને પણ હથિયાર મૂકી દેવા પડ્યા,રાજા રામમોહનરાય ,ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર ,સ્વામી દયાનંદ સરસ્વતી ,રામક્રિષ્ણ પરમહંસ ,સરોજીની નાયડુ ,દાદાભાઈ નવરોજી એવા અનેક વીરો અને વીરાંગના એ ભારતમાં જન્મી પોતાના વતન માટેજ જીવન અર્પિત કર્યું.*
*🗣🗣લોકમાન્ય તિલકના એક વાક્ય એ ભારત ના જન જન ને જગાડ્યો .. ‘સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે”ના આ સૂત્રે દેશના અને દેશ બહાર રહેલા હજારો ભારતવાસીઓમાં ક્રાંતિની ભાવના ફૂંકી.*
*🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳1914માં યુદ્ધ પ્રારંભ થયું અને સ્વતંત્રતાની ચળવળમાં ‘ભારત છોડો’નો નારો લગાવનાર ,પોતડી પહેરતાને ખાદીં કાંતતા મોહનદાસ કરમચંદ ગાંધી ઉર્ફ બાપુ મેદાનમાં આવ્યા દાંડી માર્ચ કરી પોતાનો વિરોધ દર્શાવ્યો,હિંદુ મુસલમાનને એક કરી અંગ્રેજોનો સામનો કરતા શીખવ્યું Quit India નું એલાન કરી અંગ્રેજોને પાછા વળવા કહું ,,‘ભારત છોડો આંદોલન’ વૈશ્વિક ઇતિહાસના પાનાઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે. , મહાત્મા ગાંધીના અનુયાયી લાલબહાદુર શાસ્ત્રી ૧૯૨૦માં સ્વાતંત્રતા ચળવળમાં જોડાયા.‘જય જવાન જય કિશાન’નો નોરો લગાવી કિસાન થી જવાન સુધી સહુને જગાડ્યા ૧૯૨૭માં બ્રિટિશ સરકારે ભારતની સ્થિતિની સમીક્ષા અને તેના બંધારણ માટે નિમેલ સમિતિ ‘સાયમન કમિશન’ના અધ્યક્ષ એટલે સર જ્હોન સાયમન. લાલા લજપત રાયે સાયમન કમિશનને શાંતિ પૂર્વકનો વિરોધ કર્યો અને સૂત્ર આપ્યું ‘ગો બેક સાયમન’. આ તરફ બારડોલી સત્યાગ્રહમાં ૧૯૨૭માં ગાંધીજી સાથે લોખંડી પુરુષ’ સરદાર વલ્લભભાઈ પટેલ પણ જોડાયા સ્વાતંત્ર્ય ચળવળ દરમિયાન ભગત સિંહેએ ‘ઇન્કલાબ ઝિન્દાબાદ’ દ્વારા યુવાનોમાં નવો જ જુવાળ ફૂંક્યો.તો નેતાજીના હુલામણા નામે જાણીતા સુભાષ ચંદ્ર બોઝે ૧૯૪૭માં ‘જય હિંદ’નું સૂત્ર આપ્યું.તો બીજી તરફ ‘વંદે માતરમ્’ના નારા સાથે તેઓ ખુશી ખુશી ખુદી રામ બોસ ફાંસીએ ચઢી ગયા. આપણા દેશના રાષ્ટ્રીય ગીતના પ્રથમ બે શબ્દો ‘વંદે માતરમ્’ છે.‘વંદે માતરમ્’ સૂત્ર બંકિમ ચંદ્ર ચટોપાધ્યાયે ૧૮૮૨માં લખેલ બંગાળી દુર્ગા સ્તૃતિ છે તેજ પ્રમાણે ભારતના જાણીતા શિક્ષણશાસ્ત્રી અને ચળવળકાર મદનમોહન માલવિયાએ આપેલું સૂત્ર ‘સત્યમેવ જયતે’ આજે તે દેશના રાષ્ટ્રીય સૂત્ર તરીકે સ્વીકારાયું છે. ભારતના રાષ્ટ્રીય પ્રતિક પર દેવનાગરી લીપીમાં તે જોઈ શકાય છે.*
*આ ઉપરાંત સ્વાતંત્ર્ય ચળવળકારોમાં ચંદ્રશેખર આઝાદ, બાઘા જતિન, મદન લાલ ધિંગરા, ઉધમ સિંહ, ગોપાલ કૃષ્ણ ગોખલે, વીર સાવરકર અને મંગલ પાંડે સહિતના અનેક નેતાઓ હતા, જેમણે દેશની આઝાદી માટે પોતાનો જીવ આપ્યો. જેમની કુરબાનીને પગલે આજે આપણે મુક્ત હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ. સલામ આ તમામ સ્વાતંત્ર સેનાનીઓને…*
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*૨૬ જાન્યુઆરી ! ભારતનો ગણતંત્ર દિવસ !*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
*૨૬ જાન્યુઆરી ! ભારતનો ગણતંત્ર દિવસ ! ક્રાંતિકારીઓએ જેના માટે પ્રાણ અર્પણ કર્યા તે રાષ્ટ્રધ્વજને વંદન કરવાનો, ક્રાંતિકારીઓને યાદ કરવાનો અને રાષ્ટ્રગીત-ગાયનો દ્વારા રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત કરવાનો આ દિવસ !*
🇮🇳ગણતંત્ર દિવસના ઉપલક્ષ્યમાં સર્વ રાષ્ટ્રપ્રેમી નાગરિકોને હાર્દિક શુભેચ્છા !
*🔰🔰૨૬ જાન્યુઆરીના દિવસે આટલું ધ્યાનમાં રાખજો !*
રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા પછી રાષ્ટ્રધ્વજનું થઈ રહેલું અવમાન જોઈને પણ તે સામે અણદેખું કરીને આગળ જનારા અસ્મિતાહીન ભારતીઓ !
૨૬ જાન્યુઆરીના દિવસે આપણે સર્વત્ર રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. મોટા મોટા ભાષણો આપીએ છીએ અને સાંજ પડે ત્યારે રાષ્ટ્રધ્વજ નીચે ઉતારીએ છીએ. પરંતુ બીજા દિવસે રાષ્ટ્રધ્વજ રસ્તા પર, નાળીઓં તેમજ કચરાપેટીઓં દેખાઈ પડે છે. આપણે આપણા રાષ્ટ્રધ્વજનું સન્માન નથી કરતા અને દેશ માટે પ્રાણ ન્યોછાવર કરનારા ક્રાંતિકારીઓના નામોનું પણ આપણને વિસ્મરણ થયું છે.
*રાષ્ટ્રધ્વજનું અવમાન રોકો !*
*🔰રાષ્ટ્રભિમાની બનવા માટે આટલું અવશ્ય કરજો !*
૧. ભારતના માનચિત્રને સાવચેતીથી હાથ લગાડવો !
૨. રાષ્ટ્રધ્વજનો અપમાન રોકીને તેનો સન્માન જાળવી રાખવો !
૩. દેશભક્તિ પર ગીતો સાંભળવા !
૪. ક્રાંતિકારકોના ચરિત્ર ગ્રથ વાંચવા અને અન્યોને ભેટ તરીકે આપવા !
૫. ક્રાંતિકારકોના ચરિત્ર-વ્યાખ્યાન અથવા ચલચિત્રોનું આયોજન કરવું !
૬. સંપૂર્ણ વંદે માતરમ્ પ્રત્યેક વિદ્યાલય, મહાવિદ્યાલય, વિશ્વવિદ્યાલય અને કાર્યાલયોમાં ગાવું !
૭. વાતચીત અંગ્રેજીમાં કરવાને બદલે રાષ્ટ્રભાષા હિંદીમાં અથવા તો માતૃભષામાં કરવી !
વિદ્યાર્થીઓ, રાષ્ટ્ર પ્રત્યેનું કર્તવ્ય નિભાવીને રાષ્ટ્રાભિમાની બનો !
રાષ્ટ્ર ભક્તિ વધારવા માટે શું કરશો ?
રાષ્ટ્ર પ્રત્યે જો અભિમાન હશે, તો રાષ્ટ્રના પ્રતીકો વિશે પણ આપણા મનમાં આદર રહેશે. રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત, રાષ્ટ્રીય ગીત વન્દે માતરમ્ , રાષ્ટ્રનું માનચિહ્ન ઇત્યાદિ આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે. તેમનું યથાયોગ્ય સન્માન કરવું, આપણું રાષ્ટ્રકર્તવ્ય છે. આપણા રાષ્ટ્રપ્રતીકોનું સન્માન કરવું અને જો ક્યાંય પણ તેનું અપમાન થઈ રહ્યું હોય, તો તેને રોકવું, તેથી આપણો રાષ્ટ્રપ્રેમ દેખાઈ આવશે.
રાષ્ટ્રધ્વજનું સન્માન કેવી રીતે કરશો ?
૨૬ જાન્યુઆરી અથવા ૧૫ ઑગસ્ટ ઊજવાઈ ગયા પછી આપણા ધ્યાનમાં આવે છે કે રાષ્ટ્રધ્વજ સડકો પર, રસ્તાને છેડે અહીં, તહીં પડ્યા હોય છે. કેટલાક નાળામાં જાય છે તો કેટલાક પગતળે રગદોળાય છે.
આપણું રાષ્ટ્રકર્તવ્ય સમજીને આજથી જ આપણે એવી પ્રતિજ્ઞા લઈએ કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવા માટે સદૈવ પ્રયત્નશીલ રહીશું . આપણા વર્ગમાં, વિદ્યાલયના પરિસરમાં, સડક પર ક્યાંય પણ જો રાષ્ટ્રધ્વજ પડેલો જોવા મળે તો તેને ઉપાડીને વિદ્યાલયમાં જમા કરીશું. આપણે પ્લાસ્ટિક અથવા કાગળના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ નહીં જ કરીએ.પોતાના વાહન તેમજ કુર્તાના ખીસા પર પણ નહીં લગાડીએ. કેટલાક લોકો રાષ્ટ્રધ્વજને પોતાના મોઢા પર રંગાવી લેતા હોય છે, તો કેટલાક રાષ્ટ્રધ્વજ પ્રમાણે વસ્ત્ર પરિધાન કરે છે, જ્યારે કેટલાક રાષ્ટ્રધ્વજના રંગનો કેક કાપે છે. આ બાબત યોગ્ય નથી. જો આવું ક્યાંય પણ જોવા મળે, તો તેમ કરનારા લોકોને આપણે કહેવું જોઈએ કે તેમ કરવું અયોગ્ય છે અને તેનાથી આપણા રાષ્ટ્રધ્વજનું અપમાન થાય છે. ક્યાંક રાષ્ટ્રધ્વજને ઊલટો લટકાવવામાં આવે છે અથવા તેનું ઊલટું ચિત્ર દોરવામાં આવે છે, આ તો અક્ષમ્ય અપરાધ છે.
જો રાષ્ટ્રગીત અથવા રાષ્ટ્રગીતની ધુન ક્યાંય પણ વગાડવામાં આવી રહી હોય, તો આપણે સાવધાન સ્થિતિમાં ઊભા રહેવું જોઈએ. એમ કરવું એટલે આપણા દ્વારા આપણા રાષ્ટ્ર પ્રત્યે બતાવેલું સન્માન છે. કેટલાક લોકો તે સમયે બેઠાં રહે છે. રાષ્ટ્રગીતની ધુન કેવળ ૫૩ સેકંડની હોય છે. શું આટલા ઓછાં સમય માટે પણ ઊભા રહેવા જેટલો રાષ્ટ્રપ્રેમ આપણામાં નથી ?
કેટલાંક સંકેતસ્થળો પર અથવા અન્ય રાષ્ટ્રોમાં આપણા દેશનું માનચિહ્ન અયોગ્ય પદ્ધતિથી બતાવવામાં આવે છે. તેમાં કાશ્મીર, અરૂણાચલપ્રદેશના જે ભાગ ભારતમાં છે, તેમને અન્ય દેશોમાં બતાવવામાં આવે છે. ધ્યાન રાખવું જોઈએ કે એમ કરવાથી લાગે છે કે તે ભાગ આપણા રાષ્ટ્રમાં નથી. આ પણ એક મોટો અપરાધ છે. આ કેવળ રાષ્ટ્રનું જ નહીં જ્યારે પ્રત્યેક નાગરિકનું અપમાન છે. આ દૃષ્ટિએ આપણે સહુકોઈએ સાવચેત રહેવું જોઈએ. આના દ્વારા રાષ્ટ્ર પ્રત્યે આપણા પ્રેમમાં પણ વૃદ્ધિ થશે.
બાળકો, રાષ્ટ્રગીત અને રાષ્ટ્રનાં માનચિહ્નો પ્રત્યે સજાગ રહો ! રાષ્ટ્રધ્વજના અનાદર વિશે અન્ય લોકોનું પ્રબોધન કરો
રાષ્ટ્રાભિમાન કેવી રીતે જાળવવું ?
૧. વિદેશી માલને બદલે સ્મરણપૂર્વક આપણા દેશની આસ્થાપનાઓ (કંપનીઓ)માં બનાવેલી વસ્તુઓનો ઉપયોગ કરો.
૨. એકબીજા સાથે વાર્તાલાપ કરતી વેળાએ તે પોતાની માતૃભાષા અથવા રાષ્ટ્રભાષામાં જ કરવો. અભિવાદન, શુભેચ્છાઓ પણ આ ભષાઓમાં જ આપો. અંગ્રેજી શબ્દપ્રયોગ કરવા નહીં. જો સ્વાભાષાનું અભિમાન હશે, તો જ રાષ્ટ્રાભિમાન જાગૃત થાય છે.
વિદ્યાર્થીઓ, ઉપર્યુક્ત કૃતિઓ એટલે રાષ્ટ્રાભિમાન દર્શાવનારાં કેટલાંક પ્રાતિનિધિક ઉદાહરણો જ છે. જો તેમાંની થોડી જ કૃતિઓનું આપણાથી આચરણ થઈ શકે, તો આપણે એમ કહી શકીશું કે, વાસ્તવિકરૂપથી જ આપણે ૨૬ જાન્યુઆરી એટલે કે ગણતંત્ર દિવસ ઊજવ્યો છે.
આવો, ક્રાંતિકારકો દ્વારા પ્રજ્જવલિત રાષ્ટ્રભક્તિની મશાલ ભભૂકતી રાખીએ !
રાષ્ટ્ર વિશેની જાણકારી આપનારા રાષ્ટ્રરક્ષણ ફલકો દ્વારા પ્રસારનો સોનેરી અવસર !
રાષ્ટ્રાભિમાન કેળવવાનો માર્ગ છે, પ્રત્યેક દેશવાસી પોતાના રાષ્ટ્રીય પ્રતીકોનો આદર કરે. તે સાથે જ દેશની સ્વતંત્રતા માટે સર્વસ્વનો ત્યાગ કરનારા ક્રાંતિકારકો અને તેમના કાર્યને પણ યાદ રાખવાથી રાષ્ટ્રાભિમાન જાગૃત થઈને રાષ્ટ્રભક્તિની નિર્મિતિ થાય છે. આ ધ્યાનમાં રાખીને હિંદુ જનજાગૃતિ સમિતિ દ્વારા રાષ્ટ્રાભિમાન વૃદ્ધિંગત કરનારા ફ્લેક્સ-ફલકોની નિર્મિતિ કરવામાં આવી છે. આ ફલકોને વિદ્યાલય, મહાવિદ્યાલય, પોલીસ થાણું ઇત્યાદિ સ્થાનો પર લગાડીને રાષ્ટ્રકાર્યમાં સહભાગી થવું.
રાષ્ટ્રીય પ્રતિકોનું સન્માન કરો, રાષ્ટ્રનું અભિમાન વધારો !
૭૦ વર્ષ પછી પણ આ દિવસ મનાવતાં આપણને શું જોવા મળે છે ? રાષ્ટ્રધ્વજનો અનાદર, રાષ્ટ્રીય ગીતનું અપમાન અને ક્રાંતિકારીઓની અવહેલના, એ જ ને !
ભારતીયો ઉઠો !
રાષ્ટ્રીય પ્રતિકોનું અધ:પતન રોકવાનું રાષ્ટ્રીય કર્તવ્ય નિભાવો ! રાષ્ટ્રધ્વજને અપમાનિત ન થવા દેજો !
* રાષ્ટ્રધ્વજ ધ્વજસંહિતામાં બતાવ્યા અનુસાર અને ઉચ્ચ સ્થાન પર ફરકાવો.
* નાના બાળકોને રાષ્ટ્રધ્વજનો ઉપયોગ રમકડાંની જેમ ન કરવા દો.
* મોઢું તથા કપડાને રાષ્ટ્રધ્વજની જેમ ના રંગાવો.
* ધજાનાં રૂપમાં પ્લાસ્ટિકનો રાષ્ટ્રધ્વજ ન વાપરો.
* રાષ્ટ્રધ્વજ પગની નીચે આવે કે ફાટે નહીં, તે વાતનું ધ્યાન રાખો.
* રાષ્ટ્રીય ગીતનું સન્માન કરવું તે રાષ્ટ્રીય કર્તવ્ય છે.
* રાષ્ટ્રગીત – ગાયન ખોટા સ્થાને કે ખોટા સમયે ના વાગે, તેની પર ધ્યાન આપો !
* રાષ્ટ્રગીતના અંત સુધી ‘સાવધાન’ સ્થિતીમાં ઉભા રહો તથા તે વખતે વચ્ચે વાતો ન કરો !
*રાષ્ટ્રધ્વજનો અનાદર ન થાય, તેની સાવધાની રાખવાની વિનંતી પ્રશાસક અને પોલિસ અધિકારી તથા મુખ્યઅધ્યાપક, અધ્યાપક વગેરેને રૂબરૂ મળીને કે લેખિતમાં કરો !*
🇮🇳🔘💠🔰🇮🇳🔘💠🔰🇮🇳🔘💠🔰
*26 જાન્યુઆરી : આજે પણ કંપાવી નાખે છે 26 તારીખ*
🇮🇳🔰🔘💠🇮🇳🔰🔘🔰🔘💠🔰🇮🇳
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
*26 ઓગસ્ટ 2003માં નાસિકના કુંભ મેળામાં સેકડો લોકો માર્યા ગયા તો બીજી બાજુ 26 ડિસેમ્બર 2004માં ઉમડેલી સૂનામીનો કહર પણ કંપાવી નાખે છે. હત્યારી લહેરે હજારો માનવોને પોતાના પેટમાં સમાવી લીધા હતા. વિકાસનો દાવો કરનારા પ્રગતિશીલ માણસ સ્તબ્ધ થઈને ઉભો ર્હી ગયો. સુનામીએ આપેલ આંસુ હજુ સુકાયા પણ નહોતા કે 26 જૂન 2004માં ગુજરાતમાં ભીષણ પૂર આવીને જનજીવનને અસ્ત વ્યસ્ત કરી ગયુ.*
*🇮🇳🔰પરકૃતિનો આ કોપ આટલેથી જ થભ્યો નહી અને 26 જુલાઈ 2005મા મુબઈની અસંયમિત પૂર અશ્રુઓનો સમુદ્ર બનીને આવ્યો. આ પૂરે મુંબઈના ઘર ઘરમા બેબનીની છાપ છોડી. પ્રકૃતિની ક્રુરતા સહન કરવી માનવીની બેબસી હોઈ શકે પણ મનુષ્યની બર્બરતા સહન કરવી બેબસી નહી કમજોરી છે.*
*🔷🇮🇳ભારતની સુંદર ધરા પર ન જાણે કોણે વાવ્યા છે નફરતના રોપા ? અવાર નવાર બોમ્બબ્લાસ્ટ ધરતીને રક્તરંજીત કરી નાખે છે. 16 મે 2007માં ગોવાહાટીમાં થયેલ બ્લાસ્ટે સેકડો લોકોને મોતના ઘાટ ઉતાર્યા. તો બીજી બાજુ 26 જુલાઈ 2008ના અમદાવાદ બ્લાસ્ટે સરકારની ઊંઘ ઉડાવી દીધી.*
🔷આ બ્લાસ્ટ પછી દેશના અન્ય ભાગમાં જે સતર્કતા અને સક્રિયતાની જરૂર હતી તે નિશ્ચિત રૂપે નથી થઈ. પરિણામ આપણી સામે છે એક વધુ 26 તારીખ. મુંબઈ હુમલામાં સેકડો લોકોની નૃશંસ હત્યાએ દરેક ભારતવાસીને તાર તાર કરી નાખ્યો. દેશના સિપાહી, પોલીસ અધિકારીઓ એક રમકડાની જેમ આપણી સામે 🔘આતંકવાદીઓ દ્વારા ઠાર કરવામાં આવ્યા.
આ 26 તારીખોનો ખૂની ઈતિહાસ આશંકિત કરી દે છે દરેક મનને. ક્યાક ફરી કોઈ 26 તારીખ આપણો વિશ્વાસ ન લૂંટી લે. અંધવિશ્વાસની વાત ન કરીએ તો પણ સાવધાનીનો સંકેત આપે તો છે 26 તારીખ.
No comments:
Post a Comment