Saturday, January 26, 2019

World Leprosy Abolition Day - વિશ્વ રક્તપિત્ત નાબૂદી દિવસ

 

26 January 2020
On World Leprosy Day, Sunday 26 January 2020, ILEP and its Members call for States to use the UN Principles and Guidelines for the elimination of discrimination against persons affected by leprosy and their family members, which were adopted by the Human Rights Council in 2010.

*🌡🌡વિશ્વ રક્તપિત્ત નાબૂદી દિવસ*
⚗️🔭🔬💊🕳💊⚗️🔭💊🕳💊
*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*મિત્રો દર વર્ષે વિશ્વ રક્તપિત્ત નાબૂદી દિવસ 31 જાન્યુઆરીએ અથવા જાન્યુઆરીના છેલ્લા રવિવારે મનાવવામાં આવે છે.આ દિવસનો હેતુ રક્તપિત્ત અંગે જાગૃતિ લાવવા,અને આ બિમારીથી પીડાતાં લોકોનું ધ્યાન રાખવા માટે શિક્ષિત લોકો દ્વારા રક્તપિત્તથી પીડાતાં લોકોની મદદ કરવામાં માટેનો છે.🛡આ દિવસે વિશ્વના બધા લોકો રક્તપિત્તથી પીડાતાં લોકોને મદદ કરે છે તેમજ આ બિમારીથી પીડાતાં લોકોની સહાયતા માટે ફંડ એકત્રિત કરે છે.*

*🔰🔰1951થી બી.સી.જી. રસી મૂકવાના કાર્યક્રમનો આરંભ થયો. 💠🔰💠1953માં મેલેરિયા નિયંત્રણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો. 1955માં રક્તપિત્ત નિયંત્રણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો.*

*💈💈રક્તપિત્ત એક તીવ્ર  ચેપી બિમારી છે જે માઈકોબેકટેરીયમ લેપ્રે દ્વારા થાય છે જેના પરિણામે હાથ અને પગની ચામડી પર તીવ્ર રીતે ચાંદા પડે છે. ⚗️⚗️આ રોગને હેન્સેન ના રોગ (🎯આ રોગના બેક્ટેરિયાની શોધ કરનારાં ડૉ. આર્મોર હેન્સેનનું નામ આપવામાં આવ્યું છે) તરીકે પણ ઓળખવામાં આવે છે.*

*👁‍🗨👁‍🗨પરાચીન કાળમાં આ રોગ ભયાનક,નકારાત્મક કલંક અને રક્તપિત્તના રોગીઓને બહિષ્કૃત કરવાની વાર્તાઓ સાથે જોડાયેલી હતી.તેમ છતાં,હકારાત્મક વાત એ છે કે રક્તપિત્ત સાધ્ય અને મલ્ટી ડ્રગ્સ થેરાપી (વિવિધ દવા રીતભાત) દ્વારા કરવામાં આવે છે. *

*🔰💠વારંવાર પૂછાતાં પ્રશ્નો👇🔰*

*રક્તપિત્ત શા કારણોથી થાય છે ?*

*આ રોગના ચેપનું કારણ જીવાણુંઓ અથવા બેક્ટેરિયા જેને માઈકોબેકટેરિયમ લેપ્રે કહેવાય છે,જે દર્દીની ચામડીને અસર કરે છે તેમજ દર્દીના સ્નાયુંઓનો નાશ કરે છે.આ બિમારી આંખ અને નાકની સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.*

 *🔰👇🔰રક્તપિત્તના કારણે શું નુકશાન થાય છે ?🔘🔰👇*

👉રક્તપિત્તના કારણે ચેતાતંતુઓમાં પરિવર્તન આવે અને ચેતાતંતુ ખરાબ થઈ શકે છે. *👇👇તના પરિણામે નીચેની સમસ્યાઓ થાય છે :*

👉પરસેવો અને તૈલી ગ્રંથિઓની ક્રિયાને નુકશાન થાય છે,તેના પરિણામે હાથ અને પગની ચામડી શુષ્ક અને કરચલીવાળી થઈ શકે છે.
👉પરકાશ,સ્પર્શ કરવો અથવા દુઃખાવાની સનસનાટીથી નબળાઈ આવે છે જે ગંભીર ઈજાઓ ઉત્પન્ન કરી શકે છે.
👉પાંપણોમાં નબળાઈ આવે,જે અંધાપામાં પરિણમી શકે છે
👉હાથ અને પગમાં નબળાઈ આવી જાય,આના કારણે શરીરની નાની માંસપેશીઓમાં પક્ષાઘાત ઉત્પન્ન થઈ શકે જેના કારણે હાથ અને પગની આંગળીઓ “જકડાઈ” જાય છે.

*🤨🧐🤨👉 જને રક્તપિત્તનો ચેપ હોય તેને સ્પર્શ કરવાથી ચેપનો ફેલાવો થઈ શકે છે ?*

*❌❌ના.રક્તપિત્તવાળા વ્યક્તિને સ્પર્શ કરવાથી રક્તપિત્તનો રોગ ફેલાતો નથી.રક્તપિત્તના રોગને અસર કરતા જોખમી પરિબળોમાં લાંબા સમયની અસ્વચ્છતા કારણભૂત હોય છે.ઉધરસ આવવાથી કે છીંક આવવાથી માઈકોબેક્ટેરિયમ  લેપ્રેનો ફેલાવો થાય છે.આ રોગ ગર્ભાવસ્થા કે જાતીય સંપર્કના માધ્યમોથી પણ ફેલાઈ શકતો નથી.*

*🛑⭕️🛑શ રક્તપિત્તથી દરેક વ્યક્તિ વિકૃત બની જાય છે ?*

👉રક્તપિત્ત રોગથી દરેક વ્યક્તિ વિકૃત બને એ જરૂરી નથી.જો રોગના આરંભિક તબક્કામાં  તેની સારવાર કરવામાં આવે તો દર્દીની ચામડી પર અમુક ચિન્હોને બાદ કરતાં અન્ય કોઈ સ્પષ્ટ ચિન્હો દેખાતાં નથી.

*🧐🧐🧐👉રક્તપિત્તથી પીડિત વ્યક્તિને કામના સ્થળોથી દુર કરવા જોઈએ ?*

👉રક્તપિત્તથી પીડાતાં વ્યક્તિઓ પોતાનું કામ ચાલું રાખે અને તેમના સમુદાય માટે ફાળો આપવામાં માટે સક્ષમ રહે તે જરૂરી છે.

*🛑⭕️🛑રક્તપિત્તના ચિન્હો શું છે ?*

💠👉સામાન્ય ચામડી કરતાં લાલ,ગાઢ અથવા આછી ફોલ્લીઓ થઈ જાય.
આ ફોલ્લીઓ પર ચાઠાં થઈ શકે છે અને અસરગ્રસ્ત ચામડી પર ઉગતાં વાળનો નાશ થવાની સમસ્યા ઉદભવી શકે છે.
હાથ,આંગળી અને અંગુઠામાં નિષ્ક્રિયતા આવે છે પરિણામે સ્નાયુંઓમાં પક્ષાઘાત થાય છે.

👉આખોની પાપણો હલાવવામાં નબળાઈ આવવી,આંખોમાં પાણી સુકાઈ જવું,ઝામર થવું અને ત્યાં સુધી કે વ્યક્તિને અંધાપો પણ આવી શકે છે.
👉આ રોગનો અંતિમ તબક્કો વિકૃતિ અને ગંભીરતાનું કારણ બની શકે છે.

*♦️👁‍🗨♦️ રક્તપિત્તની સારવાર કેવી રીતે કરવામાં આવે છે ?*

💠👉ડબલ્યુંએચઓના જણાવ્યા અનુસાર રક્તપિત્તની અસરકારક સારવાર મલ્ટી ડ્રગ્સ થેરાપી (વિવિધ દવા રીતભાત) દ્વારા થઈ શકે છે.

*💠🔰💠મલ્ટી ડ્રગ્સ થેરાપીનો ઉપયોગ કેમ કરવામાં આવે છે ?*

💠👉રક્તપિત્તની સૌથી અસરકારક દવા મલ્ટી ડ્રગ્સ થેરાપી છે.જયારે દર્દી પ્રાથમિક તબક્કામાં મલ્ટી ડ્રગ્સ થેરાપી (એમડીટી) શરુ કરે છે ત્યારે બેક્ટેરિયા ઝડપથી સમાપ્ત થઈ જાય છે.આ રીતે બિમારી પર થોડા સમયમાં જ કાબુ મેળવે છે.

*🔰😳😱💠 રક્તપિત્તનો ભોગ બનેલી ગર્ભવતી સ્ત્રીઓનું શું થઈ શકે છે ?*

💠👉સામાન્ય રીતે રક્તપ

Raj, [31.01.21 10:49]
[Forwarded from જ્ઞાન સારથિ (Yuvirajsinh Jadeja)]
િત્તનો ભોગ બનેલી મોટા ભાગની સ્ત્રીઓ ગર્ભાવસ્થામાં હોય છે ત્યારે તંદુરસ્ત બાળકને જન્મ આપી શકે છે.રક્તપિત્ત વખતે તેમના બાળકને સારવાર આપવામાં આવે તો રક્તપિત્ત થઈ શકતો નથી.

*✍️યવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

*📴♑️📴♐️♐️રક્તપિત્ત એ સદીઓ જુનો રોગ છે.આ રોગની શરૂઆત ક્યારે અને ક્યાં થઈ તે અંગે ચોક્કસ માહિતી નથી, ઇજિપ્ત દેશના જૂના ગ્રંથોમાં આ રોગ અંગે ના ઉલ્લેખો મળે છે. કમ્બોડિયાના રાજાયશોવર્ધન, જેનું મૃત્યુ રક્તપિત્તને કારણે થયેલું, તેનું બાવલું આજે પણ છે. ચીનના જૂના સાહિત્યમાં આ રોગ અંગેની માહિતી મળે છે. ત્રીજા શતકમાં લખાયેલા કો-હુનના પુસ્તકમાં રક્તપિત્ત અંગે વિગત આપવામાં આવી છે. ઈ.સ. 610માં લખાયેલા ચાઓના પુસ્તકમાં રક્તપિત્ત અંગે વિસ્તૃત વર્ણન છે. કુરાન, બાયબલ અનેપશ્ચિમના કેટલાક ગ્રંથોમાં પણ આ અંગે લખાણો છે.સુશ્રુત અને ચરકના ગ્રંથોમાં તથા મનુસ્મૃતિમાં આ રોગ અંગે ના ઉલ્લેખ છે. આ રોગને ચામડીનાં તથા જ્ઞાનતંતુનો રોગ દર્શાવવામાં આવ્યો છે.*

     *💟☮️વર્ષો પહેલાં રક્તપિત્તના દર્દીઓને ગામ અને વસ્તીથી દૂર, એકાંત જગ્યામાં ઊંડા ખાડામાં રાખવામાં આવતા, જેથી તેમનો પડછાયો પણ કોઈના પર નપડે! દોરડા વડે તેમને ખોરાક પહોંચાડવામાં આવતો.સારવારની વાત તો તે વખતે  હતી જ નહીં, એટલે ખાડામાં દર્દીઓ સબડતા અને રિબાઈ રિબાઈને મરી જતા.*

     સંતફ્રાંસિસ, ફાધર ડેમિયન, મહાત્મા ગાંધીજી, સૌરાષ્ટ્રના સંત દેવીદાસ, બાબા આમ્ટે. મધર ટેરેસા જેવા મજાનુભાવોએ આ ક્ષેત્રમાં જે સુંદર કામ કર્યુંતેનાથી ઘણાને આ માનવસેવાનું કાર્ય કરવાની પ્રેરણા જાગી.

     વિજ્ઞાન દ્વારા આ દર્દ અંગે શોધો થઈ છે, છેલ્લા 40 વર્ષમાં આ દર્દ્સ અંગે ઘણું સંશોધન થયું છે, અને અસરકારક દવાઓ શોધાઈ છે. આજે આપણે ખાતરીથી કહી શકીએ તેમ છીએ કે આ રોગ તદ્દન મટી શકે છે.

જંતુની શોધ

     નોર્વેના એક યુવાન ચિકિત્સક જિરાર્ડ આર્થર હેન્સને 1873માં કુષ્ઠજંતુઓની શોધ કરી. તેના નામ પરથી તેને ‘હેન્સન બૅસિલસ’પણ કહેવામાં આવે છે.

     જંતુઓનો આકાર સીગરેટ જેવો, બાજુઓમાં સમાંતર અને છેડા ગોળાકાર હોય છે.

     ઍશિયા તથા આફ્રિકાના દેશોમાં આ રોગનુ6 પ્રમાણ ઘણું વધારે છે. અમેરીકા, ઈન્ગલૅન્ડ, તથા અન્ય વિકસિત દેશોમાં આ રોગ નહીંવત છે.

     ભારતમાંથી 2000ની સાલ સુધીમાં રક્તપિત્ત નાબુદીની સરકારે જાહેરાત કરી હતી. પરંતુ આપણે સંપૂર્ણ નાબુદ કરી શક્યા નથી. કોઈ કોઈ સ્થળે હજુ તે જોવા મળે છે.

રક્તપિત્તમાં બે પ્રકારના દર્દીઓ જોવા મળે છે. (1) બીન ચેપી (2) ચેપી.  80% જેટલા દર્દીઓ બીન ચેપી અને 20% ચેપી દર્દીઓ હોય છે.

ચેપી પ્રકારનાં લક્ષણો:

     આ રોગમાં જંતુઓની અસર આખા શરીર પર ફેલાયેલી હોય છે. ફક્ત જ્ઞાન તંતુ અને ચામડી પુરતી મર્યાદિત ન રહેતાં આંખ, ગળું, શ્વાસનલિકા, અંડકોશ, હાડકા, લીવર, બરોળ અને મૂત્રપિંડ પર પણ થાય છે.

બીનચેપી રક્તપિત્તના લક્ષણો:

     શરીરમાં કોઈપણ ભાગ પર ઝાંખા રંગનું કે લાલાશ પડતું ચાઠું જેમાં બહેરાશ હોય, વાળ ખરી ગયેલા હોય અને પરસેવો થતો ન હોય, જ્ઞાનતંતુ પર અસર થયેલાને ઘણી વાર હાથ પગમાં ખાલી ચઢે છે કે કીડીઓ કરડતી હોય તેવું લાગે છે.ચામડીમાં બહેરાશ આવે એટલે કાંઈ વાગે કે દાઝી જવાય તો વેદના ન થાય(the greatest pain in leprosy is that there is no pain )  જ્ઞાનતંતુને અસર થવાથી હાથ-પગની આંગળીઓ વળી જાય  અને વિકૃતિ આવે અને લકવા જેવું પણ થાય.

========================

No comments:

Post a Comment