Saturday, January 26, 2019

કલાપી -- Kalpi /// ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી --- Gohil Surasinhji Takhtasinhji

Kalapi

Poet
Sursinhji Takhtasinhji Gohil, popularly known by his pen name, Kalapi was a Gujarati poet and the Thakor of Lathi state in Gujarat. He is mostly known for his poems depicting his own pathos. He lived in Lathi-Gohilwad, which is located in the Saurashtra region of Gujarat. Wikipedia
Born: 26 January 1874, Lathi
Died: 9 June 1900, Lathi
Full name: Sursinhji Takhtasinhji Gohil
Notable works: Kalapino Kekarav (1903); Kashmirno Pravas (1912)
 
💠⭕️💠⭕️💠⭕️💠⭕️💠⭕️
🔰🔰🔰🔰કલાપી🔰🔰🔰🔰
ગોહિલ સુરસિંહજી તખ્તસિંહજી
👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏


♦️જન્મ
26 જાન્યુઆરી – 1874, લાઠી
♦️અવસાન
9 જૂન – 1900, લાઠી
👪👨‍👩‍👧‍👦👨‍👩‍👧કુટુંબ
👨‍👧પત્ની
👨‍👧રમાબા ઉર્ફે રાજબા – રૂહા, કચ્છનાં કુંવરી ( 1889 – 15 વર્ષની વયે); એમનાંથી 8 વર્ષ મોટા
👨‍👧આનંદીબા ઉર્ફે કેસરબા – કોટડા, સૌરાષ્ટ્રનાં કુંવરી ( 1889 – 15 વર્ષની વયે) ; એમનાંથી 2 વર્ષ મોટા
👨‍👧શોભના – રમાબા સાથે પિયરથી 7-8 વર્ષની ઉંમરે આવેલ મોંઘી નામની દાસી ( 1898 ) ; એમનાંથી 7-8 વર્ષ નાના

✨✨✨અભ્યાસ📝📝📝

1882-1890 રાજકુમાર કોલેજ – રાજકોટ માં અંગ્રેજી પાંચ ધોરણ સુધી
અંગત શિક્ષકો પાસે સંસ્કૃત, ઉર્દૂ, ફારસી સાહિત્યનો અભ્યાસ

🚩પ્રદાન🚩🚩
પ્રજાત્સલ રાજવી
ખુદવફાઇવાળા ઊર્મિકવિ જેણે ગુજરાતી કલા સાહિત્યને સમૃધ્ધ કર્યું
પ્રવાસ લેખન

📙📙મુખ્ય કૃતિઓ📙📙
કાવ્યસંગ્રહ – કલાપીનો કેકારવ, કલાપીનો કાવ્યકલાપ , હમીરજી ગોહેલ (દીર્ઘકાવ્ય )
વર્ણન – કાશ્મીરનો પ્રવાસ
નિબંધ– સ્વીડનબોર્ગનો ધર્મ વિચાર

📌📌📌📌જીવન📌📌📌📌

🖍21 વર્ષની વયે રાજ્યાભિષેક (21 જાન્યુઆરી 1895)
🖍નાનપણથી જ લાગણીપ્રધાન, સાહિત્ય અને કુદરતી સૌન્દર્યનો ઘણો શોખ અને આદર્શ રાજવી બનવાની ઇચ્છા
🖊🖊માતા પ્રત્યે ખૂબ જ પ્રેમ રાખતા અને માતાના મૃત્યુ બાદ રમાબા પ્રત્યે પણ તેવો જ પ્રેમ રાખતા
🖍🖍આનંદીબા પ્રત્યે કદી પ્રેમ રાખી શક્યા નહીં પરંતુ પતિ તરીકેની બધી ફરજો અદા કરી
🖌🖍🖌રાજ્યની ખટપટમાં રમાબા સાથે ઉભા થયેલા મતભેદો દરમ્યાન દાસી મોંધી (પાછળથી શોભના)ની સાહિત્ય તથા તેમની રચનાઓ પ્રત્યેની રૂચી જોતાં તેમ જ તેના બુદ્ધિચાતુર્ય, સુંદરતા અને ભોળપણ જોતાં 20 વર્ષની ઉંમરે એની સાથે પ્રેમ થયો
🖌🖍🖍શોભના સાથેના પ્રણયને કારણે રાજખટપટ અને ગાદીત્યાગનો વિચાર
📝📝📝વરિષ્ટ સાહિત્યકારોની સાથે મિત્રતા
🖍🖊સ્વીડનબોર્ગના વિચારોની ઊંડી અસર
🖍🖊16 થી 26 વર્ષની ઉંમરનાં 10 વર્ષના ગાળામાં જ 500થી વધુ વિવિધ પુસ્તકોનો અભ્યાસ કરેલો અને 250 થી ઉપર ગુજરાતી સાહિત્યના ઘ્રેણા જેવી રચનાઓ કરેલી (કાવ્યસર્જન 1892થી શરૂ થયેલ)
📌📍📌મહત્તમ કાવ્યો, પ્રણયતમ અને પ્રણયમંથન જેવા; ઘણાં કાવ્યો દ્વિઅર્થી અને પરમાત્માને સંબોધીને પણ લખેલા; કાવ્યોમાં વિષયોનું વૈવિધ્ય અને હ્રદયના ભાવો રહેલા છે; પત્ર સાહિત્યમાં પણ ઘણું ચિંતન સમૃધ્ધ કર્યું છે;
📍📍મિત્રો અને સંબંધીઓને લખેલા તેમના પત્રો પણ તેમની માનવતાને મઘમઘાવે છે.
📌📍26 વર્ષની યુવાન ઉંમરે મૃત્યુ (કહેવાય છે કે રમાબાએ યુક્તિથી ઝેર પાયું હતું)

🔍🔎🔍‘રાજવી કવિ કલાપી’ નામનું એમનાં જીવન વિશેનું પુસ્તક
🏆🏆એમના નામથી કુમારનો ‘કલાપી’ એવોર્ડ – ગઝલ માટે

🎬🎬🎬🎯🎥📽1966માં ગુજરાતી ચલચિત્ર ‘કલાપી’
બનાવાયું જેમાં અભિનેતા સંજીવકુમારે કલાપીની ભૂમિકા ભજવેલી.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🎯🎯🎯૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની એમની સર્વ કાવ્યરચનાઓને સમાવતા સંગ્રહ ‘કલાપીનો કેકારવ’નું કાન્તને હાથે 📘૧૯૦૩ માં મરણોત્તર પ્રકાશન થયું. 📙જગન્નાથ ત્રિપાઠી ‘સાગર’ ની સંવર્ધિત સટિપ્પણ આવૃત્તિ (૧૯૩૧) પછી પણ આ બૃહત્ સંગ્રહની આવૃત્તિઓ થવા પામી છે તેમજ એમાંથી પસંદ કરેલા કાવ્યોનાં અનેક સંપાદનો પણ થયાં છે. 
📙📙વર્ડઝવર્થ, શેલી, કીટ્સ વગેરેની રોમાન્ટિક કવિતા-પરંપરાથી પ્રભાવિત કલાપીએ એ કવિઓનાં કેટલાંક કાવ્યોનાં ભાવવાહી રૂપાંતરો ને અનુવાદો પણ કર્યા છે. નરસિંહરાવ, બાલાશંકર, મણિલાલ અને કાન્તની કવિતાની છાયા છે છતાં કલાપીનું સર્જન એમના અનુભવો રણકો લઈને આવે છે અને એમનાં ઘણાં બધાં કાવ્યો તો એમના જીવનસંવેદન અને સંઘર્ષમાંથી નીપજેલાં છે. કલાપીનો જીવનસંઘર્ષ પારાકાષ્ઠાએ હતો ત્યારે-૧૮૯૭-૯૮-માં-સૌથી વધારે પ્રમાણમાં અને વધુ નોંધપાત્ર કાવ્યો મળ્યાં છે એ સૂચક છે.

🗳🗳વિશેષપણે પ્રેમના અને એ ઉપરાંત પ્રકૃતિ, પ્રભુપ્રેમ ને ચિંતનના ભાવોને વ્યક્ત કરતી કલાપીની કવિતા મુખ્યત્વે છંદોબદ્ધ લઘુકાવ્યો અને ગઝલો જેવા આત્મલક્ષી 🗳ઊર્મિકાવ્યના પ્રકારમાં તથા કેટલેક અંશે 🗳ખંડકાવ્ય જેવા પરલક્ષી કાવ્યપ્રકારમાં વહી છે. સંસ્કૃતવૃતબદ્ધ કવિતામાં, બોલાતી ગુજરાતી ભાષાના વિનિયોગથી નીપજેલી પ્રાસાદિક કાવ્યબાની, મસ્તરંગી સંવેદનની તીવ્રતાએ એમની ગઝલોમાં પ્રગટાવેલી લાક્ષણિક અભિવ્યક્તિછટા, ખંડકાવ્યોમાં ચરિત્રાંકનની સુઘડતા અને ઊર્મિવિચારનું મનોરમ આલેખન આગવી મુદ્રા આંકે છે. કલા સંયમના પ્રકૃતિગત અભાવને કારણે તથા કેળવણીનો પૂરતો લાભ ન પામવાને લીધે એમની કવિતામાં રચનાની શિથિલતા અને બાનીની અતિસરલતા તથા ગદ્યાળુતા જણાય છે; 🗳ખંડકાવ્ય પ્રકારની કવિતામાં પણ વસ્તુલક્ષિતા ઝાઝી સિદ્ધ કરી શકાઈ નથી; પણ હૃદયંગમ ચિંતનશીલતા અને ઋજુ સંવેદનનું માધુર્યુભર્યું નિરૂપણ એમની કવિતાને હૃદ્ય બનાવે છે. છેલ્લાં વર્ષોમાં એમની કવિતામાં પ્રૌઢિ જણાય છે. 📔‘કલાપીનો કેકારવ’📔ની ૧૯૩૧ ની આવૃત્તિમાં સમાવાયેલા, ચાર સર્ગના 
📔‘હમીરજી ગોહેલ’📕ના ત્રણ સર્ગોને ૧૯૧૨ માં કાન્તે સ્વતંત્ર ગ્રંથરૂપે પ્રગટ કરેલા. 
📚સ્કૉટના ‘લેડી ઑવ ધ લેઈક’ ના સ્વરૂપને આધાર તરીકે રાખી ૧૮૯૭માં આરંભેલું આ કાવ્ય ચાર સર્ગે પણ અધૂરું જ રહ્યું છે. મહાકાવ્યરૂપે રચવા ધારેલી બે હજાર ઉપરાંત પંક્તિઓની આ ઈતિહાસ-આધારિત કૃતિ ખંડકાવ્યની વધુ નજીક છે. સંકલનની કચાશો અને નિરૂપણની દીર્ઘસૂત્રતાને લીધે શિથિલ છતાં કલાપીની રુચિર વર્ણનરીતિની દ્રષ્ટિએ તેમ જ દીર્ઘ કથાવસ્તુને આલેખતી કૃતિ લેખે એ નોંધપાત્ર છે.

📗કલાપીએ પ્રવાસવર્ણન, સંવાદો, અનુવાદો, ડાયરી, આત્મકથન અને પત્રો રૂપે ગદ્યલેખન પણ કર્યું છે. 
📙📘૧૮૯૧-૯૨ માં કરેલા ભારતપ્રવાસ દરમિયાન પોતાના શિક્ષક નરહરિ જોશીને પત્રો રૂપે લખાયેલા ‘કાશ્મીરનો પ્રવાસ’નું જાહેર પ્રકાશન છેક ૧૯૧૨ માં 📕‘કાશ્મીરનો પ્રવાસ’📕, કલાપીના સંવાદો અને સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’ એ ગ્રંથમાં થયું છે. આ પ્રવાસકથનમાં પ્રકૃતિના સૌન્દર્યદર્શનના વિસ્મયને આલેખતાં ઊર્મિરસિત ને સુરેખ વર્ણનો તથા લોકજીવનનાં ઝીણાં નિરીક્ષણો નોંધપાત્ર છે. પ્રવાસના અનુભવોનું નિરૂપણ સાહજિક રહ્યું છે ત્યાં તાજગીયુક્ત જણાતું ગદ્ય જયાં અંગ્રેજી-સંસ્કૃત ગ્રંથોના વાચનનો પ્રભાવ પડયો છે ત્યાં કંઈક આયાસી બન્યું છે.

📙🗞📙🗂પ્લેટો અને સ્વીડનબોર્ગના તત્વચિંતનમાંથી વિચારસામગ્રી લઈને તથા લોકકથાઓમાંથી પાત્રો લઈને કલાપીએ લખેલા ચાર સંવાદોમાં ઊર્મિનું બળ ને વિચારના તણખા નોંધપાત્ર છે. ચિંતનાત્મક વસ્તુને સંવાદોની છટામાં મૂકી આપતા ગદ્યનું એમાં એક લાક્ષણિક રૂપ ઊપસે છે. 📕‘સ્વીડનબોર્ગનો ધર્મવિચાર’📗 મૂળ કાન્તને ઉદ્દેશીને લખાયેલો લાંબો ગંભીર પત્ર છે. 
📘કલાપીની ચિંતનક્ષમતાને એમાં સારો પરિચય મળી રહે છે.
સાહિત્યકાર મિત્રો, સ્નેહીઓ તથા કુટુંબીજનો પર કલાપીએ લખેલા ૬૭૯ પત્રો 📝📝📝‘કલાપીના ૧૪૪ પત્રો’ (સં.મુનિકુમાર ભટ્ટ, ૧૯૨૫) અને ‘કલાપીની પત્રધારા’ (સં.જોરાવરસિંહજી સુરસિંહજી ગોહિલ, ૧૯૩૧)માં ગ્રંથસ્થ થયા છે; તે સિવાય ‘કૌમુદી’ વગેરેમાં પ્રકાશિત, કેટલાક ગ્રંથોમાં આંશિક રૂપે ઉદધૃત ને આજ સુધી અપ્રગટ અનેક પત્રો ગ્રંથસ્થ થવા બાકી છે. પત્રોમાં કલાપીનું નિર્દંભ, નિખાલસ અને ઊર્મિલ વ્યક્તિત્વ ઊપસે છે તે ઉપરાંત એમનાં જીવનકાર્ય, સાહિત્યસાધના ને ચિંતનશીલતાનો પરિચય પણ મળે છે. આ પત્રો રોચક અને અવારનવાર વેધક બનતી ✒️ગદ્યશૈલીની દ્રષ્ટિએ પણ ધ્યાન ખેંચે છે.

✏️🔏✏️સ્વીડનબોર્ગીય ચિંતનના આકર્ષણને લીધે, એમની ધાર્મિક માન્યતાઓના કંઈક પ્રચાર જેવી, જેમ્સ સ્પેડિંગની બે અંગ્રેજી નવલકથાઓનાં રૂપાંતર કલાપીએ કરેલાં.✒️✒️ ‘રીથ એન્ડ ધ કિંગ’🖋🖋 નું ‘કાન્તનો દિનચર્યાલેખ’ નામે, મે ૧૯૦૦માં કરેલું રૂપાંતર કાન્તે ૧૯૧૨માં ‘માળા અને મુદ્રિકા’🖊🖊 નામે પ્રકાશિત કરેલું. એ ગાળામાં આરંભેલું 
✒️🖋બીજી નવલકથા 📗📗‘ચાર્લ્સ રોબિન્સન’📗 નું ‘એક આત્માના ઈતિહાસનું એક સ્વરૂપ’ નામે રૂપાંતર કલાપી પૂરું કરી શકેલા નહીં. એને રમણીકલાલ દલાલ પાસે પૂરું કરાવી ૧૯૩૩ માં રમણીક મહેતાએ 🎌🎌‘નારીહૃદય’ નામથી પ્રગટ કરેલું. કોઈ સાહિત્યરસથી નહીં પણ ધર્મશ્રદ્ધાથી પ્રેરાઈને કલાપીએ કરેલાં આ રૂપાંતરોનું ગદ્ય પ્રાસાદિક છે.
🖊🖊📝કલાપી નિયમિતપણે અંગત ડાયરી લખતા હોવાના તથા ૧૮૯૭ આસપાસ એમણે આત્મકથા લખવાનું આરંભ્યાના નિર્દેશો મળે છે, પણ એમનાં આ બંને પ્રકારનાં લખાણો ક્યાંકથી પ્રાપ્ત થતાં નથી.


🖍🖋🖍🖊📝કલાપીનો કેકારવઃ કલાપીની ૧૮૯૨ થી ૧૯૦૦ સુધીની અઢીસો જેટલી રચનાઓને સમાવતો સર્વસંગ્રહ. કલાપીના અવસાન પછી, ૧૯૦૩ માં કાન્તે હાથે એનું સૌપ્રથમ સંપાદન-પ્રકાશન થયું એ પૂર્વે ૧૮૯૬માં કલાપીએ પોતે ‘મધુકરનો ગુંજારવ’ નામે, ત્યાં સુધીનાં સર્વકાવ્યો ‘મિત્રમંડળ કાજે તથા પ્રસંગનિમિત્તે ભેટસોગાદ તરીકે આપવા’ માટે પ્રકાશિત કરવાની યોજના કરેલી પણ એ કામ અવસાનપર્યત પૂરું પાડી ન શકાયેલું. ૧૯૩૧ માં કલાપીના બીજા મિત્ર જગન્નાથ ત્રિપાઠી (‘સાગર’)એ કાન્ત-આવૃત્તિમાં ન છપાયેલાં ૩૪ કાવ્યોને સમાવીને ૨૪૯ કાવ્યોની સંવર્ધિત અને સટિપ્પણ આવૃત્તિ પ્રસિદ્ધ કરી. સ્વતંત્ર મુદ્રિત ‘હમીરજી ગોહેલ’ પણ એમાં સમાવી લેવાયું. આ બૃહત્ સંગ્રહની એ પછી પણ ઘણી આવૃત્તિઓ થતી રહી છે ને એમાંથી પસંદ કરેલાં કાવ્યોના કેટલાક લઘુસંચયો પણ તૈયાર થયા છે એ કલાપીની વ્યાપક લોકચાહના સૂચવે છે.

🔐કલાપીનું સંવેદનતંત્ર સદ્યગ્રાહી હતું એથી સાહિત્ય ને ધર્મ ચિંતનના અનેક ગ્રંથોના વાચન--પરિશીલનના સંસ્કારો આ કવિતાના વિષયો ને એની નિરૂપણરીતિ પર પણ ઝિલાયેલા છે. 🖋‘કેકારવ’🖊ની પ્રકૃતિવિષયક કવિતા પર અને કલાપીની રંગદર્શી કાવ્યરીતિ પર વર્ડઝવર્થ, શેલી, કીટ્સ જેવા એમના પ્રિય કવિઓની અસર પડેલી છે. આ કવિઓના તેમ જ ટેનિસન, ગટે, મિલ્ટન, ગોલ્ડસ્મિથ આદિનાં કાવ્યોના મુક્ત અનુવાદો ને રૂપાંતરો તથા કેટલીક કૃતિઓનાં અનુસર્જનો ‘કેકારવ’માં છે. ‘મેઘદૂત’, ‘ઋતુસંહાર’, ‘શૃંગારશતક’ જેવી સંસ્કૃત કૃતિઓની અસર પણ ‘કેકારવ’ની કવિતા પર ઝિલાયેલી છે. 
✒️સમકાલીન ગુજરાતી કાવ્યપરંપરાની કેટલીક છાયાઓ પણ એમાં ઝિલાયેલી જોવા મળે છે. આરંભની કવિતા પર દલપતરામની તેમ જ તત્કાલીન ધંધાદારી નાટકોનાં ગાયનો ને લાવણીઓની અસર છે નેતે પછી નરસિંહરાવ, ગોવર્ધનરામ, મણિલાલ, કાન્ત આદિની કવિતાની અસરો વિષય, છંદ, પ્રકારાદિ પર પડતી રહી છે. આ બધું છતાં કલાપીની વેદના-સંવેદના પોતીકી છે ને એના નિરુપણમાં એનો પોતાનો અવાજ રણકે છે.
📕📎📒‘કેકારવ’માં વિવિધ સ્વરૂપો પરની કવિતા મળે છેઃ ઉત્કટ ઊર્મિ ને ભાવનાશીલતાને બોલાતી ભાષાની સાહજિકતાથી અભિવ્યક્ત કરતાં હોવાથી એમાંનાં વૃત્તબદ્ધ કાવ્યો વિશિષ્ટ અસર જન્માવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ કેટલીક કચાશોવાળી જણાતી ગઝલો અંતર્ગત મિજાજની-એનાં મસ્તી ને દર્દેદિલીની-દ્રષ્ટિએ ધ્યાનાર્હ છે. શરૂઆતની વ્યક્તિપ્રેમની (ઈશ્કે મિજાજી) ગઝલો કરતાં પાછળની પ્રભુપ્રેમની (ઈશ્કે હકીકી) ગઝલો કાવ્યગુણે ચડિયાતી છે. 
📗📕📗‘આપનીયાદી’ એનું નોંધપાત્ર દ્રષ્ટાંત છે. કલાપીનાં ખંડકાવ્યોમાં કાન્તના જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને જેવી પરલક્ષિતા નથી ને ઉર્મિલતા તથા બોધાત્મકતાએ કાવ્યબંધને શિથિલ કરી નાખ્યો છે; છતાં ભાવનાસહજ સરળ નિર્વહણથી, મનોરમ દ્રશ્યચિત્રોથી, પાત્રચિત્તના મંથનના અસરકારક આલેખનથી ને ખાસ તો પ્રાસાદિક ભાષાશૈલીથી એ પોતાનું આગવાપણું સિદ્ધ કરે છે. 📙‘બિલ્વમંગળ’🏳‍🌈 એમનું ઉત્તમ ખંડકાવ્ય મનાયું છે.
📏✂️✂️🏁 મહાકાવ્ય તરીકે રચવા ધારેલું એમનું બે હજાર ઉપરાંત પંક્તિઓનું, ચાર સર્ગે અધૂરું રહેલું ‘હમીરજી ગોહેલ’ ખંડકાવ્યની નજીક રહેતું ઈતિહાસવિષયક કથાકાવ્ય છે.
વિષયનિરુપણની બાબતમાં ‘કેકારવ’માં પ્રેમવિષયક કવિતા સૌથી વધુ ધ્યાનપાત્ર છે. એક રીતે, સંગ્રહની મોટા ભાગની કવિતા એના ઊર્મિશીલ કવિની આત્મકથારૂપ છે. કલાપીના ૨૬ વર્ષના ટૂંકા આયુષ્યનાં છેલ્લા આઠેક વર્ષના અંગત પ્રેમજીવનનો જ, બહુધા, એમાં ચિતાર છે. સ્વભાવોકિતભર્યા ઈન્દ્રિયસ્પર્શી ચિત્રો રૂપે આલેખાયેલી પ્રકૃતિની કવિતા પણ રુચિર છે ને કવિની સૌંદર્યદ્રષ્ટિની પરિચાયક છે. કવિના આયુષ્યનાં છેલ્લાં બે વર્ષની કવિતા પ્રભુભક્તિની ને ચિંતનલક્ષી છે. અંગત જીવનના સગાવેગો શમતાં ચિત્તમાં પડેલા વૈરાગ્યસંસ્કારો જાગ્રત થવાથી ને સ્વીડનબોર્ગ આદિના ગ્રંથોના વાચનથી કવિ પરમ તત્ત્વની ખોજની દિશામાં વળેલા. એ સંવેદન પ્રૌઢ કાવ્યરૂપ પણ પામ્યું છે. ‘કેકારવ’ની કવિતાની નોંધપાત્ર વિશેષતા એને મળેલી વ્યાપક લોકચાહના છે. કલાપીએ સાક્ષર કવિઓ દ્વારા લખાતી દુર્બોધ કવિતાના સમયગાળામાં એ વખતે પ્રચલિત સ્વરૂપોમાં ને બદ્ધ- વૃત્તોમાં કાવ્યરચના કરી હોવા છતાં એમાં થયેલા પ્રાસાદિક ભાષાના સહજ વિનિયોગે ને પારદર્શી સંવેદનના વેધક આલેખને તેમ જ એમાંના રાગાવેગી પ્રેમસંબંધોના નિરૂપણે તથા ઊર્મિ-ઉદગારોમાં ભળેલા રંગદર્શી કવિના ભાવનાશીલ ચિંતને આ કવિતાને હૃદયસ્પર્શી ને લોકપ્રિય બનાવી છે. એટલે ક્યાંક કાવ્યભાવનાની મુખરતામાં તો ક્યારેક એના નિરૂપણના પ્રસ્તારમાં વરતાતી કલાસંયમની ઓછપ છતાં ને કવિના કંઈક સીમિત રહી જતા અનુભવની મર્યાદા છતાં ‘કેકારવ’ની કવિતા પોતાની આગવી વિશિષ્ટતાઓથી પોતાનું મહત્ત્વ ટકાવી રાખે છે.

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

✅✅✅✅✅✅✅✅✅✅
જ્યાં જ્યાં નજર મ્હારી ઠરે યાદી ભરી ત્યાં આપની,
આંસુ મહીં એ આંખથી યાદી ઝરે છે આપની!
👇👇👇👇👇👇👇👇👇
માશૂકોના ગાલની લાલી મહીં લાલી, અને
જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની આપની!

જોઉં અહીં ત્યાં આવતી દરિયાવની મીઠી લહર,
તેની ઉપર ચાલી રહી નાજુક સવારી આપની!

તારા ઉપર તારા તણાં ઝૂમી રહ્યાં જે ઝૂમખાં,
તે યાદ આપે આંખને ગેબી કચેરી આપની!

આ ખૂનને ચરખે અને રાતે હમારી ગોદમાં,
આ દમબદમ બોલી રહી ઝીણી સિતારી આપની!

આકાશથી વર્ષાવતા છો ખંજરો દુશ્મન બધા,
યાદી બનીને ઢાલ ખેંચાઇ રહી છે આપની!

દેખી બૂરાઇ ના ડરું હું, શી ફિકર છે પાપની?
ધોવા બૂરાઇને બધે ગંગા વહે છે આપની!

થાકું સિતમથી હોય જ્યાં ના કોઇ ક્યાં એ આશના,
તાજી બની ત્યાં ત્યાં ચડે પેલી શરાબી આપની!

જ્યાં જ્યાં મિલાવે હાથ યારો ત્યાં મિલાવી હાથને,
અહેસાનમાં દિલ ઝૂકતું, રહેમત ખડી ત્યાં આપની!

પ્યારું તજીને પ્યાર કોઇ આદરે છેલ્લી સફર,
ધોવાઇ યાદી ત્યાં રડાવે છે જુદાઇ આપની!

રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો?
આશકોના રાહની જે રાહદારી આપની!
જૂનું નવું જાણું અને રોઉં હસું તે તે બધું,
જૂની નવી ના કાંઇ તાજી એક યાદી આપની!

ભૂલી જવાતી છો બધી લાખો કિતાબો સામટી,
જોયું ન જોયું છો બને જો એક યાદી આપની!

કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાખું બધી,
છે આખરે તો એકલી ને એ જ યાદી આપની!
✍✍✍✍કલાપી🙏🙏🙏

🙏યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

♻️🔘♻️🔘♻️🔘♻️🔘♻️🔘
♦️⭕️♦️કલાપી તીર્થ♦️⭕️♦️
👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

⭕️⭕️કલાપી તીર્થ અથવા કલાપી તીર્થ સંગ્રહાલય ગુજરાતી ભાષાના સાહિત્યકારોમાં આગળ પડતું સ્થાન ધરાવતાં રાજવી કવિ કલાપીની યાદમાં બનાવવામાં આવેલું કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય છે. તે ગુજરાતના અમરેલી જિલ્લામાં કલાપીના જન્મસ્થાન લાઠી ખાતે આવેલું છે. 
📌📌 કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો, પત્રો, તેમણે ઉપયોગમાં લીધેલી દુર્લભ ચીજો, રાજાશાહીકાળના રાચરસીલાનો અહીં વિશાળ સંગ્રહ છે. કલાપી જ્યાં રહેતા હતા તે રાજમહેલ, જેનાં કાંઠે બેસીને કાવ્યો લખતા હતા તે તળાવ વગેરે યાદોને પણ કલાપી તીર્થ સાથે સાંકળી લેવામાં આવી છે. ગુજરાતના સાહિત્યરસિકો માટે આ સ્થાન આકર્ષણનું કેન્દ્ર છે.

🔷🔷આ સ્થળનો ઇતિહાસ કલાપીના જન્મથી મૃત્યુ સુધીના સમય સાથે સંકળાયેલો છે. ગુજરાતની સ્થાપના પૂર્વે લાઠી રજવાડું હતું. રાજ્યોના વિલીનીકરણ પછી કલાપીના રાજમહેલો, ગ્રંથાલય અને અન્ય સ્મરણયોગ્ય સામગ્રી યોગ્યજાળવણી નહિવત્ થઈ. તે માટે ઘણા ઉહાપોહ, ચર્ચાઓ, સૂચનો છતાં કશું બનતું નહોતું. વર્ષ ૨૦૦૩-૦૫ દરમ્યાન અમરેલી જિલ્લાના તત્કાલીન કલેક્ટર અને સાહિત્યકાર પ્રવીણભાઈ કે. ગઢવી (આઈ.એ.એસ.)ની પહેલથી કલાપી સ્મારક માટે પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો. અમરેલીના કવિ અને વ્યવસાયી હર્ષદભાઈ ચંદારાણાને પણ પાયાના પથ્થર ગણવામાં આવે છે.

🔘આ પ્રકલ્પને સાકાર કરવા માટે ઉદ્યોગપતિ મનજીભાઈ આર. ધોળકિયા અને અન્ય અગ્રણીઓ રવજીભાઈ ડાંગર, અનંતરાય ભાયાણી, ધીરુભાઈ પટેલ, કલાપીના વારસદાર ઠાકોર કીર્તિકુમારસિંહ (હાલ રાજકોટ) અને મહેન્દ્રસિંહજી ગોહિલ (હાલ અમરેલી) વગેરેના સહયોગથી ‘કવિ કલાપી તીર્થ ટ્રસ્ટ’ની રચના કરવામાં આવી હતી. જેના અઘ્યક્ષ તરીકે ઘનશ્યામસિંહ રાણા છે. તે સૌએ પંદરેક લાખ જેટલું ભંડોળ એકત્ર કરી કલાપી તીર્થ સંગ્રહાલયની રચના કલાપીના સ્મરણ સાથે સાહિત્ય, કલા અને સંસ્કૃતિના વારસાને જાળવવા માટે કરી હતી.

કલાપી તીર્થ સંગ્રહાલયમાં ભોંયતળીયે કવિ કલાપી, ઐતિહાસિક લાઠી અને વર્તમાન લાઠીને તસવીરો દ્વારા પ્રદર્શિત કરાયેલું છે. વચ્ચે એક નાનકડું સંગ્રહાલય છે જેમાં કલાપી વિશેનાં ચિત્રો-શિલ્પો-ફોટો, કલાપીના હસ્તાક્ષરમાં પત્રો, કાવ્યો, હસ્તપ્રતો, કલાપી વિશેનાં પુસ્તકો, ઓડિયો કેસેટ્સ, સી.ડી. તેમજ કલાપીનાં પ્રાપ્ત થયાં તે તમામ સ્મૃતિચિહ્નો રજૂ કરવામાં આવ્યાં છે. કલાપીતીર્થ ભવનના ઉપરનાં માળે એક નાનકડું સભાગૃહ પણ બાંધવામાં આવેલું છે. બુધવાર સિવાય આ સંગ્રહાલયમાં સવાર સાંજ મફત પ્રવેશ અપાય છે. વિડિયોગ્રાફી, ફોટોગ્રાફી કરવાની પરવાનગી છે. આ સંગ્રહાલયનું લોકાર્પણ ૨૦૦૫માં થયું હતું,

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

🏆🏆🏆🏆🏆🏆🏆
🏆કલાપી એવોર્ડ🏆
🏆🏆🏆🏆🏆🏆🏆

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👌👉સાહિત્યકલા ક્ષેત્રે ઉત્તમ પ્રદાન કરનાર સાહિત્યકારને પ્રોત્સાહિત કરવા માટે ☢આઇએનટી☣ સંસ્થા 20 વર્ષથી કલાપી એવોર્ડ એનાયત કરવામાં આવે છે.

🌷🌹આરાધના ચેરીટેબલ ટ્રસ્ટ તથા કલાપી તીર્થ સંગ્રહાલય દ્વારા કલાપી એવોર્ડ...

🎋🎋પ્રારંભિક પ્રથમ રૂ,11000/-ની રાશી સાથે
રાજવી કવિ કલાપી એવોર્ડ

👉 = સુરતનાં કવિ ડો.રઇશ મણિયારને એવોર્ડ મળ્યો હતો... 6 ઓગસ્ટનાં રોજ એમને મુંબઇ ખાતે એવોર્ડ મળ્યો હતો... 

👉સતત ત્રીજી વખત એવોર્ડ સુરતનાં કવિને એનાયત થયો...2015માં મુકુલ ચોક્સી અને અને 2014માં નયન દેસાઈને એનાયત કરવામાં આવ્યો હતો.

👉સતતત્રણ વર્ષથી એવોર્ડ સુરતને મળી રહ્યો છે

👉હાલસુધીમાં 20માંથી 6 વખત સુરતનાં કવિઓએ કલાપી એવોર્ડ મળ્યો છે.

👉પહેલાં સુરતનાં ભગવતી કુમાર શર્મા,રતિલાલ અનિલ અને આસિમ રાંદેરીને કલાપી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

💥💥એવોર્ડ લાઈફ ટાઈમ એવોર્ડ હોવાથી સામાન્ય રીતે ત્રણ દાયકાથી કામ કરતાં પીઢ સિનિયર કવિને આપવામાં આવે છે,
✨✨પરંતુ વખતે પહેલીવાર 50 વર્ષથી ઓછી વયનાં કવિની પસંદગી કરવામાં આવી છે.

🌟⭐️🌟આઇએનટી સંસ્થા દ્વારા 1940થી મુશાયરાનું આયોજન કરવામાં આવે છે અને 
✨✨⭐️1997થી કલાપી એવોર્ડ અને શયદા એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવી છે.

🎋🎋35થી 40 વર્ષનાં કવિને શયદા એવોર્ડ આપવામાં આવે છે.

🎋🎋સુરતનાં કવિ રઈશ મણિયારને 2001માં શયદા એવોર્ડ પણ મળી ચૂક્યો છે.


🎋🎋🎋રાજવી કવિ કલાપી એવોર્ડ - ૨૦૧૬
🌷વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની વિશેષ ઉપસ્થિતિ અને તેમના વરદ હસ્તે તા - ૦૪-૦૧-૨૦૧૬ ના રોજ આપણા આધ્ય વિધાર્થી આશ્રમ રત્ન ડો . શ્રી ધનવંત ભાઈ શાહ અર્પણ કરેલ -
🌷 શ્રી ધનવંત ભાઈ શાહ - મુંબઈ ના સુપ્રસિધ સાહિત્યકાર , નાટયગ્રંથ " રાજવી કવિ કલાપી " ના સર્જક છે - શ્રી ધનવંત શાહ ની મહાનતા જોવો આ એવોર્ડ ની પૂરે પૂરો ક્રેડીટ જ્યાં તેમનું જીવન ઘડતર થયું તે સોનગઢ રત્નાશ્રમ ને આપી અને આ પોતાની માતૃ સંસ્થા સોનગઢ રત્નાશ્રમ ને અર્પણ કરી સર્વે પ્રેક્ષકો અને પૂજ્યપાદ મોરારી બાપુ એ ખાસ નોંધ લઇ વડીલ શ્રી ધનવંત બાપા કહી સંબોધન આપી આ રત્ન ને ખુબજ બીર્દાવેલ..

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

======વિચાર વિસ્તાર=======
👇👇👇👇👇👇👇👇👇👇👇
સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે,
સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.
👇👇👇👇👇👇👇👇👇👇👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

આ પંક્તિમાં કવિએ આપણને સૌંદર્યનું મહત્વ સમજાવ્યું છે. સૌંદર્ય એ ઈશ્વરની
પ્રસાદી છે. આ પ્રસાદી પુણ્યાત્માને જ પ્રાપ્ત થાય છે, પાપીને નહિ. બાગમાં ખીલતાં પુષ્પો, ઉષા-સંધ્યાના રંગો,
ખેતરોમાં લહેરાતો હરિયાળો મોલ,
નાનાં બાળકો વગેરેમાં કુદરતે મન મૂકીને સૌંદર્ય ઠાલવી દીધું છે. પરંતુ આ સૌંદર્ય આપણને માણતાં આવડવું જોઈએ. સુંદર વસ્તુનો નાશ કરીને સુંદરતાને પામી શકાય નહિ. સૌંદર્યની રક્ષા કરીને જ
તેનો આનંદ માણી શકાય. સુંદર ફૂલને ચૂંટી લઈએ તો તે થોડા વખતમાં જ કરમાઈ જાય છે. સૌંદર્યનો વિનાશ થઈ જાય,
એવી રીતે આપણે તેના સૌંદર્યને માણી શકીએ નહિ. આપણે સૌંદર્યને ખરા અર્થમાં માણવા ઈચ્છતા હોઈએ, તો આપણે એવી દષ્ટિ પણ કેળવવી પડે.
અર્થાત્ આપણે પોતે પણ સુંદર બનવું પડે.

👆👇👆👇👆👇👆👇👆👇
✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)
👇👇👇👇👇👇👇👇👇👇👇
ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે,
તદપિ અર્થ નવ સરે,
મત્સ્યભોગી બગલો મુક્તાફળ દેખી ચંચુ ના ભરે.
👇👇👇👇👇👇👇👇👇👇
યોગ્યતા વિના ઉત્તમ વસ્તુ મળે તોપણ તેનાથી કશો અર્થ સરતો નથી, એ સત્ય કવિએ અહીં માર્મિક દષ્ટાંત આપીને સમજાવ્યું છે. કેટલીક વાર વ્યક્તિને સુંદર અને ઉત્તમ ચીજ અનાયાસ મળી જાય છે. પરંતુ જો મનુષ્યમાં લાયકાત ન હોય તો તેને માટે તે ઉત્તમ વસ્તુ પણ નકામી નીવડે છે. બગલાને માછલાંની ભૂખ હોય છે. માછલાં એને મન સર્વસ્વ હોય છે. એવા
બગલાની સામે સાચા મોતીનો ઢગલો કરવામાં આવે તો તે એમાં ચાંચ લગાવશે નહિ. બગલા માટે સાચાં મોતી પણ નિરર્થક છે. આંધળા આગળ આરસી શા કામની ? મર્કટને રાજગાદી પર બેસાડો
તેથી શો લાભ ? કુપાત્ર માણસના હાથમાં અપાર સંપત્તિ આવી જાય,
તેથી કંઈ તેનામાં એ રૂપિયા સાચવવાની કે તેનો સદુપયોગ કરવાની યોગ્યતા કે સમજ આવી જતી નથી. રાજસિંહાસન પર બેસી જવાથી જ કોઈ માણસ નિષ્ણાત રાજનીતિજ્ઞ બની જતો નથી. અયોગ્ય માણસને અકસ્માતે જ કોઈ મૂલ્યવાન વસ્તુ કે ઉચ્ચ સ્થાન મળી જાય તોપણ એ તેને માટે છેવટે તો નિરર્થક જ
પુરવાર થાય છે. સમાજમાં ઘણી વાર અયોગ્ય કે ગેરલાયક વ્યક્તિઓ સંજોગોવશાત્ ઉચ્ચ હોદ્દા પર કે ઉચ્ચ સ્થાને બેસી જાય છે, પરંતુ યોગ્યતાના અભાવે છેવટે તે નિષ્ફળ જાય છે. માટે જ કોઈ પણ માણસે સારી વસ્તુની ઈચ્છા કરતાં પહેલાં તેને માટે યોગ્યતા કેળવવી
જોઈએ. કવિ શ્રી કલાપીએ તેથી જ કહ્યું છે કે, ‘સૌંદર્યો પામતાં પહેલાં સૌંદર્ય બનવું પડે.’

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment