Friday, March 22, 2019

ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વીન મેરીના ભારતની મુલાકાતે --- King of England King George and Queen Queen Mary visited India

⭕️🔘💠♻️👁‍🗨💠🔰⭕️🔘🔰💠
*ઇંગ્લેન્ડના રાજા પંચમ જ્યોર્જ અને રાણી ક્વિન મેરીના ભારત ની મુલાકાતે..*
♻️👁‍🗨💠🎯🔰🔘🇮🇳🔰💠♻️👁‍🗨
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

💠👉 *તેઓ મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

🎲🎲🎲ઇ.સ. ૧૯૧૧ની સાલમાં જ ઇંગ્લેન્ડના રાજા તરીકે પંચમ જ્યોર્જના નામની અને રાણી ક્વિન મેરીના નામની ઘોષણા કરવામાં આવી હતી. એ સમયે ભારત ઇંગ્લેન્ડનું ગુલામ રાષ્ટ્ર હોવાથી ઇંગ્લેન્ડના રાજારાણી ભારતના પણ રાજારાણી ગણાતા હતા. 
💠ઇ.સ. ૧૯૧૧ના ડિસેમ્બર મહિનામાં જ દિલ્હીના લાલ કિલ્લામાં ઇંગ્લેન્ડના રાજારાણીના રાજ્યાભિષેકનો ભવ્ય મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. 
👁‍🗨ઇંગ્લેન્ડના રાજારાણી ખુદ આ મહોત્સવમાં પહેલી વખત પધાર્યા હતા. *તેઓ મુંબઈના બંદરે ઉતર્યા તેના માનમાં મુંબઈમાં 'ગેટ વૅ ઓફ ઇન્ડિયા' નામનું સ્મારક બનાવવામાં આવ્યું હતું. એ વખતે જ ભારતમાં અંગ્રેજ સલ્તનતની રાજધાની કોલકાતાથી બદલીને દિલ્હીમાં લઈ જવામાં આવી હતી. આ વર્ષે જેમ દિલ્હી અંગ્રેજ સલ્તનતની રાજધાની બની*

💠કોંગ્રેસની સ્થાપના ઇ.સ. ૧૮૮૫માં એલેકઝાન્ડર ઓક્ટોવિયો હ્યુમ નામના ખ્રિસ્તી પાદરીએ કરી હતી. કોંગ્રેસની સ્થાપના પાછળનો તેનો ઉદ્દેશ શિક્ષિત ભારતીયોને અંગ્રેજ સલ્તનતના પ્રશંસક બનાવવાનો હતો. 
👉કોંગ્રેસ પક્ષ એ સમયે અંગ્રેજ સલ્તનતના વફાદાર સેવકોનો પક્ષ કહેવાતો હતો. આ પક્ષનું અધિવેશન મળે ત્યારે તેનો પ્રારંભ બ્રિટીશ રાષ્ટ્રગીતથી કરવામાં આવતો હતો, જેમાં ઇંગ્લેન્ડના રાજાને દીર્ઘાયુષ્ય આપવાની ઇશ્વરને પ્રાર્થના કરવામાં આવી છે. ઇ.સ. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકા છોડીને ભારત આવ્યા અને સ્વાતંત્ર્ય સંગ્રામમાં જોડાયા ત્યાં સુધી કોંગ્રેસની છાપ અંગ્રેજોની આરતી ઉતારનારા ભારતીયોના સમૂહ તરીકેની જ હતી.
*👁‍🗨💠ઇ.સ. ૧૯૧૧માં દિલ્હીમાં પંચમ જ્યોર્જનો દરબાર યોજાયો હતો એ જ દિવસોમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું કોલકાતામાં ત્રણ દિવસનું રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનના બીજા દિવસે એટલે કે ૨૭મી ડિસેમ્બરે 'જન, ગણ મન' ગીત ગાવામાં આવ્યું હતું. આ દિવસે કોંગ્રેસ મહાસમિતિએ દિલ્હીમાં પંચમ્ જ્યોર્જના આગમનનું અભિવાદન કરતો ઠરાવ પણ પસાર કર્યો હતો. તા. ૨૮મી ડિસેમ્બરે કોલકાતાના અંગ્રેજી અખબારોમાં નીચે મુજબના સમાચારો છાપ્યા હતા.👇👇👇*

(૧) બંગાળી કવિ રવીન્દ્રનાથ ટાગોરે રાજા પંચમ જ્યોર્જનું સ્વાગત કરવા માટે જાતે રચેલું એક ગીત ગાયું હતું. (સ્ટેટ્સમેન)
(૨) આ સભાની કાર્યવાહી શરુ થઈ ત્યારે રવીન્દ્રનાથ ટાગોરે રાજાનું સ્વાગત કરવા માટે રચેલું ગીત ગાયું હતું. (ઇંગ્લીશમેન)
(૩) જ્યારે ૧૯૧૧ની ૨૭મી ડિસેમ્બરે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની કાર્યવાહી શરુ થઈ ત્યારે રાજાનું સ્વાગત કરવા માટે લખાયેલું એક બંગાળી ગીત ગાવામાં આવ્યું હતું. (આ ગીત જન ગણ મન હતું.) તે સાથે રાજાનું સ્વાગત કરતો ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો. (ઇન્ડિયન)
કોલકાતાના અંગ્રેજી અખબારોમાં પ્રગટ થયેલા આ સમાચારોનું કોંગ્રેસ અથવા રવીન્દ્રનાથ ટાગોરે ક્યારેય ખંડન કર્યું નહોતું. જો કે એ જ દિવસે કોલકાતાના બંગાળી અખબારોમાં કંઈક જુદા જ પ્રકારના સમાચારો પ્રગટ થયા હતા.
ઘણા ઇતિહાસકારો માને છે કે, 'જન ગણ મન' બાબતમાં હેવાલ આપવાની બાબતમાં કોલકાતાના અંગ્રેજી અખબારોએ છબરડો કર્યો હતો.
*🎯🛡⭕️💠હકીકતમાં ૨૭મી ડિસેમ્બરે કોંગ્રેસ મહાસમિતિના અધિવેશનમાં રામભુજ ચૌધરી નામના કવિએ હિન્દી ભાષામાં લખેલું 'બાદશાહ હમારા' નામનું ગીત પણ ગાયું હતું. આ ગીત ખરેખર પંચમ જ્યોર્જની પ્રશસ્તિ કરવા માટે લખવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં રવીન્દ્રનાથ ટાગોરે ઇશ્વરની પ્રશસ્તિ કરવા માટે લખેલું ગીત 'જન મન ગણ' પણ ગાયું હતું. આ કારણે અંગ્રેજી પત્રકારોના મગજમાં ગૂંચવાડો પેદા થયો હતો. કોલકાતાના બંગાળી અખબારોમાં આ ઘટનાનું વાસ્તવિક રીતે વર્ણન કરવામાં આવ્યું હતું.*
*💠'અમૃત બાઝાર પત્રિકા'ના ૨૮મી ડિસેમ્બરના અંકમાં લખવામાં આવ્યું હતું, 'કોંગ્રેસના અધિવેશનની કાર્યવાહીનો પ્રારંભ બંગાળીમાં ઇશ્વરની પ્રાર્થના માટે લખાયેલા ગીત (જન ગણ મન)થી થયો હતો. ત્યારબાદ કિંગ જ્યોર્જ પ્રત્યે વફાદારી દર્શાવતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજાનું સ્વાગત કરતું અન્ય ગીત ગાવામાં આવ્યું હતું.'
ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનનો જે હેવાલ રજૂ કરવામાં આવ્યો* એ વાંચતા પણ સ્પષ્ટ થાય છે કે રવીન્દ્રનાથ ટાગોરે જે ગીત ગાયું એ ઇશ્વરની પ્રાર્થના કરવા માટે જ ગાયું હતું. આ હેવાલમાં લખવામાં આવ્યું હતું કે, 👁‍🗨💠🎯'કોંગ્રેસના ૨૮મા રાષ્ટ્રીય અધિવેશનના પ્રથમ દિવસે કાર્યવાહીનો પ્રારંભ 'વંદે માતરમ્' ગાઈને કરવામાં આવ્યો હતો. બીજા દિવસની કાર્યવાહીનો પ્રારંભ બાબુ રવીન્દ્રનાથ ટાગોરના દેશભક્તિના ગીત દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ રાજા પ્રત્યે વફાદારી વ્યક્ત કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કિંગ જ્યોર્જ અને ક્વિન મેરીનું સ્વાગત કરવા માટે રચાયેલું ગીત ગાવામાં આવ્યું હતું.' રવીન્દ્રનાથ ટાગોરે પોતાના ગીતમાં જે 'ભારત ભાગ્યવિધાતા' શબ્દનો પ્રયોગ કર્યો હતો તે ભગવાનને ઉદ્દેશીને હતો પણ કેટલાક લોકો એવું માનતા હતા કે આ શબ્દપ્રયોગ ઇંગ્લેન્ડના રાજા માટે કરવામાં આવ્યો છે.
રવીન્દ્રનાથ ટાગોરે ઇ.સ. ૧૯૧૧માં 'જન ગણ મન' ગીતની રચના કરી ત્યારે કોંગ્રેસના અન્ય સભ્યોની જેમ તેઓ પણ બ્રિટીશ રાજના વફાદાર સેવક હતા. *આ કારણે જ તેમને જ્યારે સાહિત્યનું નોબેલ પારિતોષિક મળ્યું ત્યારે બ્રિટીશ સરકારે તેમને 'નાઇટ હુડ'ના ખિતાબની નવાજેશ કરી હતી. ઇ.સ. ૧૯૧૯ની સાલમાં પંજાબના જલિયાનવાલા બાગનો હત્યાકાંડ થયો તે પછી બીજા અનેક ભારતીયોની જેમ રવીન્દ્રનાથ ટાગોર પણ બ્રિટીશ રાજના વિરોધી થઈ ગયા હતા. તેમણે આ હત્યકાંડના વિરોધમાંપોતાનો 'નાઇટહુડ'નો ખિતાબ પણ પરત કરી દીધો હતો.*
👉 ઇ.સ. ૧૯૧૧માં 'જન ગણ મન' લખાયું ત્યારથી ઇ.સ. ૧૯૩૭ની સાલ સુધીમાં અનેકવાર 'જન ગણ મન' ગીત કોની પ્રશંસા માટે લખવામાં આવ્યું છે એ મતલબનો વિવાદ ચાલતો રહ્યો હતો પણ એ બાબતમાં ટાગોર મૌન જ રહ્યા હતા.
છેવટે રવીન્દ્રનાથ ટાગોરે 🔖📝ઇ.સ. ૧૯૩૭ની ૧૦મી નવેમ્બરે પોતાના મિત્ર શ્રી પુલિન બિહારી સેન ઉપર એક પત્ર લખીને આ બાબતમાં ચાલી રહેલા વિવાદનો અંત આણ્યો હતો. આ પત્રમાં ટાગોરે લખ્યું હતું કે, ''બ્રિટીશ સલ્તનતના એક ઉચ્ચ અધિકારી મારા મિત્ર હતા. તેમણે મને એવું સૂચન કર્યું હતું કે મારે બ્રિટનના રાજાની પ્રશસ્તિ કરવા માટે એક ગીત લખવું જોઈએ. આ વિનંતીથી હું સ્તબ્ધ થઈ ગયો હતો તેને કારણે મારા દિલમાં ભારે ઉથલપાથલ મચી ગઈ હતી. આ જોરદાર માનસિક વ્યથામાંથી મેં ભારતના એવા ભાગ્યવિધાતાની પ્રશસ્તિ કરતું ગીત લખ્યું કે જેઓ યુગોથી ભારતના રથની લગામ પોતાના હાથમાં રાખતા આવ્યા છે. 📌આ ભાગ્યવિધાતા પંચમ જ્યોર્જ કે છઠ્ઠા જ્યોર્જ કે ત્રીજા જ્યોર્જ પણ હોઈ શકે નહીં. આ વાતનો ખ્યાલ મારા સરકારી અધિકારી મિત્રને પણ હતો.'' રવીન્દ્રનાથ ટાગોરના આ ખુલાસા પછી આ વિવાદનો અંત આવ્યો હતો. 'જન ગણ મન' ગીત કોને ઉદ્દેશીને લખવામાં આવ્યું છે એ વિવાદનો અંત આવ્યા પછી 🇮🇳🇮🇳ભારતની બંધારણ સભાએ ઇ.સ. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ આ ગીતને રાષ્ટ્રગીત તરીકે સ્વીકાર્યું હતું પણ ત્યારબાદ એક નવા વિવાદનો પ્રારંભ થયો હતો. 'જન ગણ મન' ગીતમાં ભારતની જે વિવિધ પ્રાંતોનો ઉલ્લેખ છ તેમાં 'સિંધ'નો પણ સમાવેશ થાય છે. આ 'સિંધ' પ્રાંત ભારતના ભાગલા થયા પછી તે પાકિસ્તાનમાં ચાલ્યો ગયો છે. આ કારણે કેટલાક અતિ ડાહ્યા લોકો એવી માગણી કરતા રહ્યા હતા જે આપણા રાષ્ટ્રગીતમાં હવે 'સિંધ'ના સ્થાને 'સિંધુ' લખવું જોઈએ, કારણ કે સિંધુ નદી હજી પણ ભારતમાંથી વહે છે. આ બાબતમાં કેટલાક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી પણ કરી હતી. સુપ્રીમ કોર્ટે આ અરજી ફગાવી દેતા જણાવ્યું હતું કે મૂળ લેખકે જે શબ્દો વાપર્યા હોય તેમાં ફેરફાર કરવાનો કોઈને અધિકાર નથી.

👁‍🗨💠ઇ.સ. ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી તે પછી વંદે માતરમને ભારતનું રાષ્ટ્રગીત બનાવવું એ 'જન ગણ મન'ને બનાવવું એ બાબતમાં પણ વિવાદ ચાલ્યો હતો. હિન્દુત્વવાદીઓ 'વંદે માતરમ્'ની તરફેણમાં હતા પણ બિનસાંપ્રદાયિકતાવાદીઓ તેનો વિરોધ કરતા હતા. કારણ ક તેમાં જન્મભૂમિને માતા ગણીને તેને વંદન કરવાની વાત કરવામાં આવી છે. છેવટે સ્વ. પંડિત જવાહરલાલ નેહરુએ પોતાનો વિટો પાવર વાપરીને 'જન ગણ મન'ને ભારતનુ રાષ્ટ્રગીત બનાવવાના નિર્ણયને મંજૂર કરાવ્યો હતો.

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*


🔑💥🔑💢💥💢💥💢💥🔑💢
*1911માં જ્યોર્જ પંચમ દીલ્હી આવેલા મે આની સંપૂર્ણ વાત મે મારા અગાઉ લેખ માં કરેલી...અત્યારે મારે દેશની પ્રજાના સન્માનની બે નાની અને છતાય મોટી સત્ય ઘટનાની વાત કરવી છે..*
🤴👑👑🔑👑🔑👑🔑👑💥👑🔑
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*પ્રથમ સત્ય ઘટના*

1911માં જ્યોર્જ પંચમ દીલ્હી આવેલા. તમામ નાના-મોટા રાજાઓને મળવા માટે બોલાવેલા.

*👑ગોંડલના મહારાજા ભગવતસિંહજી પણ દીલ્હી ગયા હતા. જ્યોર્જ
પંચમના દરભારમાં એક પછી એક
રજવાડાના રાજા જ્યોર્જ પંચમના સિંહાસન પાસે જાય. જ્યોર્જ પંચમ સાથે તેનો પરિચય કરાવવામાં આવે અને પરિચય બાદ રાજા પોતાના આસન પર બેસવા માટે પાછા વળે ત્યારે🐾🐾 પાછા પગે ચાલે જેથી જ્યોર્જ પંચમને
પીઠ ન જોવી પડે અને એનું માન જળવાય.*

*👑👑👑મહારાજા ભગવતસિંહની મુલાકાત પુરી થઇ એટલે એ તો તુંરત જ પીઠ ફેરવીને પોતાની જગ્યાએ બેસવા ચાલતા થયા. જ્યોર્જ પંચમ સહીત બધાને અપમાન જેવુ લાગ્યુ. પણ મહારાજા ભગવતસિંહે કહ્યુ , 🤴" જ્યોર્જ પંચમ રાજા હોય તો હું પણ રાજા જ છું અને જો હું પાછા પગે ચાલુ તો મારા ગોંડલ રાજ્યની પ્રજાનું અપમાન થાય માટે મારા માટે એમ કરવું શક્ય નહોતું. "*

*અમુક લોકો ને આ વાત બહુ નાની લાગતી હશે..પરંતુ હું તો ગોંડલનો વતની છું અને આ અમારા માટે બહુ ગર્વની વાત છે....*
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

2⃣બીજી વાત
*🤴👑રાજસ્થાનના અલવર રાજ્યના મહારાજા જયસિંહ એકવાર ઇંગલેન્ડ ફરવા માટે ગયેલા. એકદિવસ ફરતા ફરતા એ 🚘રોલ્સરોય કારના શો રૂમમાં જઇ
ચડ્યા.* 👳‍♂એના સાવ સામાન્ય પહેરવેશ
પરથી એમને શોરૂમમાંથી અપમાન કરીને
કાઢી મુકવામાં આવ્યા. 🙀એમને લાગ્યુ કે આ મારુ નહી પણ અલવરની પ્રજાનું અપમાન છે.

*👑રાજા જયસિંહ ત્યારે તો પાછા આવી ગયા પણ પછી એમણે એક નહી 4 રોલ્સરોય કાર ખરીદીને 👤અલ્વર નગરપાલિકાને આપી અને સુચના આપી કે આ કારનો ઉપયોગ રોડ પરનો કચરો ઉપાડવા માટે કરવાનો છે. ધીમે ધીમે આ વાત વિશ્વમાં બધે ફેલાવા લાગી.*

➖લોકો રોલ્સરોયનો પરિચય
કચરો ઉપાડવાની ગાડી તરીકે આપવા લાગ્યા.

🔷➖જે લોકો આ કાર વાપરતા હતા એમણે કંપનીને આ બાબતે કંઇક કરવા દબાણ કર્યુ.

🔶🔘કંપનીની કારનું વેચાણ પણ ઘટવા લાગ્યુ. છેલ્લે રોલ્સરોય કંપનીએ
રાજા જયસિંહની 📝લેખીતમાં માફી માંગી અને જેટલી કાર ખરીદી હતી એટલી જ બીજી કાર ભેટ તરીકે આપી.👏

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*


🔑💥🔑💢💥💢💥💢💥🔑💢
*1911માં જ્યોર્જ પંચમ દીલ્હી આવેલા મે આની સંપૂર્ણ વાત મે મારા અગાઉ લેખ માં કરેલી...અત્યારે મારે દેશની પ્રજાના સન્માનની બે નાની અને છતાય મોટી સત્ય ઘટનાની વાત કરવી છે..*
🤴👑👑🔑👑🔑👑🔑👑💥👑🔑
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

*પ્રથમ સત્ય ઘટના*

1911માં જ્યોર્જ પંચમ દીલ્હી આવેલા. તમામ નાના-મોટા રાજાઓને મળવા માટે બોલાવેલા.

*👑ગોંડલના મહારાજા ભગવતસિંહજી પણ દીલ્હી ગયા હતા. જ્યોર્જ પંચમના દરભારમાં એક પછી એક રજવાડાના રાજા જ્યોર્જ પંચમના સિંહાસન પાસે જાય. જ્યોર્જ પંચમ સાથે તેનો પરિચય કરાવવામાં આવે અને પરિચય બાદ રાજા પોતાના આસન પર બેસવા માટે પાછા વળે ત્યારે🐾🐾 પાછા પગે ચાલે જેથી જ્યોર્જ પંચમને પીઠ ન જોવી પડે અને એનું માન જળવાય.*

*👑👑👑મહારાજા ભગવતસિંહની મુલાકાત પુરી થઇ એટલે એ તો તુંરત જ પીઠ ફેરવીને પોતાની જગ્યાએ બેસવા ચાલતા થયા. જ્યોર્જ પંચમ સહીત બધાને અપમાન જેવુ લાગ્યુ. પણ મહારાજા ભગવતસિંહે કહ્યુ , 🤴" જ્યોર્જ પંચમ રાજા હોય તો હું પણ રાજા જ છું અને જો હું પાછા પગે ચાલુ તો મારા ગોંડલ રાજ્યની પ્રજાનું અપમાન થાય માટે મારા માટે એમ કરવું શક્ય નહોતું. "*

*અમુક લોકો ને આ વાત બહુ નાની લાગતી હશે..પરંતુ હું તો ગોંડલનો વતની છું અને આ અમારા માટે બહુ ગર્વની વાત છે....*
*✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ) યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

2⃣બીજી વાત
*🤴👑રાજસ્થાનના અલવર રાજ્યના મહારાજા જયસિંહ એકવાર ઇંગલેન્ડ ફરવા માટે ગયેલા. એકદિવસ ફરતા ફરતા એ 🚘રોલ્સરોય કારના શો રૂમમાં જઇ ચડ્યા.* 👳‍♂એના સાવ સામાન્ય પહેરવેશ
પરથી એમને શોરૂમમાંથી અપમાન કરીને
કાઢી મુકવામાં આવ્યા. 🙀એમને લાગ્યુ કે આ મારુ નહી પણ અલવરની પ્રજાનું અપમાન છે.

*👑રાજા જયસિંહ ત્યારે તો પાછા આવી ગયા પણ પછી એમણે એક નહી 4 રોલ્સરોય કાર ખરીદીને 👤અલ્વર નગરપાલિકાને આપી અને સુચના આપી કે આ કારનો ઉપયોગ રોડ પરનો કચરો ઉપાડવા માટે કરવાનો છે. ધીમે ધીમે આ વાત વિશ્વમાં બધે ફેલાવા લાગી.*

➖લોકો રોલ્સરોયનો પરિચય
કચરો ઉપાડવાની ગાડી તરીકે આપવા લાગ્યા.

🔷➖જે લોકો આ કાર વાપરતા હતા એમણે કંપનીને આ બાબતે કંઇક કરવા દબાણ કર્યુ.

🔶🔘કંપનીની કારનું વેચાણ પણ ઘટવા લાગ્યુ. છેલ્લે રોલ્સરોય કંપનીએ
રાજા જયસિંહની 📝લેખીતમાં માફી માંગી અને જેટલી કાર ખરીદી હતી એટલી જ બીજી કાર ભેટ તરીકે આપી.👏

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
➖➖➖🇮🇳🇮🇳🇮🇳➖➖🇮🇳➖➖
થોડું વધારે પણ અગત્યનું

*“ભગા બાપુ”ના હુલામણા નામથી ઓળખાતા આ રાજવીએ એમના શાસનકાળ દરમ્યાન લોકકલ્યાણના એવા અદભૂત કામ કર્યા હતા જે આજની લોકશાહી કરતા એ સમયની રાજાશાહીને ગોંડલ રાજ્યની પ્રજા વધુ પસંદ કરે.*

*👑સર ભગવતસિંહજીએ એમના શાશનકાળ દરમ્યાન કન્યાકેળવણી ફરજીયાત બનાવી હતી. કોઇ દિકરી શાળાએ ભણવા ન જાય તો એના પિતાને ચાર આના(તે સમયે આખા દિવસની મજૂરી) દંડ કરવામાં આવતો. આજે ગોંડલ રાજ્યની કોઇ વૃધ્ધા તમને અભણ જોવા નહી મળે.ભગા બાપુ સ્ત્રી સ્વાતંત્ર્યના એવી હિમાયતી હતા કે આઝાદી પહેલાના એ સમયે એમણે એના અંગતમદદનિશ તરીકે જમનાબાઇ નામની સ્ત્રીને નિમણૂંક આપી હતી.*

*👑ભગા બાપુ હંમેશા દેશી પહેરવેશ જ પસંદ કરતા. એકવખત કોઇએ એને વિદેશી પહેરવેશ માટે વાત કરી ત્યારે ભગાબાપુએ કહેલુ કે હું વિદેશી પહેરવેશ અપનાવું તો પછી મારો ગામડાનો ખેડુ દીલ ખોલીને મારી સાથે વાત ન કરી શકે. પહેરવેશને કારણે અમારા બંને વચ્ચેનું અંતર ખૂબ વધી જાય. મારે પ્રજા અને રાજા વચ્ચેનું અંતર વધારવું નથી પણ ઘટાડવું છે.(ફોટામાં જોવા મળે છે એ પહેરવેશ તો માત્ર પ્રસંગોપાત જોવા મળતો).*

*👑👑કોઇ કલ્પના પણ કર શકે કે પ્રજા પાસેથી વેરો લીધા સિવાય રાજ્ય ચલાવી શકાય ? ભગવતસિંહજીએ ગોંડલને વેરામૂક્ત રાજ્ય બનાવેલું. રાજયની તિજોરીમાંથી ખોટી રીતે એક આનો પણ ન ખર્ચાય એની આ રાજવી પુરી તકેદારી રાખતા. એકવખત ટાંચણેના ભાવમાં ઉછળો આવ્યો ત્યારે ટાંચણી ખરીદવાના બદલે એણે બાવળની શૂળો વાપરવા માટેની કચેરીને સુચના આપેલી અને જ્યાં સુધી ટાંચણીના ભાવ ન ઘટ્યા ત્યાં સુધી બાવળની શૂળોથી કામ ચલાવ્યુ. ગોંડલ રાજ્યમાં પધારતા મહાનુભાવોને પણ મહારાજા સાહેબ એની રહેવા જમવાની વ્યવસ્થા કરવા બદલ બીલ આપતા હતા. મહાત્મા ગાંધી, બિટીશ વાઇસરોય અને ગુરુવર રવિન્દ્રનાથ ટાગોરને પણ આવા બિલ ભરવા માટે શરમ કે સંકોચ વગર જણાવી દીધુ હતું.*

*👑👑મહારાજા સાહેબ માટે એમના સંતાનો અને પ્રજા સરખા જ હતા. પ્રજાને પણ એ સંતાનની જેમ જ સાચવતા. ગોંડલ રાજ્યના તમામ ગામડાઓમાંથી રાત્રે ‘સબસલામત’નો પોલીસ પટેલનો ટેલીફોન આવી જાય પછી જ બાપુ આરામ કરવા માટે જતા.( તે સમયે ગોંડલમાં ટેલીફોન લાઇન, રેલ્વે, અંન્ડર ગ્રાઉન્ડ ઇલેટ્રીસીટી અને ગટરની વ્યવસ્થા મહારાજા સાહેબે કરાવી હતી).*

*🙀👑👑પ્રજાની નાની-નાની મુશ્કેલીઓને પણ બહુ મહત્વ આપતા. એકવખત એક ડોશીએ ભગવતસિંહજીને ભારો ચડાવવા માટે વિનંતી કરી. પોતાનો કોઇ પરિચય આપ્યા વગર એમણે સામાન્ય માણસની જેમ ડોશીમાંના માથા પર ભારો મુક્યો. ડોશીએ એ વખતે કહ્યુ
કે ભગાબાપુ અમને ‘થાકલા’ બનાવી દે તો કોઇની મદદની જરૂર ન પડે. મહારાજા સાહેબે ડોશીમાં પાસેથી 🛡‘થાકલા’ 🛡એટલે શું એ સમજી લીધુ અને પછી રાજ્યના મુખ્ય ઇજનેરને બોલાવીને રાજ્યના તમામ રસ્તાઓ પર એક માઇલના અંતરે આવા થાકલા ઉભા કરી આપવાની સુચના આપી.( આજે પણ અમુક જગ્યાએ આ થાકલાઓ જોવા મળે છે. જેમાં માણસની ઉંચાઇના બે મોટા પથ્થરોની ઉપર એક ત્રીજો પથ્થર મુકેલો હોયે જેના પર ભારો મુકીને મુસાફર આરામ કરી શકે અને જ્યારે એને જવુ હોય ત્યારે ભારો ચડાવવા માટે કોઇ મદદગારની જરુર જ ન પડે)*

*📌🛡📌પુનાની ફર્ગ્યુશન કોલેજમાં દાન આપવાનું હતુ ત્યારે તે લોકોએ કોલેજના કોઇ એક વિભાગને મહારાજા સાહેબ કે એમના પરિવારનું નામ આપવાની દરખાસ્ત મુકી. મહારાજા સાહેબે કહ્યુ કે આ મારી પ્રજાના પૈસા છે મારા નામની કોઇ જરૂર નથી પણ અભ્યાસ માટે મારા રાજ્યના વિદ્યાર્થીઓ માટે થોડી બેઠક અનામત રાખો. આજે પણ ફરગ્યુશન કોલેજમાં ગોંડલ રાજ્યના વિદ્યાર્થીઓ માટેની બેઠક અનામત છે.*

*🏛🔷🔶ભગાબાપુ જે બાંધકામ કરાવતા એ તમામ બાંધકામના કોન્ટ્રાકટર પાસે બોંડ સાઇન કરાવતા અને જો વર્ષો સુધી તેનું મેઇન્ટેનન્સ કરવાની જવાબદારી પણ કોન્ટ્રાકટરના માથે નાંખતા. બાંધકામ કેવુ થયુ છે એની ચકાસણી ખૂદ મહારાજા સાહેબ પોતે કરતા અને જો બાંધકામ સહેજ પણ નબળું લાગે તો ચલાવી ન લેતા.*

*મિત્રો હું યુવરાજસિંહ જાડેજા ગોંડલની પવિત્ર ભૂમિ પરથી જ આવું છું અને ભગવતસિંહજી વિશે જેટલી વાત કરીએ એટલી ઓછી છે.*
☑️🏛☑️🏛☑️🏛☑️🏛☑️🏛☑️
૧૦૬ વર્ષ પૂર્વેના આ પ્રસંગને ધ્યાને લઇ આ ગીત વિશે અમુક લોકો ખોટી અફવાઓ ઉડાવતા જણાય છે પરંતુ આ પ્રસંગની ત્રીજી એકવાત પણ જાણવા જેવી છે. --બ્રિટનના રાજા જ્યોર્જ જ્યારે ભારત આવ્યા ત્યારે ભારતમા તેમનુ શાહી સ્વાગત કરવામા આવ્યુ હતુ આ પ્રસંગે ભારતના દેશી રજવાડાઓના લગભગ દરેક રાજાઓને પણ આમંત્રિત કરવામા આવ્યા હતા અને તે દરેક રાજાઓ પોતાની વિશિષ્ટ વેશભૂષામા ત્યા હાજરી આપવા આવ્યા હતા.❇️❇️🎲🎲🎯🎯 આ પ્રસંગે સયાજીરાવ ગાયકવાડ એવા રાજા હતા જેઓને મન આ પ્રસંગ એકદમ સામાન્ય હતો અને તેથી જ તેઓ આ સામાન્ય પ્રસંગને અનુરુપ એકદમ સામાન્ય વેશભૂષામા ત્યા હાજર રહ્યા હતા. આ પ્રસંગમા તમામ રાજવીઓએ રાજા જ્યોર્જ પંચમ તથા રાણી મેરીને મળી જ્યારે પાછા વળતી વેળાએ પાછળ ફર્યા વિના જ પાંચ-સાત ડગલા પાછળ ચાલીને જવાનુ બ્રિટિશ અધિકારીઓ દ્વારા શીખવવામા આવ્યુ હતુ પરંતુ સયાજીરાવ ગાયકવાડ પોતાની આદત મુજબ જ પોતાની છડી (લાકડી) ફેરવતા ફેરવતા જ રાજા જ્યોર્જને મળવા ગયા અને લુખ્ખુ અભિવાદન કરી અને ત્યાથી નિકળી ગયા હતા. જો કે પાછળથી તેઓ માટે જબરો વિરોધ ફેલાયો હતો અને બ્રિટિશ સરકારે તેઓને પદભ્રષ્ટ કરવાનો પણ નિર્ણય લીધો હતો પરંતુ વડોદરા સ્ટેટમા તેઓની લોકપ્રિયતાને જોતા આવુ કઇ થઇ શક્યુ નહી

*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:

Post a Comment