Wednesday, April 10, 2019

ચંપારણ સત્યાગ્રહ ---- Champdh Satyagraha

જ્ઞાન સારથિ, [11.04.17 20:52]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
🔆💢🔆💢🔆💢🔆💢🔆💢🔆
ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી
 🔆💢🔆💢🔆💢🔆💢🔆💢🔆


🚩ચપારણ સત્યાગ્રહની શતાબ્દી પર ફરી સત્યના આગ્રહી બનીશું. ભ્રષ્ટાચાર કાળા ધન સામેની લડાઈ અટકાવાશે નહીં: પીએમ

🚩The Prime Minister Shri Narendra Modi will inaugurate an exhibition titled “Swachhagraha – Bapu Ko Karyanjali – Ek Abhiyan, Ek Pradarshani” in the national capital on 10-04-2017 to mark the 100 years of Mahatma Gandhi’s first experiment of Satyagraha in Champaran. He will also launch an ‘Online Interactive Quiz’ at the event which is being organized by the National Archives of India.

🚩 ચપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ વગેરેમાં મહાત્મા ગાંધીના વિચારોની ઊંડી છાપ હતી.



🚩 ચપારણ સત્યાગ્રહ એવો હતો કે જેમાં મહાત્મા ગાંધીનું સંગઠન કૌશલ્ય, જનતાની નસને ઓળખવાની શક્તિ, નાનામાં નાની વ્યક્તિને સંઘર્ષ માટે સંગઠિત કરવાની અદ્ભુત શક્તિના દર્શન કરાવ્યા હતા.
🚩  - સાર્વજનિક સત્યાગ્રહની શરૂઆત કેવી રીતે કરી શકાય તે જાણવા માટે ચંપારણ સત્યાગ્રહ એક અધ્યયનનો વિષય છે.
🚩  - અંગ્રેજો ક્યારેય સમજી જ ન શક્યા કે ગાંધીના વિચારો શું છે, તેમની રીતભાત શું છે. એક અદ્ભુત બેલેન્સ ગાંધીજીની કાર્યશૈલીમાં હતું. આજે ચંપારણ સત્યાગ્રહની શતાબ્દી છે મનાવી રહ્યો છે દેશ.
🚩  - બાપુએ સ્વરાજથી સુરાજની ભાષા શીખવાડી છે. સર્વજન હિતાય સર્વજન સુખાયનો મંત્ર આપ્યો.
  સ્વતંત્રતાની સમગ્ર આંદોલન યાત્રામાં આ એક મોટો વળાંક હતો.


🀄️🀄️🔆અગ્રેજોને હાંકી કાઢવા અને દેશની આઝાદી માટે અનેક સત્યાગ્રહો થયા. પરંતુ આ સત્યાગ્રહની શરૂઆત થઈ બિહારના ચંપારણથી.

🚩 આ જ તો કાળખંડ હતો જયારે આઝાદીની ઝંખના, તેની તીવ્રતા, તેનો વ્યાપ વધતો જ જઇ રહ્યો હતો. એક તરફ ભગતસિંહ, સુખદેવ,રાજગુરૂ જેવા વીરોએ સશસ્ત્ર ક્રાંતિ માટે અનેક યુવકોને પ્રેરણા આપી હતી તો આજથી બરાબર સો વર્ષ પહેલાં 10 એપ્રિલ 1917ના રોજ મહાત્મા ગાંધીએ ચંપારણ સત્યાગ્રહ કર્યો હતો. આ ચંપારણ સત્યાગ્રહની શતાબ્દિનું વર્ષ છે. ભારતની સ્વતંત્રતાના આંદોલનમાં ગાંધીવિચાર અને ગાંધીશૈલી, તેનું પ્રગટરૂપ પહેલીવાર ચંપારણમાં નજરે પડ્યું હતું.

🚩 આઝાદીની લડતનો ગાંધીજીનો ભારતમાં આવ્યા પછીનો પહેલો ખેડૂત સત્યાગ્રહ હતો. જેના થકી ગાંધીજીએ ખેડૂતોએ પણ દેશની અન્ય પ્રજા સાથે જોડયા. ચંપારણથી ગાંધીજી દેશભરમાં વધુ પ્રચલિત અને સ્વીકૃત થયા. આમ ચંપારણના ખેડૂતોના પ્રશ્નોથી ગાંધીએ દેશમાં આઝાદીના જંગનો આરંભ કર્યો.

🚩 ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સત્યાગ્રહનો પ્રયોગ ગાંધીજીએ સૌ પ્રથમ વખત બિહારના ચંપારણ જિલ્લામાં કર્યો હતો.

🚩 ચપારણમાં સત્યાગ્રહ સૌ પ્રથમ ચાલુ થયો પણ "સત્યાગ્રહ " નામનો વપરાશ રોલેટ એક્ટના વિરોધ સમયે શરૂ થયો.

🚩ચપારણ સત્યાગ્રહથી નહેરૂ, સરદાર અને ડો. રાજેન્દ્ર પ્રસાદ જેવા અનેક નેતાઓ ગાંધીથી આકર્ષાયા, પ્રભાવિત થયા.

🚩ચપારણ જનક રાજાની ભૂમિ છે. ચંપારણમાં જેમ આંબાનાં વન છે તેમ ત્યાં સને ૧૯૧૭માં ગળીનાં ખેતરો હતાં.  પોતાની જ જમીનના ૩/૨૦ ભાગમાં ખેડૂતો ગળીનું વાવેતર તેના મૂળ માલિકો માટે કરવા કાયદાથી બંધાયેલા હતા. એક એકર એટલે કે વીસ કઠા જમીનમાંથી ત્રણ કુંઠાનું વાવેતર તે તીનકઠિયાનો રિવાજ કહેવાતો. વીસ કઠાનો ત્યાંનો એક એકર ને તેમાંથી ત્રણ કઠાનું વાવેતર એનું નામ તીનકઠિયાનો રિવાજ.

🚩લખનૌના કોંગ્રેસ અધિવેશનમાં ચંપારણના ખેડૂત રાજકુમાર શુક્લે ગાંધીજીને ચંપારણના ખેડૂતોની દશા વિશે વાત કરી. ગળીની ખેતી માટે ખેડૂતોને વળતર અપાતું તે સાવ નજીવું હતું અને ખેડૂત ગળીની ખેતી ન કરે તો તેને દંડ ભરવો પડતો હતો.
🚩ગળીના કારણે અનાજનું ઉત્પાદન ઘટતાં વારંવાર દુકાળની સ્થિતિ સર્જાતી હતી. ખેડૂતો પર દમન ગુજારાતો હતો. ગાંધીજી રાજકુમાર શુક્લ, કૃપલાની અને વ્રજકિશોર બાબુ મુઝફ્ફરપુર ખાતે કૃપલાનીને ત્યાં મળ્યા.
🚩ત સમયે રાજેન્દ્ર બાબુ ને વ્રજકિશોર બાબુ ગળીના ખેડૂતોના કેસો લડીને તેમને મદદરૂપ થતા હતા.

(સંપૂર્ણ માહિતી PDF માં)

✍️✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment