🔶🔷♦️⭕️🔶🔷♦️⭕️🔶🔷♦️
*🐾🐾દીપચંદભાઇ ગાર્ડી🐾🐾*
🔶🔷⭕️✅🔶🔷👇✅🔶🔷⭕️
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ (યુયુત્સુ) ૯૦૯૯૪૦૯૭૨૩*
દીપચંદભાઈ ગાર્ડી (એપ્રિલ ૨૫, ૧૯૧૫ - જાન્યુઆરી ૭, ૨૦૧૪) જાણીતા દાનવીર હતા.
જન્મની વિગત👉 એપ્રિલ ૨૫, ૧૯૧૫
પડધરી
મૃત્યુની વિગત 👉જાન્યુઆરી ૭, ૨૦૧૪
મુંબઈ
અભ્યાસનું સ્થળ👉 ઈંગ્લેન્ડ
તેમનો જન્મ રાજકોટ જિલ્લાનાં પડધરી ગામમાં થયો હતો. એમણે ત્રણ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી.
ભાવનગરમાં ફઇના ઘરે રહીને પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ એમણે માધ્યમિક શિક્ષણ સુરેન્દ્રનગરમાં મેળવ્યું હતું. અભ્યાસમાં તેજસ્વી હોવાના કારણે એમને સ્કોલરશીપ મળતી. ઇંગ્લેંડ જઇને બેરીસ્ટર થયા પછી એમણે મુંબઇને પોતાની કર્મભૂમિ બનાવ્યું હતું.
તેમનો દેહાંત ૯૯ વર્ષની વયે મુંબઇ ખાતે થયો હતો.
*કારકિર્દી અને અન્ય માહિતિ *
🎯ગુજરાત વિશ્વકોષના ખંડ ૪ જેની પ્રથમ આવૃત્તિ ૧૯૯૨માં પ્રકાશીત થઈ હતી તે દિપચંદભાઇ ગાર્ડીને સમર્પિત છે.
શીલભદ્ર શ્રેષ્ઠી- સંસ્કૃતિ પૂજક ડો. દિપચંદભાઇ સવરાજભાઇ ગાર્ડી : ગાર્ડી સાહેબ વારંવાર કહેતા કે સંપતિના ત્રણ જ ઉપયોગ છે દાન ભોગ અને નાશ તેથી જ મે શ્રેષ્ઠ વિકલ્પ દાન સ્વીકાર્યુ
સંપત્તિ ઉપાર્જન માટે ગાર્ડીજી સાધન શુધ્ધીના આગ્રહી હતા ખોટા માર્ગેથી સંપતિ ન આવે તે માટે હંમેશા ચોકસાઇ રાખતા શેરીના થાંભલે લટકતો બલ્બની રોશની વડે અભ્યાસ કરનાર દીપચંદભાઇ ગાર્ડીએ સમાજમાં અનેરો પ્રકાશ પ્રાથર્યો ડો. ગાર્ડીની માંડવરાયજીને પ્રાર્થના... હે માંડવરાયજી મને નિત્ય હજારેક રૂપિયાનું દાન કરી શકું એવો ધનવાન બનાવજો : ૧ હજારથી દાનની શરૂઆત કરી દરરોજનું ૧ કરોડનું દાન કરતા... ૪ વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર દીપચંદભાઇ ગાર્ડી સંપત્તિવાન થયા બાદ સમાજનું છત્ર બની ગયા કતલખાને જતી ગાયોને બચાવવી ગૌશાળા-પાંજરાપોળમાં માંદા પશુઓ માટે અવિરત દાન અને ઢોરને પોષણ આહાર મળે તે માટે દાનવીરના અનેક પ્રકલ્પો
*શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે સતત ઉદાર સખાવતો અને દાનનો પ્રવાહ વહેવડાવી ભારતના ‘ભામાશા' તથા ‘શલાકા પુરુષ' રહેલા શ્રી દીપચંદભાઇ સવરાજભાઇ ગાર્ડીનો જન્મ દિનાંક રપ-૪-૧૯૧પના સૌરાષ્ટ્રના પડધરી (જિલ્લો-રાજકોટ) મુકામે થયેલો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ ધડરી-વાંકાનેર તેમજ જયાં ગાંધીજીએ શિક્ષણ પ્રાપ્ત કર્યું તેવી ભાવનગરની શામળદાસ કોલેજમાંથી પ્રિકોલેજ કર્યા પછી ઉચ્ચ શિક્ષણ માટે મુંબઇ ગયા. ત્યાંથી બી.એસ.સી. અને એલએલ.બી.ની પદવી મેળવ્યા પછી મુંબઇમાં વકીલાત શરૂ કરીને, મુંબઇને જ કર્મભૂમિ બનાવી. બે વર્ષ સુધી પ્રેકટીસ કર્યા પછી ‘બાર એટ લો'ની પદવી મેળવવા માટે ઇંગ્લેન્ડ ગયેલા.*
*ચાર વર્ષની શિશુ વયે જ પિતાની છત્રછાયા ગુમાવેલી. સંપત્તિવાન બન્યા પછી સમાજના છત્ર બની રહ્યા, આધાર બની રહ્યા. અભ્યાસકાળ દરમ્યાન ફૈબાને ત્યાં રહીને ભણ્યા, પણ પછી પ્રાપ્ત થયેલી લક્ષ્મીને સરસ્વતીના પૂજન-અર્ચન માટે જ વહેવડાવી, સ્ટ્રીટ લાઇટને અજવાળે વિદ્યાભ્યાસ કરેલી વ્યકિત સમાજ માટે પ્રકાશ પાથરનારી બની રહે એનું તેજસ્વી ઉદાહરણ દીપચંદભાઇ ગાર્ડીએ પૂરૂં પાડયું છે.*
*નીતિમત્તા અને નિષ્ઠાપૂર્ણ વ્યકિતત્વ, પરમ ધાર્મિક અને કરૂણાસભર પ્રકૃતિ તથા કર્મઠ અને કઠોર પરિશ્રમી માનસ જેવા ગુણોથી અને વિનમ્ર, સરળ, સાદગીપૂર્ણ જીવન જીવીને અનેક બુદ્ધિજીવીઓ, વિદ્વાનો તથા રાજકીય પ્રતિભાઓમાં આદરભર્યું સ્થાન-માન પ્રાપ્ત કરનાર દીપચંદભાઇ ગાર્ડીનું વીસમી સદીના ઉત્તરાર્ધના ભારતના વિકાસમાં બહુ મોટું યોગદાન છે.*
🗣🗣🗣દીપચંદભાઇ ગાર્ડી અવારનવાર કહે છે કે, સંપત્તિના ત્રણ જ ઉપયો છેઃ દાન, ભોગ અને નાશ. આમાંનો શ્રેષ્ઠ વિકલ્પ તેમણે સ્વીકાર્યો છે. તે છે ‘દાન'.
સંપત્તિ ઉપાર્જન માટે પણ તેઓ ‘સાધન શુદ્ધિ'ના આગ્રહી રહ્યાં છે. ખોટા માર્ગથી સંપત્તિ ન આવે તે માટે તેઓએ સદાય ચોકસાઇ રાખી છે.
૯૯ વર્ષની વયે પણ સદા સ્વસ્થ રહી નાનામાં નાના માણસને પણ પૂરતો સમય આપીને તેઓ સાંભળે છે. ઘણી વખત તો રાત્રીના માત્ર બે કલાક જ આરામ લઇને પણ તેઓ દાનગંગા વહેવડાવે છે. યાચકને તેઓ માર્ગદર્શક ગણાવે છે. કયાં દાનની જરૂર છે તે માટેનો રસ્તો યાચક બતાવે છે. આમ કહી તેઓ વિનમ્રતાનું અજોડ ઉદાહરણ પૂરૂં પાડે છે.
છેલ્લાં ત્રીસ વર્ષોથી તેઓએ માત્ર દાન આપવાની પ્રવૃત્તિને જ પૂર્ણકાલીન પ્રવૃત્તિ બનાવેલી છે.
શિક્ષણક્ષેત્રે સૂઝપૂર્ણ અને વૈવિધ્યપૂર્ણ અનુદાનઃ
*ભારતના ખાસ કરીને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, બિહાર, ઓરિસ્સા અને આસામ જેવાં છ-સાત વિકાસશીલ રાજયોએ જે કંઇ શૈક્ષણિક અને આરોગ્ય ક્ષેત્રે પ્રગતિ કરી છે, સિદ્ધિ હાંસલ કરી તેમાં દીપચંદભાઇનું યોગદાન સવિશેષ છે. તેમણે જાતે જોયું અને અનુભવ્યું કે સમાજની પાયાની આવશ્યકતા શિક્ષણ અને આરોગ્ય છે. એકાદ વિદ્યાલય ખૂલે છે અને સમાજનો બહુ મોટો વર્ગ શિક્ષણાભિમુખ બનીને પ્રગતિ કરી શકવા સમર્થ બની શકે છે. એનામાં પડેલી વિકાસની શકયતા અને ક્ષમતાને બળ પૂરૂં પાડનારૂં પરિબળ દીપચંદભાઇ બની રહ્યા છે.*
બાલ્યાવસ્થામાં મૂળી (જિલ્લો-સુરેન્દ્રનગર)ના પ્રખ્યાત માંડવરાયજીના મંદિરે દર્શન કરીને તેમણે પ્રાર્થના કરેલી કે હે, ‘‘પરમાત્મા! મને નિત્ય હજારેક રૂપિયાનું દાન કરી શકું એવો ધનવાન બનાવશે.'' પણ પરમકૃપાળુ પરમાત્મા માંડવરાયજીએ એમને એવા અને એટલા ધનવાન બનાવ્યા કે તેઓ હવે હજારનું નહીં પણ દરરોજ લાખો રૂપિયાનું દાન કરે છે અને ભવિષ્યમાં દરરોજ કરોડો રૂપિયાનું દાન કરવાની ઇચ્છા ધરાવે છે. તેમની આવી ઉદાર સખાવતોને કારણે પ૦૦ જેટલાં વિદ્યાધામોનું નિર્માણ તેમના દ્વારા શકય બન્યું છે. નાનામાં નાનું ગામડું હોય, જયાંના માણસોને કોઇ મોટા ગજાના માણસ સાથે ઓળખાણ ન હોય, પણ દીપચંદભાઇનો સંપર્ક કરે અને એમની નિરાશા ટળી જાય. જે ગામ સાથે, જે પ્રજા સાથે દીપચંદભાઇને કંઇપણ સંબંધ નથી, જયાં કયારેય એમને જવાનું નથી ત્યાં પણ નિસ્વાર્થ ભાવથી, નરી શિક્ષણ પ્રીતિથી અને માનવતાવાદી દ્રષ્ટિબિંદુથી તેઓ પોતાની સિદ્ધિલક્ષ્મીને વહાવે છે. ઉદાર અનુદાન કરે છે અને સંસ્થા સાથે પોતાનું નહીં પણ પુત્રો, પૌત્રો, પૌત્રી, પત્ની અને પુત્રવધૂઓને દાન આપવાની સતત પ્રેરણા આપવાના હેતુથી તેઓના નામ જોડીને એક વિદ્યાલયનું નિર્માણ થાય એ માટે નિર્મમભાવે સહાયભૂત થાય છે. ભારતીય સંસ્કૃતિના ઉદાર દાતાઓના, આવા કારણે, તેઓ ખરા અર્થમાં તેજસ્વી વારસદાર બન્યા છે.
પ્રાથમિકથી માંડીને પોસ્ટ ગ્રેજયુએટ અને પી.એચ.ડી. કક્ષા સુધીના શિક્ષણ માટે તેઓ અનુદાન આપતા રહ્યા છે. ઉપરાંત, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, મેડિકલ, કૃષિ, એન્જીનિયરીંગ, ફાર્મસી, આઇ.ટી.આઇ. અને પોલીટેકનીક જેવી વિદ્યાશાખાને આવરી લેતો તેમનો દાન પ્રવાહ ભારે વ્યાપક છે. કોઇપણ પ્રકારની જ્ઞાતિ, જાતી અને ધર્મના ભેદભાવ વગર સમગ્ર સમાજ માટે દાનનો પ્રવાહ વહેવડાવી રહેલ દીપચંદભાઇએ રીતે માનવ સેવાના વ્રતધારી છે. તેમની વ્યાપક ધર્મભાવના તેમને ખરા અર્થમાં આપણી ભવ્ય મહાજન પરંપરાના ઉજજવળ અને તેજસ્વી વારસદાર તરીકે સ્થાપે છે. આસામ, બિહાર અને ગુજરાતનાં આ વિદ્યાલયો માટે તેમણે પૂરી અનુકંપા, સદ્દભાવ અને સમભાવથી જે રીતે અનુદાન અર્પણ કરીને વનવાસી પ્રજાના વિકાસમાં યોગદાન આપ્યું એ તેમના સંવાદી વ્યકિતત્વનું ઊજળું ઉદાહરણ છે. મધ્ય પ્રદેશના ઉજજૈનમાં રૂપિયા સો કરોડના દાનથી અદ્યતન સુવિધા ધરાવતી મેડિકલ કોલેજ અને એ સાથે હોસ્પિટલનું નિર્માણ તથા સાથે-સાથે પેરામેડિકલ અભ્યાસક્રમો અને સંશોધન માટેનું તેમનું ઊંડી સૂઝપૂર્વકનું આયોજન સમગ્ર ભારતને સ્વનિર્ભર વિદ્યાધામ કેવું માનવ કેન્દ્રી અને સેવાકેન્દ્રી હોય એનું આદર્શ માળખું પ્રત્યક્ષ ઉદાહરણ રૂપે પૂરૂં પાડે છે.
સૌરાષ્ટ્રની શારદાગ્રામ કોલેજ હોય, મધ્ય પ્રદેશની ઉજજૈનની મેડિકલ કોલેજ હોય કે લખતરની ફાર્મસી યુનિવર્સિટીના ભારતીય સંસ્કૃતિ, જૈન એકેડેમી, હોમસાયન્સ, અંગ્રેજી, કેમેસ્ટ્રી, એમ.બી.એ., એમ.સી.એ, એડેડેમિક સ્ટાફ કોલેજ, માનવ અધિકાર ભવન આદિ વિદ્યાભવનો તેમની ઉદાર સખાવતથી બંધાયાં છે. આ બધાનું ઉત્કૃષ્ટ સ્થાપત્ય, સુવિધાપૂર્ણ અને આધુનિક ઉપકરણોથી સભર છે. સંપત્તિનો સૂઝપૂર્વક વિદ્યાક્ષેત્રે વિનિયોગ કરવાની તેમની આવી દાનવીર અને સૂઝપૂર્ણ વૃત્તિ દીપચંદભાઇને અનોખા દાનવીર તરીકેની મુદ્રા અર્પે છે. કરકસર, પણ ઉત્કૃષ્ટ ગુણવત્તા જાળવીને દ્રવ્યનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય એવી ખેવના રાખવાી એ તેમની આગવી ઓળખ છે. ઉત્તમ વિદ્યાભવનોના નિર્માણ ઉપરાંત વિદ્યાર્થીના નિવાસ માટે છાત્રાલય-હોસ્ટેલ નિર્માણ માટે પણ તેઓ પૂરા પ્રોત્સાહક રહ્યા છે. કડીનું કન્યા છાત્રાલય, બક્ષીપંચનાં છાત્રાલયો, વનવાસી વિદ્યાર્થી માટેના એમના વિસ્તારમાંનાં છાત્રાલયો, યશોવિજયજી ગુરૂકુળ-પાલીતાણા, બોયઝ હોસ્ટેલ-સોનગઢ જેવાં અનેક સુવિધાપૂર્ણ છાત્રાલયોના નિર્માણ માટે પણ પૂરા પ્રોત્સાહક રહ્યા. પોતે વેઠેલી પીડા અને અસુવિધાથી સાંપ્રત યુવાનોને છુટકારો મળે એ માટેની એમની આ સેવાકીય-વિદ્યાકીય પ્રવૃત્તિ એમની માનવતાવાદી અને વિદ્યાપ્રેમી પ્રકૃતિની દ્યતક છે. અનેક યુવાનોની કારકિર્દીના ઘડવૈયા બનીને, ભારતના તેજસ્વી વિદ્યાર્થીને વિકાસની તક પૂરી પાડીને તેમણે મોટી રાષ્ટ્રસેવા કરી છે.
વિદ્યાભવન નિર્માણ, છાત્રાલય નિર્માણ ઉપરાંત વિદ્યાકીય ઉપકરણોની સહાય પણ તેઓ કરતા રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કમ્પ્યૂટર, સેમીનાર હોલ, પીએચડી. લેબોરેટરી, રિડિંગ રૂમ અને ગ્રંથાલય કે રમતગમત અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ અંગે પણ અનુદાન ફાળવતા, જરૂરિયાતમંદને જરૂરી વિદ્યાકીય સાધન સામગ્ર પૂરી પાડનારા દાતા તરીકે તેઓ હંમેશા યાદ રહેશે. ઉપરાંત વિકલાંગ કે શારીરિક ખોડખાંપણવાળા વિદ્યાર્થીઓ માટે પણ વિદ્યા કેન્દ્રોના તેઓ જનક રહ્યા છે. આ ઉપરાંત તેઓ વિદ્યાર્થીઓને આર્થિક સહાય, વિદેશના ઉચ્ચ અભ્યાસ માટે મદદરૂપ થવા માટેની તેમની તત્પરતા તેમની નરી વિદ્યાકીય પ્રવૃત્તિની પરિચાયક છે. સંશોધન માટે અનુદાન એ પણ તેમનો દાતા તરીકેનો એક અભિનવ અભિગમ રહ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભવનનું જૈન એકેડેમી રિસર્ચ સેન્ટર, ચેન્નાઇની અહિંસા રિસર્ચ ફાઉન્ડેશન, અમદાવાદની ઇન્સ્ટિટયૂટ ઓફ જૈનોલોજી જેવી સંશોધન સંસ્થાઓ દ્વારા ઉચ્ચ પ્રકારનું સંશોધન થાય એ માટે તેઓ મદદરૂપ થતા રહ્યા છે. ઉપરાંત વિદેશમાં પીરસંવાદમાં પેપર વાંચન માટે પણ પ્રોત્સાહન આપી રહ્યા છે. પરિસંવાદોના આયોજનમાં પણ સહયોગ આપે છે. વિદ્યાર્થીઓને-વિદ્વાનોને સન્માન-પારિતોષિક માટે પણ ઉદાર દિલે સખાવત કરે છે. તેમની આવી વ્યાપક રૂપની વિદ્યાકીય શિક્ષણ ક્ષેત્રની સૂઝપૂર્વકની અને વૈવિધ્યપૂર્ણ દાન ભાવનાથી તેઓ લક્ષ્મીના કૃપાપાત્ર અને સરસ્વતી દેવીના પૂજારી તરીકે સમાજમાં ચિરસ્મરણીય રહેશે.
આરોગ્ય ક્ષેત્રે આયોજનપૂર્ણ અને ઉમદા અનુદાનઃ
ભારતની મોટી સમસ્યા આરોગ્ય વિષયક સુવિધા પ્રાપ્ત કરવી તે છે. સરકારી સહાય કેટકેટલે સ્થાને પહોંચી શકે. સમાજનો કેટલો બધો ભાગ સુવિધાથી વંચિત રહેતો હોય છે. સમાજ નીરોગી હોય, સશકત હોય માનસિક રીતે સ્વસ્થ હોય તો એ સમાજ દ્વારા જ રાષ્ટ્ર ખરા અર્થમાં વિકાસ-વિસ્તાર સાધીને રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે પહોંચાડી શકે. આવા ઉમદા વિચારથી તેમણે આરોગ્ય ક્ષેત્રે અનુદાન માટે જે આયોજન કર્યું તેમાંથી માનવમાત્ર માટેની તેમની ખેવના પ્રગટ થાય છે.
તેઓ નાત-જાતના ભેદ રાખ્યા વગર આરોગ્યધામના, હોસ્પિટલના નિર્માણ માટે જે રીતે મદદરૂપ થયા તે તેમના માનવતાવાદી વ્યકિતત્વનો પરિચય કરાવે છે. મહારાષ્ટ્રની યુસુફ મહેરઅલી સેન્ટર, ગુજરાતના આદિવાસી વિસ્તારની મુકિત રંજન હોસ્પિટલ, બિહારની પેહરબરની આંખની હોસ્પિટલ, મુંબઇની હરકીશનદાસ હોસ્પિટલ, નડિયાદની કીડની હોસ્પિટલ, અમરગઢની ટી. બી. હોસ્પિટલ, પાટણની જનતા હોસ્પિટલ જેવી પચાસ જેટલી હોસ્પિટલોના નિર્માણમાં પૂરી નિષ્ઠાથી અનુસહાય કે અનુદાન આપતા રહીને સમાજને નીરોગી બનાવવાનું બહુ મોટું સેવાકાર્ય પણ દીપચંદભાઇ બજાવે છે.
મધ્ય પ્રદેશના ઇન્દોર-ઉજજૈન જેવાં મહાનગરોમાં આરોગ્યધામો અને આરોગ્ય વિદ્યાલયો ઊભાં કરીને પોતે એકલા હાથે કરોડો રૂપિયાનું દાન આપીને એક અનોખું ઉદાહરણ પૂરૂં પાડયું છે. જૂનાગઢમાં પણ આ પ્રકારનું આરોગ્યધામ એ આરોગ્ય વિદ્યાલય મેડિકલ કોલેજરૂપે ક્રિયાશીલ બને એ માટે તેઓ પ્રયત્નશીલ છે. આવી આદર્શ અને ઉમદા સેવાભાવના તેમને આરોગ્ય ક્ષેત્રના અનોખા દાતા તરીકે સ્થાપે છે.
કોમ્યુનિટી હેલ્થ સેન્ટર,ો સરકારના આરોગ્ય કેન્દ્રનું સંચાલન કરવું, સરકારને આરોગ્ય કેન્દ્રો સ્થાપી આપવા જેવી તેમની કામગીરી પણ તેમની ઉજજવળ દાનશીલતાનું પ્રતીક છે.
આરોગ્યક્ષેત્રે ભવન નિર્માણ અને વિદ્યાલય નિર્માણ તથા સંચાલન ઉપરાંત બ્લડ બેન્કના નિર્માણ માટે તેમણે કરેલી મદદ પણ મહત્વની છે. પ્રાણી, પક્ષીઓ માટેની હોસ્પિટલનો ઉમદા વિચાર તો આવા અનુકંપાશીલ હૃદય ધરાવતા દીપચંદભાઇને જ આવે. તેમને વ્યાપક દૃષ્ટિબિંદુ અહીં પણ દૃષ્ટિગોચર થાય છે. વિવિધ પ્રકારના નિદાન કેમ્પો, બ્લડ ડોનેશનના કેમ્પો, ખાસ કરીને હાડકાં, પોલિયો, આંખ અને કેન્સર જેવા જનરલ મેડિકલ કેમ્પોનું આયોજન ઉપરાંત અસાધ્ય રોગ ધરાવતા રોગીઓને ભારે મોટી રાહત તેઓ નિયમિત રૂપે અનેક જગ્યાએ પૂરી પાડે છે. રપ૦૦૦થી પણ વધુ હૃદયરોગના, થેલેસેમિયાના અને કેન્સરના રોગથી પીડાતા દર્દીને પણ નિયમિત રૂપે તેઓ મદદ કરે છે. કોઇપણ, જનસમાજને આરોગ્ય સુવિધા પૂરી પાડનારા આવા મેડિકલ નિદાન કેમ્પોનું આયોજન કરવું હોય તો દીપચંદભાઇ અહર્નિશ સહયોગ માટે તત્પર હોય છે, બલ્કે આવી ટહેલ નાખનારાની રાહત જોતા હોય છે. તેઓની માન્યતા છે કે, ‘માનવસેવા એજ પ્રભુ સેવા'. જીવનમાં આ સૂત્રનું તેઓ નખશિખ પાલન કરતા પણ જોવા મળે છે. તેમની આ પ્રકારની આરોગ્યલક્ષી દાનવૃત્તિ દીપચંદભાઇના ઉમદા અને અનુકંપાશીલ વ્યકિતત્વની પરિચાયક છે.
આપત્તિગ્રસ્ત પીડિતો માટે અનુદાનઃ
દાનવીર દીપચંદભાઇ ગાર્ડીના વ્યકિતત્વની એક વિશિષ્ટતા એ પણ છે કે, એમને ખ્યાલ આવે કે કુદરતી આફતનો સમાજ ભોગ બનેલ છે. તો તેઓ ત્યાં પણ ચૂપચાપ પહોંચીને દાન ગંગા વહેવડાવે છે.
ઇ.સ. ૧૯૮૭માં સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળની આપત્તિ આવી પડેલ. ત્યારે તેમણે એક લાખ જેટલા ઢોરવાડાઓમાં ગાય, ભેંસ, બળદ, ઊંટ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓને સમગ્ર ગુજરાતમાં સાચવેલાં. આટલી મોટી સંખ્યામાં ગુજરાતને ગામડે-ગામડે ઢોરવાડામાં નીરણ, પાણી માટે તેમણે જે આયોજન કર્યું, કયાંય કોઇને તકલીફ ન પડે અને મદદ માટે દોડધામ ન કરવી પડે તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. પશુઓના પાલકોને ઢોરવાડામાં જ બધી મદદ મળી રહે એ માટે ખડેપગે રહીને ઉપરા ઉપરી ત્રણ-ત્રણ વર્ષ સુધી મદદ કરી એ એમની પ્રાણીપ્રીતિ અને જીવદયાનું ભારે ઉજળું ઉદાહરણ છે.
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ઉપરાંત પંખીઓ માટે ચણનું પરબનું અને અવેડાનું તેમનું આયોજન અવિરતપણે ચાલે છે. કીડીને માટે કીડિયારાની વ્યવસ્થા, માછલાને ખોરાક, કૂતરાને રોટલા મળી રહે એ માટેનું તેમનું આયોજન તેમની ખરી-નરી જીવદયા પ્રીતિ અને ખરા જૈન શ્રાવક-રેષ્ઠીની વ્યકિતમત્તાનો પરિચય કરાવે છે. કરૂણા, પ્રેમ, મુદિતા અને નિઃસ્વાર્થભાવેપ્રાણીમાત્ર પરત્વે સદ્દભાવ, સમભાવ વ્યકત કરવાનું તેમનું આવું દાનશીલ વલણ તેમના વ્યકિતત્વનું એક મહત્વનું પરિમાણ છે.
કતલખાને જતી ગાયોને બચાવવી. ગૌશાળામાં, પાંજરાપોળમાં માંદા પડેલાં પશુઓની સાર-સંભાળ માટે માત્ર આપત્તિ અને દુષ્કાળ સમયે જ નહીં, પરંતુ પછી પણ તેઓ અવિરતપણે મદદરૂપ થતા રહે છે. ગૌશાળાની પડતર જમીનમાં ઘાસનું ઉત્પાદન થાય અને ઢોરને પોષણક્ષમ આહાર મળે એ માટે પણ અનેક પ્રકલ્પોમાં તેમનું દાન છે.
પૂર પીડિતોને, વાવાઝોડા ગ્રસ્ત અને ભૂકંપ પીડિતોને પણ મોરબી, દક્ષિણ ગુજરાત, કચ્છ અને લાતુર કે ઓરિસ્સામાં તેઓ ભારે સહાયભૂત થયેલા. કચ્છના ભૂકંપ પછી ખૂબ ટૂંકાગાળામાં ૪૦૦ શાળાઓ બાંધી આપેલી. તેમનું અનુદાન આવી રીતે આપત્તિગ્રસ્તો માટે ભારે સમયસરનું, ભારે આવશ્યકતાવાળું અને ખરા અર્થમાં પરિણામદાયી બની રહ્યું છે. અનેક જીવોને બચાવનારા તેઓ એ અર્થમાં જીવનદાતા બની શકયા છે. તેમનું આપત્તિગ્રસ્તો માટેનું મનુષ્યમાત્ર અને પ્રમાણીમાત્ર માટેનું દાન ભારતીય સંસ્કૃત્તિના, જૈન મહાજન પરંપરાના તેજસ્વી તારક તરીકે તેમને સ્થાપે છે.
નિરાધારોના આધાર માટે અનુદાનઃ
શિક્ષણ, આરોગ્ય અને આપત્તિગ્રસ્તો માટે દાનની ગંગા વહેવડાવનારા દીપચંદભાઇ ગાર્ડી નિરાધારો માટે પણ ભારે સ્નેહથી, નર્યા નિઃસ્વાર્થ ભાવથી આધારરૂપ અને સહાયભૂત બની રહ્યા છે. તેમનું આ પગલું પણ તેમની દાનશીલ વ્યકિતમત્તાનું આગવું ઉદાહરણ છે. રાજકોટમાં ‘દીકરાનું ઘર' જેવું વૃદ્ધાશ્રમનું નિર્માણ તેમના મોટા અનુદાનથી શકય બન્યું. બહેરા મૂંગા શાળા કે અનાથાશ્રમના નિર્માણમાં પણ તેઓનું ભારે મોટું અનુદાન રહેલું છે.
વિધવા અને ત્યકતા બહેનોને રોજગારી મળી રહે, સ્વમાનભેર તેઓ પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે એ માટે તેઓ અનેક રીતે મદદરૂપ થતા રહે છે. કયાંય પોતાનું નામ જાહેર ન થાય એની કાળજી રાખીને અનેક નિરાધારને આર્થિક અનુદાન તેમના દ્વારા પહોંચે એવું તેમનું આયોજન તેમની ઉમદા અને ઉદાત્ત દાનવૃત્તિનું પરિચાયક છે. મોટા કલાકારો, વિદ્વાનો નિરાધાર હોય તો એમને સહાયરૂપ થઇને પોતે ઇશ્વર સેવા કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. કેટલાક સધાર્મિકને અને સમાજના છેવાડાના લોકોને સહાયરૂપ થઇને ગદ્દગદિત બનતા દીપચંદભાઇ ગાર્ડી મોટા ગજાના ગુપ્તદાનના હિાયતી છે, એવો પરિચય પણ પ્રાપ્ત થાય છે. દીપચંદભાઇનું આ માનવીય ગૌરવ જાળવીને દાન આપવાનું દૃષ્ટિબિંદુ સમાજમાં બહુ મોટો આદર્શ પૂરો પાડે છે.
વિવિધ સેવાકીય સંસ્થાઓમાં સેવા પ્રદાનઃ
તેમની દાનશીલવૃત્તિને કારણે અનેક સેવાકીય સંસ્થાઓનું અસ્તિત્વ શકય બન્યું છે. એવી બધી સંસ્થાઓમાં આર્થિક અનુદાન ઉપરાંત તેમનું અનુભવપૂત માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે. ‘ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ', ‘મહાવીર જૈન વિદ્યાલય', ગુજરાત મહાજન પાંજરાપોળ', ‘ગૌશાળા ફેડરેશન', ‘ભગવાન મહાવીર મેમોરીઅલ સમિતિ' અને ‘ભારત સરસ્વતી મંદિર સંસદ-માંગરોળ' જેવાં અનેક સંસ્થાનના પ્રમુખ તરીકેની તેઓ જવાબદારી વહન કરી રહ્યા છે. આ ઉપરાંત ‘ઇન્ટરનેશનલ જૈન એકેડેમી', ‘એમ.એસ.જે. તીર્થરક્ષા ટ્રસ્ટ', ‘શેઠ કલ્યાણજી આણંદજી પેઢી', ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ', ‘અહિંસા-ઇન્ટરનેશનલ', અખિલ હિન્દ કૃષિ ગૌસેવા સંઘ' જેવી પચાસેક સેવા સંસ્થાઓમાં-ટ્રસ્ટમાં હાલના સમયે પણ ભૂતપૂર્વ પ્રમુખ તરીકે કે ટ્રસ્ટી તરીકે તેઓ સેવાઓ આપે છે. તેમની આવી અહર્નિશ સેવાવૃત્તિ અને તેમની નિરંતર સેવાપ્રવૃત્તિ, અનેકને માટે બહુ મોટો આદર્શ પૂરો પાડે છે. પોતે દાતા હોવું અને અનેક ટ્રસ્ટોના માધ્યમથી એમની સેવાપ્રવૃત્તિમાં સમયદાન, વિચારદાન અને આર્થિક અનુદાન અર્પતા રહેવું એ એમનો આગવો ગુણ છે. દીપચંદભાઇ આવા માધ્યમથી એમના ઓજસ્વી, પ્રબુદ્ધ અને પ્રામાણિક વ્યકિતત્વનો તથા સતત ક્રિયાશીલ રહી શકવાના ખમીર, ખુમારી અને સામર્થ્યનો પરિચય કરાવે છે. દીપચંદભાઇનું આ પાસું પણ એમના વ્યકિતત્વના એક વિશેષ પાસાનો પરિચય કરાવે છે.
પરિવારજનોની સેવાકીય પ્રતિબદ્ધતાઃ
દીપચંદભાઇએ બાલ્યાવસ્થામાં જ પિતાનો આધાર ગુમાવેલો. પણ પછી જાણે કે પોતે જ માત્ર પોતાનો નહીં સમગ્ર સમાજનો આધાર બની શકે એવા સમર્થ અને શકિતશાળી બન્યા. પોતે સંચિત કરેલ દ્રવ્યનો નિજી સુખ-સુવિધાઓ માટે કે મોજ શોખમા-આનંદ પ્રમોદમાં વિનિયોગ કરવાને બદલે સમાજને મદદરૂપ થવાની માન્યતા ધારણ કરી. સ્વપ્નો નહીં પણ સર્વનો વિચાર કરનારા બન્યા. તેમની ચિંતા અને ચિંતન સમાજાભિમુખ રહ્યા. તેમનાં સંતાનોએ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કર્યો, એટલું જ નહીં પણ પિતાના પગલે ઉજજવળ કારકિર્દી પણ આરંભી. તેમના બન્ને સુપુત્રો ડો. રશ્મિકાન્તભાઇ (જી.વાય.એમ.ઇ.સી.)ની પદવી પ્રાપ્ત કરીને અમેરિકામાં પ્રેકટિસરત છે. બીજા પુત્ર હસમુખભાઇ સોલીસિટર છે અને દુબઇમાં પ્રેકટિસ કરે છે. પુત્રો, પુત્રવધૂઓ, પૌત્રો, પૌત્રીઓનું કુટુંબવૃક્ષ પિતા દીપચંદભાઇની દાનવીર પ્રવૃત્તિને પોષક અને પ્રોત્સાહક રહ્યું છે. એમના પરિવારને દાનશીલ પ્રવૃત્તિ અને સેવાકાર્યોમાં તેઓ સહજ રીતે સાંકળી શકયા એ તેમનાપારસમણિ સમાન વ્યકિતત્વનું જીવંત ઉદાહરણ છે.
પરિવારની સંપત્તિમાંથી અનેક ટ્રસ્ટીઓની રચના કરીને સેવાકીયડ પ્રવૃત્તિના ફલકને તેમણે વિસ્તાર્યું છે. કુ઼ટુંબનાં પરિવારજનો પણ એમનાં વિવિધ ટ્રસ્ટો જેવા કે (૧) શ્રી દીપચંદભાઇ ગાર્ડી ચેરીટેબલ ટ્રસ્ટ (ર) શ્રી દીપચંદભાઇ ગાર્ડી સોશ્યલ એન્ડ રિલિજિસ ચેરીટેબલ ટ્રસ્ટ (૩) શ્રી દીપચંદભાઇ ગાર્ડી રૂલ એન્ડ એનિમલ પ્રોટેકશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ (૪) સંસ્કૃતિ દીપ ફાઉન્ડેશન (પ) શ્રીમતી રૂક્ષ્મણીબહેન ગાર્ડી ચેરિટેબલ ટ્રસ્ટ (૬) શ્રીમતી રૂક્ષ્મણીબહેન ગાર્ડી ફાઉન્ડેશન, જેવાં સેવાકીય પ્રવૃત્તિનાં ટ્રસ્ટો દ્વારા સમાજમાં શિક્ષણ ક્ષેત્રે, આરોગ્યલક્ષી, જીવદયાલક્ષી, આપત્તિલક્ષી અને નિરાધારલક્ષી સેવાકીય પ્રવૃત્તિઓ અવિરતપણે ચાલે છે. આ બધામાં દૃષ્ટિ તેજ તો દીપચંદભાઇ ગાર્ડી જ છે. પોતે સ્વયં પ્રત્યેક લાભાર્થીઓના પ્રત્યક્ષ સંપર્કમાં રહે છે. વ્યકિતલક્ષી ન બનીને પણ વ્યકિતમાં-સમાજમાં રસ લઇને તેમણે જે રીતે અનુદાન પછી પણ પાછળથી એમની પૃચ્છા, ચિંતા અને મદદની ખેવના દાખવવાની પદ્ધતિ કેળવી તે તેમની દાતા તરીકેની એક વિરલ અને વિશિષ્ટ બાબત છે.
શતાયુના સીમાડે પહોંચેલી વયે પણ દીપચંદભાઇ પોતાના પૂર્વાશ્રમની અને વ્યવસાયની સિદ્ધિ-પ્રસિદ્ધિમાં પડયા વગર, કોઇપણ પ્રકારના સન્માન એવોર્ડથી પોતાની જાતને દૂર રાખનારા છે. પણ સમાજે તેમનું ભારે મોટું સમાન્ અનેકવાર એમને ખબર ન હોય તે રીતે કર્યું છે. રાજકોટમાં એમનું નાગરિક સન્માન તો અવર્ણનીય પ્રસંગ હતો. મહાવીર માર્ગના અનેક સંઘ, ફીરકારઓ, સાધુ-ભગવંતોએ એમના સન્માન કરેલા છે. દેશમાં તેઓએ રાષ્ટ્રીય અતિથિનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. જગદ્દગુરૂ શંકરાચાર્ય, પ્રમુખ સ્વામી જેવા સાધુ-સંતોએ આશિષ વરસાવી છે. ઇંગ્લેન્ડની મહારાણી એલિઝાબેથ અને પોપ પોલ જેવા ખ્રિસ્તી ધર્મના ટોચના સંતે પણ તેમને સન્માનિત કરેલા છે. ભારતના શ્રેષ્ઠ સંતો પાંડુરંગ આઠવલે, મોરારિબાપુ, રમેશભાઇ ઓઝા વગેરેના આશીર્વાદ રૂપી એવોર્ડથી વિભૂષિત દીપચંદભાઇ ભારતીય મહાજન પરંપરાના વસ્તુપાળ, મોતીશા, શાંતિદાસ, કસ્તુરભાઇ, લાલભાઇ દલપતભાઇ પરંપરાના તેજસ્વી વારસદાર તરીકે ઉદાહૃત થયા છે. તેઓ સાચા અર્થમાં ભારતના સાંસ્કૃતિક રાજદૂત છે. જાતને ઘસી નાખનારા દધીચિ પરંપરાના તેઓ અનુસંધાનરૂપ છે. તેમના માટે કહેવા છે કે તેઓ દાન કરવા માટે દાન નથી કરતા પણ પ્રાચીન ભારતની કર્ણ અને બળી રાજાની દાન પરંપરા આજે પણ જીવંત છે એની પ્રતીતિ કરાવવા માટે એક રાષ્ટ્રપુત્ર તરીકેની ફરજ બજાવી રહ્યા છે.
*આયુષ્યના દશમા દાયકાની સમીપ પહોંચેલા દીપચંદભાઇને નેવ્યાસી વર્ષની ઉંમરે પણ સ્વસ્થ અને સેવાસભર બનેલા જોવા એ સમકાલીન સમાજને તો દીપચંદભાઇ ગાર્ડી એમની ઉમદા દાન વૃત્તિ-પ્રવૃત્તિના સાક્ષી બનવાનું અને એમની સંગત સાંપડવાનું ગૌરવ અને ગર્વ લઇ શકીએ એવી વ્યકિત છે. દીપચંદભાઇ ગાર્ડ, આવા નખશિખ શીલભદ્ર શ્રેષ્ઠી અને સંસ્કૃતિના રખેવાળ દીપચંદભાઇને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ડી. લિટ.ની માનદ્દ પદવી એનાયત કરે છે. એ માત્ર ગુજરાતની જ નહીં, પરન્તુ સમગ્ર ભારતની એક સાંસ્કૃતિક ઘટના છે.*
*✍યુવરાજસિંહ જાડેજા ગોંડલ યુયુત્સુ ૯૦૯૯૪૦૯૭૨૩*

No comments:
Post a Comment