Thursday, April 25, 2019

વિશ્વ મેલેરિયા દિવસ --- World Malaria Day

જ્ઞાન સારથિ, [25.04.17 07:44]
✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻
🐝🐜🐝🐜🐝🐜🐝🐜🐝

વિશ્વ મેલેરિયા દિવસ
🐜🐛🐜🐛🐜🐛🐜🐛🐜

📨➖દર વર્ષે ૨૫ એપ્રિલ ના રોજ મેલેરિયાની જાગૃતિ લાવવા માટે વિશ્વ મેલેરિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

📨➖“મેલેરિયાની વૈશ્વિક ટેકનીકલ વ્યૂહરચના ૨૦૧૬-૨૦૩૦” અનુસાર દીર્ઘકાલીન લક્ષ્યાંકોને પહોચી વળવા વિશ્વને મેલેરિયા મુક્ત કરવા માટે આ વર્ષનો વિષય સારી પ્રગતિ માટે મેલેરિયાનો નાશ કરો.

📨➖મ  ,૨૦૧૫માં વિશ્વ સ્વાસ્થ્ય મહાસભા દ્વારા આવનારા ૧૫ વર્ષમાં વૈશ્વિક મેલેરિયાની ખામીને ઘટાડવા માટેનો ધ્યેય નિર્ધારિત કરવામાં આવ્યો છે.આ મજબુત ધ્યેયો છે :



✔️ઓછામાં ઓછા ૯૦ % મેલેરિયાના નવા કેસોનો દર ઘટાડવો

✔️ઓછામાં ઓછા ૯૦ % મેલેરિયાનો મૃત્યુ દર ઘટાડવો

✔️ઓછામાં ઓછામાં ૩૫ દેશોમાં મેલેરિયાને દુર કરવો

✔️બધા જ દેશોને મેલેરિયા મુક્ત અને તેના પુનરુત્થાન અટકાવવા માટે 

📨➖માદા એનોફિલીસ મચ્છર કરડવાના કારણે મેલેરિયા થાય છે.

📨➖ભારતમાં આખાં વર્ષ દરમ્યાન આ બિમારી જોવા મળે છે.

📨➖તમછતાં, વર્ષાઋતુના સમય પછી મચ્છર વધુ પ્રમાણમાં પ્રજનન કરે છે.

📨➖ત માત્ર ભારતમાં જ નહિ પરંતુ સમગ્ર વિશ્વમાં મૃત્યુના મુખ્ય કારણોમાંનું એક કારણ છે.

📨➖વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુંએચઓ) ના જણાવ્યા અનુસાર દક્ષિણ પૂર્વ એશિયાના મેલેરિયાના કુલ કેસોમાંથી ૭૭ % કેસો ભારતમાં નોધાય છે.વધારે મૃત્યું યુવા બાળકોમાં જોવા મળે છે.આ બિમારી રાષ્ટ્રની અર્થવ્યવસ્થામાં મોટું નુકશાન પહોચાડે છે.

📮તમારી જાતને મેલેરિયા સામે રક્ષણ મેળવવા માટેની કેટલીક વિશેષ સાવચેતીઓ:

➖મચ્છરનો કરડવાનો સમય ખાસ કરીને રાત્રીનો સમયગાળો છે તેથી એ સમય પર વિશેષ કાળજી રાખવી

➖પરોપજીવીઓનો નાશ કરવા માટે મેલેરિયા વિરોધી દવાઓનો ઉપયોગ કરો

➖તમારા ઘરની આસપાસ જ્યા મચ્છરોના પ્રજજનસ્થળો હોય તેનો નાશ કરો

➖તમારા ફળિયામાં જંતુનાશકોનો છંટકાવ કરો

➖મચ્છરદાનીની  અંદર સુવો 

➖જતુનાશકોથી બચવા માટે ક્રીમ લગાવો
આખી બાયોવાળા કપડા પહેરવાં

➖તમારા ઘરની આસપાસ તારની જાળી ફીટ કરાવો

📚વારંવાર પૂછાતા પ્રશ્નો :
❓મલેરિયાની કોઈ રસી છે ?
✔️સાંપ્રત સમયમાં, મેલેરિયાની કોઈ રસી મનુષ્યના ઉપયોગ માટે અનુમતિ આપવામાં નથી.

📮શા માટે ગર્ભવતી સ્ત્રીઓએ વિશેષ કાળજી રાખવાની જરૂર રહે છે?
➖ગર્ભવતી સ્ત્રીઓને સામાન્ય સ્ત્રીઓની તુલનામાં મેલેરિયાની વધારે  ગંભીર અસર થઈ શકે છે.
➖મલેરીયાની સાથે સાથે કસુવાવડ,ગર્ભપાત,મૃત પ્રસવ જેવા પરિણામો ગર્ભવસ્થામાં ગંભીર જોખમ ઉભુ કરી શકે છે. 

📮મલેરિયાની સારવાર કઈ છે ?
➖મલેરિયાની સારવાર કાગળ પર દવાઓ લખીને  થઈ શકે છે.
➖મલેરિયાના નિદાન અને તેની સારવારના પ્રકારોને આધાર પર નિર્ભર હોય છે જ્યાં દર્દીને કેટલો ચેપ લાગ્યો છે,દર્દીની ઉમર,દર્દી ગર્ભવતી હોય અને દર્દીની બિમારીની પરિસ્થિતિમાં કેવી સારવાર આપવામાં આવે છે તેના પર આધાર રહેલો છે.

📮મલેરિયાને કેવી રીતે અટકાવી શકાય છે ?
➖ડબલ્યુંએચઓના જણાવ્યાં અનુસાર મેલેરિયા વેક્ટર નિયંત્રણ એ મેલેરિયાના સંચરણને ઘટાડવાનો મુખ્ય માર્ગ છે.
➖વક્ટર નિયંત્રણ કરવા માટેના બે સ્વરૂપો છે,એક કીતાનાશકોને મચ્છરદાની દ્વારા રક્ષિત રહેવું અને બીજું અંદરની બાજુ માટે જંતુનાશકોનો છંટકાવ કરવો.

📮આપણા દેશમાં મેલેરિયાનું વધુ પડતું જોખમહોય તેવાં ક્ષેત્રો ક્યાં ક્યાં  છે ?
➖૨૦૦૦-૨૫૦૦ મીટરની ઉચાઈવાળા સ્થળોને છોડીને કોઈ પણ ક્ષેત્રો મેલેરિયા માટે સુરક્ષિત માનવામાં આવતાં નથી.
➖ઓરિસા, પશ્ચિમ બંગાળ, ઝારખંડ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છતીસગઢ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત & ઉત્તર-પૂર્વના રાજ્યો (સિક્કિમને બાદ કરતાં ) મેલેરિયાના જોખમવાળા રાજ્યો છે.

✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏🏻

જ્ઞાન સારથિ, [25.04.17 09:56]
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
‘વિશ્વ મેલેરીયા દિવસ’ નિમિતે – એક વિચાર…એક પહેલ

🔻🔻🔻🔻🔻🔻🔻🔻🔻

❓❓આજના આ દિવસ નિમિતે મારા કેટલાક પ્રશ્નો છે….❓❓

❓• આપણે જાણીએ છીએ કે મેલેરીયા મચ્છરોના કરડવાથી થાય છે તથા આ મચ્છર રાત્રે કરડે છે. શું આનાથી બચવા માટે આપણે કોઇ પગલા લઇએ છીએ?

❓• શું આપણે રાત્રે સુતા સમયે મચ્છરદાનીનો ઉપયોગ કરવાની કાળજી લઇએ છીએ, કે પછી અનેક તેવા બહાના બનાવીએ છીએ, જેવાકે… મચ્છરદાની તો પિંજરા જેવી લાગે… રોજ-રોજ કોણ બાંધે….. ગરમી થાય….. વગેરે..વગેરે.

❓• શું મેલેરીયા નાબુદી ફક્ત સરકારની કે આરોગ્યતંત્રની જ જવાબદારી છે?

❓• મચ્છરો ન થાય અથવા તો તેનો ઉપદ્રવ ઓછો થાય તે માટે આપણે કોઇ પહેલ કરી છે?

❓• મચ્છરોનો ફેલાવો વધારવામાં આપણો ફાળો કેટલો છે?

🔱⚜️🔱⚜️🔱⚜️🔱⚜️🔱

મિત્રો, હમણા બનેલો એક કિસ્સો આપને કહેવો છે. અમારા ઘરની સફાઇ માટે આવતા રમીલા બહેન (અત્રે નામ બદલવામાં આવ્યું છે)ની દિકરીને મેલેરીયા થયો. એકતો સામાન્ય પરિસ્થિતિ અને વધારામાં દવાખાનાનો ખર્ચો – થોડા પૈસાની જરૂર હતી તેથી મદદ લેવા માટે આવ્યા. જરૂરી મદદ કરવાની સાથે-સાથે મે તેઓને મારા ઘરમાં વધારાની પડેલી એક મચ્છરદાની ભેંટ આપી. પરંતુ તેમનો પ્રતિભાવ સાંભળી હું અવાક રહી ગયો. તેમણે કહ્યું કે “સાહેબ તમારે મચ્છરદાની જોઇએ તો મને કહો. અમને સરકાર દ્વારા અવાર – નવાર મચ્છરદાની આપવામાં આવી છે, અને એ પણ દવામાં બોળેલી. અમે તો આ બધી મચ્છરદાનીને ભેગી કરી અને ઓશિકા બનાવીએ છીએ, બાંધતા નથી. નવી-નકોર નેટ પડી છે મારા ઘરમાં” તેમના આ જવાબે મને વિચારતો કરી મૂક્યો.

🙏👉મને લાગે છે કે સરકાર પોતાનાથી બનતા પ્રયત્નો કરી રહી છે. દરેક બાબતમાં પંચાયત, નગરપાલિકા, કૉર્પોરેશન કે સરકારી વહિવટી તંત્રને દોષ દેવો ખૂબજ સહેલો છે. શું આપણી પણ કોઇ ફરજ નથી?


👉આપણા અને આપણા પરીવારના સ્વાસ્થ્ય માટે આપણે પહેલ ન કરવી જોઇએ … ?❔❔❓


⭕️♋️☯️બદલાવનો પહેલો એકડો આપણે જ ઘુંટીએ તો..!! …અને તે ખૂબ જ સહેલો છે. કમસે કમ આપણે આટલું તો કરી જ શકીએ……

 👆👉હમેશ સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ. અત્યારે મળતી મચ્છરદાની / નેટ એવી બનેલી અને ચાર ફૂટથી વધારે ઉંચી હોય છે કે તેમાં હવાની અવર-જવર સહેલાઇથી થઇ શકે છે, જેથી ગરમી થતી નથી. વળી, મચ્છરથી બચવા ઓઢવાની પણ જરૂર નહિ, “બોલે તો બિન્દાસ્ત હો કે સો જાઓ”.
🖲🚫આખી રાત કેમીકલ યુક્ત – ખર્ચાળ વિવિધ ધુપ-ધુમાડા શ્વાસમાં લેવા કરતા આ વિકલ્પ કેટલો સહેલો..!


💯⚜️બાળકોને મચ્છર ન કરડે તે માટે થોડી કાળજી રાખીએ. બાળકોને તો મચ્છરદાનીમાં જ સુવડાવીએ.

‼️❕જો વધારે મચ્છર આવતા હોય તો ઘરની બારીઓ ઉપર નેટ લગાવીએ. સાંજના સમયે મચ્છરોની ઘરમાં પ્રવેશવાની શક્યતા વધારે છે, આ સમયે વિશેષ કાળજી રાખીએ.

✅✅ ઘરમાં તથા ઘરની આસપાસ મચ્છરોની ઉત્પતી થઇ શકે તેવી જગ્યાને શક્ય હોય તેટલી સ્વચ્છ રાખીએ તથા દવાનો છંટકાવ કરીએ.

♻️☑️💠સવચ્છ ભારત મિશનમાં આટલું તો યોગદાન આપીજ શકાય કે… કમસે કમ આપણે તો ગંદકી ન જ ફેલાવીએ.

🔸🔘🔹 આપણા બાળકોને અત્યારથી જ સ્વચ્છતાના પાઠો ભણાવીએ…. જેથી ભવિષ્યના સ્વચ્છ – સુંદર ભારતનું નિર્માણ શક્ય બને.

🔶🔻🔷તાવ કે મેલેરીયાના કોઇ પણ લક્ષણો જણાય તો બેકાળજી ન રાખતા તાત્કાલીક એમ.બી.બી.એસ. અથવા એમ.ડી. ડોક્ટરની સલાહ લઇએ.


☑️☑️….અને સૌથી અગત્યની વાત,
 આ તમામ બાબતો અન્ય પાંચ મિત્રો / સબંધીઓને પણ કહીએ અને બદલાવમાં ભાગીદાર બનીએ.

⚪️⚫️🔵પરિવર્તન શક્ય છે…. બદલાવ શક્ય છે….. નાના નાના પ્રયત્નોથી આપણે જ લાવી શકીએ.

📢📢हर ‘मॉड’ विकासकी और…….!!!📢📢
આપના વિચારોને વહેંચવા તથા અન્ય મિત્રો સુધી આ સંદેશ પહોંચાડવા વિનંતી…..,

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏




No comments:

Post a Comment