Wednesday, April 3, 2019

જનરલ સામ માણેકશા --- General Sam Manekshaw

જનરલ સામ માણેકશા
🔻🔻🔻🔻🔻🔻🔻
ફિલ્ડ માર્શલ સામ માણેકશા

👮👮👮👮👮👮👮
સામ હોરમૂસજી ફરામજી જમશેદજી માણેકશા ( ત્રીજી એપ્રિલ , ૧૯૧૪ -
સત્તાવીસ જૂન, ૨૦૦૮ ) ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.

જીવનવૃતાંત

સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, ૧૯૧૪ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી
પંજાબ રાજ્યમાં આવી ગયું હતું.

માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજ માં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ ૪૦ છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.

ઈસવીસન ૧૯૩૭માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સામની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી ૨૨ એપ્રિલ ૧૯૩૯ ના વિવાહ માં પરિણામી. ૧૯૬૯ ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. ૧૯૭૩ માં તેમણે
ફીલ્ડ માર્શલ નું સન્માન પ્રદાન કરાયું.


૧૯૭૩ માં સેના પ્રમુખ ના પદ થી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટન માં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થા માં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમા માં ચાલ્યાં ગયા હતા. તેમની મૃત્યુ વેલિંગટન ના સૈન્ય રુગ્ણાલય ના આઈસીયૂ માં રાત્રે ૧૨.૩૦ વાગ્યે થઈ.

🔻🔻
👮👮માણેકશા ખુલીને પોતાની વાત કરવા વાળા હતાં. તેમણે એક બાર તત્કાલીન પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધી ને 'મૈડમ' કહવા નો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે આ સંબોધન 'એક ખાસ વર્ગ' માટે થાય છે. માણેકશા એ કહ્યું કે તેઓ તેમને પ્રધાનમંત્રી જ કહેશે.

♐️ભારતીય સૈન્યના ભૂમિદળના ભૂતપૂર્વ વડા જનરલ સામ હોરમસજી ફામની જમશેદજી માણેકશાનો જન્મ તા. ૩/૪/૧૯૧૪ના રોજ અમૃતસરમાં થયો હતો. પિતાનું નામ હોરમસજી હતું. તેમણે અમૃતસરની કોલેજમાં શિક્ષણ લીધું હતું. પિતાની જેમ તેમને ડોક્ટર થવું હતું પરંતુ દહેરાદૂનમાં ઉપડેલી ઇન્ડિયન મિલિટરી એકેડમીમાં નામ નોધાવ્યું. તેમાં પસંદગી થઇ અને તેમના જીવનની દિશા બદલાઈ ગઈ. ઈ.સ. ૧૯૩૪મ કમિશન્ડઓફિસર બન્યા બાદ કેપ્ટન બન્યા. ઈ.સ. ૧૯૪૨માં જાપાને મ્યાનમાર (બ્રહ્મદેશ) પર આક્રમણ કર્યું ત્યારે તેમણે અસાધારણશૌર્યનો પરિચય કરાવી ઘાયલ થવાનું પસંદ કર્યું. આ સમયે અંગ્રેજી સેનાપતિએ તેમના બચવાની આશા છોડી દીધી હતી. તેમનું મરણોત્તર બહુમાન કરવાને બદલે હયાતીમાં જ બહુમાન કરવાની ભાવનાથી પ્રેરાઈને ૧૭મી ડિવિઝનના કમાન્ડર મેજર જનરલ હોવાને યુદ્ધભૂમિ પર પોતાનો મિલિટરીક્રોસ માણેકશાના પોશાક પર લગાડી દીધો અને લશ્કરી ઐતિહાસિકની એક અન્ય ઘટનાને આકાર લીધો. ૨૨ ફેબુઆરી ૧૯૪૨ના રોજ યુદ્ધભૂમિ પર મિલિટરી ક્રોસ મેળવવાનું વિરલ તેમણે પ્રાપ્ત થયું હતું.


માણેકશા વતનમાં પાછા આવ્યા ત્યારે અહી ઐતિહાસિક પરિવર્તન થઇ રહ્યું હતું. દેશમાં ભાગલાના અને અંગ્રેજોની વિદાયના ભણકારા વાગી રહ્યા હતા. ભારત સ્વતંત્ર થતાં જ પાકિસ્તાને કાશ્મીર પર આક્રમણ કર્યું. તેનો જવાન આપવા માટે ફરી એક વખત માણેકશાને તક મળી.


તેમને ઈ.સ. ૧૯૬૨માં ચીની આક્રમણ વેળા નેફા મોરચે નોંધપાત્ર કામગીરી બાદ વિવાદ ઉભો થયો. 

સંરક્ષણપ્રધાન કૃષ્ણમેનન દ્વારા ત્રણ સભ્યોનું તપાસપંચ તેમની સામે નીમવામાં આવ્યું. અલબત્ત પંચે તેમણે નિર્દોષ ઠેરવ્યા અને ઘટના બાદ તેમનો અસાધારણ હિંમત, યુદ્ધનિપુણતા અને વ્યવ્સ્થાશાક્તિની કદર રૂપે તેમણે લેફ્ટનન્ટ જનરલનો હોદ્દો એનાયત થયો. ત્યારપછી તેઓ ઈ.સ. ૧૯૬૪માં જનરલ ઓફિસર કમાન્ડીંગ તરીકે લશ્કરના પશ્ચિમવિભાગના અને ઈ.સ. ૧૯૬૫માં લશ્કરમાં પૂર્વ વિભાગના વડા બન્યા.ઈ.સ. ૧૯૬૯ સુધીમાં તેઓ સેનાધિપતિ બન્યાં.

આ સૌમાં તેમની 
ઈ.સ. ૧૯૭૧ની શિરમોર કારકિર્દી ભારે યશસ્વી નીવડી બાંલાદેશના સર્જન પૂર્વ ડીસેમ્બર ૧૯૭૧માં પૂર્વ પાકિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કર સાથે ૧૨ દિવસનું યુદ્ધ ખેલીને તેમણે ભારતને વિજયી બનાવ્યું.

ગુજરાતી ઉપરાંત પંજાબી,પુશ્તો,ગોર્ખાલી, હિન્દી અને અંગ્રેજી ભાષાઓ ઉપર એમને અચ્છો કાબૂ હતો. 


તેમને 
🏆ઈ.સ. ૧૯૬૭માં’ પદ્મભૂષણ ‘ નો ખિતાબ , 🏆ઈ.સ. ૧૯૭૨માં ‘ પદ્મભૂષણ’નો
અને 
🏆ઈ.સ. ૧૯૭૦માં અમેરિકન એવોર્ડ એ 🏆ઈ.સ. ૧૯૭૯માં ‘ શક્તીપદ ઓવ નેપાળ’ એવોર્ડ મળ્યો હતો.

તેમનું અવસાન તા. ૨૭/૬/૨૦૦૮નારોજ થયું હતું.

No comments:

Post a Comment