Monday, April 8, 2019

Ramnarayan Pathak -- રામનારાયણ પાઠક

જ્ઞાન સારથિ, [08.04.17 09:48]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:

✏️🙏✏️🙏✏️🙏🙏✏️

રામનારાયણ પાઠક

📚🀄️📚🀄️📚🀄️📚🀄️📚
🎯(૮-૪-૧૮૮૭, ૨૧-૮-૧૯૫૫) : વિવેચક, વાર્તાકાર, કવિ, નિબંધકાર, પિંગળશાસ્ત્રી. જન્મ ગાણોલ (તા. ધોળકા)

👍👉‘દ્વિરેફ’, ‘શેષ’, ‘સ્વૈરવિહારી’

•  દ્વિરેફ ઉપનામથી વાર્તાલેખન
•   શેષ ઉપનામથી કાવ્યસર્જન
•  સ્વૈરવિહારી ઉપનામથી હળવા નિબંધો



👉પહેલા કાવ્યના ‘જાત્રાળુ’ અને પછીથી એક વખત પ્રયોજાયેલા ‘ભૂલારામ’ સિવાય એમણે કાવ્યો પરત્વે ‘શેષ’ ઉપનામ રાખ્યું અને પહેલા કાવ્યસંગ્રહને ‘શેષના કાવ્યો’ (૧૯૩૮) નામ આપ્યું.


👉તમનાં નામમાં બે વાર ર અક્ષર આવતો હોવાને કારણે દ્વિરેફ ઉપનામથી વાર્તાઓ પ્રગટ કરી.

👉 કાવ્યોની રચનાઓ તેમણે શેષ ઉપનામ દ્વારા કરી તેમ જ સ્વૈરવિહાર ઉપનામથી હળવી શૈલીના નિબંધો પણ લખ્યા છે.તેમ જ 'ખેમી' નવલકથા નો ઉલ્લેખ અનિવાર્ય છે.

👏👏વયવસાય👏👏

•  1911-19– અમદાવાદમાં વકીલાત
•  1920– જે.એલ. ન્યુ ઇંગ્લીશ સ્કૂલ-  અમદાવાદમાં આચાર્ય
•  1921-28– ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં  પ્રાધ્યાપક
•  1926-37– પ્રસ્થાન મસિકમાં તંત્રી
•  1935 – એસ. એન. ડી. ટી.- મુંબાઇ માં પ્રાધ્યાપ
પછી – એલ.ડી. આર્ટ્સ, ગુજરાત વિદ્યાસભા- અમ્દાવાદ અને ભવન્સ  કોલેજ – ભારતીય વિદ્યા ભવન – મુંબાઇ માં અધ્યાપક

🙌🙌🙌પરદાન📚📚

•  વિવેચન- 15, પિંગળશાસ્ત્ર – 2, સંપાદન – 10, કાવ્ય- 2, વાર્તા સંગ્રહ – 3, નાટ્ય સંગ્રહ – 1, નિબંધ સંગ્રહ – 4, પ્રમાણ શાસ્ત્ર – 1

📚📚📚મખ્ય કૃતિઓ📚📚

કવિતા – શેષનાં કાવ્યો, કાવ્ય સમુચ્ચય(સંપાદન)

વાર્તા – , દ્વિરેફની વાતો – 3 ભાગ, સ્વૈરવિહાર –  2 ભાગ,

વિવેચન –  અર્વાચીન ગુજરાતી કાવ્ય-સાહિત્ય, નભોવિહાર, સાહિત્ય વિમર્શ

અનુવાદ – ધમ્મપદ(પાલી માંથી અનુવાદ)

વ્યાકરણ – બૃહત્ પિંગળ, પ્રાચીન ગુજરાતી છંદો

સમગ્ર સાહિત્ય –  રા.વિ.પાઠક ગ્રંથાવલિ – 9 ગ્રંથો

✏️✏️જીવન 🚩🚩

પ્રસ્થાન માસિકના  તંત્રી પદે રહી સાહિત્યકારોની નવી પેઢી માટે માર્ગદર્શક
ગાંધીયુગના સાહિત્યગુરુ કહેવાયા
🚩1937-38 – કરાંચી સાહિત્ય પરિષદના પ્રમુખ
🚩1946– રાજકોટ સાહિત્ય પરિષદના પ્રમુખ
🚩1953– આકાશવાણી- મુંબાઇના સલાહકાર

🏆🔆💢🔆સન્માન🔆💢🔆🏆

🏆1956- દિલ્હી સાહિત્ય અકાદમીનું પારિતોષિક( મરણોત્તર)
🏆નર્મદ સુવર્ણચંદ્રક
🏆હરગોવિન્દ કાંટાવાલા પારિતોષિક
🏆મબાઇ સરકારનાં પારિતોષિક


📚🚩૧૯૨૩ થી ‘દ્વિરેફ’ના ઉપનામે લખાયેલી અને ત્રણ સંગ્રહોની કુલ ચાલીસ વાર્તાઓ આપનાર આ લેખકનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘દ્વિરેફની વાતો’-ભા. ૧ (૧૯૨૮) ધૂમકેતુના ‘તણખા’-મંડળ ૧ (૧૯૨૬)ની સાથે ગુજરાતી ટૂંકીવાર્તાના સ્વરૂપની દ્રઢ ભૂમિકા રચી આપી એક મહત્ત્વનું સીમાચિહ્ન બને છે.


Yuvirajsinh Jadeja:

🔻🚩ગાંધીજીના અસહકાર આંદોલનમાં મંડાણ થતાં, શાળા છોડી ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા. ૧૯૨૮ સુધી વિવિધ વિદ્યાશાખાઓના તેજસ્વી વિદ્વાનોના સંપર્કમાં પ્રમાણશાસ્ત્ર અને ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકે કામ કર્યું. ગૂજરાત વિદ્યાપીઠના અધ્યાપક તરીકે તેમ જ ‼️‘પ્રસ્થાન’ ‼️માસિકના તંત્રી (૧૯૨૫-૧૯૩૭) તરીકે તેઓ ગુજરાતની નવી સાહિત્કારપેઢીના એવા માર્ગદર્શક બન્યાં કે 🙏🙏‘ગાંધીયુગના સાહિત્યગુરુ’🙏🙏 તરીકે ઓળખાયા. વિદ્યાપીઠ છોડ્યા પછી ‘પ્રસ્થાન’ની નિઃશુલ્ક સેવા કરતાં એમણે ખાનગી ટ્યૂશનોથી આજીવિકા ચલાવી. દરમિયાન ગાંધીજીના વિવિધ સત્યાગ્રહોમાં ભાગ લઈ, એક વખત જેલ પણ વેઠી. ૧૯૩૫માં મુંબઈની એસ.એન.ડી.ટી. યુનિવર્સિટીમાં અધ્યાપક તરીકે જોડાયા ત્યારથી ૧૯૫૨ સુધી ત્યાં તથા અમદાવાદની એલ.ડી.આર્ટસ કૉલેજ, ગૂજરાત વિદ્યાસભા, મુંબઈની ભવન્સ કૉલેજ તથા ભારતીય વિદ્યાભવનમાં જુદા જુદા સમયે અધ્યાપક. ૧૯૫૩ માં આકાશવાણી મુંબઈના સલાહકાર. ૧૯૪૬માં રાજકોટ ખાતે ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ. ૧૯૫૬નું સાહિત્ય અકાદમીનું પારિતોષિક. નર્મદ સુવર્ણચંદ્રક વિજેતા. મુંબઈમાં અવસાન.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment