Saturday, May 25, 2019

નક્સલવાદ*ના 50 વર્ષ --- 50 years of Naxalism

*⚔નક્સલવાદ*ના 50 વર્ષ

💥આજે ભારતમા નક્સલવાદ મોટી સમસ્યા બની ગયો છે ત્યારે નકસલવાદ વિષે થોડુ જાણીયે

*⚔નક્સલવાદ⚔*

*👇શરૂઆત👇*
👉આજથી 50 વર્ષ પહેલા *1967 ની 25મી મે* ના દિવસે થઇ હતી

*👇ક્યાંથી ઉદભવ્યો*
*👉પચ્છિમ બંગાળના દાર્જિલિંગમા આવેલા નક્સલબારી નામના નાનકડા ગામમાથી* નકસલવાદની શરૂઆત થઇ હતી

*👇નકસલવાદનુ કારણ*
👉નક્સલબારી ખાતે વિરોધ પ્રદર્શન કરવા આવેલા ખેડુતો પર ગોળીઓ ચલાવાઇ જેમા 2 બાળકો સહિત 11 વ્યક્તિના મોત થયા હતા
👉એ પછી સરકાર સામે રોષ ફાટી નીકળ્યો હતો અને સર્વત્ર વિરોધ શરૂ થયો હતો
👉આગળ જતા આ ચળવળે હિંસક સ્વરૂપ ધારણ કર્યુ અને તેને *નક્સલવાદ નામ* મળ્યુ

*👇નકસલબારીનો હત્યાકાંડ*
👉એ જમાનામાં મોટાભાગની જમીન જમીનદારો પાસે હતી
👉જમીનદારો દ્રારા મજુરો અને ખેડુતોનુ શોષણ કરવામા આવતુ
👉જમીનદારો વગદાર હોવાથી સરકાર અને સત્તા પણ જમીનદારો ની જ પક્ષકાર હતી
👉24 મે ના દિવસે વિરોધ દરમિયાન એક ખેડૂતે તીર ચલાવ્યુ જેમા એક પોલીસનુ મોત થયુ હતુ
👉બીજા દિવસે 25 મે ના રોજ પોલિસે નક્સલબારી ગામ પર હલ્લો બોલાવીને 11 વ્યક્તિઓની હત્યા કરી દિધી હતી
👉હત્યાને કારણે આસપાસના ગામવાસીઓ પણ સરકાર સામે ગુસ્સે થઇ લડત કરવા નીકળી પડ્યા હતા

*👇વિરોધીઓને મદદ*
👉વિરોધ કરનારા સ્થાનિક લોકોને સામ્યવાદી સંગઠનો,સરકાર વિરોધી તત્વો ઉપરાંત નેપાળ અને ચીન જેવા દેશોની મદદ મળી રહી
👉મજુરી કરી જાણતા ખેડૂતો પાસે હથિયારો આવ્યા
👉એમ દાયકાઓથી શોષણ કરનારા જમીનદારો, સત્તાધિશો અને અન્યાયી સરકાર સામે આ હથિયારો સાથે વિરોધ હિંસક બનતો ગયો

*અમાર બારી*
*તોમાર બારી*
*નકસલબારી*
સુત્ર ઘણુ પ્રચલિત થયુ હતુ

*👇નક્સલવાદનો ફેલાવો*
👉તે સમયે સર્વત્ર ખેડૂતોનુ, અને ખેતમજૂરોનુ શોષણ થઇ રહ્યુ હતુ
👉જમીનદારો અને સત્તા સામે હથિયાર ઉઠાવવાની આ પરંપરા લોકપ્રિય થઇ
👉બંગાળથી શરૂ થયેલો આ વિદ્રોહ બિહાર,ઓડિસા,આંન્ધ્ર પ્રદેશ અને છેક મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો
👉નોંધ-તે સમયે છતિશગઢ મધ્ય પ્રદેશનો અને ઝારખંડ બિહારનો હિસ્સા હતા
👉એક સમયે ભારતમા નક્સલવાદની પ્રવૃતિ 9 રાજ્યો અને 26 જિલ્લામા વિસ્તરી હતી
👉જ્યારે બીજા સાતેક રાજ્યોમા મામુલી અસર જોવા મળી હતી
👉ગુજરાતમા પણ ડાંગના જંગલોમા નકસલી પ્રવૃતિની સક્રિયતા જોવા મળી હતી

*👇સાલ્વા ઝુડુમ ચળવળ*
👉સ્થાનિક યુવાનો જ નક્સલીઓનો સામનો કરી શકે એટલા માટે *છત્તિશગઢ સરકારે 2005 મા સાલ્વા ઝુડુમ નામની ચળવળ શરૂ કરી* હતી
👉નકસલીઓની માફક જ ભુગોળથી વાકેફ અને જંગલોમાં ઉંડે સુધી જઇ શકતા યુવાનોને સરકાર દ્રારા લડતની તાલીમ અને સુવિધા આપવામા આવતી.
👉આ પ્રવૃતિ વિવાદાસ્પદ બનતા *2011મા સુપ્રિમ કોર્ટે ગેરકાયદેસર ઠેરવી* હતી

*👇હાલની સ્થિતિ*
👉સરકારની અણઆવડત અને સ્થાનિક રાજકારણીયોના સ્વાર્થને કારણે નકસલવાદ હવે ગુંચવળાભરી સમસ્યા બન્યો છે
👉સરકાર સહિત કોઇને તેનો કાયમી ઉપાય જડતો નથી
👉નક્સલવાદીઓ પણ ન્યાયની લડતનો મૂળ ઉદ્ધેશ ભુલીને હિંસાકીયઅને ગુનાહિત પ્રવૃતિઓ પર ઉતરી આવ્યા છે
👉જેનુ સૌથી મોટુ ઉદાહરણ તાજેતરમા જ છત્તિશગઢના સુકમા મા CRPF કેમ્પ પર હુમલો કર્યો હતો જેમા અનેક જવાનો શહિદ થયા હતા
👉હાલમા સુરક્ષા દળોના જવાનો જ નકસલવાદીઓના સોફ્ટ ટાર્ગેટ પર હોય છે

*👇નકસલવાદ સાથે સ્વાર્થ*
👉રાજકારણીયો અને રાજકીય પક્ષો પણ પોતાના લાભ માટે નકસલવાદીઓનો ઉપયોગ કરીને હિંસા કરાવતા હતા અને હજુ પણ કરાવે છે
👉પરિણામે સ્થિતિ એવી થઇ છે કે સરહદે આંતકીઓથી પણ વધુ ત્રાસ નકસલીનો વર્તાઇ રહ્યો છે

*👇સૌથી મહત્વપૂર્ણ બાબત*
*👍જ્યાંથી નકસલવાદનો પ્રારંભ થયો હતો એ નકસલબારી ગામ આજે નકસલવાદની અસરથી મુક્ત થઇ ગયુ છે*

No comments:

Post a Comment