Saturday, May 25, 2019

રાસ બિહારી બોઝ ----- Ras Bihari Bose

🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩
🚩🚩રાસ બિહારી બોઝ🚩
🚩🙏🚩🙏🚩🙏🚩🙏🚩

🚩🚩બંગાળના આ મહાન ક્રાન્તિકારીનો જન્મ ૨૫મી મે ૧૮૮૬ના થયો હતો. 

💣વાઇસરોય હાર્ડિંજ પર બોમ્બ ફેંકવાની યોજનામાં પણ રાસ બિહારી બોઝ સામેલ હતા અને બનાવ બન્યા પછી પોલીસ તંત્રે સૌથી પહેલાં તો રાસ બિહારી બોઝની જ શોધખોળ શરૂ કરી હતી. 

🎭🎭એ જ રાતે એ વેશપલ્ટો કરીને દહેરાદૂન પહોંચી ગયા અને પાછા નોકરીએ લાગી ગયા.

⚔🗡સશસ્ત્ર ક્રાન્તિ સાથે તો એ સંકળાયેલા હતા જ. ૧૯૦૮માં ખુદીરામ બોઝ અને પ્રફુલ્લ ચાકીએ મૅજિસ્ટ્રેટ કિંગ્સફોર્ડ પર બોમ્બ ફેંક્યો. 💣💣એ તો બચી ગયો પણ બે અંગ્રેજ મહિલાઓ એનો ભોગ બની. આ નિષ્ફળ પ્રયાસ પછી બોઝ બંગાળથી ભાગી છૂટ્યા અને દહેરાદૂનમાં ફોરેસ્ટ રીસર્ચ ઇંસ્ટીટ્યૂટમાં નોકરી કરવા લાગ્યા. 
⚔🗡આમ છતાં એમણે પંજાબ અને બંગાળના ક્રાન્તિકારીઓ સાથે સંબંધો તો રાખ્યા હતા અને બધી રીતે સક્રિય હતા. 
🛡🛡બોઝ બંગાળમાં યુગાંતર (Jugantar) સશસ્ત્ર સંગઠનના વિકાસ માટે પણ એના સ્થાપક 💎જતીન્દ્રનાથ મુખરજી (બાઘા જતીન એટલે કે વાઘ જતીન) સાથે મળીને કામ કરતા હતા.

💎હાર્ડિંજ પરના હુમલામાં એમને પકડવામાં પોલીસને સફળતા ન મળી અને ૧૯૧૫માં તો રાસ બિહારી બોઝ જાપાન પહોંચી ગયા. 

🔦💡આપણે જાણીએ છીએ કે સુભાષચન્દ્ર બોઝ પણ ભાગીને જાપાન પહોંચ્યા હતા અને ત્યાં એમણે આઝાદ હિન્દ ફોજની અને હિન્દુસ્તાનની ‘આરઝી હકુમત’ (હંગામી શાસન)ની રચના કરી હતી.💡🔦 પરંતુ આપણે એ નથી જાણતા કે આઝાદ હિન્દ ફોજની રચનામાં રાસ બિહારી બોઝનો ફાળો બહુ મહત્ત્વનો હતો. 
💡🔦એ જાપાન સરકાર ભારતના ક્રાન્તિકારીઓને ટેકો આપે તે માટે પહેલાં પણ પ્રયાસ કરતા રહ્યા હતા. એમણે જાપાનમાં 💥‘ઇંડિયા ઇન્ડીપેન્ડન્સ લીગ’💥ની સ્થાપના કરી.
✨☄💥 હિન્દુસ્તાનીઓની અલગ સેના હોવી જોઈએ એવો વિચાર પણ એમનો જ હતો.

🌟⭐️લીગનું બીજું અધિવેશન મળ્યું તેમાં રાસ બિહારી બોઝે એક ઠરાવ મંજૂર કરાવીને સુભાષબાબુને જાપાન આવીને લીગનું પ્રમુખસ્થાન સંભાળી લેવા અપીલ કરી. 
💫સુભાષબાબુએ આ આમંત્રણનો સ્વીકાર કર્યો અને છૂપી રીતે જાપાન પહોંચી ગયા. ત્યાં જાપાને હિન્દી યુદ્ધકેદીઓ એમને સોંપી દીધા. આમ આઝાદ હિન્દ ફોજની રચના થઈ.

🎋🎋પરંતુ ૧૯૧૫ પહેલાં પણ બોઝ ગદર ક્રાન્તિ સાથે સંકળાયેલા હતા. કૅનેડાવાસી પંજાબી ખેડૂતોની એમાં મુખ્ય ભૂમિકા હતી.

🍃🍂 અમેરિકામાં કૅલિફૉર્નિયામાં 🕸“પૅસિફિક કોસ્ટ હિન્દુસ્તાની એસોસિએશન બનાવ્યું હતું.🕸
એના તરફથી 🗞‘યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ ઇંડિયા’🗞 નામની પત્રિકા પ્રકાશિત થતી હતી.✍ રાસ બિહારી એના માટે પણ લખતા. 

👉 આ એક કૉલમના લેખમાંથી ચીની નૅશનલ પાર્ટી સાથેના બોઝના સંબંધો પ્રગટ થાય છે, એટલું જ નહીં પણ ચીની પાર્ટી મહાત્મા ગાંધી પ્ર્રત્યે સન્માન દર્શાવ્યા છતાં અહિંસાના માર્ગને વ્યવહારુ નહોતી માનતી અને રાસ બિહારી બોઝ એમની સાથે સંમત થતાં કહે છે કે હિન્દુસ્તાન ⚔તલવારના જોરે જ આઝાદ થઈ શકશે.

💣⚔બીજું વિશ્વયુદ્ધ સમાપ્તિની નજીક પહોંચી ગયું હતું ત્યારે આ મહાન ક્રાન્તિકારી ૨૧ જાન્યુઆરી ૧૯૪૫ના રોજ માર્યા ગયા.

મે મહિનાના આ પ્રખર સંતાનને વંદન.🙏

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment