✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏
💢♦️💢♦️💢♦️💢♦️
ધીરુબેન ગોરધનભાઈ પટેલ
💢♦️💢♦️💢♦️💢♦️
(૨૫-૫-૧૯૨૬):
👉નવલકથાકાર, નાટકકાર, વાર્તાકાર, અનુવાદક. જન્મ વડોદરામાં.
📚શાળા શિક્ષણ સાન્તાક્રુઝની પોદાર હાઈસ્કૂલમાં. ઉચ્ચ શિક્ષણ એલ્ફિન્સ્ટન કૉલેજમાં.
📚૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ. ૧૯૪૮માં એમ.એ. ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને પછી
📝📝૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કૉલેજમાં અંગ્રેજીનાં અધ્યાપક.
✏️🔏 થોડો વખત પ્રકાશનસંસ્થા ‘આનંદ પ્રકાશન’નું સંચાલન.
🔏✏️૧૯૬૩-૧૯૬૪થી કલ્કિ પ્રકાશન શરૂ કર્યું.
✏️🔏૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનાં તંત્રી.
🔏✏️૧૯૮૦માં રણજિતરામ સુવર્ણચંદ્રક.
🔏✏️૨૦૦૩માં પરિષદપ્રમુખ.
📖📖ધીરુબેન પટેલ નોંધપાત્ર નવલકથાકાર – વાર્તાકાર છે.
📓📓📓 એમની પાસેથી 📕‘વડવાનલ’ જેવી દળદાર તો ‘આંધળી ગલી’, ‘વાંસનો અંકુર’ જેવી લઘુનવલો મળે છે.
📗નવલકથામાં વિશિષ્ટ વસ્તુ, પાત્ર અને પરિવેશ વડે તેઓ મનોવૈજ્ઞાનિક અભિગમથી માનવમનની સંકુલતાને તાગે છે.
📘તેમની વાર્તાઓમાં પણ પ્રવાહી ભાષા, નારીહૃદયની ગૂઢ લાગણીઓનું આલેખન તથા માનવમનના ઊંડાણોને તાગવાની મથામણ વિશેષતા બની આવે છે.
📘આ ઉપરાંત હાસ્યસાહિત્ય, નાટકો, રેડિયોનાટકો, બાળસાહિત્યક્ષેત્રે પણ તેમણે મહત્ત્વનું પ્રદાન કર્યું છે.
🏆એમની આગંતુક નવલકથાને સાહિત્ય અકાદમીનું પારિતોષિક મળેલું.
💈વાર્તા - અધુરો કોલ , એક લહર , વીશ્રંભકથા
💈નવલકથા - વડવાનલ , શીમળાંનાં ફુલ , વાવંટોળ , વમળ
💈લઘુનવલ - વાંસનો અંકુર , આગંતુક
💈હાસ્યકથાઓ - પરદુખભંજન પેસ્તનજી , ગગનનાં લગન
💈નાટકો - પહેલું ઈનામ , પંખીનો માળો ,
વિનાશને પંથે
💈એકાંકી - નમણી નાગરવેલ
💈રેડીયો નાટક - મનનો માનેલો
💈બાળસાહિત્ય - અંડેરી ગંડેરી ટીપરીટેન , બતકનું બચ્ચું, મીત્રાનાં જોડકણાં
💈અનુવાદ – ટોમ સોયર, હક્કલબરી ફીનનાં પરાક્રમો
🖼🖼એમની લઘુનવલો પૈકી ‘વાંસનો અંકુર’ (૧૯૬૮)માં સર્જનશક્તિનો ઉન્મેષ દેખાય છે. દાદાજીના લાડીલા, તીવ્ર સંવેદનશીલતા ધરાવતા યુવાન કેશવના દિલમાં એમની જ સામે વાંસના અંકુરની પેઠે ફૂટી નીકળતી વિદ્રોહવૃત્તિનું
🖼🖼પ્રાકૃતિક સાદ્રશ્યો-કલ્પનોને સહારે અત્યંત કલાપૂર્ણ અને લાઘવયુક્ત નિરૂપણ એમાં થયું છે; ‘એક ભલો માણસ’ (૧૯૭૯)માં સીધી લીટીના ગભરું મહેતાજી ઓચ્છવલાલના દાણચોર ઉત્સવ પરીખમાં થતા રૂપાંતરનું અતિરેકપૂર્ણ અને અપ્રતીતિકર આલેખન છે; તો ‘આંધળી ગલી’ (૧૯૮૩)માં નાયિકા કુંદનના જીવનની સ્થગિતતાની પડખે પરેશ-શુભાંગીનું જીવંત-તરલ-ઉન્માદક દાંપત્ય મુકાયું છે, જે કુંદનની ઘેરી ઉદાસીના પહાડને તોડે છે પણ ક્ષણ માટે જ- એવા સુયોજિત કથાનકને સહારે ઘેરી કરુણતા પ્રગટે છે.
🖼હાસ્યસાહિત્યનું એમનું ખેડાણ અપેક્ષા જન્માવે છે. એમની ‘પરદુઃખભંજન પેસ્તનજી’ (૧૯૭૮) કૃતિ ડૉન કિહોટેનું સ્મરણ કરાવતી, પેસ્તનજીનાં ઉરાંગઉટાંગ પરાક્રમોની કથા છે; તો ‘ગગનનાં લગ્ન’ (૧૯૮૪) સામાન્ય લાગતાં પાત્ર, પરિસ્થિતિ ને પ્રસંગની અસામાન્યતાઓને ઝીણી નજરે પકડી પાડી તેને બિલોરી કાચમાંથી બતાવતું નરવું હાસ્ય પીરસે છે.
એમનાં ‘પહેલું ઈનામ’ (૧૯૫૫), ‘પંખીનો માળો’ (અન્ય સાથે, ૧૯૫૬) અને ‘વિનાશને પંથે’ (૧૯૬૧) જેવાં નાટકો; રેડિયો નાટક ‘મનનો માનેલો’ (૧૯૫૯); એકાંકીસંગ્રહ ‘નમણી નાગરવેલ’ (૧૯૬૧) તથા બાળનાટક ‘અંડેરી ગંડેરી ટીપરીટેન’ (૧૯૬૬) એમની સર્જક-નાટ્યશક્તિનો પરિચય કરાવે છે. એમની બાળવાર્તા ‘બતકનું બચ્ચું’ (૧૯૮૨) અને બાળકવિતા ‘મિત્રનાં જોડકણાં’ (૧૯૭૩) પણ ધ્યાનાર્હ છે.
એમણે માર્ક ટ્વેઈનની પ્રશિષ્ટ કૃતિ ગણાયેલી સુખ્યાત કિશોરકથાઓના આસ્વાદ્ય અનુવાદ ‘ટૉમ સૉયર’-ભા.૧, ૨ (૧૯૬૦, ૧૯૬૬) અને ‘હકલબ ટી ફિનનાં પરાક્રમો’ (૧૯૬૭) નામે આપ્યા છે.
-દક્ષા વ્યાસ
🖼🖼વડવાનલ (૧૯૬૩) : ધીરુબહેન પટેલની નવલકથા. અનાથ અંજના એનાં ફૈબાને ત્યાં અભ્યાસાર્થે આવે છે અને ફૈબાની સમવયસ્ક પુત્રી રેખા અંજનાની ઈર્ષ્યાનો ભોગ થઈ પડે છે. અંજનાથી ત્રસ્ત એવી રેખાનો ઉછેર રેખા પાસે અંજનાના ખૂનનું પગલું ભરાવે છે. જેલમાં રહેતી રેખા કોઈને મળવા ઉત્સુક નથી. પોતાની બાળકીને ખરી વિગતો મળી રહે એ હેતુથી પોતાના અંતરમાં ઊઠેલી જ્વાલાઓરૂપી વેદનાની ગાથા એ સાધ્વીજીને ડાયરીરૂપે આપે છે. એક નારીના ચિત્તની મનોવ્યથા અહીં કેન્દ્રમાં છે. મનોવૈજ્ઞાનિક કથા વસ્તુવાળી નવલકથા તરીકે આ કૃતિ ઉલ્લેખનીય છે.
🖼🖼વાંસનો અંકુર (૧૯૬૮) : ધીરુબહેન પટેલની લઘુનવલ. કથાનાયક કેશવની નસોમાં સ્વાભિમાની માતા સુશીલાનું બંડખોર લોહી વહે છે. પતિને ઘરજમાઈ ન થવા દેતાં સુશીલાએ સ્વેચ્છાએ ગરીબી સ્વીકારેલી. પુત્રને જન્મ આપી એ મૃત્યુ પામેલી ત્યારે કેશવનો હવાલો દાદાજીએ લીધેલો. હવે કેશવે એમની પ્રતિકૃતિ બનવાનું હતું. કેશવ બળવો કરે છે, તે પણ દાદાજીની શૈલીએ જ ! અંકુર ખરો, પરંતુ તે વાંસનો જ. કેશવના લાગણીતંત્રના આઘાત-પ્રત્યાઘાત અને સાત્વિક સંઘર્ષનું સ્પર્શક્ષમ ઘટનાઓ, પ્રાકૃતિક સાદ્દશ્યો અને કલ્પનોને સહારે અહીં કલાપૂર્ણ નિરૂપણ થયું છે. દોહિત્ર કેશવ, જમાઈ મોતીલાલ અને દાદાજીનાં મનોગતને સૂચક રીતે વ્યક્ત કરતી કથનરીતિ, પાત્ર સામેપડકારરૂપે ઉપસ્થિત થતી ઘટનાઓ પરિસ્થિતિઓ, સંવેદનનો સાક્ષાત્કાર કરાવતાં કલ્પનો, લાઘવ અને વ્યંજના-આ સર્વથી કૃતિ કલાત્મક બની છે.

No comments:
Post a Comment