Wednesday, May 1, 2019

ગુજરાત સ્થાપના દિવસ --- Gujarat Foundation Day -- 1 May

જ્ઞાન સારથિ, [01.05.17 09:37]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🔺🔻🔺🔻🔺🔻🔺🔺
*"ગુજરાત"* રાજય ના સ્થાપના
દિવસ ની તમામ ગુજરાતી બંધુઓ ને
હાર્દિક શુભેચ્છાઓ.
"જ્યા જ્યા વસે અેક ગુજરાતી ત્યાં ત્યાં સદા કાળ ગુજરાત"
*જય જય ગરવી ગુજરાત...*
વંદે માતરમ્......

🔲▪️🔲ગજરાતનો 57 મો સ્થાપના દિવસ આ વખતે અમદાવાદ જિલ્લામાં ઉજવાશે.

🔷🔷🇮🇳🇮🇳દનિયાભરમાં આજે જેનો ડંકો વાગે છે તે ગુજરાતનો આજે ૫૭મો સ્થાપના દિવસ છે.

🀄️🀄️બહદ મુંબઈ સ્ટેટમાંથી ૧ મે, ૧૯૬૦ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.

🚩🚩સામાન્ય રીતે નવા રાજ્યનુ ઉદ્ઘાટન કોઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાનના હસ્તે થતુ હોય છે. પરંતુ આ મામલે પણ ગુજરાતે નવી પ્રથા પાડી હતી અને



🙏♦️🙏ગજરાત રાજ્યની સ્થાપનાનો કળશ કોઈ રાજકીય નેતાએ નહીં પરંતુ ભારત માતાના મહામુલા સંતાનના હસ્તે થયો હતો. ૧ મે ૧૯૬૦નો એ દિવસ હતો
♦️💢♦️જયારે રવિશંકર મહારાજે અમદાવાદના સાબરમતી આશ્રમમાં કળશ મુકીને ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વચન પાઠવ્યા હતા.

🐾📌🐾ગજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગ અને મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાએ એ જ સાબરમતી આશ્રમના એક વૃક્ષ નીચે ખુરશી ઢાળીને કાર્યભાર સંભાળ્યો હતો.

🚩🔻🚩આ ગુજરાત રાજ્યની સ્થાપનાના પાયામાં ભાષા વાર રાજ્યોની રચના કરવાની ભલામણ મહત્વની કળી બની હતી. તે સમયે બૃહદ મુંબઈ રાજ્યમાં ગુજરાતી અને મરાઠી એમ બન્ને ભાષા બોલનાર વિસ્તારનો સમાવેશ થતો હતો. ત્યારે આખરે ગુજરાતી ભાષા બોલતા લોકોના અલગ રાજ્ય ગુજરાતની માંગણી સાથે એક આંદોલનનો જન્મ થયો. જેને 🙏મહા ગુજરાત ચળવળ 🙏તરીકે આઝાદ ભારતના ઈતિહાસની પ્રથમ સફળ મુવમેન્ટ તરીકે સ્થાન મેળવ્યુ.
📌✏️📌ગજરાત અને મુંબઈના આર્થિક હિત એકબીજા સાથે જોડાયેલા હતા. તેથી તે સમયના રાષ્ટ્રીય નેતાઓએ દ્વિપભાષી રાજ્યનો સ્વિકાર કર્યો હતો. પરંતુ ગુજરાતની પ્રજાને આ સ્વિકાર્ય નહતુ અને 🔻‼️🔻નડિયાદના ઈન્દુલાલ યાજ્ઞીકની આગેવાનીમાં મહાગુજરાત આંદોલનનો પ્રારંભ થયો. અંગ્રેજ શાસનના અસ્ત સાથે અસ્તિત્વમાં આવેલા મુંબઈ રાજ્યના આઝાદીના ૧૨ વર્ષ બાદ બે ટુકડા થયા અને અનુક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર નામના બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા.
🙏🙏🍰🎂ગામે ગામ ઉજવાશે ગુજરાતની બર્થ-ડે
રાજ્યના ભવ્ય ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાને જતન કરી શકાય તે હેતુસર ગુજરાતના સ્થાપના દિવસ ૧લી મેના રોજ રાજ્યના તમામ જિલ્લા-તાલુકા મથકો અને મહાનગરોમાં ઉત્સાહ પૂર્વક ગુજરાત દિનની ઉજવણી કરવામાં આવશે.

🙂🙂રાષ્ટ્રીય તહેવારો તથા ગુજરાત ગૌરવ દિનની રાજ્ય કક્ષાની ઉજવણી રાજ્યના અલગ-અલગ જિલ્લા મથકે યોજવાનો રાજ્ય સરકારનો અભિગમ રહ્યો છે. તદઅનુસાર ગૌરવદિનની ઉજવણી અંતર્ગત તા. ૩૦ એપ્રિલ અને ૧લી મે ૨૦૧૬ના રોજ જિલ્લા-તાલુકા અને મહાનગરોમાં જનભાગીદારીને પ્રેરિત કરીને વિવિધ જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરાશે.
🚩🚩રાજ્યભરમાં ૧લી મેના રોજ ઉજવણી અંતર્ગત યોજાનાર કાર્યક્રમમાં લોકઉપયોગી કામોના ખાતમુહૂર્ત, લોકાર્પણો, આરોગ્ય વિષયક કેમ્પ્સ, સ્વચ્છતાને લોકો કાયમી ધારણે પોતાની જીવનશૈલીના ભાગરૂપે અપનાવે તે મુજબ 🔻સવચ્છતા અને સફાઇ અભિયાનને🔻 લગતા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાશે. સાથે સાથે શાળાના બાળકો દ્વારા રાજ્યની પ્રગતિમાં વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કરનાર વ્યક્તિ વિશેષ અંગે વેશભુષા કાર્યક્રમો સહિત મારી દ્રષ્ટિએ ગતિશીલ ગુજરાત, મારૂ ગુજરાત-આગવું ગુજરાત, ગુજરાતના મહાનુભાવો,
ગુજરાતની ગરિમા વિષયક વકૃત્વ સ્પર્ધાઓ તથા ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવશે.
🔻‼️🔻આ ઉપરાંત યુવા વિકાસ વર્ષ અંતર્ગત યુવાનોને ગતિશીલ વિકાસ યાત્રામાં જોડતા વિષયો સંદર્ભે શાળા-કોલેજના વિદ્યાર્થીઓ માટે યુવા સ્વાવલંબનોનું પણ આયોજન કરવામાં આવશે. ગુજરાતની ઝાંખી દર્શાવતા ફોટોગ્રાફની હરિફાઇ, શહેર-જિલ્લાના જાણીતા સ્થળોના ફોટા, વિકાસના નકશાઓ, ઐતિહાસિક સ્થળોના કટ આઉટ મૂકવા અંગે પ્રદર્શનો યોજાશે. તેમજ ગ્રામીણ તથા વિસરતી જતી રમતોનું પણ આયોજન કરાશે

🚩🚩Yuvirajsinh Jadeja:

આજના દિવસે

☯️સવારે ૧૧ કલાકે વિરમગામ ખાતે યુવા સંમેલન યોજાશે
☮️બપોરે ૩.૦૦ કલાકે એનેક્ષી શાહીબાગ ખાતે નવા ભવનનું લોકાર્પણ
☮️બપોરે ૩.૩૦ કલાકે નિકોલ અને કઠવાડા ખાતે આવાસોનું લોકાર્પણ
☮️સાંજે ૪.૦૦ કલાકે ઔડા દ્વારા નવનિર્મિત આવાસ યોજનાની મુલાકાતે મુખ્યપ્રધાન વિજય રૂપાણી જશે
☮️ઇડબલ્યુએસ અને એલપીજી આવાસ યોજનાના લાભાર્થીઓને ચાવી અર્પણ કરાશે.
☸️સાંજે ૫.૩૦ કલાકે રિવરફ્રન્ટ ખાતે નૌકા સ્પર્ધાને પ્રસ્થાન કરાવશે
☸️સાંજે ૬.૩૦ કલાકે પોલીસ કમિશનર કચેરીના ભૂમિપૂજન કરાવશે

💠♻️💠♻️ગજરાત ગૌરવ દિને- પહેલી મેના લોકાર્પણ અને રંગારંગ કાર્યક્રમોઃ💠♻️💠♻️
♻️મખ્યપ્રધાનના વરદ હસ્તે સવારે ૮.૩૦ કલાકે પૂજ્ય ઇન્દુચાચાની પ્રતિમાને તથા શહીદ સ્મારક ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાશે
♻️૮.૪૫ કલાકે હોમગાર્ડ ભવનનું લોકાર્પણ કરશે
♻️૮.૫૦ કલાકે સરદાર બાગ ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી જાહેરસભાને સંબોધન કરશે
♻️સવારે ૯.૩૦ કલાકે જગન્નાથ મંદિર ખાતેથી શ્રવણતીર્થ યાત્રાનુ

જ્ઞાન સારથિ, [01.05.17 09:37]
[Forwarded from Yuvirajsinh Jadeja]
ં પ્રસ્થાન કરાવશે
♻️સવારે ૧૦.૩૦ કલાકે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓ.પી.ડી. બિલ્ડિંગનું લોકાર્પણ કરશે
Ⓜ️સવારે ૧૧.૩૦ કલાકે વસ્ત્રાપુર ખાતે નવી સરકારી કચેરીઓ તથા આવાસોનું લોકાર્પણ કરશે
💠બપોરે ૧૨.૦૦ કલાકે જીએમડીસી કન્વેન્શન હોલ ખાતે બુક ફેરનું ઉદઘાટન કરશે.
♻️બપોરે ૧૧.૩૦ કલાકે નવરંગપુરા ખાતે મલ્ટી લેવલ પાર્કિંગનું લોકાર્પણ કરશે.
♻️બપોરે ૩.૩૦ કલાકે અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે નવા ભવનોનું લોકાર્પણ કરશે
♻️સાંજે ૪.૩૦ કલાકે ચાંદખેડા ખાતે એલ.આઇ.જી. આવાસોનું લોકાર્પણ કરશે.
♻️સાંજે ૫.૩૦ કલાકે રિવરફ્રન્ટ ખાતે રાજ્યપાલની ઉપસ્થિતિ સાથે પરેડ નિરીક્ષણ કરશે
💠સાંજે ૭.૦૦ કલાકે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે અને રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમને ખુલ્લો મુકશે

🙏યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

જ્ઞાન સારથિ, [01.05.17 09:37]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:
✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

🙏🚩🙏🚩🚩🚩🙏🚩

ગુજરાતના મહાન કવિઓ તેમજ મહાન લેખકો થઈ ગયાં તેમાંથી કોઈએ ગુજરાત વિશે ખુબ જ સુંદર પંક્તિઓની રચના કરી હતી.
🙏🔆🙏🔆🙏🙏🔆🙏
 તેમાંથી આજે ગુજરાત દિને મને કવિ નર્મદની કવિતા અચાનક યાદ યાદ આવી જેમણે ગુજરાતની ગાથા ગાતી એક સુંદર કવિતાની સુંદર શબ્દોમાં રચના કરી હતી જે અહીં આપેલ છે-
☝️👇☝️👇☝️👇☝️👇☝️👇
જય જય ગરવી ગુજરાત !
જય જય ગરવી ગુજરાત,
દીપે અરૂણું પરભાત,
ધ્વજ પ્રકાશશે ઝળળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકીત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સઉને, પ્રેમ ભક્તિની રીત -
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.
ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,
છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.
નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.
વળી જોય સુભટના જુદ્ધરમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સઉ જાત,
જય જય ગરવી ગુજરાત.
તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધ્રરાજ જયસિંગ.
તે રંગથકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત !
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત-
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.

(જય જય ગરવી ગુજરાત !-કવિ નર્મદ)
🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼

આ કવિતા પરથી આપણે જાણી શકીયે છીએ કે કવિઓને પોતાના ગુજરાત માટે કેટલો પ્રેમ, આદર અને સત્કાર હતો. જેમણે પોતાની એક જ કવિતા દ્વારા આખા ગુજરાતનો ઈતિહાસ, આબોહવા, સ્થાન, ધર્મ અને શુરતાનો પરિચય કરાવી દિધો.
એક અન્ય લેખક ખબરદાર દ્વારા લખાયેલી એક પંક્તિ આજે એક કહાવત બની ગઈ છે અને દરેક ગુજરાતી જો તે પોતાના ગુજરાત બહાર વસતો હોય તો તેના મુખે અવશ્ય સાંભળવા મળે છે-

💐🌸💐“ જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત ”

એટલે કે કોઈ પણ એક ગુજરાતી જો ગુજરાત બહાર વસવાટ કરતો હોય તો તે પોતાના આજુબાજુના વાતાવરણમાં પણ ગુજરાતની સુગંધ ભરી દે છે. ત્યાં પણ તે ગુજરાતન જેવું જ વાતાવરણ ઉભુ કરે છે.

🎋ઉમાશંકર જોશીએ પણ ગુજરાત વિશે સુંદર પંક્તિ લખી છે-
🌹🌻“ધન્ય ભૂમિ ગુજરાત ધન્ય હે ગિરા ગુજરાતી,
કૃષ્ણ-ચરણરજ-પુનિત ધરા આ ગાંધીગિરા ગુજરાતી.”🌹🌷

ખરેખર ગુજરાતની ભૂમિ ધન્ય છે જ્યાં ગાંધીજી , સરદાર અને રાજપૂત રાજા જેવા મહાન પુરૂષોનો જન્મ થયો અને પોતાની મહાનતાની લીધે તેમણે દેશ-દુનિયામાં ગુજરાતનું નામ ઉજાગર કર્યું.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

જ્ઞાન સારથિ, [01.05.17 09:47]
હા..હું ગુજરાત છું...

કૃષ્ણની દ્વારિકા ને..
સાચવીને બેઠેલું જળ છું..
હું નરસિંહ ના પ્રભાતિયાથી
પરિતૃપ્ત પ્રભાત છું..
વેપાર છું વિસ્તાર છું  વિખ્યાત છું
હા..હું ગુજરાત છું !

મેં સાચવ્યા છે
ડાયનાસોર ના અવશેષ
ને સાચવ્યો છે..
અશોકનો શીલાલેખ..
મારી પાસે છે
ધોળાવીરા નો માનવલેખ
ને...
સોમનાથ નો અસ્મિતા લેખ
હું ઉત્તર માં સાક્ષાત અંબા માત છું
હા..હું ગુજરાત છું!

હું નર્મદનું ગાન છું
સયાજીરાવ નું ઉદ્યાન છું
સિધ્ધહેમનું જ્ઞાન છું.
તાપી નામે સરિતા છું..
અણહિલવાડનો ભવ્ય ઇતિહાસ છું
હા..હું ગુજરાત છું...!

હું ખળખળ વહું છું નર્મદાઘાટે
ને
ખળભળું છું..
ચોરવાડ ના ફીણમોજાંની સંગાથે..
કચ્છનું રણ એ મારું આવરણ છે
હું અરવલ્લીની અલ્લડ લ્હેરખી છું
કાળિયાઠાકર ના મુગટનું ઝવેરાત છું.
હા...હું ગુજરાત છું..!

હું સાબરમતી થી ખ્યાત છું..
મોહન નો મોહપાશ છું
સરદારની મક્કમતા છું
નક્કર છું...નાજુક છું..ને નેક છું
ઇન્દુચાચાની મોંઘેરી મિરાત છું
હા.. હું ગુજરાત છું !

સેવા સખાવત અને સદભાવ છું
હું વિરપુરની ખીચડીનો સ્વાદ છું
મુનશીના ગદ્યની મોહિની છું
મેઘાણી..પન્નાલાલ ની લેખિની છું..
હું ભાતીગળ મ્હોલાત છું..
હા...હું ગુજરાત છું..!!
                 
HAPPY BIRTHDAY GUJRAT
From @gujaratimaterial

જ્ઞાન સારથિ, [01.05.17 11:13]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
આખા વીશ્વમાથી ભારતને 1 રાષ્ટ્રપિતા ની કૉઈ ભેટ આપનાર પ્રજા હોય તો એ 100km જેટલા એરિયાની ગુજરાતી પ્રજા છે.

મહારાણા પ્રતાપ પાસે ચેતક ઘોડો હતો એ બધા જાણે છે, પણ એ ચેતક ઝાલાવાડના ઘાંગઘ્રા ના ખોડુ ગામના ચારણે આપેલ હતો એ વાત કેટલા જાણે છે????

સ્વામી વીવેકાનંદ શીકાગોની ધર્મ પરીષદ મા ગયેલા એ બધા જાણે છે પણ એમને આ ધર્મ સભા પરિષદ ની માહીતી ગુજરાત ના જેતલસર ના સ્ટેશન માસ્ટરે એક વર્તમાનપત્ર દ્વારા આપી આ વાત કેટલા જાણે છે????

1942-45 ના સમયમાં પોલેન્ડમાથી 500 જેટલી સ્ત્રીઓ અને બાળકો ભરેલુ જહાજ નીકળે અને
મધદરિયે તોફાન ઉપડે એટલે પોલેન્ડના અધીકારીઓ એમ કહે કે વીશ્વનો જે દેશ સાચવે ત્યા તમે ચાલ્યા જજો
ત્યારે વીશ્વનો કોઈ દેશ એને સાચવવા તૈયાર ન થાય અને
જામનગરના રાજા દીગ્વીજયસીંહ પોતાના હવામહેલ મા એ 500 લોકોને પુરા 7 વર્ષ સુધી રહેવાની-જમવાની સુવીધા કરીને સાચવે એ હાલની "સૈનીક બાલાચડી" સ્કૂલ. ....
આ વાતની કેટલાને જાણ છે......

બસ ખાલી ૧ મેં ગુજરાત સ્થાપના ના દીવસે "જય ગરવી ગુજરાત" લખવુ એ ગુજરાતી માટે પુરતુ નથી...
આ ગુજરાત નુ નોલેજ જાણવુ અને એનુ ગૌરવ લેવુ એ મહત્વનુ છે..
"ગુણવંતી ગુજરાત.. ગૌરવશાલી ગુજરાત.. જય જય ગરવી ગુજરાત"

✍🏻યવરાજસિંહ જાડેજા (ગોંડલ)

જ્ઞાન સારથિ, [01.05.17 11:13]
[Forwarded from Yuvirajsinh Jadeja]
લાંબો ડગલો મુંછો વાંકડી
શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી
છેલ છબીલો ગુજરાતી
તન છોટુ પણ મન મોટું
છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભલો ભોળો
હું છેલ છબીલો ગુજરાતી....
સૌ મિત્રો ને
💐ગજરાત
સ્થાપના દિવસ ની
હાર્દિક શુભકામના.....જય જય ગરવી ગુજરાત 💐


જ્ઞાન સારથિ, [02.05.17 00:40]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

ખમીરવંતી ગુજરાતી પ્રજાની ખુમારી

ઓડીયો ક્લીપમા.. એક વાર સાંભળજો ગુજરાતી થવા પર વધારે ગર્વ અનુભવશો🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

જ્ઞાન સારથિ, [02.05.17 00:40]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:

🙏🏻🦋🙏🏻🦋🙏🏻🦋🙏🏻🦋
ગુજરાત દિન

🐾🙏🐾🙏🐾🙏🐾🐾🙏


ભારત દેશની સ્વતંત્રતા અને ભાગલા પછી ઇ.સ. ૧૯૪૭ના વર્ષમાં ભારત સરકારે પશ્ચિમ ભાગમાં રજવાડાંઓને ભેગાં કરી ત્રણ રાજ્યોની રચના કરી. આ રાજ્યો સૌરાષ્ટ્ર, કચ્છ અને મુંબઈ હતાં.

🐾🐾 ઇ.સ. ૧૯૫૬ના વર્ષમાં મુંબઈ રાજ્યનો વિસ્તાર કરીને કચ્છ, સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તથા મધ્યપ્રદેશના કેટલાક ભાગો એમાં ઉમેરવામાં આવ્યા. આ નવા રાજ્યમાં ઉત્તર ભાગમાં ગુજરાતી બોલતા લોકો અને દક્ષિણ ભાગમાં મરાઠી બોલતા લોકો હતા. કેટલાક દેખાવો અને મરાઠી રાજ્યની માંગ પછી ૧લી મે , ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા મહારાષ્ટ્ર અને
ગુજરાત તરીકે કરવામાં આવ્યા.

🚩🚩ગજરાત સરકારે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઊજવણી કરવામાં આવે છે.
🔻🔻સામાન્ય રીતે તેમાં વિવિધ વિકાસ અને લોકોપયોગી કાર્યોની શરૂઆત કે લોકાર્પણ વિધિ કરવામાં આવે છે.

🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
આજથી ૫૭ વર્ષ પહેલાં ૧ લી મે ૧૯૬૦ ના રોજ ગુજરાત રાજ્યનો જન્મ થયો હતો.

૧ લી મે ના દિવસને ગુજરાત સરકારે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઘોષિત કર્યો છે.આ દિવસે દર વરસે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગુજરાત દિનની ઊજવણી કરવામાં આવે છે.
🔻🔻🔻🔻🔻🔻🔻
ગુજરાત રાજ્યના છેલ્લા મુખ્ય પ્રધાન અને હાલ દેશના વડા પ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના મુખ્ય પ્રધાન તરીકેના ૧૨ વર્ષના વહીવટ દરમ્યાન ગુજરાત રાજ્યે સુંદર પ્રગતિ સાધી છે.ગુજરાત આજે દેશનું એક પ્રગતિશીલ રાજ્ય બન્યું છે જેને માટે દરેક ગુજરાતી ગૌરવ લઇ શકે એમ છે .
🚩🔻🚩🔻🚩🔻🚩🔻🚩

કાંતિકારી વિચારો ધરાવતા ઇન્દુલાલ યાજ્ઞિકની નેતાગીરી હેઠળ ગુજરાતના અલગ રાજ્ય માટે ૧૯૫૬થી ૧૯૬૦ સુધી ચાલેલું એક પ્રચંડ જનતાકીય આંદોલન શરુ થયું .આ આંદોલનમાં ઘણા નવ લોહિયા યુવાનો શહીદ થયા.આ આંદોલન ગુજરાતના ઇતિહાસની તવારીખમાં 🔻મહા ગુજરાતના આંદોલન🔻 તરીકે પ્રખ્યાત થયું છે.
બીજી બાજુ મુંબઈ સાથેના મરાઠી ભાશી મહારાષ્ટ્ર રાજ્યની(આમચી મુંબઈ ) માંગ માટે આંદોલન થયાં.

‼️‼️છવટે તારીખ ૧લી મે, ૧૯૬૦ના રોજ મુંબઈ રાજ્યના બે ભાગલા કરી મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર કચ્છ સાથેનું ગુજરાત એમ બે રાજ્યની રચના કરવાનું નક્કી થયું.આ રીતે આ દિવસે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો.

📢📢📣📢📣📢📣
ગુજરાત રાજ્યના સ્થાપના દિવસે પૂ .રવિશંકર મહારાજ નું પ્રવચન
📣📣📣📣📣📣📣
૧લી મે ૧૯૬૦ના મંગલ પ્રભાતે ગાંધીના અદના અનુયાયી અને ગાંધી મુલ્યોના પ્રતિક સમા ગુજરાતના મૂક સેવક પૂજ્ય રવિશંકર મહારાજ (જન્મ ૧૮૮૪-૧૯૮૪) ના વરદ હસ્તે ગાંધી સ્થાપિત સાબરમતી આશ્રમ- હરિજન આશ્રમમાં ગુજરાતી ભાષા બોલતી પ્રજાની આકાંક્ષાઓની પરીપૂર્તિ માટે એમના આશીર્વાદ સાથે મુંબાઈ રાજ્યમાંથી વિભાજીત થઈને ગુજરાતના સ્વતંત્ર રાજ્યનો શુભારંભ થયો હતો.

🔈🔉🔉🔈🔈📢📢📢📣📣
પૂજ્ય રવિશંકર મહારાજે ૧લી મે ૧૯૬૦ના રોજ કહ્યું હતું:

🔔”તમે લાંચરૃશ્વત ના લેશો. ગરીબોના આંસુ લૂછીને તેમની દૂવા લેજો. તમે ધનિકો અને સત્તાધારીઓ જેટલા ઘસાઇને લોકોને ખપમાં આવશો તેટલા તમે પોતે પણ ઉજળા બનશો”

ગુજરાત રાજ્યની સ્થાપનાના ૫૬ વર્ષ પછી પણ પૂ.મહારાજની સૌને ઘસાઈને ઉજળા બનવવાની શીખનો ખરેખર અમલ થયો હોય એવું તમને લાગે છે ખરું?
એમના પ્રવચનને અંતે ગુજરાતની જનતાને નીચેનાં આશીર્વચનોથી એમનું પ્રવચન પૂરું કર્યું હતું.
♠️♣️♠️
સર્વેત્ર સુખિન : સન્તુ સર્વે નિરામયા :
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ર્ચિત્ દુ:ખમાપ્નુયાત્

🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

જ્ઞાન સારથિ, [02.05.17 00:40]
[Forwarded from Yuvirajsinh Jadeja]
Yuvirajsinh Jadeja:

🦋❄️🦋❄️🦋❄️🦋❄️
ગુજરાતનું શું વખણાય?
🔷🔷🔷🔷🔷🔷

* સૌથી પહેલાં તો જેણે આખી દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડી દિધો અને ગુજરાતમાં સૌથી લોકપ્રિય નેતા બન્યાં એવા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી વખણાય.
*ગુજરાતના રાજપૂતોની ખુમારી..સ્વતંત્રતા સંગ્રામ માં ફાળો.
* ત્યાર બાદ ગુજરાતના ગરબા વખણાય છે કે જેના લીધે દુનિયામાં ગુજરાતે પોતાની આગવી છાપ ઉભી કરી છે.
* અમદાવાદની મકર સંક્રાતિ, સિદી સૈયદ ની જાળી અને આઇ.આઇ.એમ
* સુરત નુ જમણ જેમાં ઉધીયુ, ઘારી, ખમણ, ઢોકળા, ખીચું, લોચો, દોરાનો માંજો અને સાડી
* ભરુચની ખારી શિંગ
* જામનગરની બાંધણી, કચોરી, તાળા અને આંજણ.
* રાજકોટની ચીકી, પેંડા, ખાખરા અને સ્મશાન
* મોરબીના ટાઇલ્સ, નળીયા અને ધડીયાલ
* મોઢેરાનુ સુર્યમંદિર
* વડોદરાની ભાખરવડી, લીલો ચેવડો અને નવરાત્રિ.
* કાઠીયાવાડી ડાયરો
* જુનાગઢની કેસર કેરી અને ગિરનાર
* ભાવનગરના ગાંડા અને ગાંઠિયા
* કચ્છની કળા કાળિગીરી


🔲🔲અમદાવાદ

અમદાવાદમાં જાણે પ્રવાસનનું હબ છે. અહીં આપને દરેક પ્રકારની વાનગી મળી રહેશે, ગુજરાતની જ નહીં પરંતુ અન્ય રાજ્યોની પણ. પરંતુ અહીં આવો તો રાયપુરના ભજીયા ચોક્કસ ટેસ્ટ કરવા. તેમજ આરટીઓ પાસે જેલના ભજીયા પણ ફેમશ છે, જેને સાબરમતી જેલના કેદીઓ બનાવે છે. આ ઉપરાંત આપને અહીં જલેબી, ફાફડા, પાપડી, પાણીપુરી બધું જ મળી જશે.


🔲🔲🔲ભાવનગર

સૌરાષ્ટ્રમાં ભાવનગર ફરવાનું ઉત્તમ સ્થળ છે. જ્યારે પણ આપ ભાવસિંહના ભાવનગરમાં આવો તો અહીંના ગાંઠીયા ચાખવાનું ભૂલતા નહીં. અહીં ગાંઠીયા એકવાર ખાસો તો આખું જીવન યાદ રહીં જશે. જ્યારે ફળોમાં દાડમ, જામફળ વખણાય છે. આ ઉપરાંત ભાવનગરમાં બનતા પટારા પણ ફેમશ છે.


🔳🔲જનાગઢ

એક પ્રવાસીય સ્થળ તરીકે જુનાગઢ ફેમશ તો છે, તેના ઐતિહાસિક વારસાની સાથે સાથે તેની કેસર કેરી પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. જો અહીં આવો કો કેસર કેરી ખાવાનું ના ભૂલતા.


🔲🔳સરત🔲▪️


સુરતને સોનાની મુરત તરીકે ઓળખવામાં આવે છે. અહીં હીરા અને જરી ઊદ્યોગ ખૂબ જ મોટા પાયે વિકસ્યો છે. પંરંતુ તેની સાથે સાથે અહીંનું ઊંધીયુ પણ ખૂબ વખણાય છે. તેમજ ઘારી અને પોંક અહીં ફેમશ છે.


🔲▪️ખભાત

ખંભાતના અખાતમાં ગુજરાતની મોટા ભાગની નદીઓ મળે છે. જો આપ હલવો અને સુતરફેણી ખાવાના શોખીન હોવ તો ખંભાત શહેરમાં ચોક્કસ આવવું. અહીના તાળા પણ ફેમશ છે.


🔲🔳ધોળકા
ધોળકા એ અભિમન્યુની સાસરી કહેવાય છે. અહીંના જામફળ પણ એટલા જ જાણીતા છે.


🔲વલસાડ

વલસાડ ગુજરાતના દક્ષિણમાં સૌથી છેલ્લે આવેલો જિલ્લો છે. તે ઓરંગા નદી પાસે આવેલું છે. જ્યારે પણ આપનું અહીં આવવાનું થાય ત્યારે હાફૂસ કેરી અને ચીકુ ખાવાનું ના ભૂલતા.


🔲નડિયાદ
નડિયાદને ચરોદર પ્રદેશ તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીનો લીલો ચેવડો આખા ગુજરાતમાં વખણાય છે.


🔲રાજકોટ

રાજકોટ તો રંગીલું શહેર છે. રાજકોટમાં ફરવાલાયક ઘણા સ્થળો છે પરંતુ જો આપ અહીં આવ્યા હોવ તો પેંડા ચોક્કસ ચાખવા અને ચીક્કી પણ અહીની ફેમશ છે.

🔲ડાકોર
કહેવાય છે કૃષ્ણ ભગવાન દ્વારકાથી ડાકોર આવ્યા હતા. ડાકોરના ગોટા ખૂબ જ ફેમશ છે. અહીં આપને તેનો લોટ પણ પેકિંગમાં મળી રહેશે જેને આપ ઘરે લઇ જઇને પણ બનાવી શકો છો. અહીંના મગધના લાડુ પણ ફેમશ છે.

🔲વડોદરા
ગાયકવાડી નગરી વડોદરામાં ભાખરવડી ખૂબ જ ફેમશ છે.


* અને છેલ્લે ગુજરાતની મહેમાનગતિ તો માણવા
✍🏻યવરાજસિંહ જાડેજા( ગોંડલ)🙏🏻

જ્ઞાન સારથિ, [02.05.17 00:40]
[Forwarded from Yuvirajsinh Jadeja]
🔰♻️🔰♻️🔰♻️♻️💠

મહાગુજરાત આંદોલન

♻️💠♻️💠♻️💠♻️

🔰ગજરાતની સ્થાપના પહેલાં ખેલાયેલો લાંબો જંગ અને ડાંગ, આબુ જેવા પ્રદેશો માટેની ખેંચતાણ ભૂતકાળ બન્યાં છે. જૂનાગઢ-હૈદ્રાબાદ પાકિસ્તાનમાં જવા ઇચ્છતાં હતાં એ બધાને ખબર છે, પણ ડાંગ મહારાષ્ટ્રને જોઇતું હતું ને આબુ ગુજરાત સાથે જોડાયેલું હતું, એ ઇતિહાસ ભૂગોળમાં ઓગળી ગયો છે.
અંગ્રેજી શાસન દરમિયાન અસ્તિત્ત્વમાં આવેલા મુંબઇ રાજ્યમાંથી આઝાદીનાં ૧૨ વર્ષ પછી મહારાષ્ટ્ર અને ગુજરાત અલગ પડવાની ઘટના, ભારતમાંથી પાકિસ્તાન છૂટું પડવા જેવી નથી. ફક્ત ગુજરાતીને બદલે ભારતીય બનીને વિચારીએ તો, ગુજરાતીભાષી અને મરાઠીભાષી બન્ને પ્રજાનાં ઉગ્ર આંદોલનને કારણે દ્વિભાષી મુંબઇ રાજ્યમાંથી અનુક્રમે ગુજરાત અને મહારાષ્ટ્ર અસ્તિત્ત્વમાં આવ્યાં.

🔰🔰જના દ્વિભાષી રાજ્ય મુંબઇમાં મોરારજી દેસાઇએ ત્રણ ભૌગોલિક એકમ સૂચવ્યાઃ ગુજરાતી ભાષીઓનું કચ્છ-કાઠિયાવાડ સહિતનું ગુજરાત, મરાઠીભાષીઓનું મહારાષ્ટ્ર અને
મુંબઇ શહેર. કેટલાક ધનિકોને બાદ કરતાં, મુંબઇને ગુજરાતમાં લેવું જોઇએ એવી વ્યાપક માગણી કે લાગણી ન હતાં. એ રીતે અલગ ગુજરાત માટેની લડાઇ પ્રમાણમાં સ્પષ્ટ અને લાંબી દલીલબાજી વિનાની હતી, પણ મરાઠીભાષીઓની લડાઇ વધારે અટપટી હતી. તેમને ફક્ત મરાઠીભાષીઓનું મહારાષ્ટ્ર જ નહીં, મુંબઇ સહિતનું મહારાષ્ટ્ર મેળવવાનું હતું. બીજા શબ્દોમાં કહીએ તો, મુખ્ય સવાલ મહાગુજરાતનું અસ્તિત્ત્વ સ્વીકારવાનો નહીં, પણ મુંબઇ સહિતના મહારાષ્ટ્રને માન્યતા આપવાનો હતો. તેને માન્યતા મળે તો ગુજરાત આપમેળે અલગ પડી જતું હતું. હકીકતે અલગ ગુજરાત,
અલગ મહારાષ્ટ્ર અને અલગ મુંબઇનું અસ્તિત્ત્વ
સ્વીકારતો કાયદો પણ ૧૯૫૬માં સંસદમાં પસાર થઇ ચૂક્યો હતો અને અમદાવાદમાં ગુજરાતનું પાટનગર તથા સચિવાલય બનાવવા માટે મુંબઇથી પ્રધાનોની અવરજવર શરૂ થઇ ગઇ હતી. લોહી રેડ્યા વિના અલગ ગુજરાત મળી ગયાનો આનંદોત્સાહ ગુજરાતમાં ફેલાયો હતો.
પછી શું થયું અને ત્યાર પહેલાં શું થયું હતું- અલગ ગુજરાતની ચળવળનાં મૂળીયાં ક્યાં હતાં અને તેમાંથી મહાગુજરાતના આંદોલનનું વટવૃક્ષ કેવી રીતે ફાલ્યું, તેની વાત માંડતાં પહેલાં આખા આંદોલનની કેટલીક વિશિષ્ટતાઓ અને ઐતિહાસિક વક્રતાઓ જોઇ લેવા જેવી છે.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

👆👇👆👇👆

જ્ઞાન સારથિ, [02.05.17 00:40]
[Forwarded from Yuvirajsinh Jadeja]
👇👆👇👆👇👆


👏૧) ‘ગુજરાતની અસ્મિતા’ શબ્દપ્રયોગ સાથે જેમનું અભિન્નપણે સંકળાઇ ચૂક્યું છે, તે કનૈયાલાલ મુનશી મહાગુજરાતના આંદોલન વખતે સામેની છાવણીમાં રહ્યા. ૧૯૪૮માં તેમની આગેવાની હેઠળ ભરાયેલા મહાગુજરાત સંમેલનમાં ગુજરાતી બોલતી સમસ્ત પ્રજાનું એકીકરણ કરવાનો નિર્ધાર વ્યક્ત થયો હતો, પણ ૧૯૫૬માં ઉત્તર પ્રદેશના કોંગ્રેસી રાજ્યપાલ મુનશીએ મુંબઇ પણ ગુજરાતમાં હોવું જોઇએ એવી અવ્યવહારૂ
લાગણીથી દોરાઇને, છેક ૧૯૫૨માં મુંબઇ વગરનું ગુજરાત માગતી ‘મહાગુજરાત જનતા
પરિષદ’નો વિરોધ કર્યો.

♻️♻️૨) અમદાવાદમાં લૉ ગાર્ડન વિસ્તારમાં આવેલું
‘ભાઇકાકા ભવન’ જેમના નામે છે તે
ભાઇલાલભાઇ પટેલ (ભાઇકાકા) વલ્લભ વિદ્યાનગરના સ્થાપક તરીકે જાણીતા છે, પણ
મહાગુજરાત આંદોલનમાં તેમની ભૂમિકા વિશે ભાગ્યે જ ઉલ્લેખ થાય છે. મહાગુજરાતના નાયક ઈંદુલાલ યાજ્ઞિકે આત્મકથામાં લખ્યું છે કે
‘મહાગુજરાતના નવા આંદોલનની પહેલી ઘડીથી તે છેવટે સન ૧૯૬૦માં ગુજરાતના જુદા રાજ્યની
સ્થાપના થઇ ત્યાં સુધી તે (ભાઇકાકા) મારા સર્વોત્કૃષ્ટ સલાહકાર રહ્યા.’ મહાગુજરાત અને મહારાષ્ટ્રના નેતાઓ વચ્ચે સુમેળ સાધવામાં અને વહીવટી કુનેહથી મતભેદો ઉકેલવામાં ભાઇકાકાએ મહત્ત્વની ભૂમિકા ભજવી.

♻️♻️૩) મહાગુજરાતની માગણીને છેક ૧૯૫૨માં ગુજરાતી સાહિત્ય પરિષદે ઠરાવ દ્વારા ટેકો
આપ્યો હતો. મોરારજી દેસાઇએ ડાંગની ભાષા મરાઠી હોવાનું જાહેર કર્યું ત્યારે પણ ગુજરાત સાહિત્ય સભાએ વિરોધ પ્રદર્શીત કર્યો હતો. પ્રખર ગાયક પંડિત ઓમકારનાથે પણ પોતાના બુલંદ અવાજે આ નિર્ણયનો વિરોધ કર્યો.


♻️♻️૪) અસલી લડાઇ કેન્દ્ર સરકાર વિરૂદ્ધ ગુજરાત અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ મહારાષ્ટ્રની હતી. પણ કોંગ્રેસી કેન્દ્ર સરકારે ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર એવા ત્રણ ભાગ પાડતાં મરાઠીભાષીઓને એવું લાગ્યું કે ગુજરાતીઓને કારણે મુંબઇને મહારાષ્ટ્રથી અલગ પાડવામાં આવ્યું છે. એટલે મરાઠીઓએ મુંબઇના ગુજરાતીઓ પર
હુમલા કર્યા અને તોફાનો દરમિયાન પોલીસ ગોળીબારમાં મૃત્યુ પામેલા લોકો ‘મહારાષ્ટ્રના શહીદ’ તરીકે ઓળખાયા.


♻️♻️૫) ૮ ઓગસ્ટ, ૧૯૫૬ના રોજ મહાગુજરાત માટેના દેખાવો દરમિયાન પોલીસ ગોળીબારમાં
વિદ્યાર્થીઓ માર્યા ગયા, ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિક એ ઘટના વિશે અજાણ હતા. મહેમદાવાદ નજીક નેનપુર ગામે રહેતા ઇન્દુલાલે લખ્યું છે કે ‘નેનપુર સ્ટેશને જઇને ગુજરાત સમાચાર વાંચ્યું ત્યારે જ મને અમદાવાદના ભયંકર ગોળીબારની ખબર પડી.’
પણ અમદાવાદ પહોંચીને, વિનોદ કિનારીવાલાની ખાંભી આગળ શહીદોને
શ્રદ્ધાંજલિ આપ્યા પછી જાહેર સભામાં તેમણે લોકોને પ્રતિજ્ઞા લેવડાવી કે ‘મહાગુજરાત ન સ્થપાય, ત્યાં સુધી આપણે જંપીને બેસીશું નહીં.’


♻️♻️૬) ગુજરાતમાં સામ્યવાદી કે સમાજવાદી પક્ષો કદી ધબકતા હશે એવી આજે તો કલ્પના પણ ન આવે. છતાં, મહાગુજરાતના આંદોલન વખતે કેન્દ્રમાં સરકાર ધરાવતી કોંગ્રેસ વિલનની ભૂમિકામાં હતી, ત્યારે સામ્યવાદીઓ અને સમાજવાદીઓ સહિત તમામ રાજકીય રંગ ધરાવતા બિનકોંગ્રેસી લોકો મહાગુજરાતની તરફેણમાં રહ્યા.


♻️♻️૭) મહાગુજરાત આંદોલન વખતે કોંગ્રેસના પ્રધાન તરીકે અમદાવાદમાં રહેતા બાબુભાઇ જશભાઇ પટેલને લોકોના રોષનો ભોગ બનવું પડ્યું હતું. તેમના બંગલામાં ધૂસી જઇને લોકોએ તોડફોડ કરી હતી. આગળ જતાં બાબુભાઇ બે વાર ગુજરાતના બિનકોંગ્રેસી મુખ્ય પ્રધાન બન્યા! એક વખત તેમના પક્ષનું નામ હતું ‘જનતા મોરચો’ અને બીજી વખત નામ હતું ‘જનતા પક્ષ’!
મહાગુજરાતના હેતુ માટે મોરારજી દેસાઇ સામે મોરચા માંડવા ઇન્દુલાલ યાજ્ઞિક અને બીજા નેતાઓએ ‘જનતા પરિષદ’ નામની સંસ્થા સ્થાપી. વર્ષો પછી મોરારજી દેસાઇ બિનકોંગ્રેસી ‘જનતા પક્ષ’ના વડાપ્રધાન બન્યા!


♻️♻️૮) બીજા નેતાઓની સાથે જયંતિ દલાલ અને હરિહર ખંભોળજાની મહાગુજરાત આંદોલન વખતે ધરપકડ થઇ હતી. તેમને યરવડા જેલમાં રખાયા હતા. બન્ને નેતાઓએ યરવડા જેલમાંથી ૧૯૫૭ની
વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રક ભર્યું. ત્યાર પછી તેમને છોડી મુકવામાં આવ્યા. ચૂંટણીમાં જયંતિ દલાલ જીત્યા અને હરિહર ખંભોળજાનો પરાજય થયો. મહાગુજરાત પછીના રાજકીય પ્રવાહોમાં ખંભોળજા કોંગ્રેસમાં જોડાયા અને કોંગ્રેસી મંત્રી બન્યા.


♻️♻️૯) મહાગુજરાતના નાયકોમાં સ્થાન પામતા પ્રબોધ રાવળ આંદોલન શરૂ થયાના એકાદ વર્ષમાં જ ‘જનતા પરિષદ’થી વિમુખ થઇ ગયા હતા. અલગ ગુજરાત મેળવવાના આશયથી રચાયેલી જનતા પરિષદ બિનરાજકીય સંસ્થા હતી. તેની સાથે સંકળાયેલા પ્રબોધ રાવળ અમદાવાદના ભૂતપૂર્વ મેયર ચીનુભાઇ શેઠના ‘નાગરિક પક્ષ’ના સભ્ય હતા.
ચીનુભાઇ ફક્ત અલગ ગુજરાત પર અટકવાને બદલે ત્રણ રાજ્યો- ગુજરાત, મુંબઇ અને મહારાષ્ટ્ર-ની ફોર્મ્યુલાનું સમર્થન કરતા હતા. સ્થાનિક ચૂંટણીમાં ઇન્દુલાલ યાજ્ઞિક અને જનતા પરિષદને નાગરિક પક્ષના ઉમેદવારોને ટેકો કર્યો. પણ ચૂંટણી જીત્યા પછી ચીનુભાઇ શેઠનું વલણ બદલાયું નહીં અને નાગરિક પક્ષે અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં ત્રણ રાજ્યનો ઠરાવ પસાર કર્યો. તેનાથી જનતા પરિષદના હાર્દનો ભંગ થતો હતો. એટલે પરિષદ સાથે સંકળાયેલા નાગરિક પક્ષના કેટલાક સભ્યોએ પરિષદમાંથી રાજીનામાં આપ્યાં. ત્રણ રાજ્યોની યોજનાને ટેક

જ્ઞાન સારથિ, [02.05.17 00:40]
[Forwarded from Yuvirajsinh Jadeja]
ો આપનાર પ્રબોધ રાવળે જનતા પરિષદમાંથી રાજીનામું આપવાનો ઇન્કાર કર્યો. એ વિશે ઇન્દુલાલ યાજ્ઞિકે નોંઘ્યું છે,‘બીજાની જેમ તેમની સામે શિસ્તભંગનાં પગલાં લેવાનો ઠરાવ ચર્ચાયો ત્યારે તેમણે જરા ગરમ થઇને પોતાના વર્તનનો બચાવ કરવાનો
પ્રયાસ કર્યો, પણ તે વ્યર્થ નીવડ્યો અને પોતાની કામગીરી પૂરી થયેલી સમજીને તેમણે પરિષદના કાર્યાલયમાં આવવાનું બંધ કર્યું.’


♻️♻️૧૦) મહાગુજરાતનું આંદોલન આખા ગુજરાત માટે હતું. છતાં સૌરાષ્ટ્ર અને કચ્છ જેવાં, અંગ્રેજોના રાજ્યમાં અલગ રહેલાં એકમોમાં આ આંદોલનનો પ્રભાવ અને તેની અસર અત્યંત મર્યાદિત રહ્યાં.

✍️યવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment