Tuesday, May 14, 2019

પ્રણવ મિસ્ત્રી, સિક્સ્થ સેન્સ ---- Pranav Mistry, Sixth Sense

📲📱📲📱📲📱📲📱
પ્રણવ મિસ્ત્રી, સિક્સ્થ સેન્સ સાથે
📲📱📲📱📲📱📲📱

👼જન્મ ૧૪ મે,૧૯૮૧
પાલનપુર, ગુજરાત ,
ભારત .

📲સંસ્થાઓ સેમસંગ ઈલેકટ્રોનીક્સ ( Samsung Electronics)

🕹માતૃસંસ્થા નિરમા યુનિવર્સિટી ( Nirma University of Science and Technology )
આઇઆઇટી-મુંબઇ ( IIT Bombay )
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી ( Massachusetts Institute of Technology )

🏆મહત્વના ખિતાબો🏆
પોપ્યુલર સાયન્સ દ્વારા 'ઇન્વેનશન એવોર્ડ', ૨૦૦૯

ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35, ૨૦૦૯
ક્રિએટીવીટી મેગેઝીન દ્વારા 'ક્રિએટીવીટી ૫૦', ૨૦૧૦

ઈન્ડીયા ટુડે દ્વારા 'ભવિષ્યનાં ૩૭ ભારતીયો'માં સ્થાન
વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા 'યંગ ગ્લોબલ લીડર', ૨૦૧૩

📲મિત્રો પ્રણવ મિસ્ત્રી ને કદાચ નામ થી ખુબ ઓછા લોકો જાણતા હશે પણ આજે ભારત માં વપરાતા દર દસ મોબાઈલ માં થી ચાર સેમસંગ કંપની ના છે, અને 

📲માત્ર ૩૨ વર્ષ ની નાની ઉમરે તેઓ સેમસંગ ઇનટર્નેશન્લ ના વઈસ પ્રેસીડેંટ છે. આ એક માત્ર તેમની ઉપલબ્ધી નથી,
📱 આ પેહલા ભાઈ પ્રણવ સેમસંગ ના થીન્કટેંક તરીકે કામ કરી ચુક્યા છે, 
💻🌍માઈક્રોસોફ્ટ નું વિઝન ૨૦૨૦ એ પ્રણવ ની દેન છે. 
🕸સાત થી વધારે વૈશ્વીક પેટન્ટ અને ૨૭ થી વધારે પબ્લીકેશન પ્રણવ ના નામે છે.
સૌથી વધારે મજા ની વાત એ છે કે 
🆎🅰🅱આપણા ત્યાં હમણાં ઈંગ્લીશ મીડીયમ નો ક્રેઝ છે,અને એટલા હદ સુધી કે જેની સાત પેઢી મા કોઈને ઈંગ્લીશ નથી આવડયું એ પણ બાળક ને ઈંગ્લીશ ભણાવવા દેવુ કરે છે, 
💢ભારત ના નકશા માં ભાવનગર ક્યાં આવ્યું તે ખબર નથી પણ બ્રિટન માં માન્ચેસ્ટર ક્યાં છે એ પાક્કુ યાદ છે.👏 ત્યારે પ્રણવ એ પાલનપુર ની પ્રખ્યાત વિદ્યામંદિર સ્કુલ નો ગુજરાતી મીડીયમ નો વિદ્યાર્થી છે, ને છતાં વિશ્વ ની શ્રેષ્ઠ ટેક્નોલોજીકલ યુનિવરસીટી મેસેચ્યુસેટ્સ ઇનસ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી માંથી માસ્ટર્સ અને દોકટરેટ કર્યું છે.
👉 જે અંગ્રેજી પાછળ ગાંડા ગુજારાતીઓ ને એક લાપડાક છે. પ્રણવ નું અંગ્રેજી આજે પણ ઉત્તરગુજરાત ની યાદ અપાવે છે.
👌👌પ્રણવ ની એક શોધ જેણે વિશ્વ ને ટેક્નોલોજી ની નવી ઊંચાઈ આપી છે તે 🐾"સિક્ષ સેન્સ ટેક્નોલોજી" એ ટેક્નોલોજી ની દુનીયા માં ધૂમ મચાવી છે. 
🎋"સિક્ષ સેન્સ ટેક્નોલોજી" અને પ્રણવ મિસ્ત્રી યુ ટ્યુબ પર ફેમસ છે.

☄✨☄પ્રણવ મિસ્ત્રી ભારતીય-ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક અને સંશોધક છે. ‘સિક્સ્થ સેન્સ’ ટેકનોલોજી એ તેમના સંશોધનનો વિષય છે. શોધકો પૈકીની એક પ્રતિભા એટલે પ્રણવ મિસ્ત્રી. સિક્સ્થ સેન્સ ટેકનોલોજીએ આખા જગતને ખુબ આકર્ષિત કર્યું છે. 

✨☄✨ તેઓ હાલમાં સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા અને રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે. માઉસલેસ , સ્પર્શ , ટેલી ટચ અને સેમસંગ ગેલેક્સી ગીયર તેમના બીજા આવિષ્કારો. 

⭐️🌟⭐️મિસ્ત્રીને વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે સન્માનિત કર્યા હતા. 

☄✨☄વ્યક્તિગતા જીવન, શિક્ષણ તથા સંશોધન
પ્રણવનો જન્મ ૧૪ મે,૧૯૮૧ ના રોજ ઉત્તર ગુજરાત ના પાલનપુર શહેરમાં થયો હતો. તેમની માતાનું નામ નયનાબેન કિર્તીભાઈ મિસ્ત્રી અને પિતાનું નામ કિર્તીભાઈ કરશનદાસ મિસ્ત્રી છે.

⭐️🌟ઝોમ્બી’ના હુલામણા નામે તેઓ ઓળખાય છે.

💫💫તેમણે અમદાવાદની પ્રતિષ્ઠિત નિરમા યુનિવર્સિટી માંથી કૉમ્પયુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં બેચલરની ડિગ્રી મેળવી છે. તેમણે ઇનડસ્ટ્રિયલ ડીઝાઇન સેન્ટર ,આઇઆઇટી-મુંબઈ માંથી માસ્ટર ઓફ ડીઝાઇનની ડીગ્રી મેળવી છે અને મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજી (એમઆઇટી) માંથી મિડિયા આર્ટ્સ એન્ડ સાયન્સમાં માસ્ટર ઓફ સાયન્સની ડીગ્રી લીધી છે. 

🎋🎋ત્યાર બાદ તેઓ એમઆઈટીની મીડિયા લેબમાં ડોક્ટરેટ(પીએચડી) કરવાની સાથે રીસર્ચ આસિસ્ટન્ટ બન્યા.

☄✨તેમના સંશોધનના વિષયમાં વેરેબલ કમ્પયુટિંગ,
ઓગમેન્ટેડ રીઆલીટી , યુબિક્ટોસ કમ્પયુટિંગ,
જેસ્ચુરલ ઇન્ટરેક્સન અને ટેઞીબલ ઇન્ટર્ફેસ ,
આર્ટીફિસિયલ ઇન્ટેલિજન્સ, મશિન વિઝન ,
કલેક્ટીવ ઇન્ટેલિજન્સ અને રોબોટીક્સ નો સમાવેશ થાય છે.

❄️❄️❄️૨૦૧૨માં પ્રણવ ડિરેક્ટર ઓફ રિસર્ચ તરીકે સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ સાથે જોડાયા. તેઓ સેમસંગમાં થિંક ટેન્ક ટીમનાં વડા તેમજ રિસર્ચ વિભાગના વાઇસ પ્રેસિડેન્ટ છે. 

❄️❄️❄️સપ્ટેમ્બર ૨૦૧૩માં સેમસંગ ગેલેક્સી ગીયર સ્માર્ટ વોચ (હાથમાં પહેરી શકાય તેવી સ્માર્ટવોચ, જે સ્માર્ટફોનનું લગભગ બધું જ કામ કરે) પણ તેમણે જ રજૂ કરી હતી. 

📲📱📲સેમસંગ ઉપરાંત તેમણે માઈક્રોસોફ્ટ, ગૂગલ, નાસા, યુનેસ્કો, કાર્નેગી મેલોન યુનિવર્સિટી અને જાપાન સાયન્સ એન્ડ ટેકનોલોજી જેવી જગવિખ્યાત સંસ્થાઓ સાથે કામ કર્યું છે.


💻💻💻આવિષ્કારો💻💻
‘સિક્થ સેન્સ’, ‘માઉસલેસ’- (દેખાય નહીં તેવું કમ્પ્યુટર માઉસ), ડિજીટલ ડિવાઈસમાં એકદમ સરળતાથી કોપી પેસ્ટ કરી શકાય એવી 'સ્પર્શ' ટેકનોલોજી, સ્માર્ટફોનથી સ્પર્શ દ્વારા દૂરની વસ્તુને નિયંત્રિત કરી શકાય એવું ‘ટેલી ટચ’, આંખનાં પલકારા(બ્લિંક) થી નિયંત્રિત કરી શકાય એવો ‘બ્લિંકબોટ’ રોબોટ, ૩ પરિમાણમાં ચિત્ર દોરી શકાય એવી પેન, અને 
🎯🎯ભૌતિક જગતના ગૂગલનું કામ કરી શકે એવો નકશો, વગેરે તેમના અન્ય આવિષ્કારો / સંશોધનો છે. મોબાઇલ ફોનમાં જોવા મળતી ભારતીય ભાષાઓના મૂળમાં તેમનો ‘અક્ષર’ પ્રોજેક્ટ છે. 


⌨💻💻પોપ્યુલર સાયન્સ દ્વારા સિક્સ્થ સેન્સની શોધને ૨૦૦૯ ઇન્વેનશન એવોર્ડ દ્વારા સન્માનીત કરવામાં આવી છે. 
📲💻 તેમણે ટેકનોલોજી રીવ્યુ દ્વારા TR35 ૨૦૦૯ એવોર્ડ પણ જીત્યો છે.📲૨૦૧૦માં ક્રિએટીવ મેગેઝીને તેમને ક્રિએટીવીટી૫૦ માં નામાંકીત કર્યા હતા. 💻ક્રિસ એન્ડરસનના મતે,પ્રણવ મિસ્ત્રી હાલના તબક્કાના 'વિશ્વના ૩ સર્વશ્રેષ્ઠ સંશોધકો' પૈકીના એક છે. 
📲💻 જીક્યુ ઈન્ડિયાએ પ્રણવને અત્યંત શક્તિશાળી ડિજિટલ ભારતીય ગણાવ્યા અને ઈન્ડીયા ટુડેએ તેમને 'ભવિષ્યનાં ૩૭ ભારતીયો'માં સ્થાન આપ્યું. 
💻📲કમ્પ્યુટર સાયન્સના ક્ષેત્રમાં આગવું યોગદાન આપવા બદલ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે ૨૦૧૩ ના 'યંગ ગ્લોબલ લીડર'માંથી એક તરીકે મિસ્ત્રીને સન્માનિત કર્યા છે. 

✍યુવરાજસિંહ જાડેજા (ગોંડલ)🙏

No comments:

Post a Comment